September 6th 2020
++++
++++
. . દોડી આવજો
તાઃ૬/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દોડી આવજો પ્રેમ લઈને હ્યુસ્ટનમાં,ગુજરાતથી વ્હાલા ગુજરાતીઓ
મનને મળશે અનંત શાંંતિ અહીંયાં,સંગે કલમપ્રેમીઓ મળશે અહીં
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
પાવનપ્રેમ એજ સંસ્કારછે ગુજરાતીઓનો,જે મુલાકાતમાં આનંદથાય
આવીને મળે નિખાલસ પ્રેમ પારખીને,એ પરમાત્માની કૃપા કહેવાય
સંસારનો સંબંધ મળે આવેલ ગુજરાતીઓનો,જે કલમથી ભેંટી જાય
પધારો પ્રેમથી ગુજરાતીના ઘેર,જે અનંતપ્રેમનો અનુભવ આપી જાય
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
સાહિત્ય સરીતાની ગંગા વહેવડાવી વર્ષોથી,જે સાહિત્યસરીતા કહેવાય
માતા સરસ્વતીની પાવનકૃપા મળી કલમથી,જે દેહનુ સન્માન કરીજાય
વ્હાલામારા ગુજારાતીઓ અહીં આવીને,મને નિખાલસપ્રેમ આપી જાય
અહીંઆવ્યા ગુજરાતથી અમેરીકન થયા,પણ નાકદી ગુજરાતને ભુલાય
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
===============================================================
September 6th 2020
****
****
. .પ્રેમનીકેડી
તાઃ૬/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની રાહ મળે દેહને,જે પરમાત્માના પ્રેમથીજ મેળવાય
ભક્તિપ્રેમનો સંગ રાખતા જીવનમાં,અનંત પ્રેમનીકેડી મળીજાય
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
શ્રધ્ધાભાવથી પુંજનકરતા જીવનમાં,પરમાત્માના પ્રેમનીકૃપા થાય
સુખ અને શાંન્તિ મળે માનવીને,જ્યાં પ્રેમની ગંગાજ વહી જાય
સંત જલાસાંઇને નિર્મળપ્રેમથી વંદન કરતા,પ્રેમનીકેડી મળી જાય
પવિત્રદેહ લીધો અવનીપર સંતથી,જે દેહની મહેંક પસરાવી જાય
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
મળેલમાનવદેહને સમયસંગે ચાલવુપડે,એકળીયુગની અસર કહેવાય
જગતમાં ના કોઇથી છટકાય અવનીપર,જે કુદરતનીલીલા કહેવાય
અનેકસંબંધનો સ્પર્શ મળે દેહને,જે જીવનમાં અનુભવથીજ સમજાય
પરમકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાથી પુંજન થાય
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
=========================================================
September 5th 2020
##
##
. .કર્મની જ્યોત
તાઃ૫/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,જે થયેલ કર્મની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધા ભાવથી થયેલ પવિત્રકર્મ દેહના,જીવને જન્મમરણથી સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
માનવદેહ એ કૃપાપ્રભુની જીવ પર,જે મળેલદેહને પ્રેરણા આપી જાય
નિર્મળ નિખાલસ ભાવથી જીવન જીવતા,ના કોઇ માગણી પણ હોય
પાવનરાહે કર્મકરતા જીવને મળેલ દેહને,પરમાત્મા સદમાર્ગે પ્રેરી જાય
જન્મમરણનો સંબંધ છુટે જીવનો,એજ જીવને પવિત્ર મુક્તિ મળી જાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,એ પવિત્રદેહોથી દેહને આંગળી ચીંધાય
મળેલ માનવદેહ એજ સમજણના સંગાથે,પવિત્ર જીવન પણ જીવી જાય
ગતજન્મે થયેલકર્મ જીવને આગમનથી દેખાય,જગતમાં નાકોઇથી છુટાય
આગમનવિદાય એ કુદરતની પ્રેરણા,જે મળેલજીવને સમયસમયે સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 3rd 2020
###
###
. પ્રેમ સાંઈબાબાનો
તાઃ૩/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો મને પ્રેમ વ્હાલા સાંઇબાબાનો,જે મારા દેહને શાંંતિ આપી ગઈ
સમય સંગે હુ ચાલતો મળેલ દેહથી,આજે બાબાનાપ્રેમથી સમજાઈ ગઈ
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
દેહ લીધો અવનીપર માનવીનો,ઉજવળ જીવનસંગે શેરડીમાં આવી જાય
પાવનરાહ દીધી માનવીને અવનીપર,એ શ્રધ્ધા શબુરીથી દેહને સમજાય
મળેલદેહને સંબંધ છે થયેલકર્મનો,ના હિંદુંમુસ્લીમ ધર્મથી અલગ રહેવાય
એજ પાવનકૃપા વ્હાલા બાબાની,જે જગતપર માનવતાને મહેંકાવી જાય
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
શ્રધ્ધાભાવથી વંદન કરુ મારાબાબાને,સંગે ઑમ શ્રી સાંઇનાથાય બોલાય
આશિર્વાદની પાવનકૄપા મળે ભક્તને,જે જીવનમાં શાંંતિનીરાહ આપીજાય
એવા મારા વ્હાલા બાબાએ આજે મને,અનુભવથી તેમની કૄપા મળીજાય
સુખની પાવનરાહ મળે જીવનમાં,ત્યાં નાકોઇજ અપેક્ષા કેઆશા અડીજાય
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
**************************************************************
September 2nd 2020
. .શ્રી અંબામાતા
તાઃ૨/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આરાસુરથી માતા અંબાજી આવ્યા,અમારી શ્રધ્ધા ભક્તિ પારખી અહીં
મળ્યા આશિર્વાદ સંગે પ્રેમ માતાનો,જે તેમના આગમનથીજ મળી જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
અનંતપ્રેમની ગંગા માતાજી સંગે,પાવનરાહથી જીવને સુખશાંંતિ મેળવાય
મળેલ જન્મને સદમાર્ગેજ લઈ જવાય,જે દેહને અંતે મુક્તિજ આપી જાય
એવી પવિત્રકૃપા માતાની ભક્તો પર,એ મળેલદેહને સદમાર્ગેજ લઈ જાય
અમારા વ્હાલા અંબામાતાની પુંજા કરતાજ,શ્રી અંબે શરણં મમઃ બોલાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
પરમકૃપાળુ અંબામાતા અવનીપર,જે માતાનુ આરાશુરથી આગમનકહેવાય
સંતાનને વ્હાલા માતાનો પ્રેમ મળે,જે જીવને મળતી પાવનરાહથી દેખાય
શ્રધ્ધાભાવથી બારણુ ખોલતાજ,માતાજીનુ પ્રેમથી આગમન મેળવાઇ જાય
સુખ સાગરનુ આગમન જીવનમાં,જે પવિત્રજીવનસંગે મુક્તિમાર્ગે લઈ જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
**************************************************************૮
September 1st 2020
. .અજબ શક્તિશાળી
તાઃ૧/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે અવનીપર,જે કોરોના વાયરસથી ઓળખાય
તેના અવનીપરના આગમનથીજ,ના જગતમાં કોઇથીય કદી છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
કોરોના વાયરસની કાતર છે એવી,જે મળેલદેહના જીવનને કાપીજાય
તેના થયેલ આગમને જ જગતપર,થયેલ મંદીરના બારણ બંધ રખાય
ભક્તિનો સાગર માનવીને સવારસાંજ,મંદીર મસ્જીદ ચર્ચમાં લઈ જાય
કોરોનાના આગમનથી સમયના સંગે,ના કોઇથીય અવનીપર છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
ભક્તિભાવથી જીવન જીવતા માનવીને,સમયે પરમાત્માની પુંજા કરાય
ઘરમાં રહીને શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન કરતા,પવિત્રકૃપા મેળવાઈજાય
મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,નાઆફત તકલીફ કોઇ અડીજાય
નિર્મળભાવના એ જીવને પ્રેરણા કરે,જે દેહને સુખસાગામાં ફેરવી જાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 31st 2020
. . ભોલેભંડારી
તાઃ૩૧/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે ભોલેનાથની ભક્તોને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
પવિત્રગંગાને વહેવડાવી અવનીપર,જે મળેલ દેહને સ્પર્શે સુખ આપી જાય
અજબ પવિત્ર શક્તિશાળી સંસાર છે,માતાપાર્વતીની પાવનરાહે ઓળખાય
વ્હાલા સંતાન શ્રી ગણેશજી છે,જે સિધ્ધીવિનાયક સંગે વિધ્નહર્તા કહેવાય
માનવ જીવનમાં તેમનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાય કહેવાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
શીવલીગ પર પ્રભાતે દુધઅર્ચના થાય,ત્યાં ઑમ નમઃથી સ્મરણ પણ કરાય
મળેલ માનવદેહને તો સંબંધછે થયેલ કર્મનો,જે દેહમળતા અવનીએ દેખાય
અજબ શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભક્તોથી ભોલેનાથ કહેવાય
આંગળી ચીંધે એ માનવદેહને,જ્યાં શ્રધ્ધાભાવથી શંકરભગવાનને વંદન થાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય
***************************************************************
August 30th 2020
++
++
. .મહાવીર હનુમાન
તાઃ૩૦/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,એ મહાશક્તિશાળી થઈજાય
પાવનરાહે જીવન જીવવા અવનીપર,પિતા પવનદેવની કૃપા થાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
સંતાનને આશિર્વાદ મળે માબાપના,જે પવિત્રશક્તિ પામી જાય
અજબ શક્તિશાળી એ હતા,જે પવિત્ર દેહને સાથ આપી જાય
હનુમાજીના નામને પાવન કરે,જ્યાં શ્રી રામસીતાની સેવા થાય
લક્ષ્મણના દેહને જાગૃતકરવા,શક્તિથી મહાનપર્વતને લાવી જાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
પરમશક્તિની કેડીમળી વ્હાલા હનુમાનને,જ્યાં માતાનીકૃપાથાય
ભક્તિના સાગરને વહેડાવતા રહ્યા,જયાં શ્રી રામને લંકા લવાય
સીતાજીને પતિ શ્રીરામથી જ,રાજા રાવણથી દુર ભગાડી જવાય
મહાવીર હનુમાનજી રામને મદદ કરતા,લંકાનુ એ દહન કરીજાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
========================================================
August 30th 2020
***
***
. .વ્હાલા સાંઇબાબા
તાઃ૩૦/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો પવિત્રપ્રેમ પ્રદીપને બાબાનો,સંસારમાં સુખશાંંતિ મળી જાય
પાવનરાહની આંગળી ચીંધી આવીને,જે અજબકૃપા તેમની કહેવાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
નિર્મળજીવનની રાહ મળશે જીવનમાં,જ્યાં વ્હાલા સાંઇની કૃપા થઈ
પ્રેમઆપ્યો અમને કુટુંબમાં વ્હાલથી,જેનો અનુભવ અમને થઈ જાય
શાંંતિનોસંગાથ મળ્યો બાબાનીકૃપાએ,જે અનેકરીતે અમને મળીજાય
પુજ્ય સાંઇબાબાનો અત્યંત વ્હાલપ્રદીપને,કુળને પાવન એ કરી જાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
ભજનભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં,જે પાવનરાહે જ પ્રેરણા થાય
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ઘરમાં,વ્હાલા બાબાનો પ્રેમ પણ મેળવાય
આંગળી ચીંધે પાવનરાહની અમને,જે પવિત્રપ્રેમ મળતા અમને દેખાય
પવિત્રગંગા વહેવડાવી જીવનમાં,જે અંતે જીવને મુક્તિમાર્ગ આપી જાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
***********************************************************
August 29th 2020

. .બજરંગબલીજી
તાઃ૨૯/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી બળવાન જગતમાં,શ્રી રામના પરમભક્ત પણ કહેવાય
ભક્તિસાગરમાં જીવન જીવતા,સીતાજીને લંકામાં શોધી બચાવીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
માતા અંજનીના એ પવિત્ર સંતાન,અને પિતાજી પવનકુમાર કહેવાય
અજબ શક્તિ હતી તેમના હાથમાં,જે પર્વતને ઉચકીનેજ લાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષ્મણને,મેલીશક્તિથી બચાવવા ઉડીને આવીજાય
પવિત્ર ઉપાય લઈને આવ્યા,જે સ્નેહાળ શ્રી રામનો કૃપા પામી જાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડી ચાલતા,સીતાજીને લંકામાં શોધી જાય
શ્રીરામ અને લક્ષ્મણને સાથ આપતા,ઉંચકીને તેમને લંકામાંલાવી જાય
રાજા રાવણની કુબુધ્ધીના સાથથી,અંતે લંકામાંજ રાવણનુ મૃત્યુ થાય
હનુમાનજીની અજબશક્તિના સંગાથથી,ભગવાન રામનીકૃપા મળીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
=============================================================