March 25th 2021
##
##
.. .વિરપુરના વાસી
તાઃ૨૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજીવે દેહ લીધો વિરપુરમાં,જે પ્રધાન ઠક્કરના સંતાનથી ઓળખાય
માતા રાજબાઈની પાવનકૃપાએ,પવિત્ર ભક્તિશાળી જે જલારામ કહેવાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
પરમાત્માની પાવનકૃપા થઈ જીવનમાં,જે મંદીર મસ્જીદથી દુર લઈ જાય
મળેલ માનવદેહને પવિત્ર આંગલી ચીંધી,સંત ભોજલરામની કૃપા કહેવાય
નાકોઇ અપેક્ષા કે મોહમાયા સ્પર્શી,જે ભુખ્યા સંતને ભોજન આપી જાય
પકડેલ પવિત્રરાહ જીવનમાં,સંગે પત્નિ વિરબાઈનો પવિત્ર સાથ મળીજાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,માનવદેહને સમયસંગે ચલાય
જીવનમાં કર્મનોસંબંધ દેહને,જે જીવને જન્મમરણના આવનજાવનથી દેખાય
પવિત્રરાહે જીવતા જલારામે આંગળી ચીંધી,કે માનવદેહને પ્રેમે ભોજનદેવાય
જલારામના જીવનની પરીક્ષાકરવા પ્રભુ પ્રધાર્યા,પવિત્રકર્મ વિરબાઈ કરીજાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
================================================================
March 25th 2021
###
###
. વ્હાલા સાંઇબાબા
તાઃ૨૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત ભક્તોના વ્હાલા હતા સાંઈબાબા,જે પ્રેમપારખી શેરડી આવી જાય
દ્વારકામાઈએ સેવાથી મદદ કરી બાબાને,એ મળેલ દેહને પવિત્રરાહે દેખાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
જીવને મળેલ દેહ અવનીપર,ગત જન્મના દેહથી થયેલ કર્મથીજ મળી જાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,જે માનવ,પ્રાણી,પશુ,પક્ષીથીજ મેળવાય
મળેલદેહના જીવનમાં કર્મથાય,સંગે ધર્મનીકેડી જે પાવનકૃપાએજ મળી જાય
દેહ મળતા જીવને હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તી ધર્મનોસાથ મળે જે સમયે સમજાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
સાંઇબાબા એ વ્હાલા સંત થયા ભક્તોના,એ પાવનરાહે પ્રેરણા આપી જાય
માનવ દેહને પવિત્રરાહે જીવવા,આંગળી ચીંધી ના કોઈથીય ધર્મથી છટકાય
શ્રધ્ધા અને સબુરીની સમજણ એકજ છે,કેજે હિંદુ અને મુસ્લિમમાં સમજાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ ભારતમાં,જે અનેકકૃપાએ હિંદુધર્મકહેવાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
(((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))))))))
March 24th 2021
. .માતા અંજની સંતાન
તાઃ૨૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશ્રધ્ધાએ પ્રાર્થના કરતા,માતા અંજની સંતાન પ્રેરણા આપી જાય
પવિત્ર ભાવનાથી વંદન કરતા શ્રીરામને,બજરંગબલી હનુમાન કહેવાય
.....એવા લાડલા હનુમાજીનેનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
સમયની સંગે ચાલતા જીવનમાં,પરમાત્મા શ્રીરામના લાડલા થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા મળતા,જીવનમા પરમશક્તિના દર્શનથાય
અયોધ્યામાં લીધેલ પવિત્રદેહ શ્રીરામનો,સંગે પત્ની સીતાજી મળી જાય
સીતારામના લાડલા ભક્ત શ્રી હનુમાન,કૃપાએ પરમ શક્તિશાળી થાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
શ્રીરામના પત્નિ સીતાને ઉઠાવી જાય,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળેલદેહમાં શ્રીરામને તકલીફપડી,જે ભાઈ લક્ષ્મણને બેહોશ કરી જાય
શ્રધ્ધારાખી હનુમાન ઉડીને,સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણને બચાવીજાય
નાકોઇ અપેક્ષા રાખી હતી,એ સીતાજીને શોધી રાવણનુ દહન કરીજાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 24th 2021
***
***
. .કૃપાની જ્યોત
તાઃ૨૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમકૃપા છે ભારતદેશ પર,જે પવિત્ર દેહથી જન્મી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ ચીંધે,એ જીવને જન્મમરણથી છોડી જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
અવનીપરનું આગમન જીવનુ,ગત જન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજા કરાય
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે દેવ અને પવિત્રમાતાથી જન્મી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,લક્ષ્મીમાતા ને વિષ્ણુ ભગવાનને વંદન થાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
નિર્મળપ્રેમ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથી સંબંધને સચવાય
પરમકૃપાળુ છે માતા લક્ષ્મીજી,જે મળેલદેહના જીવનમાં શાંંન્તિ આપી જાય
પાવનકૃપા મળી પ્રદીપને માતાની,રોજ ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
ભક્તિનો સાગર ભારતમાં વહે છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
#################################################################
March 23rd 2021
###
###
. .પવનપુત્ર બળવાન
તાઃ૨૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવતા પવનપુત્ર હનુમાન,શ્રી રામના પરમ ભક્ત કહેવાય
માતા અંજનીના સંતાન હિંદુ ધર્મમાં,એ મહાવીર બજરંગબલીથીય ઓળખાય
.....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય.
મળેલદેહને પાવન કરવા પરમાત્માની કૃપા થઈ,ઉડીને સુર્યદેવને ગળી જાય
પવિત્રશક્તિ મળી પરમકૃપાનીજ,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશથયા,હનુમાનજી ઉડીને સંજીવની લઈ આવ્યા
સંજીવનીથી ભાઈ જાગૃત થયા,જે શ્રી રામ હનુમાનને ખુબ પ્રેમ આપી જાય
.....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય.
શ્રી રામના પત્નિને અયોધ્યાથી,લંકાનો રાજા રાવણ આવી અચાનક લઈજાય
અનંત ચિંતા થઈ શ્રીરામ સંગે લક્ષ્મણને,જે દુર કરવા હનુમાનજી ઉડીને જાય
લંકાની નજીકના જંગલમાં સીતામાતાને શોધીને,શ્રીરામને સમયથી સમજાવાય
શ્રીરામલક્ષ્મણને ઉંચકીને લંકાલાવ્યા,પછી લંકામાં રાજારાવણનુ દહન કરીજાય
.....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 23rd 2021
###
###.
. .વક્રતુંડ ગણેશાય
તાઃ૨૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના લાડલા સંતાન,ગજાનંદ શ્રી ગણપતિથી ઓળખાય
પવિત્રદેહથીજ પધાર્યા પરિવારમાં,એ સિધ્ધી વિનાયક પણ કહેવાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
એવાવ્હાલા ગણપતિના ભાઈ કાર્તિકેય,બહેન અશોકસુંદરી મળી જાય
પવિત્રકેડીની રાહ મળી જીવનમાં,જે માબાપની કૃપાએજ મળતી જાય
હિંદુ ધર્મમાં એ ગજાનંદ શ્રીગણેશ સંગે,દેહના ભાગ્યવિધાતાય કહેવાય
એજ પવિત્રરાહ મળી છે પિતાની,જે લંબોદર સંગે એકદંત ધારી થાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
અદભુત લીલા અવનીપર થઇ,જે જીવનસંગીની રિધ્ધી સિધ્ધીથી દેખાય
પરિવારની પાવનકેડીએ દીકરી સંતોષી,અને પુત્ર શુભ,લાભ જન્મી જાય
પાવનરાહે જીવતા જીવનમાં,જીવને મળેલદેહને સત્કર્મની પ્રેરણા કરીજાય
પવિત્રકૃપા કરે અવનીપરના દેહપર,જે જીવને જન્મમરણથી બચાવી જાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
================================================================
March 22nd 2021
@@
@@
. .ડમરુ ધારી
તા;૨૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા કરો ડમરુધારી પગે લાગતા ભક્તોપર,તમેજ ભોલે ભંડારી છો
જટાધારી સંગે તમેજ ગંગાધારી,વ્હાલા ત્રિપુરારી શિવશંકર પણ છો
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
અજર અમર તમે વ્હાલા ભગવાન,છો યોગેસ્વર મહાદેવ અને મહેશ
પરમ મહા તપસ્વી ડમરુધારી છો,ભક્તજનોને છે તમારીપર વિશ્વાસ
ગંગાજળના અભિશેકથી કૃપા મળે તમારી,મળેલ જીવન પવિત્ર થાય
નટ મસ્તક કરી વંદન કરીએ ભોલે ભંડારીને,રાખજો ચરણમાં અમને
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
કૃપા કરો ગિરીધારી તમે ત્રિપુરારી,ભક્તોની સેવા સ્વીકારી કૃપા કરો
પાવનજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખે
તમે કૈલાસપતિ સંગે ઉમાપતિ,તમારી પાવનકૃપા તકલીફનેય દુર કરીદે
એવી પાવનકૃપા તમારી ત્રણેયલોકમાં,એ અજબશક્તિ તમારી કહેવાય
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
###########################################################
March 22nd 2021
(((
)))
. .જય જય મહાદેવ
તાઃ૨૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાળુ ભક્તોપર પાવનકૃપા,ભોલેનાથ મહાદેવની થઈ જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જે પવિત્રકર્મથી અનુભવ થાય
....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
અજબ શક્તિશાળીએજ દેવ છે,જેમની શંકર ભગવાનથીય પુંજા થાય
શીવલીંગ પર દુધ અર્ચના કરીને,ૐ નમઃશિવાય બોલીને વંદન કરાય
માનવદેહ લીધો પરમાત્માએ,જે જીવના મળેલદેહને ભક્તિ આપી જાય
અનેકપવિત્ર નામથી ઓળખાયછે,જેમની શ્રધ્ધાળુ ભક્તોથી પુંજા કરાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
ભારતની ભુમીપર જન્મ લીધો,સંગે હિમાલયનીજ પુત્રી પાર્વતી પત્ની થઈ
પાવનકૃપા થઈ પ્રભુની,એ ભાગ્યવિધાતા શ્રી ગણૅશ સંતાનથી જન્મી જાય
શ્રી કાર્તિકેય બીજા સંતાન છે,અંતે દીકરી અશોકસુંદરીનો જન્મ થઈ જાય
એવા પિતા થયા,જે શ્રીશિવ,શ્રીશકર,શ્રીમહાદેવ,શ્રીભોલેનાથ પણ કહેવાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
શ્રધ્ધારાખીને હિંદુ ધર્મમાં જન્મ મળે,એજ પરમ કૃપા પરમાત્માનીજ કહેવાય
જગતમાં પવિત્રધર્મ હિંદુછે,ભારતમાં જન્મ લઈ પ્રભુ અનેકદેહથી આવી જાય
જીવને મળેલદેહ ગતજન્મના કર્મનો સંબધ,જે જીવને આવનજાવનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા સંગે ભક્તિ કરતા,જીવને કર્મ છુટતા મુક્તિ મળી જાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
################################################################
March 21st 2021

. .પવિત્ર ભાવના
તાઃ૨૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,હિંદુ ધર્મમાં પવિત્ર કૃપા મળી જાય
પરમાત્માની કૃપા થાય મળેલદેહ પર,જે જીવને શાંંતિ આપી જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
મળેલ માનવદેહને સંબંધ છે ધર્મનો,જે શ્રધ્ધાની ભક્તિથી મેળવાય
હિંદુધર્મ પવિત્રછે ભારતમાં,જ્યાં અનેકદેહથી પરમાત્મા આવી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જ્યાં ભક્તિની પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે જીવને જન્મમરણથી સમજાઈ જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
માતાના દેહથી ભારતમાં જન્મ્યા,જે કૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
અવનીપર આવ્યા સંગે બીજા નવદેહથી,તેમને નવદુર્ગામાતા કહેવાય
હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારે,માતા નવ સ્વરૂપની કૃપા મેળવાય
નવદીવસ ગરબે રમતા માતાને,વંદન કરતા ભક્તોને કૃપા મળીજાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
*************************************************************
March 20th 2021
++
++
. .પવિત્ર શ્રધ્ધા ભક્તિ
તાઃ૨૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુ ધર્મમાં પાવનરાહ મળે જીવને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય
મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,જીવનમા સત્કર્મનો સાથ મળી જાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
કર્મનો સંબંધ છે જીવને મળેલ દેહથી,જે અવનીપર આવનજાવનથી દેખાય
હિંદુ ધર્મમાં અનેકદેહથી પરમાત્મા આવ્યા,જે દેહને પાવનરાહ બતાવી જાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે માનવદેહને ભક્તિથી જ પ્રેરી જાય
ધુપદીપથી ભગવાનને પ્રાર્થના કરતા,જીવ પર પરમાત્માની પાવન કૃપા થાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર દેહ લીધા છે ભારતમાં,જે ભગવાન અને માતાના નામથીજ ઓળખાય
અનેક ભક્તિરાહ મળે માનવ દેહના જીવને,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
શ્રધ્ધા રાખીને ધરમાં ભક્તિ કરતા,ના કોઇ મંદીર કે મસ્જીદમાંય જવાનું થાય
પાવનકૃપા મળે મળેલદેહના જીવને,પવિત્રકૃપાએ જીવતા નાજન્મમરણ મેળવાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.ં
*****************************************************************