September 26th 2020
++++
++++
. .પવિત્ર ભક્તિ
તાઃ૨૬/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની અવનીપર મળે,જ્યાં નિર્મળ ભાવનાસંગે પવિત્ર ભક્તિ થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જયાં રામસીતાની કૃપાએ હનુમાનજી ઓળખાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
ભારત પવિત્રભુમી જગતપર જ્યાં શ્રીરામનો જન્મથયો,જે રાજા દશરથ પુત્ર કહેવાય
કુટુંબની પાવનરાહ લેવા પત્ની સીતાજી મળી જાય,સંગે ભાઈ લક્ષ્મણ આવી જાય
જગતમાં ના કોઇ દેહની તાકાત જે સમયને પકડી,મળેલદેહનો સમય પસાર થાય
પરમભક્ત હનુમાનજીએ ભારતમાં દેહ લીધો,જે પવિત્રકર્મ સંગે જીવન જીવી જાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
શ્રીહનુમાનજી અનેકનામથી ઓળખાય,એ બાહુબલી બજરંગબલી મહાવીર કહેવાય
પરમાત્મા શ્રીરામના લાડલા ભક્ત થયા,જ્યાં રાજારાવણને ત્યાંથી સીતાજી લેવાજાય
મળેલદેહને પવિત્રભક્તિ રાહ મળી,શ્રીરામના ભાઈ લક્ષ્મણને મૃત્યુથી બચાવી જાય
શ્રીરામસંગે શ્રી હનુમાનજીની અજબકૃપા મળે,જ્યાં હનુમાન ચાલીસાનુ વાંચન થાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાત કહેવાય.
************************************************************************
September 25th 2020
+++
+++
. .મારો પવિત્રદેશ
તાઃ૨૫/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબશક્તિશાળી દેશ છે દુનીયામાં,જે મારો પવિત્ર ભારતદેશથી ઓળખાય
પવિત્રભુમી અવનીપર એ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળે,જે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
કુદરતની આ લીલા અવનીપર આવી,જે પરમકૃપાએ પાવનભુમી જ કહેવાય
મળે દેહ પ્રભુને ભારતની ધરતીપર,એજ અનેક નામે ભક્તિરાહ આપી જાય
પવિત્રરાહ જીવને મળેલદેહને આપવા,એ ભારતમાં પણ દેહ લઈ જીવી જાય
અનેકનામથી પરમાત્મા ઓળખાય દેશમાં,ના દુનિયામાં બીજોદેશ ઓળખાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળે,જે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
પવિત્ર પર્વત હિમાલય ભારતમાં,જ્યાં શંકરભગવાન પવિત્ર ગંગાને વહાવી જાય
મળેલજીવને સમયે દેહથી મુક્તિ લેવા,પવિત્રગંગા જળથી જીવનેમુક્તિ મળીજાય
અવનીપર ના કોઇ બીજો દેશ છે,કે જ્યાં પરમાત્મા કોઇ દેહ લઈ આવી જાય
પવિત્ર ભારતદેશ મારો અવનીપર,જ્યાં પરમકૃપા પરમાત્માની અનેકદેહથી થાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળેpજે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
September 24th 2020
***
***
. નિર્મળ જીવન
તાઃ૨૪/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
અવનીપરનુ આગમન અને વિદાય,પરમાત્માની પાવનલીલાજ કહેવાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
સુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નાકોઇ જ મોહમાયા રખાય
થયેલ કર્મએ સાથ આપે દેહને,ના કોઇ દેહથી કદી જીવનમાં છટકાય
શ્રધ્ધાભાવના એ પાવનરાહ છે,અવનીપર પ્રભુએ લીધેલ દેહનેજ પુંજાય
પવિત્રરાહે જીવનજીવતા વ્હાલા સંત,જીવને સદમાર્ગની રાહ આપીજાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
નિરાધારને આધાર મળે જીવનમાં,જે દેહને પરમશાંંતિની રાહ દઈ જાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,એજ દેહને નિર્મળ જીવનથી દેખાય
કુદરતની પાવનકેડી છે અવનીપર,એ મળેલ દેહને શાંંતિ એ પ્રેરી જાય
પાવનરાહ એ જીવથી થયેલકર્મથી સ્પર્શે,એદેહને શ્રધ્ધાભક્તિથી જીવાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 23rd 2020
. . સરસ્વતી માતા
તાઃ૨૩/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા સરસ્વતી અવનીપર,કલમપ્રેમીઓના કલમપ્રેમથી દેખાય
પાવનરાહે કલમ પકડતા જીવનમાં,અનંતશાંંતિ કલમનીકેડીથી આપી જાય
.....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
કલમની કેડી નિર્મળછે અવનીપર,જે મળેલદેહને શ્રધ્ધાએ કલમથી પ્રેરાય
અનેકરાહે પ્રેમથી કલમ પકડતા,માતા સરસ્વતીની આંગળીપર કૃપા થાય
પાવનરાહે મગજને પ્રેરણા કરે માતાજી,જે કલમની અદભુત કેડી કહેવાય
કલમપ્રેમી માતા જગતપર કહેવાય,જેમને પ્રેમથી વંદનકરતા કલમ પકડાય
....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
માતાની કૃપાએ કલમ પકડતા દેહથી,અનેકરાહે કલમથી લેખલખાઇ જાય
માનવસમાજને એ આંગળી ચીંધે,જે વાંચતા જોતા મનને ખુશ કરી જાય
અદભુતલીલા એ માતાની જગતપર,જે અદભુત કર્મની પ્રેરણા આપી જાય
આજકાલને ના સ્પર્શ કરે કલમ અવનીપર,એ અનેકરાહે દેહને મળી જાય
.....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 23rd 2020
. .સંસારનીકેડી
તાઃ૨૩/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માબાપનો પ્રેમ સંતાનને,જે પકડેલ પ્રેમ સંસારમાં દેહ આપી જાય
અવનીપરના આગમનનો સંબંધ છે પ્રેમનો,પાવનકૃપા પરમાત્માની થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
અદભુતલીલા અવીનાશીની અવનીપર,જગતપર જીવને દેહ આપી જાય
થયેલકર્મ જીવના મળેલ દેહને સ્પર્શે,જે જીવને જન્મમરણથી અનુભવાય
નિમીતબને માબાપ જીવનમાં,જે સંસારના સંબંધથી દેહને કર્મઆપીજાય
પરમપ્રેમ મળેદેહને અવનીપર,એજ શ્રધ્ધાભાવથી થયેલ ભક્તિથી દેખાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
કુદરતની આકેડી જગતપર દેખાય,જે જીવનાકર્મથી દેહને સમયે મેળવાય
દેહને મળે સંસારની કેડી જીવનમાં,એ સંસારને કુળથી આગળ લઈ જાય
પતિપત્નીના સંગાથે ચાલતા કુળને,સંતાન મળે જે પુત્રપુત્રીથી ઓળખાય
પાવનકર્મનીrરાહ મળે જીવને દેહથી,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 22nd 2020
***
***
.ગજાનંદ ગણેશજી
તાઃ૨૨/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સિધ્ધી વિનાયક વ્હાલા શ્રીગણેશ,જગતમાં પવિત્રરાહે ભાગ્યવિધાતા કહેવાય
માતા પાર્વતીના એવ્હાલા સંતાન,સંગે પિતા ભોલેનાથનાય લાડીલા થઈ જાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
પાવનરાહે મળેલદેહને કર્મનીકેડી મળી,ધર્મકર્મને દુર રાખી કૃપા આપી જાય
વ્હાલા પિતા શંકરભગવાન સંગે,માતા પાર્વતીના લાડલા ગૌરીનંદન કહેવાય
મળે આશીર્વાદ દેહને પાવનકર્મથી,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાયને પુંજાય
પવિત્રકર્મની રાહ મળી વ્હાલા ગણેશજીને,જીવનમાં કાર્તીકભાઈ મળી જાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
સંસારની પવિત્રકેડી મળી જીવનમાં,પત્નિ રિધ્ધીસિધ્ધીના ભરથાર થઈ જાય
જગતમાં મળેલમાનવદેહપર પત્ની રિધ્ધીનો પ્રેમમળે,જ્યાં ગણેશની કૃપા થાય
જીવનમાં કરેલ કર્મને સિધ્ધીના સોપાન મળૅ,જ્યાં પત્ની સિધ્ધીનો પ્રેમ મળે
અજબ કૃપાળુ પરિવાર ભોલેનાથના સંતાનનો,જેની જગતમાં પુંજાપણ કરાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 21st 2020
=====
=====
. .કલમપ્રેમી નવીનભાઈ
તાઃ૨૧/૯/૨૦૨૦ (શ્રધ્ધાજલી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહને રાહ મળી પરમાત્માની,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
પવિત્રકર્મનો સંગાથ રાખીને જીવનમાં,અનંતકર્મ સમાજના કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
શ્રધ્ધામાર્ગથી કર્મ કરતા હ્યુસ્ટનમાં,માતા સરસ્વતીનીકૃપા મેળવીજાય
આંગણે આવી કૃપામળે પરમાત્માની,સંત જલાસાંઇનોપ્રેમ મળી જાય
નિર્મળભાવના સંગે જીવનજીવતા,નાકોઇ આફત અભિમાન અડીજાય
મળેલ માનવદેહથી કલમપ્રેમીઓને,પ્રેમ આપી પવિત્રકર્મએ કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
નિખાલસપ્રેમ મળ્યો સમાજના કાર્યથી,જે મળતા સન્માનથીજ દેખાય
પ્રેમ મળે કલમપ્રેમીઓને,જે કલમની પવિત્રનિખાલસ ભાવના કહેવાય
મળેલ દેહની માનવતા પ્રસરી,એ કલમપ્રેમી નવીનભાઈથી ઓળખાય
સમયની સાંકળ પકડી ચાલતા,જગતમાં એ પવિત્ર કલમપ્રેમી કહેવાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
******************************************************************
હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાના કલમપ્રેમી શ્રી નવીનભાઈ બેંકરને તાઃ૨૦/૯/૨૦ નારોજ
પરમાત્માએ જીવને દેહથી મુક્તિ આપી તે નીમિત્તે તેમના સગાસંબંધી અને કલમપ્રેમીઓને
જીવનમાં શાંંતિ આપે તેની યાદ નીમિત્તે આ કાવ્ય લખાયેલ છે તે સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત પરમાત્માને પ્રાર્થના.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 20th 2020
. .મળેલો પ્રેમ
તાઃ૨૦/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મ જન્મનો સંબંધ જીવને અવનીપર,અદભુતલીલા અવિનાશીની કહેવાય
માનવદેહ એ પાવનરાહ થયેલ કર્મની,જે સત્કર્મના માર્ગે જીવને લઈ જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે થયેલ કર્મના સંબંધે બંધાઈ જાય
મળે માનવદેહ જીવને એ ગતજન્મના કર્મથી,જીવને અવનીપર લાવી જાય
પશુપક્ષીના દેહને ના કોઇ સમજણ અડે,કે નાકોઇ પવિત્રકર્મ દેહથી થાય
મળેલ માનવદેહને કૃપા પરમાત્માની મળે,જે દેહને મળેલપ્રેમથીજ સમજાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
મારુતારુ એ સમજણ માનવદેહની,જે સમયસમજીને દેહને કર્મ કરાવી જાય
પરમકૃપાળુ પરમાત્મા અવનીપર લીધેલ દેહથી,જીવને પાવનરાહથી પ્રેરીજાય
મોહમાયાનો સંબંધ દેહને જીવનમાં,થયેલ અનેકકર્મથી દેહને એ સ્પર્શી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,મળેલ નિર્મળપ્રેમ દેહને રાહઆપી જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 18th 2020
. સાચીરાહ
તાઃ૧૮/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય
થયેલ કર્મનીકેડી એ જીવને સ્પર્શે,જે અવનીપર આવનજાવથીદેખાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,કર્મની કેડીથી જીવવાનીય રાહ મેળવાય
અદભુતલીલા પરમાત્માની જગતમાં,જે અનેકરાહે દેહને પ્રેમઆપી જાય
મોહમાયાને દુર રાખીને પ્રેમ કરે,એજ નિર્મળપ્રેમની સાચીરાહ કહેવાય
મનને મળે અનંતશાંંતિ જીવનમાં,જે પાવનપ્રેમથી દેહને સુખઆપીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહને સંબંધ સગાસંબંધીઓથી,જે મળેલદેહના પરિવારથી સમજાઈ જાય
સરળજીવનની રાહ શ્રધ્ધાપ્રેમથી કરેલભક્તિથી,દેહને જીવનમાં મળીજાય
નિર્મળપ્રેમ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળે પાવનરાહ આપી જાય
થયેલકર્મનો સંબંધ છે જીવને જગતમાં,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 17th 2020
.
.સંત જલાસાંઇની જ્યોત
તાઃ૧૭/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમથી રાહ મળે માનવદેહને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય
મળેલ દેહ જીવને ગતજન્મે થયેલ કર્મથી,ના કોઇજ જીવથી કદી છટકાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
પવિત્રદેહ લીધો વિરપુરમાં પ્રભુએ,જે ઠક્કરકુળથી માનવતા મહેંકાવી જાય
જલારામના નામથી એ ઓળખાય,સંગે જીવનસંગીનીને વિરબાઈ કહેવાય
અન્નદાનની રાહ દીધી માનવદેહને,જે જીવોને પ્રેમથી ભોજન કરાવી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
કુદરતની પાવનકૃપા અવનીપર,શેરડીમાં સાંઇબાબાના નામથી આવી જાય
દ્વારકામાઈની પવિત્રસેવાથી બાબાને,જીવનમાં પાવનશાંંતિનો સંગાથ થાય
સાંઇબાબાએ આંગળી ચીંધી માનવીને,શ્રધ્ધા સબુરીથી નાકદી દુર રહેવાય
પાવનરાહે જીવન જીવવા માટે,મળેલદેહને ના ધર્મકર્મ કોઇ કદી અડી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++