March 20th 2021
##
##
. .કલમની પકડ
તાઃ૨૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને કલમ પકડતા,પવિત્રમાતા સરસ્વતીની પાવનકૃપા થાય
કલમ પકડેલ પ્રેમીને સમજણ મળે,જે માતાની પ્રેરણા મળતાજ દેખાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
અદભુત અપાર લીલા છે કલમપ્રેમીઓ પર,જે સમય સંગે ચલાવી જાય
મળેલમાનવદેહને સમયસંગે ચાલતા,પાવનરાહની પ્રેરણા કૃપાઆપી જાય
શ્રધ્ધા રાખીને જીવતા માનવદેહ પર,પરમાત્માની પાવનકૃપાય થઈ જાય
મળેલદેહનુ ભણતર એ સમયની કેડી,જે ઉંમરથીજ અનુભવ આપી જાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
મોહમાયાકે અભિમાનનો ના કોઇ સંબંધ દેહને,જે માતાની કૃપાજ કહેવાય
સરળ જીવનમાં કલમનો પ્રેમ રાખીને જીવતા,અનેક રચનાઓથી પ્રેરી જાય
અનેકવર્ષોથી લખાયેલ કલમની રચના,વાંચકોને અદભુત આનંદ આપી જાય
જીવને સંબંધ મળેલ દેહથી નાકોઇથી કદી છટકાય,પકડેલ કલમ પ્રેરી જાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
================================================================
March 19th 2021
@@.
@@
. .કળીયુગનો સાથ
તાઃ૧૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર સમયના પકડાય કોઇથી,એ કુદરતની લીલાજ કહેવાય
મળેલદેહને માયાનો સંગાથ મળે,જે કળીયુગનો સાથ આપી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
જગતપર ના કોઇનીય તાકાત જીવનમાં,જે સમયને દુર રાખી જાય
ગઈ કાલને ના પકડાય કોઇથી,કે ના આવતી કાલથી દુર રહેવાય
અદભુત લીલા કુદરતની અવનીપર,જે કળીયુગનો સાથ આપી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે કળીયુગની માયાથી દુર રાખી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
ઉંમરને ના કોઇ રોકી શકે,કે ના કોઇ સમયથી છટકીને ચાલી જાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવને,જે પળે પળ સત્કર્મ કરાવી જાય
કળીયુગની અસર મળેલદેહને,સમયથી જકડીને અભિમાન આપી જાય
શ્રધ્ધાભાવથી પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પ્રભુકૃપા મળી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
#############################################################
March 18th 2021

. .શેરડીથી આવ્યા
તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રવ્હાલા સંત અમારા સાંઇબાબા,શ્રધ્ધાપારખી શેરડીથી પધાર્યા અહીં
પવિત્રકૃપા મળી બાબાની ભક્તોને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃ બોલાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
મળેલદેહથી પધાર્યા પાર્થીવ ગામમાં,જે શેરડીમાં પધારી પ્રેરણા આપી જાય
માનવજીવનને પ્રેમથી પ્રેરણા આપવા,દ્વારકામાઈનો પવિત્ર સંગાથ મેળવાય
અવનીપરના આગમનનો સંબંધ જીવને,જે ગતજન્મના થયેલકર્મથીમળી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા પરમાત્માને,પાવનકૃપા જીવને મળેલ દેહ પર થાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
માનવદેહને સંબંધ ગતજન્મના કર્મનો,જે અવનીપર આવનજાવન આપીજાય
પવિત્ર સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,કે શ્રધ્ધાસબુરીને સમજીને જીવાય
ધર્મનો સંબંધ નાકોઇ મળેલદેહને,અવનીપર એ માનવીથી જીવવા પ્રેરીજાય
અલ્લાહ ઇશ્વર એ શ્રધ્ધા માનવીની,ના કોઇ ધર્મકર્મને દુર રાખીને જીવાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 18th 2021
**
**
. .જય જલારામ
તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરમાં એ પવિત્ર પરિવાર હતો,જે જલારામની પ્રેરણાએ પવિત્ર થાય
મળે માનવ જીવનમાં કુદરતની કૃપા થઈ,એ દેહને પવિત્રમાર્ગે લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
પરમાત્માનો પ્રેમમળ્યો જીવનમાં,જે દેહનેપવિત્રકર્મની આંગળી ચીંધી જાય
પવિત્ર શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા,સત્કર્મનો સંગાથ પરમાત્મા આપી જાય
આંગળી ચીંધી પવિત્ર ભોજનની,જે મળેલ માનવદેહને અન્નદાન કરી જાય
જન્મથી મળેલ માનવદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં સુખશાંંતિથીદેખાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
મળ્યો માબાપનો પ્રેમ જલારામને,જે જીવનમા સત્કર્મનો સંગાથ આપી જાય
પાવનકૃપાથી પરમાત્માએ પ્રેરણા કરી,સંગે પત્નિવીરબાઈનો સાથ મળીજાય
જલારામને પ્રેરણા મળી જે ભુખ્યાને ખવડાવી જાય,એજ પાવનકર્મ કહેવાય
શ્રધ્ધાની પરખ કરવા પધાર્યા પરમાત્મા,જે વિરબાઈને સેવા કરવા લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
==============================================================
March 17th 2021
. .होलीका हंगामा
ताः१७/३/२०२१ प्रदीप ब्रह्मभट्ट
हिंदु धर्ममे पवित्र तहेवारकी,गंगा बहेती है जो खुशीया देती है
श्रध्धाभावसे हर प्रसंगमे रहनेसे,खुशीयोका भंडार भर जाता है
....पावनप्रसंग आरहा है होलीका,जो रंग रंगोलीसे देहको खुशीया मीलती है.
धर्मकर्मका संबंधहै देहसे,जो हिंदुधर्ममे समयसे प्रेमसे उजवाताहै
होलीका तहेवार सालमे आता है,जो संबंधीयोको रंगसे रंगदेते है
परमप्रेमकी पावनकेडी मीले देहको,ये चहेरेसंग देहपर दीखते है
समयके साथ चलते रहेनेसे,अनेक प्रसंगमें खुशीया मील जाती है
....पावनप्रसंग आरहा है होलीका,जो रंग रंगोलीसे देहको खुशीया मीलती है.
पवित्र प्रसंगोमे होलीभी आ जाती है,ये मळेलदेहको मील जाती है
सरलजीवनका संगाथहै देहको,जो अनेक तहेवारसे दीखाई देता है
पवित्र श्रध्धाभक्ति मीले भारतमें,जहां परमात्मा अनेकदेहसे आये है
खुशीयोका भंडार मीलताहै जीवनमे,जो पावनकर्मसे राह मीलती है
....पावनप्रसंग आरहा है होलीका,जो रंग रंगोलीसे देहको खुशीया मीलती है.
###########################################################
,
March 17th 2021
ૐૐ
ૐૐ.
.માતાની કૃપા
તાઃ૧૭/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જીવનમાં કર્મ કરાવી જાય
પવિત્રધર્મ હિંદુ છે અવનીપર,જે નિમીત્તે પરમાત્માદેહથી આવી જાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
વિષ્ણુ ભગવાનનો દેહ લીધો પરમાત્માએ,તેમની પત્નિ લક્ષ્મી કહેવાય
માનવદેહ પર માતાની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી માતાજીને વંદન થાય
માતાને ધનલક્ષ્મીપણ કહેવાય,જે મળેલદેહ પર ધનની વર્ષા કરી જાય
માનવજીવનમાં શ્રધ્ધા ભાવનાથી,પુંજન કરતા માતાની પાવનકૃપા થાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને જીવન જીવતા,માનવજીવનમાં શાંંતિ થાય
શ્રીલક્ષ્મીમાતાની પુંજા કરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદન કરાય
કૃપામળે માતાની.સંગે શ્રી વિષ્ણુ ભગાવાનની પણ કૃપા દેહને મળીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિમાર્ગ મળી જાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
March 16th 2021
***
***
. .ગજાનંદ સંગે મહાવીર
તાઃ૧૬/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમય સંગે ચાલવા,પરમાત્મા પરમકૃપા કરી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે અનેકસમયે જીવને સમજાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
હિંદુધર્મમાં સિધ્ધીવિનાયક શ્રી ગણેશના,માતા પાર્વતી પિતા ભોલેનાથ
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,જે મળેલદેહને ભક્તિ આપી જાય
પાવનરાહ પકડતા માતાપિતાના પ્રેમથી,રિધ્ધીસિધ્ધી પત્ની મળી જાય
જીવનમાં ભાઈ કાર્તિકેય થયા,બહેન અશોકસુંદરી કુટુંબમાં આવી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીથી,નેસંગે પિતા પવનદેવની કૃપા કહેવાય
નામ મળ્યુ બજરંગબલી હનુમાનનુ,જે અજબશક્તિથી રામને મળી જાય
શ્રીરામના પત્નિને શોધી લાવ્યા,અંતે રાજા રાવણની લંકાને બાળી જાય
પરમકૃપા મળી સીતામાતાની,રામનાભાઈ લક્ષ્મણને સંજીવની આપી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
રિધ્ધીસિધ્ધીનાએ જીવનસાથી,જે પુત્રી સંતોષી ને પુત્ર શુભલાભ દઈ જાય
પાવનકૃપા માતાપિતાની કુળને આગળ લેવા,પુત્રવધુ તુષ્ટિ પુષ્ટિ મળી જાય
અંતે પૌત્ર પણ થયા જીવનમાં,જે આમોદ પ્રમોદથી કુળમાં જન્મ લઈ જાય
જગતમાં રામના ભક્ત હનુમાન,જે સુર્યપુત્રી સિવર્ચલાના પતિથી ઓળખાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 15th 2021
##
##
. .ૐ નમઃ શિવાય
તાઃ૧૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે પવિત્ર શંકર ભગવાનથી ઓળખાય
ધરતીને પાવન કરવા જટામાં પવિત્ર ગંગાને લાવી,પવિત્રકૃપાએ વહાવી જાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
જગતમાં હિંદુ ધર્મને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્ર્ધ્ધાએ ૐ નમઃ શિવાય બોલાય
પવિત્રકૃપા કરે પરમાત્મા લીધેલ દેહથી,જે ભક્તોને પવિત્ર ભક્તિ આપી જાય
માતા પાર્વતીની કૃપા મળે ભક્તને,એ શિવલીંગ પર દુધ અર્ચનાએ પ્રેરી જાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ સમજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશજી,જે મમ્મીપાર્વતી પિતા શંકરના લાડલા દીકરા થાય
જીવનમાં બીજાસંતાન શ્રીકર્તિકેય જન્મ્યા,ને દીકરી અશોકસુંદરી પણ જન્મીજાય
દુનીયામાં શંકર ભગવાનને પાર્વતી પતિ મહાદેવ,સંગે ભોલેનાથથીય ઓળખાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
#####################################################################
March 14th 2021

. .પાવન કૃપા
તાઃ૧૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે જીવને મળેલ દેહને સ્પર્શી જાય
પાવનરાહ મળે અવનીપર,દેહને પવિત્ર કર્મનો સંગાથ આપી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સમય સમજીને ચાલતાજ જીવનમાં,મોહમાયાને દુર રાખીને જીવાય
નાઅપેક્ષા કે ના માગણી કોઇ રાખતા,જીવને પવિત્રરાહ મળી જાય
ભારતની ધરતીપર પવિત્રદેહલઈ,પરમાત્મા હિંદુધર્મને પવિત્રકરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,સુખ સંગે પવિત્ર ભક્તિરાહ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સુર્યદેવના દર્શનથી અવનીપર સવાર થાય,અસ્તથતા રાત્રી મળી જાય
સવાર સાંજને પારખીને મળેલ દેહથી,પરમાત્માની પાવન પુંજા કરાય
પવિત્ર માતાજીની પુંજા કરતા,પરમપ્રેમની પાવનકૃપા માતાની મેળવાય
જન્મ મળેલ દેહના જીવને પાવનરાહથી જીવતા,અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
***********************************************************
March 13th 2021
. .અંજનીપુત્ર હનુમાન
તાઃ૧૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર બજરંગબલી છે મહાવીર,જગતમાં શ્રીરામ ભક્ત કહેવાય
માતા અંજનીના લાડલાસંતાન,અવનીપર પવનપુત્રથી ઓળખાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
નિર્મળશ્રધ્ધાથી જીવન જીવતા,પરમાત્મા કૃપાએ સત્કર્મ કરી જાય
માતા પિતાના આશિર્વાદે દેહથી,પાવનરાહથી મહાવીર થઈ જાય
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,જે પ્રભુએદેહ લીધો કહેવાય
પત્નિ તરીકે સીતાજી મળ્યા જીવનમાં,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
સમયની સાથે ચાલતા અનેક સ્પર્શ દેહને થાય,જે કર્મથી સમજાય
લંકાના રાજા રાવણને કુદરતની કેડી મળી,જે સીતાને ઉપાડી જાય
શ્રીરામને નાકોઇ રાહમળી,જે પરમભક્ત હનુમાન ઉડીને શોધી જાય
શ્રી લક્ષ્મણને સંજીવનીથી બચાવી,સીતામાટે રાવણનુ દહન કરીજાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
############################################################