June 22nd 2017
....
....
. .શક્તિ ભક્તિની
તાઃ૨૨/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિમાં એ અજબ શક્તિ છે,જીવને પાવનરાહે મુક્તિ દઈ જાય
અપેક્ષાની નાચાદર અડે જીવનમાં,કે ના મોહમાયા કોઇ અથડાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
મળે માનવદેહ જીવને અવનીએ,જે કરેલ કર્મના સંબંધથી મેળવાય
કુદરતની આ અજબલીલા છે,અવનીપર આવન જાવન મળી જાય
અનેક દેહના સંબંધ છે જીવને,જે જન્મ મળતા અવનીપર મેળવાય
માનવદેહને સમજણ સ્પર્શે જીવનમાં,પ્રભુકૃપા ભક્તિ માર્ગ દઈ જાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
મળેલ દેહને સ્પર્શે પ્રેમ માબાપનો,અવનીપર એ દેહને આપી જાય
પવિત્રરાહની કેડી મળે જીવને,જે નિર્મળભક્તિએ શક્તિઆપી જાય
ભક્તિમાર્ગ એજ કૃપા જલાસાંઇની,મળેલદેહની માનવતા મહેંકીજાય
નિર્મળભાવનાએ ભક્તિ કરતા જીવને,જન્મમરણના બંધનછુટી જાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
======================================================
June 21st 2017
...
...
. .મળેલ કેડી
તાઃ૨૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહ અવનીએ જીવને,એ કરેલ કર્મના સંબંધથી મેળવાય
કર્મબંધન એ જ જકડે છે જીવને,જે આવનજાવન આપી જાય.
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
અનેકદેહના બંધન છે જીવને,જે સમયની સાંકળથી સ્પર્શી જાય
માનવદેહ એકૃપા પ્રભુની,જીવને મળેલ કેડીએ રાહ આપી જાય
પાવનરાહે ઉજવળ જીવન થાય,જ્યાં સંતજલાસાંઈની કૃપા થાય
એજ કૃપા પરમાત્માની થઈ,જેજીવને અંતે મુક્તિમાર્ગે દોરી જાય
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
લાગણી મોહ સ્પર્શે છે જીવને,એ કળીયુગની કેડીથી અડી જાય
સરળ જીવનની રાહ જ મળે દેહને,જ્યાં સમજીને જીવન જીવાય
ના આશા અપેક્ષા કે માગણી રહે જીવને,જ્યાં પ્રભુનીકૃપા થાય
મળેલ જન્મને સાર્થક કરવા જીવથી,શ્રધ્ધાવિશ્વાસથી ભક્તિ થાય
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
====================================================
June 20th 2017
....
....
. .ગજાનંદ શ્રી ગણેશ
તાઃ૨૦/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રીધ્ધી સીધ્ધીની અનંત કૃપા મળે,જ્યાં ગણપતિજીનુ પુંજન થાય
શ્રધ્ધારાખી માતાને વંદન કરતા,જીવને પાવનરાહ પણ મળી જાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
પવિત્ર રાહની કેડી મળે જીવનમાં,કરેલ કર્મથી જીવન પાવન થાય
ભક્તિમાર્ગને પકડી ચાલતા,જગતપિતા ભોલેનાથની કૃપા પણ થાય
મળેલ માનવદેહ જીવને કર્મથી જકડે,જગતમાં ના કોઇથી છટકાય
પાવન પ્રેમની વર્ષા થતા,રીધ્ધી સીધ્ધી સંગે શ્રી ગણેશજી હરખાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
નિર્મળ ભાવના સંગે પ્રાર્થના કરતા,ઘરનુ આંગણુય પાવન થઈ જાય
ઉજવળ જીવનની જ્યોત પ્રગટતા,અનેક જીવોનો પવિત્રપ્રેમ મેળવાય
આગમન વિદાયનો સંબંધ છુટતા,જીવને કૃપાએ મુક્તિમાર્ગ મળીજાય
જીવને મળેલ માનવદેહ અવનીએ,અંતે પરમાત્માને શરણે આવીજાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
======================================================
June 19th 2017
...
...
. .સગપણ
તાઃ૧૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,એ જીવના કર્મના બંધન જ કહેવાય
આગમન ને વિદાયએ જીવના સંબંધ,પરમાત્માની કૃપાએ સચવાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
માનવદેહ મળે જીવને માબાપની કૃપાએ,જે કુટુંબના સંબંધ દઈ જાય
બાળપણ જુવાનીને ઘૈડપણએ સ્પર્શે દેહને,એ સમયથી પરખાઈ જાય
જીવને મળેલ દેહને સગપણ અવનીપર,જે આગમન થતા મળતો જાય
નિર્મળજીવન જીવતા સંગે કૌટુંબીક સંબંધ,એ માનવતાને સ્પર્શી જાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
અનેકદેહ અવનીપર આવે જાય,એ જીવને કર્મના બંધનથી મળી જાય
સગપણ દેહના મળે આગમને,ને પરમાત્માનીકૃપાએ સત્કર્મ દેહથી થાય
પવિત્રકર્મ એ મળેલ દેહને શાંંન્તિ આપે,જે જલાસાંઇની રાહે લઈ જાય
અવનીપર આગમનવિદાયના બંધન છુટે,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
=========================================================
June 19th 2017
...
...
. .શ્રી શંકરનાથ
તાઃ૧૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે પરમાત્મા,અનેક નામોથી અવનીએ ઓળખાય
અવનીપરના પવિત્ર જીવો પર એકૃપા કરે,અંતે ભોલેનાથ પણ કહેવાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
ૐ નમઃ શિવાયના મંત્ર જાપથી,જીવને અવનીપર પરમકૃપા મળી જાય
પરમ શ્રધ્ધા ભોલેનાથની રાખતા,માતા પાર્વતીના આશિર્વાદને મેળવાય
સોમવારની પવિત્ર સવારે પુંજન કરતા,નાકોઇ આફત જીવને ઘેરી જાય
શ્રી શંકર ભોલેનાથની અજબકૃપા છે,જે અનેક નામથી વંદન થઈ થાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શિવલીંગને શ્રધ્ધાએ દુધઅર્ચના કરતા,પાવનરાહ પ્રભુ ભોલેનાથથી લેવાય
માતા પાર્વતીને સંગે પુત્ર શ્રીગજાનંદ ગણપતિ,પરમપ્રેમની વર્ષા કરી જાય
અવનીપરનુ આગમન એકર્મબંધન,જે શ્રી ભોલેનાથની કૃપાએ છુટી જાય
જીવનાબંધન અવનીપર આવનજાવનના,જે પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
==============================================================
June 18th 2017
.બંધન જીવના
તાઃ૧૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવન રાહ મળે જીવને,જે મળેલ દેહને શાન્તિ આપી જાય
સરળ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મળેલજન્મ પાવન થઈ જાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
પવિત્રકર્મથી જીવનમાં પ્રભુની ભક્તિએ,અજબકૃપાની વર્ષા થઈ જાય
મળેલદેહને છે કર્મના બંધન,જે અવનીપર આવન જાવનથી સમજાય
કુદરતની આજછે લીલા જગતમાં,જે જીવને જન્મમરણથી સ્પર્શી જાય
ના મોહ કે કોઇ માયા સ્પર્શે દેહને,જે જલાસાંઈની કૃપા એજ દેખાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પળે પળ પરમાત્માની દ્ર્ષ્ટિ થઈ જાય
વિચારના વાદળ દુર રહેતા જીવનમાં,ના આફત કોઇ જીવને અડી જાય
પરમ શાંંતિ મળે જીવને કૃપાએ,જ્યાં સરળપ્રેમ સંબંધીઓનો મળી જાય
રામનામની માળા જપતા જીવનમાં,અનંતકૃપાએ જીવને પાવન કરી જાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
========================================================
June 17th 2017
. .બાહુબલી
તાઃ૧૭/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે અવતાર,જે પ્રભુ શ્રીરામને સંગાથ આપી જાય
ગદાધારીને ચાલતા અવનીએ,હાથમાં મંજીરા જોઇ પરમાત્માય હરખાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પરમાત્માનો દેહએ શ્રીરામથી ઓળખાય,સંગે સીતાજી પણ આવી જાય
પરમકૃપાળુ ભોલેનાથની ભક્તિએ,રાવણ લંકામાં અભિમાન મેળવી જાય
ભક્તિની શક્તિને પારખી લેતા,શ્રી રામનો અવતાર અવનીએ થઈ જાય
બાહુબલીની અજબશક્તિ છેઅપરંપાર,જે રાજારાવણની મતીને અડીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પવિત્ર જીવન શ્રીરામ સંગે જીવતા,માતાસીતાજી પણ સંસ્કાર આપી જાય
પાવનરાહને પકડી જીવન જીવતા,રાજા રાવણ સીતામાતાને ઉઠાવી જાય
અયોધ્યામાંથી માતાને લઈને,શ્રી લંકામાં લાવીને જીવનમાં ભટકાવી જાય
ત્યાંજ બાહુબલીની શક્તિએ શોધતા,અંતે રાવણનુ દહન પણએ કરીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
=======================================================
June 15th 2017
. .જય ગંગામૈયા
તાઃ૧૫/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે દેહને અવનીએ,જ્યાં મા ગંગામૈયાને વંદન થાય
પરમાત્મા ભોલેનાથની કૃપાએ,ગંગામૈયા અવનીપર અવતરી જાય.
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
અર્ચના કરી શ્રધ્ધાએ વંદન કરતા,માતાની કૃપાની વર્ષા થઈ જાય
મળેલ જન્મને પવિત્રરાહ મળે,જીવને પરમાત્માની કૃપા મળી જાય
પાવનરાહે જીવનમાં ચાલતા જ,ના કદી કોઇ આફત સ્પર્શી જાય
માનવજીવન એછે કર્મનાબંધન,જે ગંગામૈયાની કૃપાએ છુટી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
ૐ નમઃ શિવાયના પ્રભાતના સ્મરણે,મા ગંગાની અમૃત વર્ષા થાય
પવિત્ર જીવન ને પવિત્રશ્રધ્ધા,એજ પાવનકર્મ જીવનમાં કરાઇ જાય
મળે માનવદેહ પર કૃપા ભોલેનાથની,મળેલ જન્મ સફળ થઈ જાય
એજ કૃપા મા ગંગામૈયાની અવનીએ,જે જીવનને પાવન કરી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
======================================================
June 15th 2017
. .લાગણી કે માગણી
તાઃ૧૫/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવન રાહ મળે જીવને,જ્યાં અંતરથી લાગણીએ પ્રેમ થાય
કળીયુગ કેરી ચાલમાં રહેતા,જીવને અપેક્ષાસંગે માગણી અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહના વર્તનથી દેખાય
સફળતાની કેડી મળે દેહને,જ્યાં સંબંધીઓની લાગણી સ્પર્શી જાય
નિર્મળ લાગણી એજ સ્પર્શે જીવને,જે થતા અનુભવથી જ સમજાય
મળેલ દેહને કૃપાજ સમજતા અવનીએ,સફળતાના વાદળ અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
સમય સ્પર્શે જ્યાં દેહને અવનીપર,ત્યાં જીવની માગણી વધતી જાય
અપેક્ષાનો સંગાથ રહેતા દેહને,પળેપળ તકલીફોજ અડતી થઈ જાય
મોહ લાગે જ્યાં માગણીનો જીવનમાં,ત્યાં નાકોઇ સત્કર્મ પણ થાય
લાગણી માગણી એજ સ્પર્શ જગતમાં,સમયથી સાંકળેજ જકડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
======================================================
June 14th 2017
.
.
. .ગોવિંદ ગોપાલા
તાઃ૧૪/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગોવિંદ ગોપાલા છે દ્વારકા નંદન,જગતમાં શ્રીકૃષ્ણથીય ઓળખાય
ગોપીઓના વ્હાલા જગતગોપાલા,માજશોદાના નંદન પણ કહેવાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પવિત્ર માર્ગના સંગે અવનીએ,અજબ શક્તિ શાળી કૃપા દઈ જાય
પાવન જીવનનીરાહ બતાવી છે જીવોને,જે મુક્તિ માર્ગ આપી જાય
કૃષ્ણ કનૈયાના નામથી આગમન થતા,ગોપીઓના ગરબા શરૂ થાય
અનેક જીવોને નિર્મળ પ્રેમ બતાવી,અવનીપર પ્રેમની વર્ષા કરી જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પ્રેમની પવિત્રકેડી રાધાજીથી મળી ગઈ,જગતમાં પવિત્ર જોડી કહેવાય
નિર્મળ રાહ લઈને જીવન જીવતા,પાવન પ્રેમની ગંગા વહેવડાવી જાય
પરમાત્માનુ આગમન થયુ દ્વારકામાં,જે માનવ જીવન પવિત્ર કરી જાય
જયશ્રીકૃષ્ણ,રાધેકૃષ્ણના સ્મરણથી,જીવ પર પરમાત્માની કૃપા થઇ જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
==========================================================