June 5th 2017
. .કુટુંબની કેડી
તાઃ૫/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ અજબકેડી છે,જે જીવનની જ્યોત પ્રગટાવી જાય
કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલ દેહને અનુભવ આપી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
મળેલ દેહ જીવને અવનીએ,માબાપ થકી અવનીએ આવી જાય
કુટુંબછે શરીરના સંબંધ અવનીએ,જે પ્રેમની પાવનકેડી દઈ જાય
ભાઈબહેનના પ્રેમની જ્યોત પ્રગટે,જે માબાપની જ કૃપા કહેવાય
પતિપત્નીના સંબંધનીકેડી,એ કર્મનાબંધન પ્રેમાળ જીવનથી દેખાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
શ્રધ્ધા ભક્તિને સમજીને પારખી ભજતા,ભગવાનની કૃપા મળી જાય
અનંતપ્રેમથી જીવને પાવન રાહ મળે,જે દેહના વર્તનથી જ સમજાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે કુટુંબમાં દેહનાબંધનથી અડી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,અંતે જન્મમરણને પ્રભુકૃપા મળી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
======================================================
June 4th 2017
. .મા કાળકા
તાઃ૪/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી માકાળકાની,પરમકૃપાએ પાવનરાહ મળી જાય
કર્મની શીતળ રાહે માતાને પુંજતા,મળેલ જીવન ઉજવળ થઈ જાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
શ્રધ્ધા રાખી માતાને વંદન કરતા,મનને અનંત શાંંન્તિ મળી જાય
કૃપાની પવિત્રકેડી મળે પ્રદીપને,જ્યાં મા કાળકાને ધુપદીપ કરાય
કુળદેવીની કૃપા મળે સંસારમાં,પાવનમાર્ગે કુટુંબ પણ ચાલી જાય
આજકાલને દુર રાખીને જીવતા,જગતમાં આગમનથી દુર રહેવાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જે માતાની કૃપાએ અનુભવાય
ના અપેક્ષાની કોઇ સાંકળ મળે,જે જીવને કાયમ દુઃખ દઈ જાય
આજકાલ જગતમાં બંધનથીસ્પર્શે,જ્યાં દેહને કળીયુગ અડી જાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં માતાની કૃપા જીવ પર થાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
========================================================
June 3rd 2017
. .રામનામની માળા
તાઃ૩/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા,જીવને પરમાત્માની પરમકૃપા મળી જાય
મોહમાયાની આંગળી છોડતા,મળેલ માનવ દેહ પાવન થઈ જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
જકડ દેહની જ જીવને અડે,જે આવન જાવનથી જગતમાં સમજાય
નિર્મળભાવનાનો સંગ રાખતા,મળેલ દેહને સદાય શાંંન્તિ મળી જાય
અવનીપરનો એ દેહ છે પરમાત્માનો,જેને રામના નામથી ઓળખાય
મનથી કરેલ જાપ શ્રીરામના,સંગે સીતામાતાનો પ્રેમ પણ મળી જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
કર્મનીકેડી એ બંધન છે જીવના,એ મળેલદેહના વર્તનને અડી જાય
ભજનભક્તિને શ્રધ્ધાએ કરતા,ના અપેક્ષાના વાદળ જીવને મળીજાય
દેખાવની દુનીયા સ્પર્શે છે કળીયુગમાં,જે નિખાલસતાએજ સમજાય
મળે માનવતાનો સાથ જીવનમાં,જ્યાં શ્રી રામની પ્રેમથી પુંજા થાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
======================================================
June 2nd 2017
. .કર્મસંબંધ
તાઃ૨/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમકૃપા અવનીપર,કરેલ કર્મના સંબંધ જીવને સ્પર્શી જાય
અનેકદેહ અવનીપર મળે જીવને,જે આગમન વિદાયની કેડીએ સમજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
માનવ દેહને મળે સમજણ વર્તનની,જે થકી જીવનમાં સમજીને જીવાય
લાગણી મોહ ને વર્તન વાણી સ્પર્શે જીવને,માનવદેહમાં એ અનુભવાય
કુદરતની પાવન કૃપા મળે જીવને,જ્યાં નિખાલસતાએજ જીવન જીવાય
નિર્મળ ભક્તિની રાહ પકડતા જીવનમાં,પુંજન અર્ચન શ્રધ્ધાએ થઈ જાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
સમય પકડવાની તાકાત નાકોઇની જગતમાં,કળીયુગ સતયુગથી દેખાય
કર્મ એ દેહને સ્પર્શે વર્તનથી,જીવનમાં કુદરતની અજબકૃપાએ સમજાય
પ્રેમભાવથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપાએ જીવતર પાવન થાય
આંગણે આવી ઉજ્વળ સવાર મળતા,દેહને પ્રભાતપણ પાવન મળીજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
===========================================================
June 1st 2017
. .મળેલ રાહ
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ જીવને અવનીએ,એજ પરમાત્માની કૃપા કહેવાય
અનંત દેહના સંબંધ છે અવનીએ,જે જીવને જન્મ મળે સમજાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
કુદરતની છે અજબલીલાઅવનીએ,નાકોઇ કલ્પના જીવથી રખાય
માનવજીવનના સંબંધએ કર્મ છે,જીવને આવનજાવન આપી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં,શ્રધ્ધાએ પરમાત્માની ભક્તિપ્રેમે થાય
નાઅપેક્ષાના કોઇ વાદળ સ્પર્શેદેહને,જ્યાં જલાસાંઇની રાહે ચલાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે માબાપનો નિર્મળપ્રેમ જ કહેવાય
શ્રધ્ધા પ્રેમને સાચવીજીવતા,મળેલ દેહ સત્કર્મના માર્ગેજ ચાલી જાય
મળે જ્યાં વડીલના આશિર્વાદ દેહને,જીવને નિર્મળરાહ આપી જાય
એજ લીલા પરમાત્માની જીવ પર,જે ધરતીના બંધનને આંબી જાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================================
June 1st 2017
. .કુદરતની કરામત
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે જગતમાં,જેને સમજણથી કુદરત કહેવાય
અવનીપર મંદીર જતા પગેલાગીને,પથ્થર કે ફોટાને પ્રભુ કહેવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
પરકૃપાળુ પરમાત્મા જેઅનેક રૂપે,અવનીએઆવી વિદાય લઈ જાય
લીધેલ દેહથી જગતમાં જીવન જીવવાની,એ પવિત્રરાહ આપી જાય
પવિત્ર ભુમી એ ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય
સંસ્કારની શીતળ કેડીએ, માનવ દેહની જ્યોત સમયે પ્રગટી જાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
કુદરતની આ કરામત છે જગતમાં,જે અબજો વર્ષોથી સ્પર્શી જાય
મળેલદેહ એ કર્મના બંધન છે જીવના,જગતમાં ના કોઇથી છટકાય
નિર્મળભાવનાએ જીવન જીવતા,પ્રભુકૃપાએ કર્મનાબંધન છુટતા જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇથી પાવનરાહ મેળવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
=======================================================
May 30th 2017
. .સમજણની સાંકળ
તાઃ૩૦/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને અવનીએ,સ્પર્શે કર્મનીકેડી જીવને અનુભવ થાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવન કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
કર્મબંધન જગતપર જીવને સ્પર્શી જાય,ના કોઇથી બંધનથી છુટાય
અનેકદેહ મળે અવનીએ જેદેહથી દેખાય,ને સમજણથી અનુભવાય
વાણી વર્તન અને કર્મ એજ માનવીના,જીવનની રાહને આપી જાય
કુદરતની આલીલા અવનીએ સ્પર્શે,જે ઉંમરના બારણા ખોલી જાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
બાળકને સ્પર્શે માબાપનીકૃપા,જે જીવનના પાયા મજબુત કરી જાય
જુવાનીના માર્ગને પકડવા સંતાને,ભણતરની રાહને સમજીનેજ ચલાય
આજકાલને સમજી ચાલતા,મળેલ દેહની આજકાલને પવિત્ર કરી જાય
પવિત્રરાહને પકડીને જીવવા,નિર્મળ ભક્તિનો સંગ રાખતા કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
=======================================================
May 29th 2017
.
. .જય મેલડી માતા
તાઃ૨૯/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન ભક્તિનો સંગ રાખીને,માતા મેલડીની શ્રધ્ધાએ આરતી થાય
પરમકૃપા માડી તારી મળી પ્રદીપને,જે પવિત્રરાહ મળતાજ સમજાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
ગરબે ધુમતા માડી તારા ભક્તો,પ્રેમ અને શ્રધ્ધાએ પુંજન કરી જાય
તાલીઓના તાલે ધુમતા માડીની,અનંત કૃપાનોઅનુભવથી થઈ જાય
પવિત્ર રાહ મળતા દેહને જીવનમાં,માતા મેલડીના પ્રેમની વર્ષા થાય
અનંત શાંન્તિની પ્રેરણા થતા કૃપાએ,નિર્મળરાહ જીવનેજ મળી જાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
શ્રધ્ધાપ્રેમથી આરતી કરતા માતાની,જીવ પર મા મેલડીની કૃપા થાય
આંગણે આવી મા ભક્તિ સ્વીકારે,એજ સાચી માડીની કૃપા કહેવાય
કરેલ કર્મને પાવનકરે કૃપાએ,જે જીવનમાં સરળરાહ પણ આપી જાય
માડી તારી ભક્તિ નિર્મળતાએ કરતા,ના માગણી કોઇ મને અથડાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
========================================================
May 29th 2017
. .શ્રી ભોલેનાથજી
તાઃ૨૯/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે જ્યાં પિતાનો સંતાનને,પાવનજીવનની રાહ મળી જાય
તન,મન,ધનથી શાંન્તિ મળતા,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
પિતા ભોલેનાથની ભક્તિ શ્રધ્ધાએ કરતા,કૃપાની વર્ષાય થઈ જાય
માતા પાર્વતીને વંદન કરતા,જીવનો મળેલ જન્મ સફળ પણ થાય
કૃપા મળે જ્યાં ગણપતિની,મળેલ દેહની રાહ પણ ઉજવળ થાય
ૐ નમઃ શિવાયના જાપથી,માનવજન્મને પવિત્ર જીવન મળીજાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
અજબ શક્તિશાળી પિતા છે જગતમાં,સાચી ભક્તિએ અનુભવાય
વંદન કરીને દર્શન કરતા,માતાપિતા સંગે પુત્ર ગણપતિય હરખાય
ઉજવળ જીવનની રાહ મળતા જીવને,મળેલ દેહ પાવન થઈ જાય
કૃપા મળે શ્રીભોલેનાથની,અવનીપર જન્મમરણના બંધન છુટી જાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
=======================================================
May 27th 2017
.
. .અદભુતલીલા
તાઃ૨૭/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આણી વાણી ના જાણી કોઇએ,જગતમાં સમયથી પકડાઇ જાય
નિર્મળ જીવનની રાહે જીવતા,માનવીને અનંત શાંંન્તિ મળી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
સમયને નાપકડે કોઇ જીવ,સમજીને સંગેરહેતા આણીથી અડકાય
મળેલ સંબંધને પકડીને ચાલતા,જીવનમાં વાણી સમજીને બોલાય
કુદરતની આ અજબ શક્તિ છે,મળેલ દેહને કાયમએ સ્પર્શી જાય
મહેંકપ્રસરે જગતમાં મળેલ દેહની,જે જીવનો જન્મપાવન કરી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
મેં કર્યુ એ સમજણ છે માનવદેહની,જે કર્મની કેડીને અડી જાય
મળેલદેહ એ કર્મના છે બંધન,જે આગમનથી મળતા અનુભવાય
નિર્મળ ભક્તિ એ પવિત્ર રાહ દેહની,જે જીવના વર્તનથી સમજાય
જીવનુ આવનજાવન એદેહ છે,જલાસાંઇ કૃપાએ જીવથીએ છોડાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
======================================================