October 24th 2017

મુકેલ મોહ

. ……………….મુકેલ મોહ

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના જીવને એ જકડે,જે મળેલ દેહના વર્તનથી મળી જાય
કરેલ કર્મ એ દેહ આપે જીવને,એ અવનીપર જન્મ મળતા દેખાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
નિર્મળ ભાવના એ જીવન જીવતા,દેહથી મોહમાયા દુર ચાલી જાય
મળેલદેહથી કુદરતને વંદન કરતાં,જીવને પાવનરાહ પણ મળી જાય
ભક્તિપ્રેમ એજ કૃપાછે પરમાત્માની,જે નિખાલસ જીવનથી સમજાય
કર્મના સંબંધ તો જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને દેખાઈ જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
મારૂતારુ એ દેહના સંબંધ અવનીએ,જે થકી કર્મની કેડી મળી જાય
મોહમાયા તોછે કુદરતની લીલા,વાણી વર્તનથી દેહને એ જકડી જાય
કૃપામળે જ્યાં જલાસાંઇની જીવને,ત્યાં દેહથી અનેક સત્કર્મ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,અંતે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.

======================================================

October 24th 2017

જાગૃત જીવન

……………….જાગૃત જીવન

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ દેહ અવનીપર,કરેલ કર્મના બંધનથી જ મળી જાય
સમય એ કુદરતની કેડી,જે અવનીપર મળેલ દેહથી સમજાઈ જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
અપેક્ષાના વાદળ તો અવનીપર,સદાય મળે દેહના સંગે ચાલી જાય
વર્તનવાણી ને વિચારી જીવતા,મળેલ જીવનને એ જાગૃત કરી જાય
પળેપળને નાપકડાય કોઇથી જગતમાં,પણ કુદરતની કૃપાએ બચાય
કરેલકર્મ એ જીવનાછે બંધન,જે જગતપર દેહનાસંબંધને સ્પર્શી જાય
……….પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પવિત્ર ભક્તિ થાય
કુદરતનીકૃપાએ પકડેલ કેડીએ,સંસારમાં દેહને સુખશાંન્તિ મળીજાય
મળેલ માનવદેહને સદમાર્ગે લઈજાય,જ્યાં જલાસાંઇને શ્રધ્ધાએ વંદાય
દીધેલ માર્ગ જલાસાંઇનો અવનીએ,માનવ જીવનને સાર્થક કરી જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.

=================================================

October 24th 2017

.લાકડીનો ટેકો

………………લાકડીનો ટેકો

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને મળે સંબંધ લાકડીનો,જે ઉંમર અડતા દેહને મળી જાય
કુદરતની આ અજબકેડી,જે સહવાસ સંગે દેહને દુઃખજ આપી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
સાથમળે ઉંમર મળતા માનવીને,જેદેહને ધરતીપર ચાલન આપી જાય
કુદરતની કૃપાએ મળેલ પગલાં,માનવદેહને સમય સંગે ચલાવી જાય
મળે જ્યાં દેહને સંગાથ આવતીકાલનો,ત્યાં જ લાકડી પકડાઈ જાય
અહીંતહીંનો સંગાથ મેળવવા,ત્રીજા પગનોસાથ લાકડીએ મળી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
ના સમયના સંગની જરૂર કોઇને,જ્યાં અચાનક લાકડી પકડાઈ જાય
કોઈપણ દેહને જકડી નાખવા જીવનમાં,હાથમાં લાકડીજ આવી જાય
તેજલાકડી શક્તિદે દેહને,જે કોઇકવાર બીજા દેહને ઝાપટઆપી જાય
દુર રહીને ભાગતા રહેવાથી જીવનમાં,કોઇ દુશ્મન થઈને સ્પર્શી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
=====================================================

October 24th 2017

લીલા કુદરતની

. ………………..લીલા કુદરતની

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ………. …….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબશક્તિ શાળી પરમાત્મા જગતપર,જે અદભુતલીલાથી દેખાય
ક્યારે ક્યાં ને કેવી રીતે આવે અવનીએ,ના કોઇ જીવને સમજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
પવનદેવની અજબતાકાત છે,જે તેમના આગમનથી સમજાઈ જાય
આવે અચાનક એ અવનીપર,ના કોઇ જીવથી છટકીને દુર જવાય
ઝાડ પાનને તોડી નાખતા,નાકોઇ દેહથી કદીય આઘુપાછુ રહેવાય
અવનીપર તેમની તાકાત છે,જે તેમના પુત્ર હનુમાનજીથીજ દેખાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
કુદરતી તાકાતથી બચવા,શક્તિશાળી મેઘરાજાના આગમને સમજાય
આવે અચાનક ધરતી પર,જે જીવોને પાણીદેતા દરીયાપર લઈ જાય
ના કોઇ દેહથી છટકાય જગતપર,પ્રાણી પશુ કે માનવીનો દેહ હોય
છત્રી પકડી ચાલતો માનવદેહ,ભીની ચાદરથી અવનીપર પલળીજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
======================================================

October 19th 2017

પવિત્ર દીવાળી

. .પવિત્ર દીવાળી

તાઃ૧૯/૧૦/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને પકડી ચાલતા જીવનમાં,અનેક તહેવારો આવી જાય
મનને મળતી અનંત શાંન્તિ,પરમાત્માની કૃપાએજ મળી જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
ધર્મકર્મનો સંબંધછે જીવને અવનીએ,માનવદેહ મળતા સમજાય
હિન્દુ ધર્મ એ પવિત્ર ધર્મ છે,જે અનેક આફતથી બચાવી જાય
ના મોહમાયાનો સંબંધ સ્પર્શેજીવને,નાકોઇ અભિમાન મેળવાય
માનવજીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
પવિત્રદીવસ એ દીવાળીનો અવનીએ,નવા વર્ષને એ પ્રેરી જાય
મઠીયા ઘુઘરાને પ્રેમથીજ ખાતા,દીવાળીના દીવસને યાદ રખાય
મળે દેહને અનંતશાંન્તિ જીવનમાં,જ્યાં પ્રેમથી તહેવાર ઉજવાય
પવિત્રદીવસની રાહ જોતોમાનવી,વર્ષના અંતને ઓળખાઈ જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
========================================================

October 16th 2017

કુદરતી સ્પર્શ

.           કુદરતી સ્પર્શ   

તાઃ૧૬/૧૦/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કાયાને સ્પર્શે જ્યાં કુદરતી માયા,ના કોઇ જીવથી કદીય દુર રહેવાય
અલખ નિરંજન અવીનાશીની લીલા,એજ અદભુત કૃપા આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય. 
મળેલ માનવજીવન એ કર્મનનાબંધન,જગતપર આવનજાવન દઈ જાય
પરમાત્માની પાવનરાહે જીવતા,જીવને ભક્તિનો માર્ગ પણ મળી જાય
અવનીપરનુ આગમન એ બંધનછે જીવના,જન્મમરણના સંબંધે દેખાય
ભુતકાળને સમજીને ચાલતા જીવનમાં,આવતી કાલને સરળ કરી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
કુદરતની આઅદભુતલીલા જગતપર,મળેલદેહના સંબંધને સાચવી જાય
નાલાગણી મોહનો સ્પર્શ રહે દેહને,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવન રાહની કેડી મળી જાય
કળીયુગ એજ છે કુદરતનીલીલા,જે હેરીકેન સહિત આફત આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
=======================================================

	
October 8th 2017

આફત આવી


               આફત આવી

તાઃ૮/૧૦/૨૦૧૭                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આફત આવી જ્યાં આંગણે,ત્યાં જગતમાં ના કોઇથીય છટકાય
કુદરતની આજ અજબલીલા કહેવાય,જે નાકોઇ જીવથી અંબાય
.....શીતળતાનો સહવાસ મળે દેહને,એ પવિત્ર જીવનની રાહ આપી જાય.
મળેલ પ્રેમ માબાપનો સંતાનને,જે દેહને આફતથી દુર લઈ જાય
નિર્મળ પ્રેમની ગંગા વહે,જ્યાં બહેનનો પ્રેમ આંગળી ચીંધી જાય
આફતને એઆંબી જાય જીવનમાં,જે નિખાલસપ્રેમથી મળી જાય
સાચો વ્હાલ કરેલ બેનનો,આવતી આફતથી ભાઈને બચાવીજાય                    
.....શીતળતાનો સહવાસ મળે દેહને,એ પવિત્ર જીવનની રાહ આપી જાય.        
કાયાને સ્પર્શે માયા જીવનમાં,ના સમય કોઇથીય ક્યારે પકડાય                      
અવનીપરના આગમનનો સ્પર્શ,એ કર્મના બંધનથીજ મળી જાય                
પ્રેમની પાવનકેડી એનિખાલસપ્રેમ,બહેનથી સુખશાંન્તિ દઈ જાય                      
કુદરતની આ અજબલીલા અવનીપર,જે નિર્મળપ્રેમથી મળી જાય                     
.....શીતળતાનો સહવાસ મળે દેહને,એ પવિત્ર જીવનની રાહ આપી જાય.

===================================================

 


 

 

September 25th 2017

નિર્મળ સ્નેહ

.             નિર્મળ સ્નેહ 
તાઃ૨૫/૯//૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતપર ધરતીને નાપારખી શકે કોઇ,કે ના કોઇથીય દુર રહેવાય
જન્મ મળે જીવને ધરતીપર,જે કર્મનાબંધનથી અહીં તહીં લઈ જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઇ જાય.
પાવનકર્મ એ સ્પર્શે જીવને જગતપર,જે મળેલદેહના વર્તનથી દેખાય
કરેલ કર્મના બંધન એજ જ્યોત જીવની,એ સત્કર્મથી સમજાઈ જાય
નિર્મળ ભાવનાએ કરેલ કર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
ના મળે કળીયુગની માયા જીવને,કે નામોહની કેડી કોઇ મળી જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઇ જાય.
શ્રધ્ધાભક્તિ એ પાવનરાહ જીવની,જે પ્રભુના પ્રેમનીવર્ષા આપી જાય
અદભુતલીલા પરમાત્માની છે જગતપર,માનવદેહના કર્મથીએ સમજાય
કુદરતની આઅજબછે લીલા,જીવને મળેલ દેહને મોહમાયા આપીજાય
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જલાસાંઇની,માનવજીવનને એ પવિત્ર કરી જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઈ જાય.
===========================================================
September 20th 2017

નવરાત્રીનો પ્રારંભ

Image result for નવરાત્રીનો પ્રારંભ
.                 .નવરાત્રીનો પ્રારંભ    

તાઃ૨૦/૯/૨૦૧૭    (આસો સુદ-૧ ૨૧/૯/૧૭)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારા અનંતપ્રેમની વર્ષા વરસે,જ્યાં પવિત્ર નવરાત્રીમાં પ્રેમથી ગરબા ગવાય
ગરબે ઘુમતા ભક્તજનો સૌ તાલીઓના તાલને પકડી,સંગે ડાંડીયા ખખડાવી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
કૃપાની પાવન રાહ મળે ગરબે ઘુમતા ભક્તોને,અજબ શક્તિની વર્ષા દેહ પર થાય
આંગણે આવી કૃપા મળે માડીની,મળેલદેહને જગતપર પાવનરાહનો સંગ મળી જાય 
નવરાત્રીનો પવિત્ર તહેવાર મળે જીવને સમયે,જે જીવનમાં માનવતાને મહેંકાવી જાય
સફળ જીવનમાં સરળ રાહનો સંગાથ મળતા,તાલીઓના તાલનો સહવાસ મળી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
આસો માસની અજવાળી રાતમાં પાવનરાહ પકડતા,આરાસુરથી માઅંબા આવી જાય
મેલડી માતાનો રણકાર ગાજે ગરબામાં,જ્યાં માતાનુ આગમન ભક્તોની શ્રધ્ધાએ થાય
પાવાગઢથી માતા કાળકા પધારી કરે કૃપાની વર્ષા,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
અંતરમાં નારહે અપેક્ષા જીવનમાં,જ્યાં નવરાત્રીમાં કુળદેવી માતાની કૃપા જીવ પર થાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
==================================================================
September 19th 2017

સમયની સમજ

.           .સમયની સમજ   

તાઃ૧૯/૯/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની કૃપાનોસાથ પણ મળી જાય
જીવનમાં મળતી અનેક તકલીફોને,મળેલ દેહથી ના કદીય કોઈથીય છટકાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
કરેલ કર્મ જીવનમાં દેહ મળતા જીવને,થઈ રહેલ કર્મથી અનુભવ થઈ જાય
સવાર સાંજ એ કૃપા સુર્ય દેવની જગતપર,ના કોઇજ દેહથી કદીય છટકાય
પ્રભાતે આગમન થાય સુર્યદેવનુ,દુનીયાપર સૌ જીવોને પાવનરાહ મળી જાય 
સંધ્યાની જ્યોત પગટે જગતપર કૃપાએ,જે માનવદેહને અંધકાર આપી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
મળેલદેહને સુર્યદેવના આગમને,કર્મની કેડી દીવસમાં થયેલ વર્તન થી દેખાય
સમય એ છે કુદરતની લીલા અવનીપર,નાકદી કોઇ જીવથી ક્યારેય છટકાય
આગમન વિદાય એ અદભુત લીલા,જગતપરના આવન જાવનથી મળી જાય
સમયની સંગે ચાલતો માનવી જીવનમાં,જલાસાંઇની પાવનરાહને મેળવી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
=================================================================
« Previous PageNext Page »