January 18th 2021

હરહર ભોલેનાથ

mahadev_🚩 #harharmahadev #omnamahshivaya #shiva #lordshiva #jaimahakal #jaishreemahakal #mahadev #mahakaleshwar #ganesha #bholenath #ujjain #bholenathsabkesath #ganga #bholebaba #mahakal #god #ॐ #shivaay #mahadeva #mahadev🙏 #mahadevi #trikala #durga ...

.          .હરહર ભોલેનાથ                      

તાઃ૧૮/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે હરહર ભોલેનાથથીય ઓળખાય
માતા પાર્વતીના પ્રેમાળપતિ,ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
ભક્તિથી પાવનરાહ મળે દેહને,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
હરહર મહાદેહ સંગે ભોલેનાથ પણ કહેવાય,એ શ્રધ્ધાભક્તિ કહેવાય
પવિત્રપુત્ર શ્રીગણપતિ અને કાર્તિકછે,જે પવિત્ર જીવથીજ ઓળખાય
ગજાનંદ ગણપતિને ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા પ્રેમથી કરાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
શંકર ભગવાનને ભોલેનાથ ભંડારી કહેતા,જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાથી પુંજન કરતા,શંકર ભગવાન સંગે પાર્વતીમાતાની કૃપા થાય
ભારતની ધરતીને પવિત્રકરી,જે ગંગા નદીને હિમાલયથી વહાવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાન સંગે માતા પાર્વતીના સંતાન પવિત્ર થાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
********************************************************

	
January 17th 2021

મા દુર્ગા

              .મા દુર્ગા

 તાઃ૧૭/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ ને પરમપ્રેમાળ જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પાવનરાહ પકડીને ભક્તી કરી,નિખાલસ શ્રધ્ધાથી પુંજન થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
દુનીયામાં પવિત્રભુમી ભારત,જ્યાંપરમાત્મા માનવદેહે આવીજાય
અવનીપર આગમન કરી પધારે,હિંદુ ધર્મને એ પવિત્ર કરી જાય
અનેકદેહથી પવિત્રકૃપા કરે,જે મળેલદેહને શ્રધ્ધાભક્તિથી દેખાય
દેહ લીધો દુર્ગામાતાનો,જે અભિમાની મહિષાસુરનેજ મારી જાય   
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
પવિત્ર માતાના અનેકદેહ લીધા,જે ધરતીને પવિત્રભુમી કરી જાય
પરમાત્માની કૃપાથી દુર્ગા માતાનો દેહ લીધો,જેમને વંદન કરાય
અજબશક્તિ માતાનીજે ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
આવે પરમકૃપા માતાની જીવ પર,એ મળેલ દેહને અનુભવ થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
********************************************************

January 16th 2021

બજરંગબલી હનુમાન

.         .બજરંગબલી હનુમાન

તાઃ૧૬/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્

પરમશક્તિશાળી પવિત્રદેહ,ભારતમાં બજરંગબલીથી ઓળખાય
પરમાત્માએ લીધેલ દેહ શ્રીરામના ભક્ત,શ્રી હનુમાનજી કહેવાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
પાવનકૃપા મળી પ્રભુની તેમને,જે શ્રીરામને ઘણોસાથ આપીજાય
ગદાધારી એ ભક્ત બન્યા જગતમાં,એજ લક્ષ્મણને બચાવી જાય
શ્રીરામના એવ્હાલા નાનાભાઈ હતા,જે બેભાન થઈ પડી ગયાતા
મળેલદેહથી ઉડયા સમયે,જે ઔશધીપર્વતને ઉયકીને લઇ આવ્યા
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય
પરમાત્માએ દેહ લીધા અયોધ્યામાં,જે શ્રી રામલક્ષ્મણથી ઓળખાય
પવિત્ર વ્હાલાભક્ત થયા શ્રીરામના,એ પવનપુત્ર હનુમાનજી કહેવાય
મળેલ માનવદેહને સમયની સાંકળ,લંકાના રાજા રાવણને અડી જાય
શ્રીરામના પત્નીસીતાને લઈગયા,જ્યાં હનુમાન રાજાનુ દહન કરીજાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
############################################################

 

January 15th 2021

નિર્મળ ભાવના

***ટૂંકીવાર્તા-બોધકથાઓ – પ્રેરકવાતો – Page 9 – "દાદીમા ની પોટલી"….***
.           નિર્મળ ભાવના

તાઃ૧૫/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસંગે જીવતા માનવદેહને,અવનીપર અનેક કર્મથી સમજાય
પાવનરાહ મળે નિર્મળ ભાવનાએ,પરમ શ્રધ્ધાએજ ભક્તિ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
મળેલદેહપર મમ્મીની કૃપા થાય,અવનીપરના આગમનથી દેખાય
નિર્મળ ભાવનાથી મળેલ દેહને,જીવનમાં શાંંતિનીરાહ મળી જાય
કર્મનો સંબંધ અવનીપર જીવને,જે સમય સમયે દેહથી મેળવાય
મળેલ દેહને જીવનમાં અનેક રાહ મળે,જે કર્મથી સ્પર્શ કરીજાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
અવનીપર પ્રેમનો સાગર વહે છે,જે જીવને દેહ મળતા સમજાય
પાવનરાહે જીવન જીવતાજ દેહને,સંબંધ મળે નિખાલસ પ્રેમથી
કુદરતની આલીલા જગતપર,અનેક સમયથી દુનીયામાં મળીજાય
નિર્મળરાહે જીવન જીવતા માનવદેહને,પ્રેમસાગરનો સંગાથ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
********************************************************

January 14th 2021

શેરડીના સાંઈ

 ## જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો - We Gujjus##
.            .શેરડીના સાંઈ  
તાઃ૧૪/૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અનંત પ્રેમાળ વ્હાલા મારા સાંઇબાબા,તમે શેરડીથી આવી જાવ
મળેલ માનવદેહને આપની કૃપા મળતા,જીવને શાંંતિજ મળી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
શ્રધ્ધા ભાવથી જીવનમાં,આપની ચીંધેલ આંગળીએ ભક્તિજ થઈ જાય 
પાવનરાહ મળે દેહને બાબાનીકૃપાએ,જે પરિવાર સહિત સુખ દઈજાય
બાબાએ માનવદેહનો સંકેતકર્યો,એ મળેલદેહની માનવતા મહૅંકાઇ જાય
આવો પ્રેમથી હ્યુસ્ટનમાં સાંઇબાબા,તમારા પ્રેમનીકૃપા અમને મળીજાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
નિર્મળભાવથી પ્રાર્થના કરી મારા વ્હાલા બાબાને,તમે પ્રેમથી આવીજાવ
મળેલદેહને આંગળી ચીંધી દેહની,ના નાતજાતની કોઇજ કેડી અડી જાય
ક્રુપા સાંઇબાબા પ્રેમથી મળી જગતમાં,જે શેરડીથી જગતમાં પ્રસરી જાય
એજ પ્રેમ મળ્યો શ્રધ્ધાળુઓના દેહને,જે દેહના જીવને પ્રેરણા આપી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
પાતડી ગામથી શેરડી આવ્યા જીવનમાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવનપ્રેમની કૃપાકરી શેરડીથી,જે દુનીયામાં હિંદુમુસ્લીમને પ્રેમ આપીજાય
ના અહંકાર કે ના અભીમાન કે માનવતા સ્પર્શે,જ્યાં બાબાની કૃપા થઈ
પરમશાંન્તિ મળી મળેલદેહને કૃપાએ,ત્યાં વ્હાલા સાંઈબાબાને વંદન થાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
############################################################

	
January 13th 2021

પતંગ ચગાવો

બધી ગાઇડલાઇન માત્ર પ્રજાને જ લાગુ પડે?! – Khabar Gujarat

.          .પતંગ ચગાવો                 

તાઃ૧૩/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રસંગ આવી રહ્યો હ્યુસ્ટનમાં,જેમાં પતંગ ચગાવી ખુશ થાવ
પતંગનો આનંદ મળે ચગાવતા,જેને મકરશક્રાંંતિનો દિવસ કહેવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
સમયની સાથે ચાલતા પ્રસંગોમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ મળી જાય
ઉત્તરાયણનો આ પ્રેમાળ દીવસ,પતંગ ચગાવવાની તક આપી જાય
દોરી પકડી પતંગને આકાશમાં ઘુમાવી જાય,જે આનંદ આપી જાય
સરળતાથી ચગાવતા પતંગને,પંતંગોનો સાથ મળે ખુબ ખુશ થવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
અનેક સારા પ્રસંગો ભારતમાં ઉજવાય,જે હવે પરદેશમાંય ઉજવાય
ભારતદેશમાંજ ધાર્મીક અને પ્રાસંગીકપ્રસંગો,સમયસર ઉજવાઈ જાય
આવી રહેલા દરેક પ્રસંગોએ પ્રેમીઓ મળે,જે પવિત્રસબંધ આપીજાય
ભુતકાળને તો ભુલીજવો જીવનમા,પણ આવતીકાલને પકડીને ચલાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
###########################################################



January 13th 2021

લક્ષ્મી માતા

***Janmashtami માં કરો આ ઉપાય અને મેળવો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી ના આશીર્વાદ સાથે.***
.         .લક્ષ્મી માતા
તાઃ૧૩/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માતા લક્ષ્મીની,સંગે વિષ્ણુ ભગવાનનો પ્રેમ મળી જાય
નિખાલસ ભાવનાથી પુંજા કરીને,કૃપાળુ પરમાત્માના દેહને વંદન કરાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
મારા વ્હાલા લક્ષ્મીમાતાનો પ્રેમ મળે,જે મારા માટે મમ્મીનો પ્રેમ કહેવાય
પરમકૃપા જગતમાં પવિત્રપ્રેમથી આપીજાય,જીવનમાં સુખશાંંતિ મળી જાય
લક્ષ્મી માતા સંગે વિષ્ણુ ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાએ પુંજન કરાય
અવનીપરના આગમનને કરેલ કર્મનો સંબંધ,મળેલ જન્મ મરણથી મેળવાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
પાવનપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે દેહને આફતતકલીફથી બચાવી જાય
દેહને ના કોઇજ અપેક્ષાનો મોહ રહે,કે ના કોઇજ મોહમાયાનો સ્પર્શ થાય
પરમ કૃપાળૂ પરિવાર જગતમાં કહેવાય,જે પવિત્ર પતિપત્નીથીય ઓળખાય
લક્ષ્મીમાતા માતાનોપ્રેમ આપી જાય,વિષ્ણુ ભગવાન પિતાનોપ્રેમ આપી.જાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
**************************************************************
January 12th 2021

સાગરનો સંગાથ

%%%સહકારી બેંકો અને સંસ્થાઓના કરોડોના વહિવટ માટે જંગ | Jung for the administration of crores of co operative banks and institutions | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...%%%
.            .સાગરનો સંગાથ           
તાઃ૧૨/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર નિખાલસ પ્રેમ મળ્યો જીવનમા,જે અનંત શાંંતિ આપી જાય
માતા સરસ્વતીની પાવનકૃપા મળી,જે કલમની પવિત્રરાહથી દેખાય
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
માનવતાની મહેંક પ્રસરી જીવનમાં,પ્રેમનાસાગરનો સંગાથ મળ્યોઅહીં
કલમની કેડી તો માતાની કૃપા,જે મનને પ્રેરણા મળતા લખાઈ જાય
સંગાથ મળ્યો કલમપ્રેમીઓનો જીવનમાં,અનેકરાહે કલમ ચાલતી થઈ
ના મોહ અડયો કે ના માયા સ્પર્શી,જે સત્માર્ગે સમજણ આપી જાય
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
આંગળીપકડી નિખાલસ પ્રેમીઓની,એ જીવનમા સરળ પ્રેમઆપી જાય
મળે મનને શાંંતિ સંગે કુદરતની પાવનકૃપા,જે જીવનને ધન્ય કરી જાય
ભુતકાળને ભુલીજતા જીવનમાં,પરમાત્મા આવતીકાલને ઉજવળ કરીજાય
એજ નિખાલસ પ્રેમ મળે કલમનો,જે માતાની પરમકૃપા થઈજ કહેવાય 
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
##########################################################

 

January 11th 2021

પ્રેમ સાગર

   રામાયણ : લવકુશ કાંડ બનાવવાના મૂડમાં ના હતા રામાનંદ સાગર, પછી ગયો હતો PMO થી ફોન |
.             .પ્રેમ સાગર                    

તાઃ૧૧/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અનંતપ્રેમની કૃપા થઈ માબાપની,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,એજ પરમાત્માનીજ કૃપા કહેવાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
પવિત્ર નિખાલસ પ્રેમ મળ્યો જીવનમાં,એ મળેલદેહને શાંંતિ આપી જાય
પ્રેમ સાગરમાં રહેતા દેહને આનંદ મળે,જે નાકદીય અપેક્ષા રાખી જાય
મળ્યો પ્રેમ અવનીપર પવિત્રરાહે જીવતા દેહને,એજ જીવની છે લાયકાત
કર્મનો સંબંધ દેહને જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધા ભાવથી જીવન જીવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
નિખાલસ ભાવનાથી મળેલદેહને રાહમળે,એ જીવનમાં સરળતા આપીજાય
જીવને સંબંધ અનેક દેહથી અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
ના કોઈજ જીવથી છટકાય દેહથી,જે માનવી,પશુ,પક્ષીથી મળતો દેખાય
મળી ગયો જીવનમાં જ્યાં પ્રેમ નિખાલસ,એજ પ્રેમ સાગરમાં વહાવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
**************************************************************
January 10th 2021

મળે જીવનમાં

++ મનની બીમારીઓથી છૂટવું હોય તો વિશ્વાસના ઔષધ સાથે હરિનાં શરણે રહેવાથી અહમ્-સંશયથી મુક્તિ મળે | નવગુજરાત સમય++

.           .મળે જીવનમાં    

તાઃ૧૦/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
અવનીપરનુ આગમન છે જીવનુ,ગત જન્મે મળેલ દેહથી મેળવાય
થયેલકર્મ એજ કેડી જીવની,જે જીવને આવનજાવનથીજ સમજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મની કેડી મળે,સંગે નિર્મળતાથીજ જીવાય 
નાકોઇ અપેક્ષા દેહની રહે,જે પવિત્રરાહે જીવનનીરાહ આપી જાય
જીવને મળેલદેહનેસમયે કર્મ સ્પર્શી જાય,જે જીવનમાં કર્મ કહેવાય
જીવનમાં સમયને સાચવી ચાલતા,સત્કર્મની પાવન કેડી મળી જાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
આંગણે આવી પેમ મળે જીવનમાં,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
નિર્મળ ભાવના રાખી જીવન જીવતા,સમય સમયને સચવાઈ જાય
સત્કર્મની રાહ મળે જીવનમાં દેહને,જે પાવનરાહથી કૃપા થઈજાય
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનાદેહને સરળતા મળીજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
************************************************************
              .
« Previous PageNext Page »