September 2nd 2021
. .ૐ સાંઇનાથ
તાઃ૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર ભોલેનાથના વ્હાલાકૃપાળુ,ૐ સાંઇ નમો નમઃથી પુંજાય
સાથે શ્રીસાંઇ નમોનમઃ કહેતા,શેરડીગામથી ભક્તોપર કૃપા કરીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
પવિત્રભક્તિની આંગળીચીંધી માનવદેહને,નાહિંદુમુસ્લિમથી દુરરહેવાય
જીવને મળેલદેહને શ્રધ્ધાસબુરી સમજાવી,ત્યાં પરમાત્માની કૃપા થાય
પાર્થીવગામથી શેરડીઆવ્યા પવિત્રદેહથી,જે સાંઈબાબાથી ઓળખાય
એવા પવિત્રદેહધારી બાબાનેભક્તોથી,સદગુરુ સાંઇનમોનમઃથી પુંજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
અવનીપર જીવનેદેહ મળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી છટકાય
જીવનેસંબંધ ધર્મનો જે દેહમળતા,શ્રધ્ધાસબુરીને સાચવીને ભક્તિથાય
ના કોઇ આશાઅપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય
શેરડીમાં સાંઇબાબાના આગમને,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
###########################################################
August 29th 2021

. .શ્રીકૃષ્ણ જન્મોત્સવ
તાઃ૩૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશમાં પવિત્રદેહ લીધો,એમાતા દેવકીના દીકરાથી જન્મી જાય
પિતા વાસુદેવ હતા તેમના પુત્ર શ્રીકૃષ્ણ,જે મથુરામાં જન્મ લઇ જાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
પવિત્ર શ્રધ્ધાથી શ્રીકૃષ્ણની પુંજા કરતા,શ્રી કૃષ્ણ શરણં મમઃથીપુંજાય
અજબકૃપા એજ પ્રભુનો દેહ છે,જે માતા દેવકીનો કૃપાએ જન્મી જાય
મથુરાગામ હિંદુધર્મમાં યાદરખાય,જગતમાં પ્રભુકૃપાએજન્માષ્ટમીઉજવાય
પરમકૃપાળુ પ્રભુનો દેહ શ્રી કૃષ્ણનો છે,જેમની પત્નિ રૂક્ષ્મણી કહેવાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
માતા દેવકીની પવિત્રકૃપામળી શ્રીકૃષ્ણને,જે અનેક સ્ત્રીઓને મળતા જાય
પાવનરાહે જીવનજીવતા પિતાનીકૃપા મળી,સંગે નંદીનોપ્રેમ પણમળી જાય
કૃષ્ણ કનૈયા લાલકી જય બોલી તાલી પાડતાજ,ભગવનની કૃપા મળીજાય
પરમકૃપાળુ એદેહલીધો પરમાત્માએ મથુરામાં,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
#############################################################
July 30th 2021
+++
+++
. .પ્રેમની ભક્તિ
તાઃ૩૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં સાંઇબાબાની પવિત્રકૃપા થાય
મળેલદેહને ભક્તિપ્રેમથી શ્રધ્ધામળી,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
પરમાત્માએ ભારતમાં અનેકદેહથી જન્મલીધો,જે દેવદેવીઓથી ઓળખાય
શેરડી ગામમાં પધાર્યા પરમાત્માની કૃપાએ,જે સંત સાંઇબાબાજ કહેવાય
જીવનમાં પવિત્રરાહે જીવતા દ્વારકામાઈ,એ બાબાને પવિત્રમદદ કરીજાય
પવિત્રસાંઇને ૐ શ્રીસાંઇનાથાય નમઃથી ભજતા,બાબાનીકૃપા મળતીજાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે દેહના વર્તનથી જીવનમાં દેખાય
માનવજીવનમાં કર્મનો પવિત્રસંબંધ છે,એ પ્રભુકૃપાએ અનુભવ આપી જાય
સાંઇબાબાની કૃપા મળીદેહને,જેશ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમપર કૃપાકરીજાય
પ્રભુની કૃપાએજ જીવને માનવદેહ મળૅ,જેને ભક્તિપ્રેમથી મુક્તિ મળી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
###############################################################
July 26th 2021
*
*
. .શિવ ભોલે ભંડારી
તાઃ૨૬/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં એ શ્રીમહાદેવ,સંગે શિવ ભોલેભંડારીય કહેવાય
ભક્તોની ભક્તિ પારખી શ્રાવણ માસમાં,કૃપા કરીને આનંદ આપી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
ભારતની ભુમીને પવિત્રકરવા અનેકદેહથી,જન્મલઈ જીવનેસુખ આપીજાય
હિંદુ ધર્મમાં જીવને મળેલદેહને,પવિત્ર ભક્તિરાહ પ્રભુના દેહથી મળીજાય
શંકર ભગવાન જે ભારતમાં પવિત્ર ગંગા નદીને,જટાથી એ વહાવી જાય
જગતમાં શંકરભગવાન એ પવિત્રદેવી,માતા પાર્વતીના પતિથી ઓળખાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
સોમવારની સવારે શ્રધ્ધાથી બમબમ ભોલે મહાદેવ,બોલીને ધુપદીપકરાય
શિવલીંગને વંદનકરી દુધથી અર્ચના કરવાથી,પવિત્રકૃપા મળેલદેહપર થાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જે જગતમાં,ભાગ્યવિધાતા સંગે વિહ્નહર્તા કહેવાય
રિધ્ધીસિધ્ધીના એ પતિદેવ છે,સંગે શુભ અને લાભના એ પિતાપણ થાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
પવિત્ર પિતા જગતમાં ભક્તોના છે,જ્યાં ૐ નમઃ શિવાયથીજ જાપ કરાય
અજબશક્તિશાળી પ્રભુનો દેહ છે,જે શ્રધ્ધાથી પુંજનકરતા કૃપા અનુભવાય
મળે કૃપા જીવનમાં નિખાલસ ભક્તિથી,જે મળતાદેહને પાવનરાહે લઈ જાય
શ્રીગણેશ સંગે કાર્તીકેય એપુત્ર જન્મ્યા,અને દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
=============================================================
July 11th 2021
***
***
. .પવિત્રકૃપાની કેડી
તાઃ૧૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને દુર્ગા માતાને પ્રાર્થનામાં,ધુપદીપ કરીને વંદનકરતા કૃપા મેળવાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે નવરાત્રીના નવસ્વરૂપે પણ પ્રગટ થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
જીવને મળેલદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે માતાની કૃપાએજ સમજાય
માનવદેહ એગતજન્મના કર્મથીમળીજાય,જેપવિત્રકૃપાએ શ્રધ્ધાભક્તિ આપી જાય
અદભુતકૃપાળુ છે દુર્ગામાતા જગતમાં,જે જીવનાદેહને પવિત્રકૃપાએજ મળી જાય
પવિત્રકૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા ધરમાં થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
અનેક પવિત્ર દેવ દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જે ભુમીને પવિત્ર કરી જાય
માનવદેહના જન્મને સાર્થક કરવાથી,અંતે દેહથી વિદાયમળતા મુક્તિ મળીજાય
જીવના અવનીપરના સંબંધને,માતાની પવિત્રકૃપાએ જીવ જન્મમરણ છુટી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા માનવદેહ પર,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
#################################################################
July 9th 2021
###
###
. .પ્રત્યક્ષ દર્શન
તાઃ૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૄપાળુ સંગે અજબશક્તિશાળી,જગતમા સુર્યનારાયણ દેવ કહેવાય
અબજો વર્ષોથી જગતપર દરરોજ,સવારસાંજથી પ્રત્યક્ષદર્શન આપી જાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
પરમાત્માએ અનેકદેહથી ભારતમાં જન્મલીધો,ના કોઇદેવથી સુર્યને છોડાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જે જગતપરના દેહને સવારસાંજ આપીજાય
પવિત્રપ્રેમ જીવનમાં મળ્યો રાંદલમાતાનો,જે સુર્યદેવની પત્નિથી ઓળખાય
હિંદુ ધર્મમાં ભક્તોની પવિત્રભક્તિથી,ૐ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
જગતમાં સુર્યદેવને નામાયામોહ કે અપેક્ષા અડીજાય,જે કૃપાથી અનુભવાય
પરમ શક્તિશાળી દેવ છે અવનીપર,જે જીવના દેહને સવારસાંજથી દેખાય
પુંજ્ય રાંદલમાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સુર્યદેવની સાથે કૃપા કરી જાય
પવિત્ર શક્તિશાળીદેવ છે,જેજગતના જીવોને શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
##################################################################
July 1st 2021
@@
@@
. .સમયની પરખ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,નાકોઇજ દેહથીકદી સમયથી દુર રહેવાય
અવનીપર જીવને જન્મથી માનવદેહમળે,એ કર્મનીકેડીથી જીવને સ્પર્શીજાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
કુદરતની આલીલા છે જે મળેલદેહને,જીવનમાં કદી સમયથી દુરના રહેવાય
જીવને જન્મમળતા અનેકદેહનો સંબંધ,પણ માનવદેહ મળે એકૃપા કહેવાય
માનવદેહને ઉંમરનો સબંધસંગે,સમયસર ચાલતા મગજમાંસમજણ મળીજાય
જગતપર સમયને નાકોઇજ પકડી શકે,કે નાકદી કોઇ દેહથીય દુર રહેવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
જગતમાં પરમાત્માની કૃપાને નાકોઇ છોડીશકે,કે ના કોઇથીય કદી છટકાય
પ્રથમ સવારમળે દુનીયામાં જ્યાંસુર્યદેવનુ આગમન થાય,જે પ્રભાતઆપીજાય
દુનીયામાં સુર્યદેવની કૃપાએ સવાર સાંજ મેળવાય,એ દેહને કામ મળી જાય
ના સમય પકડાય માનવ્દેહથી જીવનમાં,સમયસાથે ચાલતા સમજણ મેળવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
##################################################################
July 1st 2021

. .પવિત્ર શ્રધ્ધારાહ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરમાં પવિત્રરાહે જીવન જીવતા,ભક્ત શ્રી જલારામ ઓળખાય
સાથ મળ્યો પત્નિ વિરબાઇનો,જે પ્રભુની માગણીને સમજીને જાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
જલારામની ભક્તિજ્યોત પ્રગટી જીવનમાં,જે પ્રભુની કૃપાએજ દેખાય
મળેલદેહને સંબંધ કર્મનો ધરતીપર,એ સમયની સાથે દેહને લઈ જાય
જીવને જન્મમળે દેહથી એપ્રભુનીરાહે ચીંધાય,જે કરેલ કર્મથીય દેખાય
કુળને પવિત્રરાહે લઈ જવા જલારામને પ્રેરણા થઈ,જે જીવનમાં કરાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
પરમાત્માએ આંગળીચીંધી જલારામને,જે ભુખ્યાને ભોજનઅપાવી જાય
નાકોઇ આશા રહી જીવનમાં,કે નાકોઇજ માગણીની અપેક્ષાય રખાય
પવિત્રકર્મની પરિક્ષા કરવાઆવ્યા,પરમાત્માદેહથી જે પત્નિને માગીજાય
વિરબાઈ પવિત્રશ્રધ્ધાએ મદદકરવાજાય,ત્યાં પ્રભુજોળીજંડોદઇ ભાગીજાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
##############################################################
May 18th 2021
%
%
. .શેરડી આવ્યા
તાઃ૧૮/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી શંકર ભગવાનની,જે સાંઇબાબાને શેરડીમાં લાવી જાય
મળેલ માનવદેહને પાવનરાહ આપવા,શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને જગતમાં જન્મ મરણનો સંબંધ,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય.એપ્રાણી,પશુ,જાનવર,માનવી કહેવાય
માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે જીવનમાં અનેક કર્મથી જીવન જીવાય
ધર્મની પવિત્રરાહ પકડવા મળેલદેહને,અનેકધર્મ સંગે હિંદુમુસ્લીમ મેળવાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને મળેલદેહને પરમાત્માની કૃપા મેળવવા,શ્રધ્ધા રાખીને વંદન કરાય
સાંઇબાબાએ આંગળી ચીંધી મળેલદેહને,ના ધર્મકર્મને દુરરાખીને જીવાય
અલ્લાઇશ્વર એ પરમાત્માનીલીલા છે,જે હિંંદુમુસ્લીમથી અલગરાહે પુંજાય
પવિત્ર સાંઇબાબાથી શેરડીઆવ્યા,જે બંન્ને ધર્મમાં પવિત્રરાહ આપી જાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
##################################################################
April 14th 2021
. .પવિત્ર કલમની કેડી
તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માતા સરસ્વતીની પવિત્રકૃપા,જ્યાં પવિત્રરાહે કલમને પકડાય
શ્રધ્ધાભાવનાથી કલમ પકડતા,પવિત્ર શબ્દથી રચનાઓ થઈ જાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
પ્રેમથી કલમનેપકડી વિચારતા,સમયસંગે ચાલતા માતાની કૃપા થાય
નિખાલસ ભાવનાથી પ્રેરણા મળે,જે રચનાનુ સર્જનકરવા પ્રેરી જાય
સાહિત્યની સરીતા ભારતથી જગતમાંંવહે,જે કલમપ્રેમીઓથી દેખાય
હ્યુસ્ટન એ પવિત્ર રાહ છે,જ્યાં કલમના પ્રેમીઓથી રચનાઓ થાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
સમયને સમજીને ચાલતા કલમપ્રેમીઓ,પ્રેરણાએ બેઠકમાં મળી જાય
પવિત્રપ્રેમ મળે સાહિત્યપ્રેમીઓનો,જે પકડેલકલમથી રચના કરી જાય
ગુજરાતી ભાષાને પવિત્ર કરવા ગુજરાતથી,પ્રેમથી હ્યુસ્ટન આવી જાય
એજકૃપા માતાની જે કલમપ્રેમીઓને,પવિત્રપ્રેમ સંગે રચનાકરાવી જાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
===========================================================