March 12th 2021

. .અદભુત્ પ્રેમ
તાઃ૧૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધ સત્કર્મનો,જીવનમા એ અનુભવ આપી જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં,મળેલ દેહને અદભુતપ્રેમ આપી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
જીવના દેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મે થયેલ કર્મથીજ મળતો જાય
દેહને રાહ મળે જીવનમાં,એ કળીયુગ સતયુગથી દેહને સ્પર્શ કરી જાય
પાવનપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે સમયસંગે ચાલતા સમજાઈ જાય
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા,નિખાલસતાથી અદભુત પ્રેમની કૃપા થાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે ભગવાનના નામથીજ ઓળખાય
માનવજીવન જીવી ગયા એ દેહથી,એ માનવદેહને પવિત્રરાહ આપી જાય
કુદરતની પાવનલીલા ભારતદેશથી મેળવાય,હિંદુધર્મને એ પવિત્ર કરી જાય
પ્રભુના દેહના નામથી માળા જપતા,દેહને તનમનધનથી શાંંતિ મળી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
#############################################################
March 12th 2021
####
####
. .કૃષ્ણ કનૈયા
તાઃ૧૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગોવિંદબોલો સંગે ગોપાલબોલો,દ્વારકામાં એ કૃષ્ણ કનૈયાથી ઓળખાય
પવિત્ર વ્હાલાસંતાન માતા યશોદાના,જગતમાંએ ભગવાન કૃષ્ણ કહેવાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
યશોદા માતાના લાડલા દીકરા,ભારતમાં એ દ્વારકાધીશથીય ઓળખાય
પવિત્રપ્રેમથી વાંસળી વગાડતા,સંગે પરમપ્રેમથી પાવનરાહ આપી જાય
પરમપ્રેમથી ભક્તો કહે મિત્ર રાધા સંગે,રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ બોલી જાય
જીવનમાં પવિત્રપ્રેમ મળ્યો પત્નિ રૂક્ષ્મણીનો,નાઆફત કોઇ અડી જાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
પવિત્રજીવને દેહ મળે અવનીપર,એ ભારતમાં ભગવાનથીજ ઓળખાય
દ્વારકામાં માતા યશોદાને પાવનકર્મ આપવા,સંતાનથી એ આવી જાય
રાધાબેનનો સંગાથ મળ્યો જીવનમાં,સંગે અનંત બહેનોનો પ્રેમ મેળવાય
ભારતનીધરતીને પવિત્રકરી પરમાત્માએ,જે અનેકદેહથી દર્શન આપીજાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
################################################################
March 11th 2021
##
##
. .શેરડી ગામ
તાઃ૧૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ પાર્થીવમાંજ લીધો,જે સમયે શેરડીગામમાં આવી જાય
મળ્યોસંગાથ દ્વારકામાઈનો શેરડીમાં,જે બાબાને મદદ કરી જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
અનેક ધર્મથી માનવદેહ પ્રેરાય,જે પરમાત્માની કૃપા આપી જાય
હિંદુમુસ્લીમ એ દેહને ધર્મ આપી જાય,જ્યાં પાવન પ્રેરણા થાય
સાંઇબાબા એ આંગળીચીંધી,શ્રધ્ધા અને સબુરી કૃપા આપીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી સ્મરણ કરતા,દેહપર કૃપા થઈ જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
પરમકૃપાળુ દેહ આવ્યો શેરડીમાં.જે ધર્મકર્મનોસંગાથ આપી જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સાંઈબાબા નીમિત્ત થાય
મોહમાયાને દુર રાખીને ભક્તિ કરતા,જીવને પાવનરાહ મળી જાય
દેહના જીવને સમય સંગે ચાલતા,બાબાની કૃપાએ મુક્તિ મળીજાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
===========================================================
March 11th 2021
***
***
. ભોલેનાથની જય
તાઃ૧૧/૩/૨૦૨૧ (મહાશિવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમ બમ ભોલેનાથની જય,સંગે એ પાર્વતી પતિ મહાદેવ પણ કહેવાય
પવિત્ર શક્તિશાળી એ દેવ છે,જે જગતમાં શંકરભગવાનથીય ઓળખાય
....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
અજબ કૃપાળુ શંકર ભગવાન છે,અને સાથે માતા પાર્વતીનેય વંદન કરાય
ભોળાનાથથીજ તેમની પુંજા થાય,શ્રધ્ધાથી શિવલીંગપર દુધની અર્ચના થાય
પવિત્ર ગંગાનદી વહાવીભારતમાં,સંગે હિમાલયની દીકરીપાર્વતીને પરણીજાય
મહાશિવરાત્રીના પવિત્ર દીવસે,શ્રી શંકરભગવાનની કૃપાપામવા પુંજન કરાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ આવી જાય
જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જેહિંદુધર્મની ભક્તિજ્યોત પ્રગટાવી જાય
પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,એ એમના કુળની પવિત્રરાહથી દેખાય
પાર્વતી માતાના લાડલાસંતાન શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાથી ઓળખાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
મળેલદેહના કુળને આગળ લઈ જવા,માબાપના પ્રેમથી સંતાનથી આવી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ તેમને જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી પત્નિથી મળી જાય
ભોલેનાથના કાર્તિકેય બીજા પુત્ર થયા,અને અશોકસુંદરી દીકરીથી આવી જાય
શંકર ભગવાન સંગે પત્નિ પાર્વતી,ભારતમાં દેહલઈ હિંદુધર્મને પાવન કરી જાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
#################################################################
March 10th 2021

. .પવિત્ર જ્યોત
તાઃ૧૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ,
પવિત્રકૃપાળુ માતા જગતમાં,જે ભારતમાં માતા લક્ષ્મીનો દેહ લઈ જાય
જીવને મળેલદેહપર માતાની કૃપામળે,જ્યાં શ્રધ્ધાએ માતાને વંદન થાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
કુદરતની પવિત્રકૃપા થાય જીવપર,જે માનવદેહ મળતા જીવને સમજાય
પરમકૃપાળુમાતા દુનીયામાં,એ પવિત્ર વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
હિંદુધર્મમાં શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવ પર પરમાત્માની કૃપા થાય
પવિત્ર નિર્મળરાહ મળે જીવનમાં,ના કદી કોઈ અપેક્ષા જીવનમાં રખાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
જગતમાં ભારત પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કર્યો છે જગતમાં,જે મળેલદેહને સુખશાંંતિ આપી જાય
નિર્મળ ભાવથી શ્રધ્ધાએ ભક્તિકરતા,પવિત્ર લક્ષ્મીમાતાની પાવનકૃપા થાય
માતા લક્ષ્મીની કૃપામળે દેહને,સાથે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાય થઈજાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
################################################################
March 9th 2021
###
###
. .પાર્વતી નંદન
તાઃ૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી દેહલઈ પધાર્યા,જે પવિત્રભારતમાં શ્રીભોલેનાથ કહેવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના શિવલિંગને દુધથી અર્ચનાપણ કરાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
અવનીપરના આગમનને દેહ કહેવાય,જે સમયને સાચવીને દેહથી આવીજાય
ભારતની ભુમીને પવિત્ર કરવા જન્મ લીધો,જે માતા પાર્વતી નંદનથી પુંજાય
ગજાનન ગણપતિ ભાગ્ય વિધાતા કહેવાય,સંગે વિઘ્નવિનાયકથીય ઓળખાય
પવિત્રપ્રેમથી ભોલેનાથ પવિત્રગંગા વહેવરાવી જાય,જે જીવને મુક્તિ દઈ જાય
ભારતદેશમાં સોમવારે શ્રધ્ધાથી પુંજન કરતા,પાવનકૃપા માનવ્દેહને મળી જાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
માતાપાર્વતીના દીકરા શ્રીગણેશ શ્રીકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય
ગણપતિના દેહપર પ્રભુની કૃપા,એ પત્નિ રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા ભક્તોપર,પિતા ભોલેનાથની કૃપાએ દયા કરીજાય
મળેલ માનવદેહપર પાવનક્ર્પા મળે પરમાત્માની,જે નિર્મળશાંંતિ આપી જાય
પાર્વતી પતિ મહાદેવને ૐ નમઃ શિવાય,સંગે પુત્ર ગણેશને ગજાનંદથી પુંજાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
****************************************************************
March 8th 2021
. .મહાદેવ ભંડારી
તાઃ૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ ભોલેનાથ કહેવાય,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
હિંદુધર્મમાં માતા પાર્વતીના પતિદેવ છે,જેમને ભોલેભંડારી પણ કહેવાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
શિવલીંગપર દુધ અર્ચનાકરતા,શ્રી ભોલેનાથ ભગવાનની પાવનકૃપા થાય
પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્ર શ્રધ્ધાથીજ માળા કરી પુંજા કરાય
ભારતમાં હિમાલયની પુત્રી પાર્વતી,શંકર ભગવાનની જીવનસંગીની થાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
અજબ શક્તિશાળીદેવ છે,જે શ્રધ્ધાએ ભક્તિકરતા દેહોપર કૃપા કરીજાય
પવિત્રસંતાનથી શ્રીગણેશ,સંગેકાર્તીક,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
પુત્ર ગણેશ ગજાનન શ્રી ગણેશથી ઓળખાય,જે ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રદેહર્થી ભારતદેશમાં જન્મ લઈને,દુનીયામાં પવિત્ર હિંદુધર્મ કરી જાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
###############################################################
March 7th 2021
##
##
. .કૃપાળુ દુર્ગામાતા
તાઃ૭/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્માની પાવનકૃપા થાય
પવિત્રદેહથી ભક્તોપર કૃપા કરવા,માતા દુર્ગાથી આવી જાય
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
પરમાત્માનો પ્રેમ ભારત પર,જે મળેલ દેહને સુખ આપી જાય
પ્રથમસ્વરૂપ લીધુ મા શૈલપુત્રીથી,જે પ્રથમનોરતે પુંજન કરાય
નવરાત્રીના બીજા દીવસે ગરબામાં,મા બ્રહ્મચારીણી આવીજાય
તાલીઓના તાલસંગે ત્રીજા નોરતે,માતા ચંદ્રધંટાના દર્શન થાય
દુર્ગામાતાનો પવિત્રપ્રેમ ભારતદેશપર,એ નવદુર્ગાથીજ મેળવાય
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
ચોથા નોરતે માતા કૃષ્માંડાથી આવીજાય,તાલીએ ગરબા રમાય
પવિત્રપ્રસંગમાં ગરબે રમતા,પાંચમા નોરતે સ્કંદમાતા આવીજાય
અનંતઆનંદ મળે નવરાત્રીમાં,છઠ્ઠેનોરતે માકાત્યાયની આવીજાય
સાતમે નોરતે મા કાલરાત્રીના દર્શનકરી,સંગે ગરબે ધુમતા ફરાય
માતાદુર્ગાની કૃપાએ આઠમા નોરતે,મા મહાગૌરીના દર્શન કરાય
સિધ્ધીદાત્રી માતા નવમેનોરતે પધારી,ભક્તોને અનંતપ્રેમ દઈજાય
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
******************************************************
March 5th 2021
++
++
. .પ્રેમનો સમય
તાઃ૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સંબંધ છે અવનીપર,જે પ્રભુકૃપાએ જન્મમરણથીજ મેળવાય
કુદરતની લીલા જગતમાં સચવાય,એ દેહના કર્મથીજ મળતી જાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
અવનીપરના આગમનનો સંબંધ,જીવને મળતા દેહથી મળતો જાય
પવિત્રરાહ મળે મળેલદેહને અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજા થાય
પરમાત્માની પુંજાકરવા અનેકદેહથી,ભારતમાં પવિત્રદેહથીઆવી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવને જન્મમરણથી મૅળવાય,જે થયેલકર્મથી મળી જાય
દેહને અવનીપર આવવા પ્રાણીપશુ,જાનવરનો દેહ પંણ મળતો જાય
જન્મ મળે માનવદેહનો જીવને ધરતીપર,પ્રભુના પ્રેમના સંબંધથી મળે
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
********************************************************
March 5th 2021
**
***
. .અવનીનો આધાર
તાઃ૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમથી કૃપા કરતા અવનીપર,જે પ્રત્યક્ષદેવ સુર્યદેવ કહેવાય
અબજોવર્ષોથી જીવને મળેલદેહને,દરરોજ સવારસાંજ આપીજાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગત જન્મે થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પાવનકૃપા જીવપર,જે પશુપક્ષીપ્રાણીથી છોડી જાય
અવનીપર આવીને કર્મનો સંબંધ થાય,જે પ્રભુની કૃપાથી સમજાય
સુર્યદેવના આગમને સવાર પડે,અને વિદાયે સાંજથી રાત મેળવાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
શ્રધ્ધાભક્તિ મળેલદેહથી મેળવાય,જ્યાં પાવનકૃપા પરમાત્માની થાય
સતયુગ કળીયુગ એ સમયનોસ્પર્શ,જગતમાં નાકોઇજ દેહથી છટકાય
પાવનરાહ પામવા સુર્યદેવને શ્રધ્ધાભાવથી,વંદન કરીને અર્ચનાય કરાય
જે મળેલદેહને સમયનો સંગાથઆપે,એ જીવનાદેહની માનવતા મહેંકાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
###########################################################