December 19th 2018
. .સમજણ મળે
તાઃ૧૯/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં સમયસમયના સંગે,સમજણનો સંગાથ મળી જાય
નિર્મળભાવના સંગે જીવન જીવતા દેહને,સત્કર્મનો સહવાસ જીવને દોરી જાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય.
સરળસંગાથ મળે સંબંધીઓનો દેહને,જ્યાં નિખાલસ ભાવનાથી જીવન જીવાય
અગડમ બગડમને છોડીને ચાલતા જીવનમાં,આવતીઆફત પણદુર ચાલી જાય
પળેપળ પરમાત્માના આશીર્વાદ મળે દેહને,જયાં નિર્મળભાવનાએ ભક્તિ થાય
આંગણે આવી પ્રેમ મળે જીવનમાં,એતો અંતરના અદભુત સહવાસથી મેળવાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
મેં કર્યુ અને તેં કર્યુ એતોછે કળીયુગની કાતર,સમયસમયે જીવનેએ સ્પર્શી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,ત્યાં પાવનરાહની પવિત્રકેડી દેહને દોરી જાય
મળેલ માનવદેહ જીવને અવનીપર,એતો જીવના ગત જન્મે કરેલકર્મ લાવી જાય
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,નાકદી મોહ કે માયાનો સંગ પણ મળી જાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
================================================================
December 18th 2018
. .કુદરતની પાવનકેડી
તાઃ ૧૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબશક્તિશાળી અવનીપર પરમાત્મા કહેવાય,જીવને પાવનકર્મથી સમજાય
પવિત્રકર્મનો સંગાથ મળે માનવદેહને જન્મથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
કુદરતની પાવનકૃપામળે અવનીપર દેહને,ત્યાં જીવનમાં નાકોઇ અપેક્ષારખાય
નિર્મળ ભાવના સંગે નિખાલસપ્રેમ રાખતા,મળેલદેહને અનંતશાંંન્તિ મળીજાય
ના માગણી કે કોઇમોહ રહે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપા થઈ જાય
શ્રધ્ધાસંગે સંત જલાસાંઇની ભક્તિ કરતા,જીવને પાવનકર્મની રાહ મળી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
અનંત શક્તિશાળી પરમાત્મા છે જગતપર,જે દેહ ધારણકરી જીવને પ્રેરી જાય
અનેક સ્વરૂપે દેહ ધારણ કર્યોછે પરમાત્માએ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
મળેલ માનવદેહને આંગળીચીંધે,એજ પરમાત્માની પાવનકૃપા ભક્તિએ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે જીવને,જે માનવદેહને જીવનમાં અનુભવ પણ આપી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
=================================================================
December 17th 2018
. .અપેક્ષા અડી
તાઃ૧૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા પરમાત્માની અવનીપર,સમયના સંગે મળેલ દેહને અડી જાય
સમજણનો સ્પર્શથતાં મળેલદેહને,જીવનમાં સુખદુઃખનો સંગાથ આપી જાય
......મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
સમયને સમજી ચાલતા જીવનમાં,સરળરાહના સંગાથે પાવનરાહ મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિએ સમજાય
માનવદેહને સમયનો સંગાથ મળતા,જીવનમાં ના કદીય અપેક્ષા અડી જાય
એજ પાવનકૃપા મળે પરમાત્માની,જે મળેલ દેહને અનંતશાંંન્તિ આપી જાય
......મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
લાગણીમોહનો સંગાથમળે જીવને,એ કળીયુગ સંગે કુદરતની લીલા કહેવાય
ગઈકાલ આવતીકાલ એ સંબંધ છે દેહનો,પારખતા મળેલ દેહ સુખી થાય
અવનીપરનુ આગમન એ થયેલ કર્મનોસંબંધ,જે જીવને દેહમળતા સમજાય
પાવનરાહનો સંગાથમળે દેહને,જે પવિત્રસંતોના સહેવાસે શાંન્તિ આપીજાય
.....મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
=============================================================
December 16th 2018
.
.
. .મળ્યો પ્રેમ
તાઃ૧૬/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો જીવનમાં પ્રેમ માતાલક્ષ્મીનો,જે નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિથી મેળવાય
જીવને મળેલ અનંત શાંંન્તિ જીવનમાં,પવિત્ર પાવનકર્મનો સંગાથ આપી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માનવદેહ એ કૃપાપરમાત્માની જીવપર,જે સમજણનો સંગાથ જીવને દઈ જાય
કર્મના બંધન તો દેહને સમય સમયે દોરી જાય,ના કોઇથી જગતપર છટકાય
મળે સત્કર્મનો સંગાથ દેહને જીવનમાં,એ શ્રધ્ધાભાવથી કરેલ પુંજાથી મેળવાય
અદભુતકૃપા છે માતાની ભક્તોપર,મળેલદેહને સુખશાંંતિનો સંગાથ મળી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માયાની કેડી ના મળે કે ના મોહ જીવનમાં અડી જાય,એ પાવનરાહ કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા દેહને સત્કર્મથી પ્રેરીજાય,જીવનમાં શાંંતિ મળી જાય
મળ્યો માતાનૉ પ્રેમ દેહને ત્યાં પરમાત્મા વિષ્ણુ ભગવાનની કૃપા પણ મેળવાય
એજ પાવનકર્મ દેહના શ્રધ્ધાભાવનાએ કરેલ ભક્તિએ,જીવને પાવનરાહ દઈજાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
================================================================
December 14th 2018
. .સરળ સંગાથ
તાઃ૧૪/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં મળે છે સંગાથ,પારખીને મેળવતા જીવને શાંન્તિ થાય
પરમકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહને પાવનકર્મે સુખશાંંન્તિ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
કર્મનોસંબંધ છે દેહને જીવનમાં,જે જીવને અવનીપર આવનજાવન આપીજાય
મળેલદેહ એ કુદરતની કેડી અવનીપર,પશુ પક્ષી માનવ દેહ જીવથી મેળવાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સરળ જીવનનો સંગાથ પણ મળીજાય
મોહ માયાનો સ્પર્શ થતા દેહને જીવનમાં,અનેક તકલીફનો સહવાસ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
પાવનકર્મ એજ જીવનની રાહ બને,જીવ પર અદભુતકૃપા પરમાત્માની કહેવાય
સરળ જીવનની પાવનકેડી મળતા,જીવને મળેલદેહને સત્કર્મર્ની રાહ મળી જાય
એજ સાચીભક્તિ કહેવાય જીવની,જે દેહને પવિત્રકર્મની પાવનરાહ આપી જાય
જન્મમરણના સંબંધ જીવને કરેલકર્મથી,અવનીપર જીવને અનેકસ્વરૂપ દઈ જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
=================================================================
December 13th 2018
. .પવિત્રદેહ
તાઃ૧૩/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાની પવિત્રરાહે વંદન કરતા,સંત જલાસાંઈનો પાવનપ્રેમ મળી જાય
પવિત્રદેહ લઈ ભારતની ભુમી પર જન્મ્યા,જે ભક્તોને પવિત્રરાહજ આપી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,જે ભુખ્યાને પ્રેમથી ભોજન આપી જાય
મળેલ ભોજન જીવોનાદેહને સુખ આપી જાય,જે જગતપર પવિત્રરાહ કહેવાય
ના કદી કોઈ માગણી રાખી કે,ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી સ્પર્શી જાય
જલારામ સંગે પત્નીવિરબાઈનો પણ સાથમળ્યો,જીવનમાં સંસ્કાર સાચવી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
પાવનદેહ લીધોશેરડીમાં સંત સાંઈબાબાએ,જ્યાં પવિત્રદ્વારકામાની કૃપા મેળવાય
માનવતાનો સંગ બતાવ્યો જીવોને મળેલ દેહને,જે અલ્લાઈશ્વરને વંદન કરી જાય
શ્રધ્ધાશબુરી એ ધર્મની આંગળી ચીંંધે દેહને,જીવને મળેલ દેહને સુખ આપી જાય
પરમ શક્તિશાળી એ દેહ હતા અવનીએ,જે સંત જલાસાંઈથીજ જગતમાં પુંજાય
.....એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
================================================================
December 12th 2018
.જય શ્રી મહાલક્ષ્મી
તાઃ૧૨/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમપ્રેમાળુ માતા મહાલક્ષ્મી,ભક્તોથી શ્રધ્ધાએ પુંજાય
શ્રધ્ધાભાવથી વંદન કરતા,માતાની કૃપાએ અનંતશાંંન્તિ મળી જાય
.......તનમનથી શાંંન્તિ મળે ભક્તને,એજ પાવનરાહ જીવનમાં કહેવાય.
સુખશાંંન્તિનો સંગાથ મળે કર્મથી,જે જીવને થતા પવિત્રકર્મથી દેખાય
નિખાલસ ભાવનાએ જીવને રાહમળે,જે પાવનરાહે જીવને દોરી જાય
અનંત શક્તિશાળી માતા છે અવનીપર,સંગે વિષ્ણુ ભગવાન હરખાય
મળેલદેહને પાવનરાહ મળે,જે જીવને ભક્તિમાર્ગે લઈ જવાને પ્રેરીજાય
.......તનમનથી શાંંન્તિ મળે ભક્તને,એજ પાવનરાહ જીવનમાં કહેવાય.
સવારસાંજ માતાની ભક્તિ કરતા,મળેલ જીવને સત્કર્મનો સંગાથ મળે
અવનીપરનુ આગમન થયેલ જીવનુ,ગત જન્મે કરેલ કર્મથીજ મેળવાય
દેહને સંબંધ જગતપરના કર્મનો,જે માતાનીજ પરમકૃપાએ દેહથી થાય
વંદનકરી દીપ પ્રગટાવી પુંજનકરતા,માતાના આગમનનો અનુભવ થાય
.......તનમનથી શાંંન્તિ મળે ભક્તને,એજ પાવનરાહ જીવનમાં કહેવાય.
========================================================
December 11th 2018
...
...
. .ગજાનન ગણેશ
તાઃ૧૧/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની કેડી સંગે દેહને,જીવનમાં પાવન ભક્તિરાહ મળી જાય
ગજાનન ગણેશની અજબકૃપા અવનીપર,જીવને સદમાર્ગે દોરી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
અદભુતલીલા અવનીપર નિર્મળભક્તિએ,પાવનકર્મ જીવનમાં થઈ જાય
મળેલ દેહને જીવનમાં શાંંન્તિ મળી જાય,જ્યાં ગણેશજીને વંદન થાય
માનવદેહને કર્મનીકેડીનો સંબંધ જીવનમાં,દેહના વર્તનવાણીથી દેખાય
નિર્મળભાવથી કરેલ ભક્તિસંગે,જીવને મળેલ દેહ સદમાર્ગે ચાલી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
માતાપાર્વતીના વ્હાલાસંતાન ગણેશજી,ૐ ગં ગણપતયે નમઃ થી પુંજાય
મળેલદેહને પાવનરાહ મળે કૃપાએ,જે જીવનમાં સુખશાંંન્તિ આપી જાય
પિતા ભોલેનાથના લાડીલા સંતાન,કૃપાએ અજબશક્તિશાળી થઈ જાય
રીધ્ધીસીધ્ધીના એ ભરથાર અવનીપર,ગજાનન ગણેશના નામથી પુંજાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
==============================================================
December 10th 2018
. .અદભુત છે લીલા
તાઃ૧૦/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીપર,જીવપર અનંતકૃપાથી વર્ષા કરી જાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જે દેહને પાવનકર્મ થતા જ સમજાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનેક વર્તનથી દેહનેજ દેખાય
નિર્મળરાહનો સંગમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવના સંગે પુંજન થાય
અપેક્ષાના વાદળનોસંગ સમયથી ચાલે,જે અજબરાહ પરમાત્માની કહેવાય
જન્મમૃત્યુ એતો સંબંધ છે જીવનો કર્મથી,દેહ મળતા વર્તનથી સ્પર્શી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
કુદરતની કેડીને જગતમાં ના કોઇ પારખી શકે,કે ના કોઇ જીવથી છટકાય
અજબ શક્તિશાળી પરમાત્મા અવનીપર,માનવદેહ લઈ પ્રેરણા આપી જાય
શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિ કરતા જીવનમાં,દેહને પરમાત્મા સદમાર્ગેલઈ જાય
નામોહ અડે જીવનમાં મળેલ દેહને,જે પાવનકર્મથી જીવને મુક્તિ મળી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
============================================================
December 9th 2018
. .પકડ આંગળીની
તાઃ૯/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,પ્રભુકૃપાએ નિર્મળબુધ્ધી પણ મળી જાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં ભક્તિરાહની ચીંધેલ આંગળી પકડાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
અવનીપરનુ આવનજાવન જીવનુ,જે જન્મમરણથી જગત પર દેહોને દેખાય
માનવદેહની પકડેલકેડી અવનીપર,દેહના અનેક વર્તનનોસંબંધ આપી જાય
પવિત્રકેડીનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પકડેલ પવિત્ર આંગળી દોરી જાય
આધીવ્યાધીને દુરરાખે પરમાત્માનો પ્રેમ,સરળ જીવનની જ્યોત પ્રગટી જાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
થયેલકર્મથી માનવદેહ મળે જીવને,જે કળીયુગમાં અનેકરાહે આંગળી ચીંધાય
નિર્મળજીવનનો સાથમળે દેહને,જ્યાં સંત જલાસાંઇની આંગળી પકડી ચલાય
મળેલદેહ પર કૃપા થાય પરમાત્માની,જે શ્ર્ધ્ધાભાવનાસંગે પાવનરાહ પકડાય
ના તકલીફ કે કોઇ અપેક્ષા અડે જીવનમાં,એ જ પવિત્ર પાવનકર્મ કહેવાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
==============================================================