January 25th 2019

જીવની શાન

.             .જીવની શાન

તાઃ૨૫/૧/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળેલ દેહને સંબંધ છે અવનીનો,જે પરમાત્માની કૃપાએ દેહ મળે સમજાય
માનવદેહને કર્મનીકેડી મળે જીવનમાં,દેહને અનેકકર્મનો સંબંધ આપી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને કર્મથી,જે મળેલદેહને સમય સંગે લઈ જાય
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
લીધેલ દેહથી માનવ દેહને પ્રેરણા આપવા,શ્રધ્ધા ભક્તિની રાહે દોરી જાય
સંસારની સંગે જીવન જીવીને ભારતમાં,દુનીયામાં પવિત્ર દેશ બનાવી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જીવને મળેલદેહની માનવતા પ્રસરે,એ પાવનકર્મનીરાહ અનેકને આપી જાય
જીવને આવન જાવનનો સંબંધ કર્મથી,એ અવનીપર દેહ મળતાજ સમજાય
મળેલદેહને સમયનોસંગ અડે ઉંમરથી,શ્રધ્ધારાખી પુંજા કરતા કૃપા મેળવાય
પાવનકર્મની રાહ મળે પવિત્રધરતીપર,જે દુનીયામાં જીવનીશાન વધારી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
==============================================================
January 25th 2019

આઝાદ દીન

*Image result for આઝાદ દીન*

.            .આઝાદ દીન        

તાઃ૨૫/૧/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ધરતી જગતમાં ભારત છે,જે અનેક જીવોને સન્માન આપી જાય
આઝાદી મળી અંગ્રેજોથી દેશને,એજ ભારતનો આઝાદ દીવસ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
સફળતાનો સહવાસ મળે માનવજીવને,જ્યાં માનવતાને સાચવીને જીવાય
હિંન્દુ ધર્મનુ સન્માન ધરતી પર,જે ધર્મને સાચવી દેશને પવિત્ર કરી જાય
તનમનધર્મને સાચવી પાવનરાહ,મહાત્માગાંધી વલ્લભભાઇપટેલ આપીજાય
નિર્મળજીવન સંગે નાઅપેક્ષા કદી રાખી,જે દેશને જગતમાં ઉત્તમકરી જાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
જનગણમન અધીનાયક સંગે ધ્વજને વંદન કરીને,સ્વતંત્ર દીવસને ઉજવાય
અનેક ધરતીપર રહેતા ભારતીયો સંગે મળીને,ધ્વજનુ એસન્માન કરી જાય
પાવનપ્રેમ પવિત્ર ભારતભુમીને કરતા,કર્મધર્મ સાચવીને જગતમાં જીવીજાય
એજ સન્માન છે દેશનુ અવનીપર,જગતમાં તેને પવિત્ર ભુમી પણ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
**************************************************************
      મારા પવિત્રદેશ ભારતને સ્વાતંત્રદીવસે દુનીયાના દેશોમાં ધ્વજને વંદન કરી 
મુળ ભારતીયો દેશનુ સન્માન કરી દેશભક્તિ ગીત ગાઈ આનંદ અનુભવે છે.તે નિમીત્તે
આ કાવ્ય પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ દેશ ભક્તોને ભેંટ.
==============================================================
  
January 23rd 2019

સ્નેહનો સહવાસ

.           .સ્નેહનો સહવાસ       

તાઃ૨૩/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી પરમાત્મા જગતમાં,પાવનરાહ મળેલ દેહને આપી જાય
સમજણનો સંગાથ મળે જીવનમાં,જે અનેક સંબંધે દેહને સ્નેહથી મળી જાય 
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
કર્મધર્મનો સંબંધ છે અવનીપર મળેલદેહને,જે સમયને સંગે દેહને દોરી જાય
શ્રધ્ધા રાખીને નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,પરમાત્માનીજ કૃપા થઈ જાય
સુખનો સાગર જીવનમાં પ્રસરતા,ના કોઇ આધી કે વ્યાધી દેહને મળી જાય
મળે સ્નેહીઓનો સહવાસ જીવનમાં,જે દેહને અજબ રાહે સુખ આપી જાય
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાએ જીવાય
કર્મની પાવનકેડી મળે મળેલદેહને,જે નિખાલસ જીવનસંગે પ્રેમ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જગતપર,એ અનેકજીવોને મળેલદેહને સમજાઈ જાય
જીવનમાં નાકોઇ અપેક્ષાનો સંગ રાખતા,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
=================================================================
January 22nd 2019

દોડી આવજો

.              .દોડી આવજો

તાઃ૨૨/૧/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

વ્હાલા મારા પ્રેમી બંધુઓ,પારખી લેજો મારો નિખાલસ નિર્મળપ્રેમ
પ્રેમ પારખીને દોડી આવજો,જીવનમાં મળશે સુખશાંંન્તિ સંગે સ્નેહ
.....આંગણે આવી નિર્મળપ્રેમ મેળવજો,સંગે પામજો કૃપા સંત શ્રી જલાસાંઇની.
માયાનો ના સ્પર્શ કદીય મળ્યો મને,કે ના કોઇ અપેક્ષાનો કદી સંગ 
સરળ જીવનની રાહ મળી માતાકૃપાએ,જે કલમની કેડી આપી જાય
મળ્યો મને નિખાલસપ્રેમ કલમપ્રેમીઓનો,હ્યુસ્ટનમાં આનંદ મળી જાય
કુદરતની આજ કૃપા અવનીપર મળી,જ્યાં પ્રેમે પકડીનેજ દોડી જાય
.....આંગણે આવી નિર્મળપ્રેમ મેળવજો,સંગે પામજો કૃપા સંત શ્રી જલાસાંઇની.
પાવનરાહ મળી દેહને અવનીપર,જે નિર્મળ જીવન સંગે સ્પર્શી જાય
ધર્મભક્તિનો સાથ મળ્યો જીવનમાં,જ્યાં પવિત્રજીવો રાહ આપી જાય
કુદરત કળીયુગની અજબલીલાજ અવનીપર,જે સમયસંગે ચાલતી જાય
ના કોઇજ જીવથી છટકાય દેહ મળતા,એજ અજબ શક્તિજ કહેવાય
.....આંગણે આવી નિર્મળપ્રેમ મેળવજો,સંગે પામજો કૃપા સંત શ્રી જલાસાંઇની.
=============================================================
January 21st 2019

પાવનકર્મ

.               .પાવનકર્મ  

તાઃ૨૧/૧/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સરળ જીવનનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પાવનકર્મ સંગે જીવન જીવાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને કૃપાએજ સમજાય
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
જીવનો સંબંધ અવનીપર મેળવાય,જે મળેલદેહના થયેલકર્મથી આપી જાય
નિર્મળભાવથી ભક્તિની કેડી પકડીને ચાલતા,પવિત્રકર્મ જીવનમાં થઇ જાય
ના કોઇ અપેક્ષા મનમાં રહે,કે ના જીવનમાં માયાનો કોઇ સ્પર્શ પણ થાય
આવી અવનીપર જીવને કર્મનો સંગાથ મળે,જે રાહથીજ જીવન આપી જાય
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવસંગે હાથથી માળા કરાય
મળેલ દેહની પાવનરાહ દેખાય,જે દેહના પાવનકર્મે જલાસાંઇને વંદન થાય
કુદરતના અનેકપવિત્રદેહ ભારતદેશ પર,જે દુનીયામાં પરમાત્માથી ઓળખાય
પાવનકર્મ ને નિર્મળ ભક્તિ એજ પવિત્રરાહ,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય 
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
===============================================================

January 14th 2019

બમબમ ભોલે

Image result for બમબમ ભોલે
.            .બમબમ ભોલે    

તાઃ૧૪/૧/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હરહર ગંગે મહાદેવને ભજતા,સંગે બોલો બમબમ ભોલે મહાદેવ હર
પાર્વતીપતિને જગતમાં પુંજાય છે,ને શિવલીંગ પર દુધ અર્ચના કરાય
.....પ્રભાતે વંદન કરી ભોલેનાથને.ૐ નમઃ શીવાયના સ્મરણ સંગે પુંજન થાય.
પવિત્ર ગંગા નદીને વહેવડાવી ભારતમાં,જે જીવોને મુક્તિ આપી જાય
અજબશક્તિશાળી પિતાજગતપર,દીકરા ગણેશને ભાગ્યવિધાતા કહેવાય
જીવને મળેલદેહને કર્મનોમાર્ગ બતાવે,જે મળેલદેહને સદમાર્ગે દોરી જાય
પાવનકર્મનો સંબંધમળે જીવનમાં,જ્યાં ભોલેનાથની પુંજા શ્રધ્ધાએ કરાય
.....પ્રભાતે વંદન કરી ભોલેનાથને.ૐ નમઃ શીવાયના સ્મરણ સંગે પુંજન થાય.
માતા પાર્વતીનો પવિત્રપ્રેમ મળે,જયાં માતાને ધુપદીપ કરી વંદન કરાય
સોમવારની પવિત્ર સવારે શંકર ભગવાનને પુંજવા મંજીરા પ્રેમે વગાડાય
પવિત્રસંતાન ગણેશજીની કૃપામળે,જ્યાં શ્રીગણેશાય નમઃથી સ્મરણ થાય
પવિત્રભુમી ભારતપર દેહલઈ આવ્યા,જે મળેલદેહોને મુક્તિમાર્ગે લઈજાય
.....પ્રભાતે વંદન કરી ભોલેનાથને.ૐ નમઃ શીવાયના સ્મરણ સંગે પુંજન થાય.
============================================================

January 12th 2019

શ્રી બજરંગબલી

.             .શ્રી બજરંગબલી
તાઃ૧૨/૧/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બજરંગબલી હનુમાન જગતપર,અજબ શક્તિશાળી રામભક્તથી ઓળખાય
પવનપુત્ર થઈ અવનીપર આવ્યા,માતા અંજનીના એવ્હાલા સંતાન કહેવાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
મળેલ દેહને શક્તિ મળી પરમાત્માની કૃપાએ,જે હાથમાં ગદાને પકડી જાય
પકડેલ ગદાએજ તાકાત લઈ મદદ કરી,જે પવિત્રદેહ શ્રી રામથી ઓળખાય
અજબ શક્તિશાળી લંકાના રાજા રાવણ,જીવનમાં મોહમાયાને પકડતા જાય
સમયઆવતા જીવનમાં સીતાજીનુહરણ કરતા,બજરંગબલીની ગદા વાગી જાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
અવનીપર નાસમય કોઇથી પકડાય,કે ના કોઇજ દેહથી કદી સમયથી છટકાય
પ્રેમનીદ્ર્ષ્ટિ પડે દેહપર જે અપેક્ષા આપે,એ જીવને પકડીને ગેરમાર્ગે લઈ જાય
પરમાત્માની પરમકૃપા હતી ભક્તશ્રી હનુમાનજી પર,જે દેહને સત્માર્ગે દોરીજાય
સદમાર્ગને છોડીને ચાલતા રાજા રાવણનુ,શ્રી હનુમાનજી લંકામાં મૃત્યુ કરી જાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
==============================================================
January 12th 2019

માનવદેહને મળે

.            .માનવદેહને મળે  

તાઃ૧૨/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સંબંધ મળે જગતપર માનવદેહને,જે થયેલ જીવના કર્મના બંધન કહેવાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે કરેલ સત્કર્મ જીવને સ્પર્શી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
સત્કર્મની રાહ મળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
ઉંમરને નાકોઇ રોકી શકે અવનીપર,એજીવને વર્તનકર્મની કેડી આપી જાય 
મળેલ માનવદેહ એકૃપા પ્રભુની,જે દેહને સદમાર્ગેલઈ પાવનકર્મ કરાઇ જાય
પાવનરાહને પકડતા જીવનમાં,ના અપેક્ષા કે ના માયામોહ કદી અડી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતાં જીવનમાં,પાવનકર્મની રાહ દેહને મળી જાય
મળેલ માનવદેહને શાંંન્તિમળે,જ્યાં સંતજલાસાંઇની ચીંધેલ આંગળીએ ચલાય
માનવદેહને ભોજન આપતા કૃપા મળે પ્રભુની,એજ જલારામથી પ્રેરણા થઈ
મળેલ માનવદેહએ પરમાત્માની છે કૃપા,જે સાંઇબાબા દેહને મહેંકાવી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
===============================================================
January 9th 2019

પાઘડી પહેરી

.             .પાઘડી પહેરી            

તાઃ૯/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
         
ઉંમરનો સંબંધ છે મળેલ દેહને અવનીપર,જે સમયના સંગે ચાલતો જાય
પાવનરાહનો સંગ મળે જીવનમાં દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ થાય  
....નિર્મળપ્રેમ સાથે નિખાલસ જીવન જીવાય,જે મળેલદેહને પાવનકર્મ કરાવી જાય.
જીવને જન્મથી મળેલદેહ એ કર્મનો સંબંધ કહેવાય,ના કોઇથીય છટકાય 
થયેલ કર્મ એ સંબંધ છે જીવના અવનીપર,જે અનેકદેહ થકી મળી જાય
દેહ મળતા અવનીપર જીવનો જન્મદીવસ કહેવાય,સમય સંગે ચાલી જાય
બાળક થઈ જીવનમાં ચાલતા,જુવાની પછી દેહને ઘૈડપણ પણ મળીજાય
....નિર્મળપ્રેમ સાથે નિખાલસ જીવન જીવાય,જે મળેલદેહને પાવનકર્મ કરાવી જાય.
આજકાલની સાથે ચાલતા જુવાની મળે,વરરાજા થવા પાઘડી કહેરી જાય
વરઘોડાના તાલ સંગે ચાલતા સગાવ્હાલા,તાલીઓ પાડી સંગાથ દઈ જાય
કુદરતની આલીલા નિરાળી અવનીપર,જે જીવન સંગીનીના સાથથી દેખાય  
સરળ જીવનની રાહે જીવતા,મળેલ જીવન સંગીનીજ પરિવાર આપી જાય 
....નિર્મળપ્રેમ સાથે નિખાલસ જીવન જીવાય,જે મળેલદેહને પાવનકર્મ કરાવી જાય
===============================================================
 
January 8th 2019

ભજન સંગે ભક્તિ

.              .ભજન સંગે ભક્તિ

તાઃ૮/૧/૨૦૧૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી ભજન કરતા માનવદેહને,પરમાત્માની ભક્તિનો સંગાથ મળી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકેડી મળે,જે મળેલ જન્મ સફળ કરી જાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
જગતપરનુ આગમન છે જીવનુ દેહથી,જે ગત જન્મે કરેલ કર્મના સંબંધે મેળવાય
કુદરતની આઅજબલીલા છે અવનીપર,મળેલદેહને જીવનમાંવર્તનથી આંબી જાય
સરળજીવનની રાહ દેહને મળતી જાય,જયાં શ્રધ્ધા ભાવનાથી ભજનભક્તિ કરાય
માનવદેહને સંબંધ મળે પવિત્ર જીવોનો,એજ નિખાલસ નિર્મળ ભક્તિજ કહેવાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
નિર્મળ શ્રધ્ધા ભાવથી ભક્તિનો સંગાથ મળે,જ્યાં જીવનમાં ભજનથી પ્રભુને ભજાય
નિખાલસ ભાવનાથી ભજન કરતા,પવિત્ર માતા અને દેવ ઘર આંગણે આવી જાય
વંદનકરી પ્રત્યક્ષ સુર્યદેવને પ્રાર્થના કરતા,મળેલદેહને પરિવાર સહિત સુખી કરીજાય
એજ અજબકૃપા પરમાત્માની જીવપર,જે મળેલજન્મને પાવનરાહે મુક્તિ આપીજાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
=====================================================================

« Previous PageNext Page »