August 9th 2020
. .પવિત્રભુમી છે ભારત
તાઃ૯/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારત મારો જ દેશ છે,જેની નામના જગતમાં છે ન્યારી
પાવનભુમી ભારતની જગતમાં,જેને શ્રધ્ધાએ વંદન કરાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
ગુજરાતીઓની ગાથા જગતમાં,જે માનવતા મહેંકાવીજાય
સુર્યચંંદ્રને વંદનકરી ઓળખાણ કરાવે,જે જીવોને સમજાય
મળેલ માનવદેહની પવિત્ર ઓળખાણ,જગતમાંય કહેવાય
અનેકદેહ ભારતમાંલીધા પરમાત્માએ,જેપાવનભુમીકરીજાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
જીવને મળેલદેહ ભારતમાં,જેપરિવારની પવિત્રરાહે દેખાય
પરમાત્માએ લીધેલદેહના,નામની માળ કરતા પુંજન થાય
અદભુત શક્તિશાળીએ દેહ હતા,જે સંસારસંગે જીવીજાય
જન્મમરણનો સંબંધછુટે,જે ભારતથી પ્રભુનુઆંગળીચીંધાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
====================================================
August 6th 2020
. .જીવની સમઝણ
તાઃ૬/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવ્યા ક્યાં જવાના,જગતપર ના કોઈથીય સમજાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,જીવને દેહ મળતા સમજાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જે દેહ મળતા જીવને સમજાય
મળેલમાનવદેહને સંગાથ મળે,જ્યાં નિખાલસતાથી ભક્તિથાય
પાવનકર્મની રાહ મળે જીવને,જે દેહને સદમાર્ગે જ પ્રેરી જાય
ના મોહમાયાનો કોઇ સ્પર્શ થાય,કે નાકોઇ અપેક્ષાય રખાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
સદકર્મની પાવનરાહ મળેદેહને,જ્યાં નિખાલસ ભાવથી જીવાય
જીવને સંબંધ છે કર્મનો જે દેહને,સગાસંબંધીથી સ્પર્શી જાય
ક્યારે દેહ લઈ આવશો ને ક્યારે અવનીપરથી વિદાય લેવાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિકરતા,સુખશાંંતિ મળી જાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
=====================================================
August 5th 2020
. .જન્મદીન પવિત્ર
તાઃ૨૬/૨/૨૦૨૦ (વેદનો જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનો પ્રેમ મળ્યો પરિવારને,જે પાવન સંતાનના જન્મથી દેખાય
રવિહીમાના પાવનકર્મથી અમારા કુળને,અવનીપર આગળ એ લઈજાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
પવિત્રજીવને દેહ મળ્યો અવનીપર,બ્રહ્મભટ્ટ કુળને એઆગળ લઈ જાય
કુદરતની પાવનકૃપા કુટુંબપર,જે મારાપુત્રરવિનો કુળદીપક વેદ કહેવાય
મળેલદેહને માબાપનો પ્રેમમળે,એજ સરળજીવનની રાહે દેહને લઈજાય
તનમનધનની કૃપા મળે કુળદેવીની,જે સમય સંગે મળેલ દેહને સમજાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
વ્હાલ કરે મોટો ભાઈ વીર નાનાભાઈ વેદને,જે પાવનપ્રેમથી જ દેખાય
આંગળી પકડી પરમાત્માની કૃપાની,એ મળેલદેહને આનંદ આપી જાય
જન્મદીવસનો આનંદ મેળવવા દેહને,દાદાદાદી સંગે પપ્પામમ્મી હરખાય
જીવનમાં સંત જલાસાંઈની કૃપા મેળવાય,સંગે સુર્યદેવનો પ્રેમ મળી જાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
=============================================================
મારા પુત્ર ચી.રવિના બીજા પુત્રનો જન્મ તાઃ૨૬/૨/૨૦૧૬ના રોજ થયો.જે
જન્મદીવસની તારીખને યાદ કરી દાદાદાદીના આશિર્વાદ અને પ્રેમથી લખેલ કાવ્ય
સપ્રેમ અર્પણ.
લી.પ્ર્દીપ બ્રહ્મભટ્ટ
=============================================================
August 4th 2020
. . ગજાનંદજી
તાઃ૪/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પહેચાન જગતમાં પિતા ભોલેનાથ અને માતા પાર્વતીના સંતાનની
નિર્મળ ભાવનાથી જીવનજીવતા અવનીપર,રિધ્ધીસિધ્ધીના પતિય કહેવાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
અજબ શક્તિશાળી દેવ ભોલેનાથ છે,એજ શંકર ભગવાનથીય ઓળખાય
એ પાર્વતીના પતિદેવ છે,જે અવનીપર પરમ નિખાલસપ્રેમ વરસાવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગાએ વહાવીજાય,એ ગણપતિના પિતા કહેવાય
એવા વ્હાલાભોલેનાથ અવનીપર,જેમના પ્રેમથીપુત્ર કાર્તિકપણ જન્મી જાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
હિંદુ ધર્મમાંજ પાવનરાહ મળી પ્રભુકૃપાએ,જે ધર્મભક્તિની રાહ આપી જાય
શ્રધ્ધાભાવથી ભોલેનાથની ભક્તિ કરતા,વ્હાલા ગજાનંદગણેશની કૃપા થાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં રિધ્ધિ સિધ્ધીનો કૃપા મળી જાય
જન્મમરણનો સંબંધજીવને અવનીપર,ગણેશજીનીકૃપા જીવને મુક્તિઆપીજાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
================================================================
August 3rd 2020
. .રાખડીનો પ્રેમ
તાઃ૩/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાઈબહેનના પ્રેમની સાંકળ,રાખડીના બંધનથીજ બંધાઈ જાય
પાવનપર્વની રાહ જીવનમાં જોતા,રક્ષાબંધનના પ્રસંગેજ પકડાય
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
બહેનના પ્રેમને નાકોઈ આંબે,કે ના ભાઈની કોઇ અપેક્ષા હોય
આવીબારણે ભાઈરવિ રાહજુએ,પ્રેમપકડી બેનદિપલ આવીજાય
રક્ષાબંધનનો પ્રેમ આપવા જીવનમાં,સમય પકડીને આવી જાય
એજ વ્હાલની આ પાવનરાહ,જે કુદરત સમયસંગે આપી જાય
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
પવિત્ર શ્રાવણ માસની કેડી,હિંન્દુ ધર્મમાં પરમાત્માથીજ અપાય
સુખશાંંતિની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન થાય
હાથપર પ્રેમથી દીપલે રાખડીબાંધી,રવિને કંકુનોચાંલ્લો કરીજાય
મળે આશીર્વાદ બેન સંગે જમાઇના,જે રવિપર રામકૃપા કહેવાય
....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
=======================================================
રક્ષાબંધનના પવિત્ર દીવસે ચી.દીપલ અને ચી.રવિને યાદગીરી આ
કાવ્ય સપ્રેમ પપ્પા તરફથી તાઃ૩/૮/૨૦૨૦ સોમવારના રોજ ભેંટ.
=======================================================
August 1st 2020
. .મળ્યો નિર્મળપ્રેમ
તાઃ૧/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો નિર્મળપેમ નિખાલસ,સાહિત્ય રસીકોનો મને હ્યુસ્ટન લાવી જાય
કલમની પવિત્રકેડી પકડીને ચાલતા,માતા સરસ્વતીની કૃપા મળી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
પરમકૃપા કલમપ્રેમીઓને રાહ આપે,જે ગુજરાતીઓના વર્તનથી દેખાય
અનેકલેખોની વર્ષોથી રચનાઓકરી,સંગે કર્મનીકેડીને પકડી ચાલી જાય
સમયનો સંગ નિર્મળરાહે પકડી ચાલતા,કલમપ્રેમીઓને બોલાવી જાય
નિખાલસ ભાવથી મળતા સૌ હરખાય,જે સાહિત્યસરીતા વહાવી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
મનને મળે પ્રેરણા નિર્મળરાહે જીવતા,સમય સમયે કલમથી રચના થાય
કુદરતની આકૃપા કહેવાય માનવીપર,જે મળેલનામને કલમથી પ્રેરી જાય
મળ્યો પ્રદીપને પ્રેમ હ્યુસ્ટનના કલમપ્રેમીઓનો,જે કૃપાનીવર્ષા કરાવી જાય
સમયસમયે કલમ પ્રસરતા જીવનમાં,અનેક કાવ્યોલેખો પણ લખાઈ જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
===============================================================
July 31st 2020
. . પરમશક્તિ
તાઃ૩૧/૭/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનો સંબંધ અવનીપર જીવને,મળેલદેહને સમય સમયે સમજાય
કુદરતની આ પાવનરાહ જગતપર,માનવીને પવિત્રરાહ આપીજાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
ભક્તિરાહને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનીજ પુંજા કરાય
મનથી કરેલમાળા સવારસાંજ,જ્યાં સુર્યદેવનુ આગમન ઓળખાય
પરમ શક્તિશાળી એજ દેવ છે,જે જગતપર ઉદયઅસ્તથી દેખાય
નમન કરીને વંદન કરતા ઓમ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
અનેક પવિત્ર જીવોને દેહ મળ્યો છે,ભારતદેશમાં જે કૃપા કહેવાય
પરમાત્માના એસ્વરૂપો છે અવનીપર,જે નિમીત્તે મંદીરો બનાવાય
શ્રધ્ધા ભાવર્થી જીવન જીવતા,મળેલદેહ પર પરમાત્માની કૃપાથાય
ના માગણી રહે કે ના મોહમાયા અડે,જે પવિત્રકર્મ કરાવી જાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
==========================================================
July 24th 2020
. .જન્મદીવસ
તાઃ૨૪/૭/૨૦૨૦ (જુલાઈ ૨૪) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની રાહ પકડીને ચાલતા,અતુલકુમારનો જન્મ દીવસ ઉજવાય
માતાપિતાનો જીવનમાં પ્રેમ મળ્યો,જે પવિત્રકર્મનો સંગાથ આપી જાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઈ આફત અડતી જાય.
જીવનસંગીની બની પ્રેમાળ દક્ષા,પાળજથી માબાપનીએ કૃપા થઈ ગઈ
સરળજીવનની રાહે જીવતા,સંસ્કાર સાચવીચાલતા પાવનરાહ મળી જાય
કુળને પવિત્ર રાહે લઈ જવા,પરમાત્માકૃપાએ કિશનને સંતાન કરી જાય
પવિત્રપ્રેમના સંગાથે જીવતા,કુટુંબમાં બંસરી,પ્રિયા દીકરીઓ જન્મીજાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
સત્કર્મનો સંગાથ મળ્યો આશીર્વાદથી,જે અનેકરાહે સફળતાજ આપી જાય
ના મોહમાયાનો સાથ રહે,કે નાકોઇજ અપેક્ષા પણ જીવનમાં કદી રખાય
મળેલ માનવ જન્મને સફળ કર્યો,જ્યાં સતકર્મની રાહને જીવનમાં પકડાય
સંત જલારામને પ્રાર્થનાકરે પ્રદીપરમા,અતુલકુમારને દુર્ઘાયુ જીવન મળીજાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
=============================================================
અમારા પવિત્ર સંબંધી શ્રી અતુલકુમારનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે
પુજ્ય જલારામબાપાને પ્રાર્થના કરી પરમાત્મા તેમને તનમનધનથી શાંંતિ આપી
દીર્ઘાયુ જીવન આપે તે અમારી વંદન સહિત વિનંતી.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના જય જલારામ
=============================================================
July 23rd 2020
. સમયની સમજણ
તાઃ ૨૩/૭/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર સમય ના પકડાય કોઇથી,કે ના કોઇથી સમયથી છટકાય
એજ લીલા પરમાત્માની ધરતીએ,જે માનવદેહથી દર્શન આપી જાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
મળેલદેહને સંબંધકર્મનો જે દેહથી દેખાય,જે જન્મમરણથી સહેવાય
દેખાવની દુનીયામાં ચાલતોમાનવી,આફત મળતા તકલીફમાં ફસાય
કર્મનો સંબંધ જીવને મળેલ દેહથી,જે જીવનમાં સમયસંગે ચાલીજાય
માનવદેહએ દેહને સમજણ આપીજાય,ના પશુ,પક્ષીદેહથી સમજાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
દેહ મળેલ જીવને અવનીપર,પ્રભુકૃપાની નાકોઇ જ અપેક્ષા રખાય
સમયને સમજી ચાલતો માનવી,ભુતકાળને નાકદીય પકડી જીવાય
આજ અને આવતીકાલને સમજતા,પરમાત્માની પાવનકૃપાજ થાય
જન્મમરણનો સંબંધ એકર્મનીકેડી,સમય પારખતા બંધનથી છુટાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
--------------------------------------------------------
July 21st 2020
પવિત્ર રાહ
તાઃ૨૨/૭/૨૦૨૦ (જન્મદીવસને વંદન) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના જગતમાં કોઇથી ઉંમરને પકડાય,કે ના કોઇથીય તેનાથી છટકાય
સાહિત્ય સરીતાને ગંગા નદીની રાહે ચલાવવા પાવનકર્મ પકડીને જાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
પરમકૃપા અમારા બેનપર,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
મા સરસ્વતીની કૃપા લઈને આવ્યા,રાહદેવા સરીતાના પ્રમુખ થઈજાય
પાવનરાહે આંગળી ચીંધતા અમારા બેનનો,આજે જન્મદીવસ ઉજવાય
જીવનસંગીની એ બન્યા શ્રી પ્રશાંંતભાઈના,કલમપ્રેમીઓને આનંદ થાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
મળેલદેહને સદમાર્ગે દોરી ચાલતા,જીવનમાં અનેકરાહે સન્માન મળીજાય
ઉજવળ જીવનનીરાહ મળેલ દેહને,કલમની પકડેલ રાહથી સૌને દેખાય
અનંતપ્રેમ મળ્યો માતાનો પ્રદીપને,જે શૈલાબેનને કલમથી અપાઈ જાય
જન્મદીવસને વંદનકરતા મળેલદેહના,જીવને પરમાત્માની કૃપા મળીજાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
================================================================
અમારા હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ શ્રીમતી શૈલાબેન મુન્શાનો
આજે તાઃ૨૨ના રોજ જન્મદીવસ છે તે નિમીત્તે માતા સરસ્વતીની કૃપાનો સાથ રહે અને
સાહિત્ય પ્રેમીઓને તેમનો પ્રેમ મળે તે પ્રાર્થના સહિત ગુ.સા.સરિતાના સભ્યો સહિત
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના હેપ્પી બર્થડે અને જય જલારામ.