June 9th 2018
. મનનો મેળ
તાઃ૯/૬/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જયાં પાવનરાહથી જીવન જીવાય
માનવતાની મહેંકપ્રસરે અવનીએ,જે કુટુંબની પવિત્રકેડીએ દેખાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
નિર્મળજીવન એ માનવીની સમજ,જે અનુભવથી આત્માને સમજાય
આંગણે આવી પ્રેમ સંગે કૃપા મળે,એજ ભગવાનની લીલા કહેવાય
મનને મળેલ વિચારની ગાથા,સત્માર્ગે જીવતા શ્રધ્ધાભક્તિ મળીજાય
નામોહની કોઇ માયા લાગે જીવનમાં,કે નાઆફત કોઇ આવી જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
શાંંન્તિ નો સહવાસ મળે જીવનમાં,એ પવિત્રરાહ દેહને આપી જાય
મનને મળેલ નિખાલસતાએજ જીવતા,મળેલ જન્મ પાવન થઇ જાય
અનેક જીવોને જલાસાંઇની રાહે શાંંન્તિ આપતા સુખની વર્ષા થાય
અજબ શક્તિશાળી દેવના અનેક સ્વરૂપ,જે અવનીએ દેખાઈ જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
===========================================================
June 7th 2018
. .જન્મનુ બંધન
તાઃ૭/૬/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના અનેકદેહ એબંધન જીવના,કર્મની કેડીએ મેળવાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની,જે જીવને સત્માર્ગે દોરી જાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
અનેકજીવોનુ આગમન ધરતીપર,જે પશુપક્ષીને માનવથી દેખાય
કુદરતકેરી પવિત્રકેડી દુનીયા પર,જીવને અનેક રાહ આપી જાય
સરળ જીવનની રાહ મળે જીવને,જે દેહને પવિત્રરાહે દોરી જાય
પવિત્રકર્મ એ મળે કૃપાએ,જે જીવથી નિર્મળ શ્રધ્ધાએજ મેળવાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
માયામોહનો સંબંધ એ કળીયુગની લીલા,એ સમયે પરખાઈ જાય
પાવનકર્મ એકૃપા પ્રત્યક્ષ શ્રીસુર્યદેવની,સંગે રાંદલમાતા આવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે પવિત્રકર્મની કેડીઆપી જાય
જીવને સંબંધ અવનીપર આવનજાવનનો,એઅનેકદેહથી સ્પર્શીજાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
=========================================================
June 4th 2018
. .પાવન જીવન
તાઃ૪/૬/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા,જગતપર જીવનેઅનેક રાહે સહેવાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા,જીવની નિર્મળ જ્યોત પ્રગટી જાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં પાવનરાહે ભક્તિ કરાય
અપેક્ષાપર અંધકાર રાખતા,શ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી અવનીને પાવનકરી,જે માનવીએ અનુભવ થાય
સદમાર્ગની રાહ ચીંધે પરમાત્મા,મળેલદેહને ઉજવળ કરીજાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
સવાર સાંજની પાવનરાહે જીવાય,એ સુર્યદેવની કૃપા કહેવાય
ભક્તિમાર્ગની રાહમળે,જ્યાં પાવનભાવથી નિર્મળભક્તિ થાય
સરળતાનો સહવાસ મળે,પરમાત્મા દેહને આંગળી ચીંધીજાય
નામોહની કોઇ માયા સ્પર્શે,કે નાજીવથી કોઇ માગણી થાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
========================================================
May 22nd 2018
. .સમય પકડ જે
તાઃ૨૨/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે અજબલીલા અવનીપર,સમય સમયે એ પસાર થાય
જીવને મળેલ દેહને એસ્પર્શે જીવનમાં,જે નિર્મળપ્રેમે જ સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
જન્મ મળેલ દેહને સર્વ પ્રથમ,માબાપનો અનંતપ્રેમજ મળી જાય
સમય મળે ઉંમરને પકડતા,જે બાળપણથી જુવાનીએ લઈ જાય
ઉજવળ જીવનની કેડી મળે દેહને,જ્યાં ભણતરને પકડીને ચલાય
ભણતર એ બને છે ચણતર દેહનું,જે ઉજવળરાહ મળતા સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,એ થયેલ કર્મના સંબંધથી મળી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની છે,જે દેહને સમજ આપતા જીવાય
સમયને પકડી ચાલતો માનવી,જીવનમાં અનેક વર્તનથી એ દેખાય
નિર્મળ ભાવનનો સંગ રાખતા,મળેલ દેહથી સમયને પકડીને ચલાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
==========================================================
May 22nd 2018
. .જ્યોતી પ્રગટે
તાઃ૨૨/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવનની રાહ પકડી ચાલતા,પાવનકર્મની કેડીએ જીવાય
અનંતપ્રેમની વર્ષા થતા જીવનમાં,પવિત્રભક્તિ જ્યોત મળી જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
જીવને સંબંધ છે કર્મનો જગત પર,જે દેહ મળતા જ અનુભવ થાય
પાવનકર્મ એજ પરમાત્માની કૃપા,ના જગતમાં કોઇ જીવથી છટકાય
પ્રેમની જ્યોત જીવનમાં પ્રગટે,જે સંબંધીઓના સહવાસથી સમજાય
શ્રધ્ધા અને ભાવનાથી પુંજન અર્ચન કરતા,સુર્યદેવની કૃપા થઈ જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
મળેલદેહની એકેડી જગતપર,જે અનેકરીતે જીવને અનુભવ આપી જાય
અનેક જીવોનો સંબંધ અવનીપર લેવાય,જે પશુપક્ષી માનવીથી દેખાય
કરેલપવિત્રકર્મ એમળેલદેહની,જગતપર પાવનરાહનીજ્યોત પ્રગટાવી જાય
માનવદેહને સત્કર્મનો સંગાથ સ્પર્શે,જન્મમરણના બંધનથી દુર લઈ જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
===========================================================
May 21st 2018
. .આવતી આફત
તાઃ૨૧/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી માયા કાયાને કળીયુગમાં,અનેક આફતો આપી જાય
કળીયુગની આ કાતર એવી,જીવનમાં સુખશાંંતિ કાપી જાય
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
મળેલ દેહને સંબંધ છે કર્મનો,જે અનેક રૂપે દેહ આપી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જીવનમાં કર્મની કેડીએ ચલાય
સત્કર્મ એ સંસ્કાર સાચવે,જે જીવને પવિત્રરાહથી સમજાઇ જાય
પાવનકર્મની રાહ ચીંધે પરમાત્મા,જે મળેલ માનવદેહને સમજાય
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
નિર્મળભાવથી પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં સત્કર્મ થતા જાય
મોહમાયાને દુર રાખવા જીવનમાં,મળેલદેહને ભક્તિએ સચવાય
આ મારૂ આ તારૂને નાસ્પર્શ કરતા,જીવનમાં શાંંતિ મેળવાય
ભક્તિ માર્ગની પાવન રાહ મળે,જ્યાં સુર્યદેવની પાવનકૃપા થાય
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
====================================================
May 20th 2018
. .માબાપનો દીવસ
તાઃ૨૦/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીપર,જે માબાપનો સ્નેહાળ પ્રેમ કહેવાય
માનવદેહનો સંબંધ છે જીવને,જે કર્મના બંધનથી મળતો જ જાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
સમયની સંગે ચાલતા સંતાન,જગતમાં કળીયુગની માયામાં ફસાય
જગતમાં પ્રસરતી માયાના સંગે,માબાપને ઘરડાઘરમાં છોડી જાય
મળેલમોહના સ્પર્શથી જીવનમાં,માતાપિતાને ના કોઇ મદદ થાય
દેખાવની દુનીયામાં ફરતા સંતાનથી,ના કદી આશીર્વાદ મેળવાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
પવિત્રભુમી ભારતથી અભિમાનસંગે,પરદેશમાં દેખાવમાં ફસાઈ જાય
મોહમાયાનો સંગ થતા જીવનમાં,હાયબાયના શબ્દનો સંગ મળીજાય
ઉંમરનો સંગ થતા માબાપને સમયઅડતા,દેહનેઅશક્તિ મળતી જાય
ફાધરડે ને મધરડે ના દીવસે દેખાવ કરવા,હોટલમાંજ ખવડાવી જાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
=========================================================
May 20th 2018
. .બજરંગબલી બળવાન
તાઃ૨૦/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી બળવાન જગતમાં,પવનભાઈના પુત્રથી ઓળખાય
પાવન રાહની ગદા પકડી જીવતા,માતા અંજનીના પુત્ર કહેવાય
......એ અજબ શક્તિશાળી પવિત્રદેહ,જગતમાં હનુમાનજીથી ઓળખાય.
પવિત્ર પ્રેમની ગંગા વરસતા,અંજનીબેન પવનદેવના પત્ની થાય
જીવ પર કૃપા મળી માતાની,એછે અજબ શક્તિ શાળી હનુમાન
ભક્તિ માર્ગની પકડી જીવનમા,જે નિર્મળ ભક્તિથી બળવાન થાય
ગદા પકડી ચાલતા ભક્તિરાહે,શ્રી રામસીતાની આંગળી પકડી જાય
......એ અજબ શક્તિશાળી પવિત્રદેહ,જગતમાં હનુમાનજીથી ઓળખાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા અવની પર,પાવન કર્મ દેહથી કરાય
ભોલેનાથની કૃપા મળી રાજા રાવણને,સમયે અભિમાન અડી જાય
સીતાજીને ભગાડી લંકામાં લાવ્યા,જ્યાં પતિ શ્રી રામને ચિંતા થાય
પાવનરાહે ઉડાણ કરી સીતાજીને શોધ્યા,રાવણને એજ હરાવીજાય
......એ અજબ શક્તિશાળી પવિત્રદેહ,જગતમાં હનુમાનજીથી ઓળખાય.
=====================================================
May 15th 2018
. .સદગુણનો સંગાથ
તાઃ૧૫/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો ભંડાર મળે જીવને,જ્યાં પાવન રાહે જીવન જીવાય
પવિત્ર પ્રેમનીગંગા વરસતા,પરમાત્માની કૃપા પણ મળી જાય
......એ જ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય.
પાવનજીવનની મહેંક પ્રસરે જીવનમાં,દેહની નિર્મળરાહ કહેવાય
કુદરતની અજબલીલા અવનીપર,પાવનકર્મની કેડી આપી જાય
મળેલ માનવ દેહને સદમાર્ગ મળે,જે જીવને સદમાર્ગે લઈ જાય
નાઅપેક્ષા કે કોઇ માગણી રહે,જીવને અનંત શાંંતિ આપી જાય
......એ જ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય.
માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે કર્મબંધનનીકેડી આપી જાય
અનેક દેહ મળે જીવને અવનીપર,એ કર્મના બંધનથી અનુભવાય
જીવનુ આવનજાવન એ કર્મનીકેડી,જે જન્મમરણના બંધને દેખાય
મળેલ દેહને સદગુણનો સંગાથ મળતા,જીવ પર પ્રભુની કૃપા થાય
......એ જ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય.
===================================================
May 11th 2018
. .પ્રેમાળ પ્રીત
તાઃ૧૧/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની પાવનરાહે જીવતા,માનવતા મળી જાય
અજબશક્તિશાળી પ્રભુની કૃપાએ,મળેલ જીવન પાવનરાહે જાય
.......એજ અજબકૃપાળુ દેવ છે,જેમના દર્શન અબજોવર્ષોથી પ્રત્યક્ષ થાય.
જીવને મળેલ દેહ અવની પર,અનેક દેહે જીવને સ્પર્શ કરી જાય
માનવદેહ એ કૃપા સુર્યદેવની,જે જગતપર મળેલ દેહને દોરી જાય
આંગળી ચીંધેલ પવિત્રરાહે જીવતા,અનેકની પ્રેમાળપ્રીત મળી જાય
પાવનપ્રેમની મહેંક પ્રસરતા જીવને,ન અનેકદેહનો સંબંધઅડી જાય
.......એજ અજબકૃપાળુ દેવ છે,જેમના દર્શન અબજોવર્ષોથી પ્રત્યક્ષ થાય.
અવનીપરનુ આગમન મળે અનેક સંબંધે,જે દેહ મળતાજ સમજાય
કુદરત એ પવિત્રરાહની કેડી ચીંધે,જે અનેક પવિત્રદેવોથી મેળવાય
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવનમાં,પાવનરાહની આંગળી ચીંધીજાય
મળેલ પાવનકેડીએ જીવતા કૃપા મળે,જે જન્મમરણથી છોડી જાય
.......એજ અજબકૃપાળુ દેવ છે,જેમના દર્શન અબજોવર્ષોથી પ્રત્યક્ષ થાય.
=========================================================