September 16th 2020
.
. . જન્મની જ્યોત
તાઃ૧૭/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રભુમીજ ભારત છે,તો પ્રેમથી બોલો ભારતમાતાની જય
સંગે ભારતદેશના વડાપ્રધાન,શ્રી નરેંદ્રભાઈનો આજે જન્મદીવસ ઉજવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય
પવિત્રકર્મની રાહ પકડી ચાલતા,પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
દુનીયામાં ગુજરાતીઓની અનેક પાવનરાહ છે,જે તેમના વર્તનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા પરમાત્માનીકૃપા મળે,જે મળેલ લાયકાતથી સમજાય
પ્રેમ મળ્યો પ્રજાનો જે વ્હાલા નરેંદ્રભાઈને,ભારતનાજ વડાપ્રધાન કરી જાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
કુદરતની પાવન કૃપા અવનીપર,જે મળેલ દેહને જીવનમાં અનેકરાહે દેખાય
પવિત્રરાહમળી નરેંદ્રભાઈને જીવનમાં,જયાં માતાપિતાનો નિર્મળપ્રેમ મળીજાય
નાઆશા નાઅપેક્ષા જીવનમાં રાખી,એ પવિત્ર દેશમાં પવિત્ર કર્મ કરી જાય
નિખાલસપ્રેમથી વ્હાલા નરેંદ્રભાઈને,જન્મદીવસે પ્રદીપથી હેપ્પીબર્થડે કહેવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
**************************************************************
ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈને આજે તેમના જન્મદીન નીમિત્તે હ્યુસ્ટનથી
પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતીઓ તરફથી હેપ્પી બર્થ ડે સહિત
પવિત્રરાહે જીવનમાં ભારતદેશના વડાપ્રધાન થઈ મળેલદેહને પાવનરાહે લઈ જઈને
ઉજવળ જીવન માટે અભિનંદન.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરીવારના જય જલારામ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 16th 2020
+
+
. .ભક્તિનો સાગર
તાઃ૧૬/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસંગે દેહ મળે જીવને અવનીપર,જે થયેલકર્મના બંધનથી લાવી જાય
ગતજન્મે મળેલ માનવદેહને સંબંધસ્પર્શે,જે અવનીપરના આગમનથી દેખાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,સમયે જીવનમાં સમજણ આપી જાય
અપેક્ષામોહને દુર રાખીને જીવવા,પ્રભુના અનેકદેહ ભારતમાંજ પ્રગટી જાય
જીવને મળેલદેહને સુખ માટે પુંજનકરવા,ભક્તિના સાગરને વહેવડાવી જાય
ભક્તિનો સાગર એપવિત્રનદીનીકૃપા,વંદનકરી અર્ચનાકરતા મુક્તિમળી જાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
પરમાત્મા એ લીધેલદેહ,જે શંકરભગવાનથી ઓળખાય એ ગંગાવહાવી જાય
પવિત્રગંગા જળથી અર્ચના કરતા જીવનમાં,પવિત્ર જીવનની રાહ મળી જાય
અનેક માતાનાદેહ લીધા ભારતમાં,આરાશુરમાં અંબામાતાથીય એ ઓળખાય
વ્હાલા અંબામાતાના આશિર્વાદ મળ્યા,જે મને ભક્તિસાગરનીરાહ આપીજાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
****************************************************************
September 15th 2020

પ્રેમથી પધાર્યા
તાઃ૧૫/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા હ્યુસ્ટનમાં,વ્હાલા સાંઇબાબા પધાર્યા અમારે ઘેર
આવી આંગણે પ્રેમથી આશિર્વાદ આપ્યા,મનને તરત શાંંતિ પણ મળી ગઈ
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ભોલેનાથની પાવનકૃપાથી શેરડીમાં આવી,માનવતાને મહેકાવવા રાહ દીધી
કુદરતની પવિત્ર કેડી મળે જીવને,જે જીવને મળેલદેહથી અવનીપર સમજાય
કર્મનોસંબંધ એદેહના વર્તનથી મેળવાય,જે જીવને આવનજાવન આપી જાય
મળે કૃપા પરમાત્માએ લીધેલ પાવનદેહથી,જે પવિત્રધરતી ભારતની કહેવાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ઓમ શ્રી સાંઇનાથાય નમઃનુ સ્મરણ કરી,વંદનકરતા બાબાનીકૃપા અનુભવાય
કૃપા વ્હાલા શંકર ભગવાનની ભારતમાં,જે શેરડીમાં સાંઇબાબાથી ઓળખાય
અદભુત પ્રેરણા સાંઇબાબાએ કરી,એ મળેલ માનવદેહને નાધર્મકર્મ અડી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,એ મળેલદેહને શ્રધ્ધાસબુરીથી શાંંતિ આપીજાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
##################################################################
September 14th 2020

. . ભોલેનાથની કૃપા
તાઃ૧૪/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમથી પાવનરાહ મળે ભક્તોને,એજ શ્રી ભોલેનાથની કૃપા કહેવાય
માતા પાર્વતીના વ્હાલા ભરથાર,સંગે ગણપતિકાર્તિકના પિતા પણ થાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
પવિત્ર ભુમી ભારતની કરવા દેહ લીધો,એજ ભોલેનાથથી પણ ઓળખાય
પાર્વતીમાતાના પતિ એ કહેવાય,જે પવિત્રગંગાને પાવનરાહે વહાવી જાય
પવિત્રગંગા જળ લઈ અર્ચના કરતા,શ્રીભોલેનાથની પાવનકૃપા પણ થાય
જીવને મળેલદેહથી નિર્મળભાવે ભક્તિકરતા,અંતે જીવને મુક્તિમળી જાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
ભાગ્યવિધાતા શ્રીગણપતિ જગતપર,જેમને ગજાનંદ ગણપતિ પણ કહેવાય
અજબશક્તિશાળી એ ભાગ્ય વિધાતા,માતાપિતાના અનંતપ્રેમથી થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં સુખશાંંતિ મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશની ભુમીને પાવન કરવા,પરમાત્મા અનેકદેહ લઈ પવિત્ર કરીજાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 12th 2020
*****
*****
. .પવનપુત્ર હનુમાન
તાઃ૧૨/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાહુબલીબળવાન જગતમાં અજબશક્તિશાળી,એજ પવનપુત્ર પણ કહેવાય
શ્રી રામસીતાના વ્હાલાભક્ત હતા,શક્તિશાળી રાજારાવણનુ એદહન કરીજાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
મળેલદેહને પરમાત્માની ક્રુપાએ શક્તિમળી,જીવનમાં પાવનકર્મ એ કરી જાય
માતા અંજનીના એ લાડલા દીકરા,જે મળેલદેહથી માતાનો પ્રેમ મેળવી જાય
સુર્યદેવના વ્હાલા પુત્ર પવનદેવના પ્રેમથી,પત્ની અંજનીને સંતાન આપી જાય
માતાપિતાના પ્રેમ સંગે આશિર્વાદથી,હનુમાનજી અજબશક્તિશાળી થઈ જાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
કૃપામળી પવનપુત્ર હનુમાનની,જયાં પરમાત્મા શ્રીરામ સંગે સીતાજીને વંદનથાય
શ્રધ્ધાભાવથી ભક્ત્રિ કરતા જીવનમાં,પવિત્રશક્તિશાળી કૃપા પ્રદીપને મળી જાય
રામનામની માળા જપતા ભક્તને,જીવનમાં પાવનકર્મનો સંગાથપણ મળતો જાય
મારા વ્હાલા હનુમાનજીને,શનિવારે જય હનુમાન સંગે હનુમાન ચાલીસાય વંચાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 11th 2020
**
**
. .માનવ જ્યોત
તાઃ૧૧/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ,કુદરતની એ નિર્મળલીલા મળેલદેહથી દેખાય
અનેકદેહનો સંબંધ છે જીવનો અવનીએ,જે પશુ,પક્ષીને માનવીથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
આગમન વિદાય એ ગતજન્મે કરેલ કર્મ,જે જીવને જન્મમરણથી મળી જાય
મળેલ માનવદેહ અવનીએ સમયનેસ્પર્શે,એ જીવનમાં સદકર્મકુકર્મથી દેખાય
લાગણીમોહ એ કળીયુગની કેડી,જે અનેકરાહે મળેલદેહને અનુભવે સમજાય
પાવનકૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી પવિત્રભક્તિ રાહે જીવાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
સમયના સંગે દેહમળે કૃપાએ જીવને,જે દેહને પાવનરાહે આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહની પ્રેમનીજ્યોત પ્રગટી જાય
સરળજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં સુખશાંંતિનો સાથઆપીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી ભુમીપર,માનવદેહથી અનેકદેહની પુંજા થાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
==================================================================
September 10th 2020
.
.
શ્રી સાંઇ
તાઃ૧૦/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા પ્રેમથી વંદન કરતા પવિત્રરાહે,મળેલદેહથી અવનીપર જીવાય
અપેક્ષામોહને જીવનમાં માનવતા સંગે,કદીય ના કોઇથી દુર રહેવાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જન્મલીધો પરમાત્માએ વિવાદ ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડી આવી માનવદેહથી ધરતી પાવનકરી,માનવતા મહેંકાવી જાય
ભક્તિમાર્ગની રાહ દીધી માનવીને,જે નાતજાતથીજ દેહને દુર રખાય
જીવને મળેલદેહને પાવનરાહે જીવવા,નિર્મળ ભાવથીજ ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જીવને સંબંધ છે દેહથી અવનીપર,જે અનેકરાહે જીવનેદેહથી સમજાય
મળેલદેહને કર્મઅનેવર્તનથી રાહમળે,જે સુખદુખનો સ્પર્શ કરાવી જાય
જીવને પાવનરાહ મળે દેહથી,જ્યાં દેહ પરમાત્માની પુંજા જ કરીજાય
અવનીપરનુ આગમનવિદાય એકર્મનો સ્પર્શ,બાબાની ભક્તિએ છુટાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 10th 2020
. શેરડીથી પધારો
તાઃ૧૦/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમની રાહ મળી દેહને,વ્હાલા સંત સાંઈબાબાની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,મળેલદેહને અનંતશાંંતિ મળીજાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેક દેહ લઈ જાય
નિર્મળભાવથી પુંજન કરતા દેહને,મળેલ દેહની માનવતા પ્રસરી જાય
શેરડીમાં પધાર્યા સાંઈબાબા,જેમને દ્વારકામાઈનીજ પ્રેરણા મળી જાય
મળેલ માનવદેહથી પ્રેરણા કરી મનુષ્યને,જે શ્રધ્ધાસબુરીને સમજાવાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
વ્હાલા સાંઇબાબાનુ સ્મરણ કરવા,ઑમ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરાય
પાવનકૃપા દેહને મળતા ભક્તોને,જીવનમાં સત્માર્ગની પ્રેરણા મળીજાય
મારા વ્હાલા શ્રીસાંઇબાબા,અમારી શ્રધ્ધાપારખી શેરડીથી આવી જાવ
પુંજન કરી ઘરમાં બાબાના નામથી દીવો પ્રગટાવી વંદન કરુ હું રોજ
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
***************************************************************
September 9th 2020
. .ગૌરીનંદન ગજાનંદ
તાઃ૯/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથની કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી જાય
અજબશક્તિશાળી એ દેહ હતો,જેપવિત્રગંગાને ભારતમાં વહાવી જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
દેહ લઈ આવ્યા અવનીપર,જે સિધ્ધિવિનાયક પણ ધરતી પર કહેવાય
અવનીપરના દેહ જે શધ્ધા ભાવનાથી,પાવનભક્તિ જીવનમાં કરી જાય
એ દેહને કૃપામળે વ્હાલા ગણેશજીની,જે જીવનમાં સંતોષ આપી જાય
માનવદેહને અવનીપર પાવનરાહમળે,એ ઉજવળરાહે જીવન આપીજાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
ગણપતિ પર કૃપા થઇ માતાપિતાની,જીવનમાં રિધ્ધિસિધ્ધી સંગીની થાય
પવિત્રકૄપા મળી જીવનસાથીની,જે પત્ની રિધ્ધીસિધ્ધીને પાવન કરી જાય
શ્રધ્ધાભાવથી વંદન કરતા ગણેશજીને,જીવનમાં અનંતકૃપા પણ મળી જાય
માગણી મોહને દુરરાખતા,પિતાભોલેનાથ સંગે માતાપાર્વતીની કૄપાથઈ જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
***************************************************************
September 7th 2020
.વિરપુરના વૈરાગી
તાઃ૭/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની જ્યોત જીવનમાં પાવનરાહ,સંગે નિર્મળપ્રેમ પણ આપી જાય
અદભુત કૃપા પરમાત્માની વિરપુરમાં,જે પવિત્રજીવને પાવનદેહ દઈ જાય
…..એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
રાજબાઈના એ વ્હાલા સંતાન,ને પ્રધાન ઠક્કરના વ્હાલા દીકરા એ કહેવાય
જીવનસંગીની મળ્યા વિરબાઈ,જે પવિત્રરાહે પરમાત્માની પરીક્ષા કરીજાય
પવિત્રરાહે ભક્તિ કરવા જીવનમાં,સંત ભોજલરામથી આંગળી ચીંધાઈ ગઈ
રામનામની માળા કરતા સંસારમાં,પરમાત્માથી પાવનરાહ જીવને મળીગઈ
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
મળેલ માનવદેહ જીવને અવનીપર,જે પાવનકર્મની આંગળીએ ચીંધી જાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં ના કોઇ માગણી કે અપેક્ષા થઈ જાય
સરળ જીવનમાં પ્રેમ મળે માનવીઓનો,જે જીવનમાં સંસ્કારને સાચવીજાય
સંત જલારામની જ્યોત જીવનમાં ન્યારી,જે નિરાધારને આધાર આપી જાય
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.