December 14th 2020

ભોલે ભંડારી

  ######100 Best Images, Videos - 2020 - જય ભોલે.....🙏 - WhatsApp Group, Facebook Group, Telegram Group######
.              .ભોલે ભંડારી                       
તાઃ૧૪/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શક્તિશાળી પરમાત્મા ભોલેનાથ કહેવાય,જે ૐનમઃશિવાયથી પુંજાય
ઉમા પતિ મહાદેવથી ઓળખાય,સંગે પાર્વતીમાતાનાય પતિ કહેવાય
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
ભારતની ધરતીપર હિમાલયના પુત્રી,પાર્વતીનાએ જીવનસંગીની થાય
પરમાત્માથી પવિત્ર શક્તિમળી,જે પવિત્રગંગાને ભારતમાં વહાવીજાય
ડમરૂ વગાડી પાવનરાહ સંગે પ્રત્યક્ષ થાય,જે ભક્તિરાહ આપી જાય
એવા મારા વ્હાલા ભોલે ભંડારીને,પ્રેમથી સોમવારે પુંજાએ વંદનથાય
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
પવિત્રપ્રેમ લઈ સંસારમાં રહેતા,પાર્વતીમાતાને સુખશાંંતિ મળી જાય
પાવનજીવનની રાહેજીવતા,સંતાન શ્રીગણેશ અને કાર્તિક જન્મી જાય
સંતાન ગણેશજી ભાગ્યવિધાતા થતા,જીવોને પવિત્રરાહથી પ્રેરી જાય
અવનીપર પરમાત્માનો દેહ લઈ,ભારતની ભુમીનેએ પવિત્ર કરી જાય  
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
#############################################################

 

December 13th 2020

માતા દુર્ગા

##નવરાત્રી: માતાજીના નવ સ્વરૂપો, નવ ચક્રો, નવ ગ્રહો અને નવ વિકારોનું વિજ્ઞાન | Ravi-Purti-Columnists-29-September-2019-Bhaven-Kachhi-Horizon | Gujarati News - News in Gujarati - Gujarati ...##
.            માતા દુર્ગા     
તાઃ૧૩/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ માતા છે ભારતદેશમાં,જે જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પવિત્રપ્રેમ મળે માતાનો જીવનમાં,એ માનવદેહને પાવનકર્મ કાઅવી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
પાવનરાહે જીવન જીવતા દેહને ભક્તિથી,શક્તિશાળી માતાની કૃપા થાય
નાકોઇની તાકાત છે અવનીપર,કે નાકોઇ કળીયુગની કાતરથી બચી જાય
સમય સમજીને ચાલવા જીવનમાં,પવિત્ર દુર્ગામાતાની પરમકૃપા મળી જાય
ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના સ્મરણથી,દેહને પાવનરાહ આપી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
સુખશાંંતિનો સાથમળે જીવનમાં,એ મળેલદેહ પર માતાની પાવનકૃપા થાય
ભક્તિ માર્ગની પવિત્રરાહને પકડી ચાલતા,જીવને નિર્મળ પ્રેમથી અનુભવાય
હિંદુધર્મના નવરાત્રીના તહેવારમાં,ગરબેઘુમતાભક્તોપર નવદુર્ગાની કૃપા થાય
પાવનકૃપા અજબશક્તિશાળી માતાની મળે,જીવનમાં અનંતશાંંતિ મળીજાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
*****************************************************************

	
December 12th 2020

અંજની પુત્ર

###રોજ કરો હનુમાનજી ના આ 12 નામોનો જાપ, આખું જીવન નહીં આવે કોઈ મુશ્કેલીઓ….. | હું ગુજરાતી###

.                         અંજની પુત્ર

તાઃ૧૨/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રીરામના વ્હાલા ભક્ત હનુમાન,સંગે મહાવીર બજરંગબલી કહેવાય
પાવનકર્મની પવિત્રરાહે જીવતા,એ રામભક્ત મહાવીરથીય ઓળખાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
કુદરતનીલીલા ભારતદેશ પર ન્યારી,જે પરમાત્માના અનેકદેહથી દેખાય
પવિત્ર હિંદુ ધર્મમાં ભગવાને જન્મ લઈ,માનવદેહથી એપવિત્ર કરી જાય
સમયને સમજી ચાલતા ધરતીપર,મળેલદેહને પવિત્રરાહ પણ મળી જાય
એજ કૃપા પ્રભુની મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાભાવથીજઅ ભક્તિ કરાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
રાજારાવણ રામની પત્ની સીતાજીનુ અપહરણ કરી શ્રીલંકામાં લાવીજાય
સમયને સમજી ચાલતા જીવનમાં,હનુમાનજી શ્રીરામને લંકામાં લઈ જાય
હનુમાનજી એમહાવીર થયા,માતા અંજનીનીકૃપા ને પિતા પવનનો પ્રેમ 
અજબશક્તિશાળી કૃપા મળી,જે પિતા પવનદેવનોજ અનંતપ્રેમ કહેવાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
મળેલદેહને જગતપર કર્મનો સંબંધ મળે,જે જીવને સમજણથી પ્રેરી જાય
હનુમાનજીનુ અદભુત પાવનકર્મ થયુ,શ્રીરામ અને સીતાજીને મદદ કરાય
શ્રીલંકાના રાજાને અભિમાનનો સાથ થયો,એ તેમને ખોટારસ્તે લઈ ગયો
પાવનકર્મના સંગે જીવન જીવતા હનુમાનજીને,પરમાત્માનો પ્રેમ મળી જાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
#############################################################
December 11th 2020

સરસ્વતી માતાજી

..          સરસ્વતી માતાજી 
તાઃ૧૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે મળેલ દેહને જીવનમાં,જે નિર્મળભાવનાએ કર્મ કરાવી જાય
માનવદેહને કર્મનોસંબંધ અડે સમયથી,આ કુદરતનીલીલા સ્પર્શથીજ સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
મળેલદેહને સમયનો સંગાથ રહે,જે અવનીપર મળેલદેહની ઉંમરએ કહેવાય
કુદરતની કૃપાએ પાવનરાહ મળે ભણતરથી,એ માબાપનોપ્રેમ અપાવી જાય
કલમની કેડી મળે દેહને જ્યાં શ્રધ્ધા ભાવથી,કલમપ્રેમી માતાને વંદન કરાય
પરમકૃપાળુ અને દયાળુછે માતા,જેમની કૃપાએ મારાથી કલમ પકડાઇ જાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નીર્મળકૃપા કહેવાય.
અવનીપર કલમની કૃપા માતા સરસ્વતીની,એ કલમપ્રેમીઓના પ્રેમથી દેખાય
કલમની પવિત્રરાહ છે હ્યુસ્ટનના કલમપ્રેમીઓની,જે માતાનોપ્રેમ બતાવી જાય
અનંતપ્રેમ બતાવે કલમથી એ કલમનીરાહને જોતા,સમજણથી શાંંતિ મેળવાય
માતા સરસ્વતીની પાવનકૃપા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓ પર જે કલમથી સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
*********************************************************************
December 10th 2020

પ્રેમ લઇ આવજો

***આના શ્રાપ ના કારણે માતા સીતા અલગ થઇ ગયા હતા પ્રભુ શ્રી રામ થી, નહિ જાણતા હોવ આ કહાનીઓ | Mojilo Gujarati.

.            પ્રેમ લઈ આવજો 
તાઃ૧૦/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ પાવનરાહ મેળવાય
જીવને સંબંધ છે કર્મનો દેહથી,ત્યાં ગત જન્મે કરેલકર્મના બંધન થાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
નિર્મળભાવના રાખતા જીવનમાં,કદી કોઇ ખોટી રાહને જીવથી પકડાય
પરમપ્રેમથી પાવનરાહ મળે સંસારમાં,જે મળેલ દેહને શાંંતિ આપી જાય
મળેલદેહને પવિત્રકર્મની કેડીએ જવા,નિખાલસ પ્રેમ લઈ વ્હેલા આવજો
પરમાત્માની કૃપા મળે દેહને અવનીપર,જે સત્કર્મની પાવનરાહે લઈ જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
પવિત્રશક્તિશાળી દેહ લઈ દુનીયામાં આવ્યા,જે અનેકનામથી ઓળ્ખાય
ભારતની ભુમીને પવિત્ર કરી ગયા,જે હિંદુધર્મમાં અનેકનામથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,પવિત્રપ્રેમ જીવને અનંતકૃપા આપીજાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,જીવનમાં પવિત્રપ્રેમની ગંગા વહેતી જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
==============================================================

 

December 9th 2020

કુદરતની પકડ

****નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાના નદી કિનારાના ગામો એલર્ટ પર |  Webdunia Gujarati****
,             કુદરતની પકડ              
તાઃ૯/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયની સાંકળ નાછટકે કોઇથી,કે જગતમાં કોઇ જીવથી દુર રહેવાય
અજબકૃપા પરમાત્માની અવનીએ,સતયુગ કળીયુગની કાતરઍ કહેવાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
પરમાત્માએજ લીધેલ દેહ ભારતમાં,જે દુનીયામાં પવિત્રભુમી કરી જાય
આંગળી ચીંધે દેહને પાવનકર્મનીજ,એ જન્મમરણના બંધનથીજ દેખાય
મળેલદેહને કર્મનોસંબંધ જેવર્તનથી દેખાય,જે મળેલદેહથી કર્મ થઈજાય
પવિત્રદેહથી પરમાત્માની ક્રુપા મળે,હિંદુ ધર્મમાં સાધુસંતથી ઓળખાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
અવનીપર ભારત પવિત્રભુમી છે,જ્યાં પરમાત્માના દેહને દેવથીજ પુંજાય
પ્રભુએ લીધેલદેહને કર્મનો સંબંધઅડે,જે માનવદેહના કર્મથીજ થઈ જાય 
સંસારની સાંકળનો સ્પર્શ છે પવિત્રદેહથી, જીવોને આંગળી ચીંધી જાય
જન્મમળે જીવને કર્મનાસંબંધે જીવનમાં,પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરી જાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.

*****************************************************************
December 9th 2020

શ્રી લક્ષ્મી માતા

**********
.             શ્રી લક્ષ્મી માતા
તાઃ૯/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્રદેહ લીધો ભારતની એ ભુમી પર,જે માતા લક્ષ્મીથી ઓળખાય
શ્રી વિષ્ણુ ભગવાનની પાવનપત્ની,જેમનીકૃપાએ સુખશાંંતિ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ છે,એ જીવને દેહ મળતાજ દેખાય
મળેલ જન્મને ઉંમરનો સંબંધ દેહથી,જે સમયસંગે સમજીને જ ચલાય
પરમકૃપાળુ માતા લક્ષ્મીછે જીવનમાં,એ દેહપર ધનની કૃપા કરી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા માતાની,જીવનમાં નાકોઇ તકલીફ મેળવાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
પવિત્ર કૃપાળુ માતા છે,સંગે પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રેમ મેળવાય
કુદરતની આ કૃપા ભારત દેશપર,જ્યાં પરમાત્મા અનેક જન્મ લઈ જાય
મળેલદેહને ના કોઈ સમય સ્પર્શે,જ્યાં નિર્મળ ભાવનાથી જીવન જીવાય
પવિત્ર ધર્મ હિંદુ છે જગતમાં,જેમાં અનેક પવિત્રદેહોનો સંગ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
***************************************************************
December 7th 2020

હરહર ભોલે

        ભોલેનાથ-hashtag på Twitter
.             .હરહર ભોલે

તાઃ૭/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હરહર ભોલે મહાદેવ સંગે,શ્રધ્ધાએ ૐ નમઃ શિવાય પણ બોલાય
માતાપાર્વતીના એ જીવનસાથી,જગતમાં માતા પાર્વતીપતિ કહેવાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનો સાથ મળ્યો જીવનમાં,જ્યાં પાર્વતી જીવનસંગીની થાય
અજબ શક્તિશાળી છે શ્રીભોલેનાથ,જે પવિત્ર ગંગાને વહાવી જાય
જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલ દેહને સંબંધથી સમજાઈ જાય
હરહર મહાદેવ સંગે શીવલીંગપર,શ્રધ્ધાભક્તિથી દુધની અર્ચના થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
ગજાનંદ ગણેશની ઓળખાણ થઈ,જે માતાપાર્વતીના સંતાન કહેવાય
મળેલ આશિર્વાદ ગણેશજીનો દેહને,એ જીવનમાં પાવનકર્મથી દેખાય
શ્રી શિવજીના બીજા સંતાન હતા,જેને જગતપર કાર્તિકભાઈ કહેવાય
પવિત્રકુળને આગળ લેતા,માતા પાર્વતીની અશોકસુંદરી દીકરી થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ મળે દેહને,જ્યાં શ્રી ભોલેનાથની કૃપા થાય
માનવદેહ એ ગતજન્મે થયેલ કર્મનો સંબંધ,જે દેહ મળતા જ દેખાય
પવિત્ર ગંગા નદીને વહાવવા,ભગવાન શિવનો દેહ લઈને આવી જાય
જગતમાં પવિત્રભુમી ભારતનેકરવા,પરમાત્મા અનેકદેહે દર્શનઆપીજાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
************************************************************

	
December 6th 2020

જય દુર્ગામાતા

   કાલરાત્રિએ દેવી શા માટે કહેવાયા મહિષાસુર મર્દિની જાણો અહિં - Sandesh
            જય દુર્ગામાતા   
તાઃ૬/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે દુર્ગામાતાની ભક્તને,જ્યાં શ્રધ્ધાભાવનાથી માતાને વંદન થાય
ઉજવળ જીવનની રાહ મળે જીવનમાં,પાવનકર્મનો સંગાથ જીવને આપી જાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
અજબલીલા માતાની અવનીપર,સમયસંગે સમજાય જે મહિષાસુરને મારી જાય
પવિત્રરાહે જીવન જીવવા આંગળી ચીંધે,જે મળેલ દેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને મળે દેહ જગતપર જે થયેલ કર્મથી,અવનીપરના સંબંધે જ મળતો જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ દુર્ગામાતાનુ પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
નવદુર્ગાના નવ સ્વરૂપને નવરાત્રીના પ્રસંગે,ગરબા ગાઈ માતાને પ્રેમથી પુંજાય
દુર્ગામાતાના આસ્વરૂપો હિંદુ ધર્મને પ્રસરાવી,મળેલદેહને પાવનરાહ આપી જાય
જગતપર પાવનધર્મમાં ભારતદેશમાં જન્મ લઈ,અનેક પવિત્રદેહથી દર્શન દઈજાય
પવિત્ર સ્વરૂપ લીધુ અવનીપર,એ માતા દુર્ગાના નામથી ભારતમાં પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
##################################################################

	
December 5th 2020

કલમની કૃપા

   વસંત પંચમી 2020,પૂજા મુહૂર્ત અને મહત્વ વિષે જાણો… - Family Circle Time
.             કલમની કૃપા      

તાઃ૫/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે અનેકરાહેજ દેહને મળતી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પરમાત્માની કૃપાએ મેળવાય
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.
માતા સરસ્વતીની કૃપા મળે કલમપ્રેમીઓને,એમાતાને વંદનથી મળી જાય
કલમથી રચેલ રચનાઓ જીવનમાં,અનેકને પાવનરાહે સમજણ આપી જાય
સમયની સંગે સમજીને ચાલતા કલમપ્રેમીઓ,દુનીયામાં લેખકથી ઓળખાય
મળેલ માનવદેહ પર કલમની કૃપા થાય,જે સમયસંગે દેહને સમજાઈ જાય
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.
કલમપ્રેમીઓનો પ્રેમ સૌને પાવનરાહે મળી જાય,ના કોઇજ અપેક્ષા રખાય
સુંદર રચના કલમથી કરે અવનીપર,જે અનેક રીતે કલાકારોનેય દોરી જાય
અવનીપર અનંત કૃપાળુ એ માતા છે,એ શ્રધ્ધા ભાવનાથી સૌને પ્રેરી જાય
મોહ માયા કે અભિમાનના નાસંબંધ જીવનમાં,એ લખેલ રચનાથીજ દેખાય 
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.

****************************************************************



 

« Previous PageNext Page »