February 10th 2021
***
***
. કૃપા મળી
તાઃ૧૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી માતા હીરાબાની,દુનીયામાં નરેંદ્રભાઈની ઓળખાણ થાય
પવિત્રરાહ પકડતા ગુજરાતીઓની,શાન જગતમાં લાયકાતથીજ વધારી જાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
અનંત આનંદ થાય ગુજરાતીઓને,જગતમાં અનેક પવિત્ર કર્મથી એ દેખાય
મળેલ જન્મને સંબંધ છે થયેલકર્મનો,જે અનેકરાહથી દેહને કર્મ કરાવી જાય
પાવનકૃપા હિરાબાની જે ચાની લારી છોડાવી,સન્માનથી શાન વધારી જાય
મુખ્યપ્રધાન થયા ગુજરાતના,જે સમાજમાં ગુજરાતીઓનુ સન્માન કરાવીજાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
મળેલ માનવદેહથી સમાજમાં,શ્રધ્ધાથી રાહપકડતા નાકોઈ તેમને આબી જાય
આજકાલને સમજી ચાલતા નરેંદ્રભાઈ,કલમનીકેડી સહિતસમાજને સાચવી જાય
થઈ રહેલ કર્મને નાકોઈ રોકી શકે,કે ના કોઇ તેમની લાયકાતનેય રોકી જાય
અદભુતશાન ગુજરાતીઓની જગતમાં,જે તેમની ભારતના વડાપ્રધાનથી દેખાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
*****************************************************************
February 9th 2021

. જય હનુમાન
તાઃ ૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી બળવાન છે હનુમાન.જે ભારતમાં પવનપુત્ર કહેવાય
માતા અંજનીના એ લાડલાસંતાન,રામસીતાના ભક્તથી ઓળખાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
જયજય હનુમાનના સ્મરણથી,મળેલદેહને કૃપાએ સુખ મળી જાય.
પરમાત્માના દેહથી અયોધ્યામાં જન્મ્યા,જે શ્રી રામથી ઓળખાય
રાજા દશરથના એસંતાન હતા,સંગે સીતાના એ પતિદેવ કહેવાય
સમય આવતા લંકાના રાજા રાવણ,જીવનમાં ખરાબકર્મ કરી જાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
લંકાથી રાવણ અયોધ્યાઆવી.શ્રીરામની પત્નિને ઉઠાવીને લઈ જાય
શ્રી રામની તકલીફમાં મદદ કરવા,બજરંગબલી હનુમાન આવી જાય
ભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,પર્વતપર સંજીવનીને લાવી જાય
સીતામાતાને બચાવવા શ્રી હનુમાન,રાજા રાવણનુ દહનએ કરી જાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
*************************************************************
February 9th 2021

. શ્રી ગણેશ
તાઃ૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રિધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતા,જગતમાં ભોલેનાથના સંતાન કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપા મળતા,પવિત્ર વિઘ્નવિનાયકથી ઓળખાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,જે માતા પાર્વતીના સંતાનનો જન્મ લઈ જાય
ભાઈ કાર્તિક અને બહેન અશોકસુંદરીના,ભાઈથી પરિવારમાં ઓળખાય
પરમાત્માએ દેહ લીધો શ્રીશંકરથી,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થાય
હિંદુ ધર્મમાં જગતમાં શ્રીભોલેનાથ કહેવાય,જે પવિત્ર ગંગા વહાવી જાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
બમબમભોલે મહાદેવ હર નુ સ્મરણ કરતા,શંકર ભગવાનની કૃપા થાય
સંગે વિઘ્નવિનાયક શ્રી ગણેશ કહી વંદન કરતા,પાવનકૃપા મળતી જાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા માનવ દેહને,જીવનમાં સુખશાંંતિ મળી જાય
અનંતશાંંતિ મળે મળેલદેહને,પાવનકૃપાએ જીવને જન્મમરણથી છોડીજાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 8th 2021

. ભોલેનાથ ભંડારી
તાઃ૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ દેહ લીધો અવનીપર,જે ભારતમાં ભોલેનાથથી ઓળખાય
સોમવારની સવારે શ્રધ્ધાથી વંદનકરી,ભોલેનાથ મહાદેવનુ પુંજન કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
માયા મોહનો સંબંધ મળેલ દેહને,જે જીવને આવનજાવન આપી જાય
અવનીપર જીવને દેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથીજ મળતો થાય
પવિત્રદેહ પરમાત્માનો ભારતમાં,જે સમય સંગે માનવદેહથી આવી જાય
ધર્મની પવિત્રરાહને પારખી જીવતા,પવિત્રકૃપાએ અનંતશાંંતિ મળી જાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
અનેકદેવના નામથી પુંજન થાય,એ શંકર,મહાદેવ,ભોલેનાથથી ઓળખાય
પત્નિ પાર્વતી સંતાન શ્રી ગણેશ,કાર્તિક અને દીકરી અશોકસુંદરી કહેવાય
અનંત કૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધા રાખીને ભક્તિકરતાં દેહને મળી જાય
પવિત્ર દીવસની જ્યોત મળે દેહને,જ્યાં શીવલીંગ પર દુધની અર્ચના કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
##############################################################
February 8th 2021

. કૈલાસ વાસી
તાઃ૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી,જે કૈલાસવાસી ભોલેનાથ કહેવાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માની પવિત્રકૃપા થઈજાય
શંકર ભગવાનના દેહથી પધાર્યા,સંગે હિમાલયની પુત્રીજ પત્નિ થાય
એ પાવનકૃપા ભારતપર,જે પવિત્ર માતા પાર્વતીના પતિદેવ થઈજાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
પવિત્ર ગંગાજળ ભારતમાં વહેવડાવી,જેની અર્ચનાથી દેહનીમુક્તિથાય
ભોલેનાથની પાવનકૃપાએ ગંગાનદીને વહાવી,એજ તેમનો પ્રેમકહેવાય
સંસારનૉ સંગાથ લીધો,જે ગણેશ,કાર્તીક ને અશોકસુંદરી સંતાન થાય
પવિત્રસંતાન થયા શ્રીગણેશ,જગતમાં એ ભાગ્ય વિધાતાથી ઓળખાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
*************************************************************
February 7th 2021
***
***
. પ્રેમાળ જીવન
તાઃ૭/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે જીવનમાં શાંંતિ આપી જાય
પાવનકર્મની પવિત્રરાહ મળે,એજ પ્રેમાળ જીવન આપી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
મળેલ દેહને સમયનો સંગાથ મળે,એ દેહને અનેકરાહથી દેખાય
પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્મા,અનેક દેહથી ભારતમાં પ્રગટી જાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ધરતી પર દેહ મળતા દેખાય
માનવદેહને પાવનરાહ મળે,જે ભક્તિએ માતાની કૃપા મળી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
કુદરતની આકૃપા નિરાળી જગતપર,એ મળેલદેહથી કર્મકરાવીજાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા મળેલ દેહને,સમયે પવિત્રરાહ મેળવાય
અનેક પવિત્રદેહ માતાએ લીધા,જે નિર્મળ ભાવથી કૃપા કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે કૃપાએ,જે જય ખોડીયારમા કહી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
==========================================================
February 6th 2021

.. .અંજનીપુત્ર
તાઃ૬/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી હનુમાન જગતમાં,પવિત્ર શ્રીરામ ભકતથી ઓળખાય
પરમાત્મા એદેહ લીધો શ્રીરામનો ,જે સીતા માતાના પતિ કહેવાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
અનેકનામથી ઓળખાય હિંદુ ધર્મમાં,જે હનુમાન બજરંગબલી થાય
મહાવીર સંગે બાહુબલી કહેવાય,જે સુર્વચલાના પતિથી ઓળખાય
એવાજ વ્હાલા પવનદેવના પુત્ર,જગતમા પિતાની શાન વધારી જાય
શ્રીરામના પરમ ભક્ત હતા,જે સીતાજીને શોધીને કૃપા મેળવી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
સંજીવની માટે પર્વતને લઈ આવ્યા,જે રામના ભાઈને બચાવી જાય
પવિત્ર શક્તિશાળી એભક્ત થયા,જે પરમાત્માની ભક્તિ કરતા જાય
પાવનરાહે જીવન જીવતા બજરંગબલી થયા,જે ઉડીને લંકામાં જાય
સીતામાતાને બચાવવા માટે,લંકાના રાજા રાવણનુ દહનએ કરી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
############################################################
February 6th 2021
@
.@
. રામ ભક્ત હનુમાન
તાઃ૬/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા લઈ જીવનમાં,શ્રી રામ સંગે સીતાને મળી જાય
પાવનકર્મની પ્રેરણામળી ભક્તિથી,જે પવિત્રરાહથી મદદ કરી જાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
પવનપુત્ર હનુમાન સંગે માતા અંજનીના,લાડલા દીકરા પણ કહેવાય
અવનીપરના આગમન પછી,પવિત્રકર્મનો સંગાથ પણ મળ્યો જીવનમાં
પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે ધરતીપર ભગવાન શ્રીરામ કહેવાય
સીતામાતાના સાથી અયોધ્યાથી થયા,ને લક્ષ્મણના ભાઇ પણએ થાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
સંસારી જીવન જીવતા શ્રીરામને,સમયની કેડીઅડી જે રાવણથી દેખાય
શ્રીરામની પત્નિ સીતાને ઉઠાવી ગયા,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળી તકલીફ શ્રી રામને જ્યાં શક્તિશાળી,હનુમાનનો સાથ મળી જાય
અવનીપરથી ઉડયા આકાશમાં,જે સીતાજીને શોધી શ્રીરામને કહી જાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
પાવનકર્મની રાહથી રામભાઈ લક્ષ્મણને,સંજીવની લાવી બચાવી જાય
શક્તિશાળી રાજા રાવણને ના કોઇથી,તેના કર્મથી કદી રોકી શકાય
પરમકૃપામળી શ્રીરામની પવનપુત્રને,જે બજરંગબલી મહાવીર કહેવાય
પવિત્રશક્તિ મળી હનુમાનને,જે રાજારાવણસંગે લંકાનુ દહન કરીજાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 5th 2021
.જય સંતોષી માતા
તાઃ૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમ મળે માતા સંતોષીનો,જે પવિત્રદીવસે વંદન કરાય
જય સંતોષી માતાના સ્મરણથી,જીવ પર પરમકૃપા થઈ જાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
અનંતકૃપાળુ માતા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,એ માતાની કૃપાએ મિળવાય
પવિત્ર સ્વરૂપજ માતાનુ અવનીપર,જે માતા સંતોષી કહેવાય
માતાનો પવિત્રપ્રેમ મળે દેહને,જે જીવને અંતે મુક્તિ દઈ જાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
મળેલ માનવદેહને સંબંધ થયેલકર્મનો,એ જન્મમરણથી સમજાય
અનેકદેહ અવનીપર મળે જીવને,માનવદેહ પ્રભુકૃપાએ મેળવાય
અનેકદેહથી પધાર્યા પરમાત્મા,ભારતનેએ પવિત્રભુમી કરી જાય
પવિત્રદેહ માતાના લીધા,સંગે ભગવાનના દેહથી પણઆવીજાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
*******************************************************
February 4th 2021
###
###
. પવિત્ર ભારતદેશ
તાઃ૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર મારો દેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા કૃપાએ જન્મ મળી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
શંકરભગવાનથી દેહ લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
પવિત્ર પ્રેમથી ભાગ્યવિધાતા શ્રીગણેશ,સંગે કાર્તિકનેય જન્મ મળી જાય
દશરથરાજાના સંતાન શ્રીરામ પ્રભુરૂપે પ્રગટ્યા,સીતાજીથી પરણી જાય
વિષ્ણુથી દેહલીધો ભારતમાં,સંગે પવિત્ર લક્ષ્મીમાતાના ભરથાર થઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
અવનીપર માતા યશોદા અને પિતા નંદ કૃપાએ,શ્રી કૃષ્ણ જન્મી જાય
રૂક્ષ્મણી પ્રથમ પત્નીજ હતા,ત્યાર પછી રાધા સહિત અનેક થઈ જાય
ભારતમાં સરસ્વતી,કાળકા,દુર્ગા,સંગે બાવનમાતાના દેહથી આવી જાય
એજ કૃપા દુનીયામાં ભારતદેશપર,જે સમયસર પવિત્રદેહ જન્મ લઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
**************************************************************