March 10th 2017
....
....
. હોળી
તાઃ૧૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવાર હિંદુ ધર્મનો,આવી ગયો અમેરીકા
મનથી શ્રધ્ધા રાખીને ઉજવતા,પ્રસંગ મળી જાય
........એજ શ્રધ્ધા છે ધર્મની,જે જગતમાં પ્રેમથી ઉજવાય.
માનવતાની મહેંકપ્રસરે જગતમાં,શ્રધ્ધાએ દેખાય
પ્રેમ ભાવે અર્ચના કરતા,હોળીનુ દહન પુંજન થાય
સુખદુખના ના વાદળ સ્પર્શે,પરમાત્માની કૃપા થાય
ધર્મપ્રેમની શ્રધ્ધાએજીવને,પવિત્ર તહેવાર મળીજાય
.........એજ શ્રધ્ધા છે ધર્મની,જે જગતમાં પ્રેમથી ઉજવાય.
પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા આવી જાય
રામ કૃષ્ણનાદેહ થકી,દ્વારકા અયોધ્યામાં જન્મી જાય
કર્મની પવિત્રકેડી મળે જીવને,જે મુક્તિમાર્ગ દઈ જાય
પવિત્રહોળી ઉજવતાઅહીં,પરમાત્માની કૃપા થઈજાય
.........એજ શ્રધ્ધા છે ધર્મની જે જગતમાં પ્રેમથી ઉજવાય.
==============================================
March 8th 2017
. પરમાત્માની કૃપા
તાઃ૩૧/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધર્મકર્મને સાચવી ચાલતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
પ્રેમપારખી જીવનજીવતા,જીવનમાં સુખશાંન્તિની વર્ષા થાય
……….એજ કૃપા અવિનાશીની,જીવને અનંત શાંન્તિ આપી જાય.
પ્રેમભાવના પારખી ચાલતા,જીવને સમજણ આવી ગઈ
કર્મબંધન એ આજની કેડી,જે ભુતકાળ સંગે રહેતી થઈ
કરેલકર્મ એસમયથી સ્પર્શે,જે નિર્મળભક્તિએ મળે અહીં
જલાસાંઇની પવિત્ર રાહે,મળેલ જન્મ પાવન થશે ભઈ
……..માન અને સન્માનના સ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
જન્મમળે છે જીવને અવનીએ,જ્યાં કર્મનીકેડી સંગે થઈ
ના જગતમાં તાકાતછે જીવની,ના છટકાય કોઇથી અહીં
સંબંધના બંધન સ્પર્શે છે જીવને,આવનજાવન કરે અહીં
અજબશક્તિશાળી છે પરમાત્મા,પાવનરાહે સમજાય ભઈ
……..માન અને સન્માનના સ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
=============================================
March 8th 2017
બહેનના હસ્તમેળાપ પછી સત્કાર સમારંભમાં ભાઈ આગીત ગાય છે
.મને જંગલી કહે
પ્રદીપ બ્રહ્મભટ્ટ
યાહુ....યાહુ....
ચાહે બેન મને જંગલી કહે,કહેવાદો જે કહેવુ હોય તે કહે
હું પ્રેમના સાગરમાં ઘેરાયો,હુ શુ કરુ.......ચાહે બેન મને
મારા દેહમાં પણ દીલ છે,જીવનમાં આશાના અરમાન
મને પત્થર તો ના સમજો,હું અંતે છુ અવતાર..(૨)
રાહ મારી છે એકજ,જે પર દુનીયા છે ચાલે....(૨)…..ચાહે બેન મને.
એક મુદ્દતથી તોફાન છે,મારા જીવને કરે છે બેચેન
ક્યાં સંતાયો ક્યાં સંતાઉ,ક્યાં મળે અંતરનો પ્રેમ...(૨)
રાહ ક્યાંથી હું જોઉ,ક્યાં કોઇથી હું ડરુ…..(૨).......ચાહે બેન મને.
ના સમય કોઇથી પકડાયો,છે આગ આ કળીયુગની
મળેલ આ માનવદેહને,ઘબરાવી રહી છે આજ...(૨)
હું અહીં કે તહીં,આ છે ધરતી કે આકાશ....(૨)…/...ચાહે બેન મને.
======================================================
ફીલ્મ- સંસ્કાર
કથા,પટકથા,ગીત પ્રદીપ બ્રહ્મભટ્ટ (અમેરીકા)
--------------------------------------------------
March 8th 2017
. .કોણ મારૂ?
તાઃ૪/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનો બંધન જગતથી,દેહના જન્મ મરણથી સમજાય
મળેદેહ જીવને ત્યાં કોણમારૂ,ને કોણછે તારૂ એ બંધાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જન્મમળેછે જીવનેઅવનીએ,માબાપના પ્રેમથી મેળવાય
મળેછે દેહ અવનીએ સંતાનનો,જેને કર્મબંધન કહેવાય
જન્મમરણના સંબંધ જીવને,જગતમાં નાકોઇથી છટકાય
બાળકને સમય સ્પર્શતા આવતીકાલે ઉંમર અડતી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જીવને મળેછે દેહ અવનીએ,પશુ,પક્ષી,માનવ દેખાય
સમય જકડે છેદેહને જગે,જે કર્મનાબંધનથીજ સમજાય
આવનજાવન એછે વર્તનકર્મ,સાચી ભક્તિએ મળી જાય
નિર્મળભાવથી પુંજા કરતા,કોણ મારૂ તારૂ એ છુટી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
=============================================
March 8th 2017
. . ज्योत प्रेमकी
ताः१०/३/२०१७ प्रदीप ब्रह्मभट्ट
ज्योत प्रेमकी दीलमे आके,हमारेजीवनको चमकादे
प्रेमकी गंगा वहेती जगमें,उज्वल जीवनसे जुडजाये
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
ममताका बंधन मातासे,और पिताका बंधन है प्रेम
कर्मका बंधन जीवनसे है,जो आवनजावनसे देखाय
क्रुपा प्रेम है परमात्माका,निर्मळ भक्तिसे मिलजाय
अपेक्षाकी नाकेडी कोइ,जीवको सुखशांंतिमिलजाय
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
जलासांइकी क्रुपा निराली,निर्मळ राहसे मिल जाय
पावन कर्मकी ज्योत प्रगटती,कर्म सफळ कर जाय
आवन जावन है बंधन जीवका,जन्म मरण दे जाय
मायामोह कायासे छुटे,जो जीवको मुक्तिराह देजाय
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
====================================
March 7th 2017
. .સ્નેહાળ પ્રેમ
તાઃ૭/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચાંદની રાહની સ્નેહાળ કીરણે,અજબ શાંન્તિ મળી જાય
મનથી મળેલ નિર્મળ પ્રેમ,માનવ જીવનને સ્પર્શી જાય
………પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
કર્મની કેડી એસમયને સ્પર્શે,જે વર્તનથીજ દેખાઈ જાય
નિર્મળ સ્નેહની રાહે જીવતા,સુખશાંન્તિની રાહ મળીજાય
મળેલ માનવદેહને બંધનસ્પર્શે,જે આવનજાવને સમજાય
આવી આંગણે પ્રેમ રહેતા,સગાસંબંધીઓય હરખાઈ જાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
જ્યોતપ્રેમની સ્પર્શે દેહને,જે નિર્મળ ભક્તિએ મળી જાય
સમયનીકેડી બંધન જીવના,જે માનવીના વર્તને દેખાય
પામતા પ્રેમ જલાસાંઇનો,જીવ મુક્તિ માર્ગ તરફ દોરાય
નાસ્પર્શે કળીયુગનો પ્રેમ,કે નાકોઇ વર્તન પણ અથડાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
———————————————————-
March 7th 2017
. .સન્માન પ્રભુનુ
તાઃ૫/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતની કેડી છે અનેરી,ના કોઇ જીવથીએ સમજાય
માનવજીવન મળે કૃપાએ,જ્યાં પ્રભુને સન્માન થાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
સરળ જીવનએ કૃપા પ્રભુની,ના આફત કોઇ અથડાય
પાવનરાહ મળે જીવને,જ્યાં જલાસાંઈની કૃપા થાય
ના માગણી નામોહ સ્પર્શે,ના કોઇ અપેક્ષાય અથડાય
મળે માનવતાનીરાહ,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
જીવન એ બંધન છે દેહના,અવનીએ આગમને દેખાય
કરેલકર્મની જ્યોત સ્પર્શે,જ્યાંસાચીમાનવતા મળીજાય
અજબ શક્તિશાળી અવિનાશી,જીવને અનુભવેસમજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
----------------------------------------------------
March 4th 2017
. જાગતો રહીશ
તાઃ૪/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પ્રેમાળ કૃપા,ત્યાં મળે સ્નેહીયોનો પ્રેમ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળરાહ મળીજાય
…..એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહથી સમજાય
કર્મની નિર્મળ કેડી જીવની,આગમનથીજ સ્પર્શી જાય
કરેલ કર્મ દેહથી અવનીએ,જન્મ મરણથી જકડી જાય
જલાસાંઇની પાવનરાહે જીવતા,કર્મબંધંનથી છટકાય
…….એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
માતાપિતાના નિર્મળ પ્રેમથી,અવનીએ દેહ મેળવાય
સંસ્કારની નિર્મળકેડી ચાલતા,નાઆફતકોઇ અથડાય
મોહમાયાના બંધન છુટતા,જીવના સંબંધો છુટી જાય
જીવની પ્રગટે જ્યોત અવનીએ,કરેલકર્મથી મેળવાય
…….એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
======================================
February 24th 2017

હર હર મહાદેવ
તાઃ૨૩/૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમ બમ ભોલે મહાદેવ સંગ,હર હર મહાદેવનુ સ્મરણ થાય
પાર્વતી પતિ ભોલેનાથનુ,ઑંમ નમઃ શિવાયથી પુંજન થાય
……..શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
પવિત્ર કેડી જીવને મળે જગતે,જ્યાં ભોલેનાથની પુંજા થાય
નિર્મળભાવના સંગે રાખતા,માતાપાર્વતીનીય કૃપા મળી જાય
અજબશક્તિશાળી અવિનાશી,પવિત્ર ગંગા અવનીને દઇ જાય
એજ પિતા શ્રીગણેશજીના,જે જગતમાં શંકર ભગવાન કહેવાય
………શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
અનેકસ્વરૂપ ભોલેનાથના અવનીએ,જેનુ શ્રધ્ધાએ પુંજન થાય
ભક્તિભાવની નિર્મળરાહે વંદન કરતા,પરમાત્માની કૃપા થાય
ગૌરીનંદન ગજાનંદનીકૃપાએ,માનવજીવનની મહેંક પ્રસરીજાય
એજ અજબ પિતા ભોલેનાથ છે,મહા શીવરાત્રીએ વંદન થાય
…………શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
===========================================
February 20th 2017
મુક્તિ રાહ
તાઃ૨૦/૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની મહેંક પ્રસરતા,હૈયે અનંત આનંદ મળી જાય
સફળતાના સાગરમાં ઘુમતા,મળેલ જીવનીજ્યોત પ્રગટી જાય
…………..એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
કર્મના બંધન જે સ્પર્શે જીવને,એ મળેલ દેહથી સમજાઈ જાય
માયામોહ એ જકડે છે જીવને,જે અવનીપર સંબંધથી મેળવાય
અજબશક્તિશાળી પરમાત્મા,જીવનમાં નિર્મળ ભક્તિએ સમજાય
ના માગણી માનવીની અવનીએ,જે દેહને આવનજાવને દેખાય
………….એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
મારુતારુ એ જગતનુ સગપણ,મળેલ દેહનાસંબંધને જકડી જાય
નિર્મળભાવથી ભક્તિ કરતા,જીવપર સંત જલાસાંઈની કૃપાથાય
મળેલ દેહને સાર્થક કરી જગતમાં,સાચી નિર્મળરાહ આપી જાય
નામોહ કે નામાગણી રાખતા,જીવને પવિત્રમુક્તિ રાહ મળીજાય
………….એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
==========================================