January 7th 2019

मेरा भारत महान

.           .मेरा भारत महान    

ताः२६/१/२०१९   (स्वातंत्रदींन)    प्रदीप ब्रह्मभट्ट   

जगमे सुंदर है दो नाम,चाहे भारत कहो या हिंदुस्तान
 येही पवित्रभुमी है जगतमे,अजबशक्तिशाळी मील जाय
   पावनराह देते दुनीयाको,एसे वडाप्रधान भारतके होजाय
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.

वंदे मातरम साथ करते है सलाम भारतदेशको हर साल
   जनगणमन अधीनायक जपके,वंदन करते भारतके संतान
अनोखी राह जगतमें देते,जन्मलेकर भारतीय कहेलाते आज
  परमक्रुपा है परमात्माकी,अनेक देहसे पवित्रदेश कर जाय 
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.

जयहो भारतमाताकी जगतमें,जहां पवित्रशांन्तिसे जीवनजीवाय
  अनंतप्रेमकी गंगा वहे देशमें,जो देहोको अनंतशांंन्ति दे जाय
उजवळ जीवनकीराह पकडके,दुनीयामे भारतकी शान लेजाय
  येही पवित्र शक्तिशाळी देशके,गुजराती वडाप्रधानभी होजाय
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.
=======================================================
    दुनीयामे अजब शक्तिशाळी पवित्रदेश भारतके स्वातंत्रदीन पर ये काव्य 
सप्रेम भेंट      ताः७/१/२०१९
   ली.प्रदीप ब्रह्मभट्ट सहित ह्युस्टनके कलमप्रेमीओसे भारतमाताकी जय.
========================================================
January 4th 2019

જીવનને જકડે

.            . જીવનને જકડે  
તાઃ૪/૧/૨૦૧૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ અજબલીલા અવનીપર,સમયની સાથે ચાલતા જીવનેએ સમજાય
આગમન વિદાય એ જીવનુ થયેલકર્મ દેહથી,જે જન્મમરણનો સાથ આપી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
મળેલ માનવદેહ એજ કૃપા પરમાત્માની,જીવને સમયનીસાથે સમજણ દઈ જાય
જગતપિતાની અદભુતલીલા અવનીપર,કળીયુગ ને કુદરતની સાથેજ સ્પર્શી જાય
નાકોઇ જ માનવદેહની તાકાત જગતપર,કે નાકોઇ જ જીવથી પણ દુર રહેવાય
થયેલ કર્મ એજ સમયની લીલા જીવપર,જે મળેલ દેહના જીવનનેજ જકડી જાય 
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
પાવનકર્મથી સરળરાહનો સાથ મળે દેહને,એ નિર્મળભાવનાથી પુંજા કરાવી જાય
શ્રધ્ધા ભાવનાથી કરેલ ભક્તિ જીવનમાં,પાવનકુળને પરમાત્મા કૃપા અપાવી જાય
કળીયુગમાં ના કોઇ મોહ અડે,કે ના કોઈજ માગણી જીવનમાં કદી દેહથી રખાય
એ પવિત્રરાહ દેહ મેળવી જતા,મળેલમાનવદેહને સત્માર્ગની પાવનરાહ મળી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
================================================================
January 3rd 2019

વ્હાલા બાબા

 ==Image result for saibaba==
.              .વ્હાલા બાબા   

તાઃ૩/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સાંઇબાબાના અનંતપ્રેમની વર્ષા થાય
મળેલ માનવદેહને સુખશાંંન્તિનો સંગાથમળતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,સવારસાંજ બાબાની ભાવનાથી પુંજા થાય
પવિત્ર શક્તિ છે શેરડીમાં જે માનવતા મહેંકાવી,માનવદેહને પાવન કરી જાય 
મળેલદેહની માનવતા પ્રગટે અવનીએ,જે બાબાનીકૃપાએ સદમાર્ગ આપી જાય
જીવનેમળે પરમાત્માની કૃપા જીવનમાં,એજ પાવનકૃપા જીવને મુક્તિ દઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
ૐ સાંઇરામ ૐ સાંઈશ્યામના સ્મરણથી,બાબાનો પાવનપ્રેમ જીવને મળી જાય
મળતી માયાને દુર કરે બાબાનીકૃપાએ,જે મળેલ દેહને સદમાર્ગનીરાહ દઈ જાય
પાવનકૃપા મળે જીવનમાં સદમાર્ગે,પરિવારને સુખશાંંન્તિની પાવનરાહ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા ભોલેનાથની કૃપા,જે સાંઇબાબાના વાણીવર્તનથી સમજાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
===================================================================
January 1st 2019

ગજાનન ગણપતિ

....Image result for ગજાનન ગણપતિ....
.               .ગજાનન ગણપતિ

 તાઃ૧/૧/૨૦૧૯                         પ્રદીપ બહ્મભટ્ટ

માતા પાર્વતીના એ લાડલાદીકરા,ને શંકર ભગવાનની એપાવનપેઢી પણ કહેવાય
માબાપની પવિત્રરાહને પકડીને જીવતા,અવનીપર ગજાનન ગણપતિથી ઓળખાય
.....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય.
અજબશક્તિ મળી પિતાના આશિર્વાદથી,જે મળેલદેહોના ભાગ્યવિધાતા થઈ જાય
નિર્મળરાહ મળતા જીવનમાં સંગાથ મળે,એ રીધ્ધી સિધ્ધીના ભરથાર પણ કહેવાય 
કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,જગતપર હિંદુ ધર્મમાં દરેક પ્રસંગે પુંજન થાય
એજ કુદરતની લીલાછે અવનીપર,જે મળેલ દેહોના પાવનકર્મથી કૃપાને પાત્ર થાય
.....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય.
ભક્તિનો સંગાથમળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રીગણેશજીના આશિર્વાદ મેળવાય
સરળ જીવન જીવતા અવનીપર અનંત શાંંન્તિના સંગે,નિર્મળરાહ દેહને મળી જાય
આવતીકાલને સમજીને ચાલતા જીવનમાં,શ્રી ગનેશજીનીકૃપા વર્ષોવર્ષ મળતી થાય
નાકોઇ જીવથી છટકાય અવનીપર,જે દેહ મળતા જીવપર ભોલેનાથની કૃપા થાય
.....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય.
======================================================================

 

December 31st 2018

૨૦૧૮ને વિદાય

.               .૨૦૧૮ને વિદાય        

તાઃ૩૧/૧૨/૨૦૧૮                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયને ના પકડાય કોઇથી જગતમાં,કે ના કદી કોઇથી તેનાથી છટકાય
મળેલ દેહને સંબંધછે સમયનો,જે દેહ પર અનુભવની ગંગા વહાવી જાય
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
આવતીકાલને ઉજવળ કરવા માનવદેહે,શ્રધ્ધાભક્તિ સગે જીવન જીવાય
ના અપેક્ષાનો કોઇ મોહ રાખવો જીવનમાં,કે નાકોઇ ખોટોમાર્ગ પકડાય
સરળ જીવનની પાવનરાહે જીવતા,નાકદી કોઇ આફત પણ આવી જાય
૨૦૧૮ને વિદાયદેવા તૈયાર થઈજાવ,કારણ આવતીકાલે ૨૦૧૯ આવી જાય
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
મોહ અડી ગયો જીવને મળેલ દેહને,એ કળીયુગની કાતરનો સાથ કહેવાય
માનવ જીવનને એ અહીંં તહીંં જકડે,જગતપર ના કોઇજ જીવથી છટકાય
ભુતકાળ એ ગઈકાલ કહેવાય અવનીપર,પણ આવતીકાલ સમજીને ચલાય
મળી જાય દેહને પ્રેમ નિખાલસ આજે,જે દેહની આવતીકાલ સુધારી જાય 
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
==============================================================
     ૨૦૧૮ની સાલને આજે વિદાય આપવાની કારણ એ કુદરતની કેડી છે તેનાથી 
ના કોઇથી છટકાય પણ આવતીકાલ ૨૦૧૯ને પવિત્રરાહે લઈ જવા શ્રધ્ધા ભક્તિએ 
પ્રભુનુ પુંજન કરતા નિખાલસ જીવન દેહને મળી જાય.બાય બાય ૨૦૧૮.
=============================================================
December 30th 2018

પકડેલ પાવનરાહ

.               .પકડેલ પાવનરાહ 

તાઃ૨૮/૧૨/૨૦૧૮      (જન્મદીવસ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમની પાવનરાહ પકડી સંગે ચાલતા,સુરેશભાઈનો આજે જન્મદીવસ ઉજવાય
મળેલ માનવદેહને ઉજવળ જીવનરાહે જીવતા,અનંતપ્રેમ પ્રભુકૃપાએ મળી જાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
પવિત્રકલમની કેડી કહેવાય સુરેશભાઈની,જે માતા સરસ્વતીની કૃપાથી મેળવાય
સરળ જીવનની રાહ મળે દેહને અવનીપર,એજ પવિત્ર કર્મના બંધનથી દેખાય 
પાવનકર્મની રાહમળી જીવનમાં,જ્યાં નિખાલસ જીવનસંગીનીનોસાથ મળી જાય
એ અદભુતલીલા પરમાત્માની સુરેશભાઈ પર,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓને દેખાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
પકડેલ કલમથી સરળસર્જન કરે હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
સફળતાનો સંગાથ દેખાય કલમપ્રેમીઓને,એ જ કલમને પાવનરાહથી પ્રેરી જાય
ના ક દી અપેક્ષા જીવનમાં અડી જાય,કે નાકોઇજ મોહનો સંગાથ પણ મેળવાય
એવા અમારા વ્હાલા કલમપ્રેમી સુરેશભાઈનો,આજે હેપ્પી બર્થડે ઉજવાઈ જાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
===================================================================
         હ્યુસ્ટનના સાહિત્ય સરીતાના સભ્ય અને કલમથી માતા સરસ્વતીનો પ્રેમ લેખકોને 
આપી જાય એવા અમારા વ્હાલા કલમપ્રેમી શ્રી સુરેશભાઈનો આજે જન્મદીવસ છે તે નિમીત્તે
આ કાવ્ય પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓના પ્રેમ સ્વરૂપે આભાર સહિત અર્પણ.
===================================================================
December 30th 2018

નજરની કેડી

.              .નજરની કેડી   

તાઃ૨૬/૧૨/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં સત્કર્મનો સંગાથ રાખીને જીવન જીવાય
અજબકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રરાહે જીવતા સુખશાંંન્તિ દઈ જાય.
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
કુદરતની પાવનકેડી જે જીવને મળેલ દેહને,જીવનમાં કર્મના વર્તનથી સમજાય
જન્મનો સંબંધ છે કરેલ કર્મની કેડીનો,જે જગતપર આવન જાવન આપી જાય
મળેલ માનવ દેહ જીવને અવનીપર,એ પરમાત્માની પાવન કૃપાએ જ મેળવાય
અનેકદેહ અવનીપર જીવોને મળે,જે થયેલકર્મથી સમયસમયે જન્મ મળતો જાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
માગણી મોહનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સ્પર્શીજાય
પાવનકર્મનો સંગાથમળે માનવદેહને,જ્યાં પરમાત્માની પુંજા શ્રધ્ધાભાવનાએ થાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પળપળના વર્તનથી અવનીએ દેખાય
ના કોઇ અપેક્ષા દેહને અડે અવનીએ,કે મોહ માયાથી કોઇ વાંકીકેડી અડીજાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
==================================================================
December 25th 2018

સ્વર્ગ વાસ

    
.              .સ્વર્ગવાસ 

તાઃ૨૪/૧૨/૨૦૧૮   (સોમવાર)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોમવારના પવિત્ર દીવસે મારા પિતાજી,દેહ છોડી ભોલેનાથના શરણમાં જાય
મળેલ માનવદેહથી વિદાય લઈને,મારા વ્હાલા શ્રી શંકરભગવાનને ચરણે જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
સમયની સાથે ચાલતા પિતાજી,પાવન ભક્તિની પવિત્રરાહે સંતાનને દોરી જાય
મળ્યો અમને અંતરનો પ્રેમ જલાસાંઇ કૃપાએ,જે અનુભવની ગંગા વહાવી જાય
ભણતરની પવિત્રકેડી પકડી સંતાનોએ,જે દેહને સન્માનની ચાદર ઓઢાડી જાય
સદગુંણનો સંગાથ મળતા જ જીવનમાં,અનેક જીવોને કૃપાએ સદમાર્ગે લઈ જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
પવિત્રકેડીએ જીવનજીવતા પત્નીકમળાબેનના પવિત્રપ્રેમે પવિત્રસંતાન મળી જાય
ચાર દીકરા અને ચાર દીકરીઓ મળ્યા કૃપાએ,જે શ્રીભોલેનાથનો પ્રેમજ કહેવાય
સંસ્કાર સાચવી નિર્મળતા સંગે જીવતા,સંતાન ભણતરની જ્ઞાનગંગા વહાવી જાય
મળેલ દેહોને સાચીરાહ મળી ગઈ,જે માબાપની પાવનકૃપાએ સંતાનને લઈ જાય  
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
==================================================================
      મારા પુજ્ય પિતાજીએ તાઃ૨૪/૧૨/૨૦૧૮ના રોજ ન્યુયોર્કમાં દેહ મુક્યો તે નીમિત્તે
પરમકૃપાળુ શ્રી સ્વામીનારાયણ સહિત સંત શ્રી જલારામ અને શ્રી સાંઈબાબાને અંતરથી
પ્રાર્થના કરી વિનંતી કરીએ કે તે જીવને મુક્તિ આપી અખંડ શાંન્તિ આપે તે પ્રાર્થના
સહિત લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હીમા,વિર,વેદના વંદન.
================================================================== 

 

December 24th 2018

ડમરુવાલે ભોલેબાબા

Image result for ભોલેબાબા
.           .ડમરુવાલે ભોલેબાબા
તાઃ૨૪/૧૨/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બમબમ ભોલે મહાદેવ હર,ડમડમ ડમરુવાલે પ્યારે શ્રી ભોલેનાથ
પાર્વતીજીના એ પતિ અવનીપર,અજબશક્તિ જીવોને આપીજાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે,પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય. 
પરમ કૃપાળુ ને શક્તિશાળી છે,એ શંકર ભગવાન પણ કહેવાય
માયામોહને દુર રાખીને પુંજતા,પરમકૃપા ભોલેનાથની મળી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ ગણપતીના,વ્હાલા પિતા પણ એ કહેવાય
ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જીવને એ પાવન રાહે દોરી જાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
હરહર મહાદેવ હરના પાવનસ્મરણથી,જીવપર શાંંન્તિની વર્ષા થાય
પાવનકર્મનો સંગાથ જીવનમાં મળતા,ના કોઇજ માગણી અડીજાય
મળેલ માનવદેહને સંબંધ છે કરેલકર્મનો,દેહથી થતા કર્મથી દેખાય
નાકોઇ જ દેહથી છટકાય અવનીપર,મળેલ માનવદેહને એસમજાય 
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
===========================================================
December 20th 2018

પરમકૃપા માતાની

Related image

.                 .પરમકૃપા માતાની 

તાઃ૨૦/૧૨/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા મળી માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ થઈ જાય
અદભુત કેડી પકડી કલમની પ્રેમીઓએ,જે વાંચન કરનારને સમજાય
.....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
સમયનેસમજીને ચાલતા પ્રેમીઓને,માતાજી જીવને સદમાર્ગે દોરી જાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળે,જે પવિત્રકલમથી અનુભવાય
નાઅપેક્ષાની કોઇકેડી અડે જીવને,જે મળેલ માનવદેહપાવન કરી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,જે કલમ પ્રેમીઓના પ્રેમે મળી જાય
....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
નિર્મળપ્રેમ મળે કલમપ્રેમીઓને,જે પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચીથી મેળવાય
સમયસમયની સંગે ચાલતા કલમપ્રેમીઓને,દર મહિને આનંદ આપી જાય
એજ નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓને,જે હ્યુસ્ટનમાં પ્રેમથી મળી જાય
પરમ કૃપા માતાની મળે જીવને,પકડેલ કલમથી સૌને પ્રેરણા આપી જાય
....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
===========================================================
 હ્યુસ્ટનમાં ગુજરાતી કલમના ચાહકોને માતા સરસ્વતીની પરમકૃપા થતા દર મહિને
કલમપ્રેમીઓને ગુજરાતી સાહિત્ય સરીતાના પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચીના પ્રેમથી મીટીંગનો
લાભ મળે છે જેમાં માતાનીકૃપાએ કલમથી જે લખાણ લખાયુ જે ઘણી વાર પ્રેરણા પણ
બની જાય અને કલમપ્રેમીઓને આનંદ આપે છે.
પ્રમુખ શ્રી સતીશભાઈ પરીખ,ઉપપ્રમુખ શ્રી નિતીનભાઇ વ્યાસ,
                              ખજાનચી શ્રી મનસુખભાઈ વાઘેલા
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સંચાલકોને અને કલમપ્રેમીઓને પ્રેમથી પ્રણામ.
-----------------------------------------------------------------
« Previous PageNext Page »