June 13th 2017
...
...
. .કૃપાની કેડી
તાઃ૧૩/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે જીવને મળેલ કર્મથી સમજાય
પાવનરાહથી જ્યોતપ્રગટે જીવની,જે પવિત્ર કૃપાની કેડી આપી જાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
માનવદેહને સ્પર્શે છે કરેલ કર્મ,એ જીવને મળતી સરળ રાહે દેખાય
કુદરતની આ પવિત્રકેડી જીવપર,માનવદેહને વર્તનથી સમજાઇ જાય
આજકાલ એ સ્પર્શે દેહને જીવનમાં,જે કર્મના બંધનથીજ અનુભવાય
કરેલ કર્મના સંબંધ સ્પર્શેછે જીવને,જે જીવને આવનજાવનથી દેખાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
સરળજીવનની રાહે ચાલતા જીવનમાં,મળેલદેહને પવિત્રકર્મ મળી જાય
સંત જલાસાંઇની ચીંધેલ આંગળીએ,કરેક કર્મ જીવન પવિત્ર કરી જાય
મહેંક પ્રસરે માનવતાની જીવનમાં,ત્યાં પરમાત્માય પરીક્ષા કરવા પ્રેરાય
આવી આંગણે કૃપા કરે આંગણુ પાવન થાય એજ કૃપાની કેડીકહેવાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
=========================================================
June 12th 2017
..
..
. .કાનમાં કચરો
તાઃ૧૨/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં સ્પર્શે છે,જેને કાનની કૃપા કહેવાય
સાંભળવાથી સમજણ મળે,જે માનવ જીવનને દોરી જાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
કચરો પેસે જ્યાં કાનમાં,ત્યાં જ અગડમ બગડમ થઈ જાય
વિચાર એ બુધ્ધીથી સ્પર્શે દેહમાં,જે થકી જીવન ચાલી જાય
મદદ માગતા વડીલને ધરતીપર,બેહરાશે ના મદદ કોઇ થાય
વંદનકરતા મળે આશીર્વાદ વડીલના,કાનમાં કચરાએ ખોવાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
સરળ જીવનની રાહ પકડવી,એ મળેલ દેહથી સમજણે લેવાય
સાંભળવવાની ના જરૂર કોઇ દેહને,મળેલ બુધ્ધીનેએ સમજાય
કળીયુગની એ કાતર છે અવનીએ,સાંભળતા દુષ્કર્મ થઈ જાય
ખુલ્લા કાનને ખોટા શબ્દ મળે,ત્યાંજ દેહનેએપાગલ કરી જાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
===================================================
June 11th 2017
..
..
. .ભજન કરૂ
તાઃ૧૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ભજન કરતા,જીવનમાં મનને અનંત શાંંતિ મળી જાય
મળેલદેહને પાવન કરવા અવનીએ,પરમાત્માની ઓળખાણ થઈ જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
પત્થરને પારખી લેતા કળીયુગમાં,દેખાવની દુનીયાથી દુર રહેવાય જાય
મનથી કરેલ ભક્તિ જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ પણ આપી જાય
શુ કરવુ અને શુ કર્યુ જગતમાં,જે જીવનમાં કર્મના બંધનથી સમજાય
મળે જીવને અનંતપ્રેમ અવનીએ,ના અપેક્ષા કે નામાગણી અડી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
જલાસાંઇની જ્યોત પ્રગટી અવનીએ,જે કરેલકર્મથી જીવોને દોરી જાય
પવિત્રભાવનાથી કરેલ ભક્તિ અને ભજન,જીવને પવિત્રમાર્ગે લઈ જાય
જન્મમરણના બંધન જીવથી છુટતા,પરમકૃપાએ જન્મ મરણ છુટી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
======================================================
June 11th 2017
. .ચીંધેલ જ્યોત
તાઃ૧૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમનો સાગર તો જગતને સ્પર્શે,પરમાત્માની કૃપા કહેવાય
નિર્મળસ્નેહ એ જ્યોત પ્રેમની,માનવ જીવનમાં મળી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
પરમકૃપાળુ એ પ્રભુ છે,દુનીયામાં મળેલદેહથી સમજાઈ જાય
કર્મનો સંબંધ એ દેહને સ્પર્શે,જે દેહ મળતા જીવને સમજાય
કરેલ પાવનકર્મ એ માનવદેહ,અવની પર આવતા અનુભવાય
નાભાવના કે નાઅપેક્ષા કોઇ,એ ઉજવળ જીવન આપી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
વડીલને વંદન એ સંસ્કાર છે જીવના,જે પાવનરાહે દોરી જાય
કળીયુગની આ સાંકળ છે એવી,મળેલ આફતથી સમજાઈ જાય
પવિત્રરાહની ચીંધે આંગળી,ત્યાં માનવી પવિત્રજ્યોતે જીવી જાય
અદભુત શક્તિશાળી પરમાત્મા,જીવને અંતે મુક્તિમાર્ગે લઈ જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
======================================================
June 10th 2017
. .કૃપા મળે
તાઃ૧૦/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ અવનીએ જીવને,જ્યાં મળે પરમાત્માની કૃપા
અનંત શક્તિશાળી છે પરમાત્મા,જગતમાં જીવોથી અનુભવાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રામનામની માળા જપતા જીવને,પ્રભુની પરમ કૃપાય મળી જાય
હનુમાનજીની ભક્તિ નિરાળી,ગદા સંગે જગતમાં એ પુંજાઈ જાય
માનવ જીવન પાવન કર્યુ અવનીએ,જે માબાપની કૃપા કહેવાય
અયોધ્યા એજ સ્થાન બન્યુ,જ્યાં પરમાત્માએ જન્મ લીધો દેખાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રાધામાતાનો પવિત્રપ્રેમ જ્યાં પરમાત્મા શ્રીકૃષ્ણ રૂપે આવી જાય
ગોપીઓના સંગાથમાં રહેતા દ્વારકામાં,એગોપીનાથ પણ કહેવાય
અજબ કૃપાળુ પરમાત્મા છે જગતમાં,ભક્તો પર કૃપા કરી જાય
સમયને સમજી જીવતા જીવનમાં,વડીલના આશિર્વાદ મળી જાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
=================================================
June 9th 2017
. .અજ્ઞાન
તાઃ૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન એજ કૃપા પ્રભુની,જે જીવને કર્મની કેડીથી સમજાય
મળેલ જન્મને સાર્થક કરવા,જીવનમાં સતકર્મની સાંકળને પકડાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
અવનીપરના આગમનને યુગસ્પર્શે,જે દેહને ઉપર નીચે લઈ જાય
જીવને બંધનછે કર્મના અવનીપર,એજ જ્ઞાન અજ્ઞાનથી સમજાય
સમજણની રાહ પવિત્ર છે,જે મળેલ દેહના વર્તનથી સ્પર્શી જાય
કુદરતની લીલા છે અતિન્યારી,જે જીવના આવનજાવનથી દેખાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જ્યાં નિર્મળતાનો સંગ લેવાય
અનેક ઉપાધીને આંબી લેવા જીવનમાં,જલાસાંઇની કૃપા મેળવાય
અપેક્ષાના વાદળ એ કળીયુગની સાંકળ,ના કોઇ જીવથી છટકાય
નિર્મળ જીવનની રાહ પામવા જીવનમાં,અજ્ઞાનતાથી દુરજ રહેવાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
==========================================================
June 8th 2017
....
....
. .शेरडीवाले सांई
ताः८/६/२०१७ प्रदीप ब्रह्मभट्ट
प्रेम श्रध्धाकी निर्मळ राह पकडके,बाबा मै तुम्हारे चरणमे आया
क्रुपाकी पावनराहसे बाबाकी,जीवनमें शांन्तिका संगाथ मैने पाया
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
बाबा मेरे है शेरडीसांई क्रुपा निधान,जीवनमें मीले शांंतिका धाम
श्रध्धा रखके ज्योत जलाके धरमें,बाबाको वंदन प्रदीपका वारंवार
मानवदेहको क्रुपा मीले बाबाकी,जीवनकी ज्योत संसारमेभी प्रगटे
वंदन वारंवार करते श्रध्धासे जीवनमे,पावनराह जीवको है मीलती
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
ॐ श्री सांइनाथाय नमः स्मरणसे,जीवनकोशांंति सदाय मील जाती
कळीयुगकी ना चादरस्पर्शे जीवको,ना मोहमायाका कोइ संग रहे
उज्वळ जीवनकी राहही देती शांन्ति,ना अपेकक्षा जीवनमें अडती
मानवजीवनमें मीलती क्रुपा बाबाकी,जहां श्रध्धासे वंदन हम करते
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
========================================================
June 8th 2017
....
....
. .જલારામને પ્રેરણા
તાઃ૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પ્રેરણા આપી નિર્મળ,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરના બંધનને છોડવા,પરમાત્માની કૃપાએ અન્નદાન દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
ભંક્તિમાર્ગની ચીંધી આંગળી જલારામને,ના મંદીરની અપેક્ષા રખાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પવિત્ર જીવ વિરબાઈનોજ કહેવાય
સંસ્કારની સાચી નિર્મળરાહ મળે માબાપથી,જે તેમના વર્તને દેખાય
જલારામની શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્મા પરિક્ષા કરી જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
અનેકદેહોને ભોજન દઈને જીવતા,જ્યાં આશિર્વાદની વર્ષા થઈ જાય
અપેક્ષાની ના ચાદર ઓઢતા જીવનમા,પાવન કર્મની પ્રેરણા મેળવાય
સંત ભોજલરામની ચીંધેલઆંગળી,સંસારને પવિત્રરાહ પણ આપી જાય
મળેલપ્રેમ માબાપનો જીવનમાં,ઉજવળરાહે જીવને મુક્તિમાર્ગ દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
========================================================
June 7th 2017
. .આંગણુ પાવન
તાઃ૭/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવનજાવન એ જીવના બંધન,કરેલ કર્મની કેડીએ મળી જાય
સંબંધ એતો છે સંસારનુ સગપણ,જગતમાં ના કોઇથી છટકાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
સિધ્ધીવિનાયકદેવની ભક્તિએ કૃપામળે,એ પાવનરાહે લઈ જાય
કર્મના બંધનએ કરેલ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
પાવનરાહે ચાલતા અવનીએ,મળેલ જીવનમાં માનવતાય મહેંકાય
કુદરતની આ અસીમ છે કૃપા,જે ધર આંગણે દર્શન આપી જાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
અપેક્ષાના વાદળતો જીવનેઅડે,નિર્મળ જીવનને એદુર રાખી જાય
માનવજીવન એજ કૃપા જલાસાંઇની,જે પવિત્ર રાહે જીવને દેખાય
અનેક જીવોને અન્નદાન આપતાજ,પરમાત્માને એ રાજી કરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,જ્યાં માનવ થઈને જીવન જીવાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
=======================================================
June 6th 2017
. .પાવનપ્રેમ
તાઃ૬/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને પાવનપ્રેમની રાહ મળે,જ્યાં ગજાનંદની કૃપા થઈ જાય
ભક્તિ માર્ગની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ભોલેનાથને પુંજાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
પાવનપ્રેમ મળ્યો માતાનો,જે પુત્ર ગણપતિના વર્તનથીજ દેખાય
માતા પાર્વતીએ પવિત્રશક્તિ છે,જે સંતાનને મળતાપ્રેમે સમજાય
નિર્મળ ભાવે પુંજન કરતા ગણપતિની,પિતા શંકરનીય કૃપા થાય
દેહને મળે પવિત્રરાહ જીવનમાં,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
અનેક ભાવનાથી પુંજન કરતા,ગણેશજીને સિધ્ધીવિનાયક કહેવાય
ૐ શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,નિર્મળ ભાવનાએ પુંજન થાય
ૐ ગં ગણપતયે નમઃએ પણ પવિત્ર શ્લોક છે,શ્રી ગજાનંદ હરખાય
પવિત્ર ભાવનાએ માળા જપતા,મળેલ જીવને પાવનપ્રેમ મળી જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
=====================================================