August 30th 2016
સમયની સાંકળ
તાઃ૨૨/૭/૨૦૧૬ લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)
પેટલાદ તાલુકાના નાર ગામના મુખી શ્રી મોહનલાલની આજે ૯૪ વર્ષની ઉંમર થઈ તો પણ તેઓ દરરોજ સંત પુજ્ય જલારામબાપા અને સાંઈબાબાના મંદીરે ચાલીને જાય છે. હા હાથમાં લાકડી રાખવી પડે છે. આજ પરમાત્માની કૃપા અને માતાનો પ્રેમ જે સતત મળ્યો છે અને તે પ્રત્યક્ષ દેખાય છે. તેમની પત્ની મણીબેન પણ સારી રીતે જીવી રહ્યા છે તેમની ઉંમર પણ આજે ૯૧ વર્ષની થઈ. તેમને ત્રણ સંતાન હતા.મોટા દીકરા વિનોદે ગામમાં ગ્રોસરીની દુકાન કરી હતી બીજી દીકરી સરસ્વતી ભણતરની લાઈન પર ચાલી હતી અને નાનો દીકરો રાહુલ એન્જીનીયરનુ ભણ્યો હતો. આમ તેમના જીવનમાં પ્રભુ કૃપાએ શાંન્તિ મળી ગઈ હતી.
ત્રણેય સંતાન પરમાત્માની કૃપાએ ઉજ્વળ જીવન જીવી રહ્યા હતા જીવનમાં સંસ્કાર અને સંબંધ સાચવી રહેલા જોઇ માબાપને ખુબજ સંતોષ હતો. મોટા દીકરાએ ભણતર સાચવેલ પણ માબાપની સાથે રહીને જીવાય અને તેમની સેવા થાય તો સમાજમાં પણ માન સંન્માન સચવાય. તેના લગ્ન પણ પિતાના એક જુના મિત્ર જે હાલ વડોદરા રહે છે તેમના નાના ભાઈ છગનભાઈની દીકરી નિર્મળાની સાથે થયા અને તે પણ અહીં સાસુ સસરાની સેવા કરી પવિત્રરાહ જીવી રહી છે. મોહનલાલને અને મણીબેનને પોતાના સંતાનના વર્તનથી ખુબજ શાંન્તિ હતી અને એટલે તેમને શરીરની આવકની કે કોઇ માગણીની જરૂર પણ પડતી ન હતી. એજ તેમની નિર્મળ અને સાચી ભક્તિનુ ફળ મળ્યુ છે. નાનો દીકરો રાહુલ પણ સારા ભણતરને કારણે આણંદમાં સરકારના બાંધકામમાં નોકરી મળી જતાં મનને અને માબાપને શાંન્તિ મળી ગઈ હતી.
મળેલ જીવનની જ્યોત ક્યારે પ્રગટે કે જ્યારે સમયની સાથે ચાલી તન અને મનથી મહેનત કરતા પરમાત્માની કૃપા થાય અને તેનો અનુભવ થાય.માબાપને ત્યારે શાંન્તિ મળે કે જ્યારે સંતાન સાચા માર્ગે ચાલે. મોહનલાલની દીકરી તેને મળેલ નામને સાર્થક કરી જીવનની જ્યોત પ્રગટાવી રહી હતી. તેને ભણતરને કારણે ઓફીસમાં કામ મળતા સરકારી કચેરીમાં કામ કરતી હતી. સમય આવતા મમ્મી મણીબેનના કાકાના સાસરી પક્ષના સગામાં એક દીકરો રાકેશ જે ભણતરનો ઉપયોગ કરી અમેરીકાની કંપનીમાં ઓફીસમાં તક મળતા અમેરીકા આવી ગયો હતો અને પરમાત્માની કૃપાએ તેના માબાપને ત્યાં બોલાવી લીધા હતા. તો તેઓની સામેથી લગ્ન માટેની વાત કરી અને સમય પ્રમાણે દીકરી સરસ્વતીના લગ્ન પણ થઈ ગયા. લગ્નના ત્રણ વર્ષ પછી તે અમેરીકા આવી ગઈ. શરૂઆતમાં તેને થોડી મહેનત કરવી પડી પણ બે વર્ષ અમેરીકામાં ભણતર કરતા તેને ઓફીસમાં જ નોકરી મળી ગઈ. સમયસર સવારે ઉઠી નાહી ધોઇ ભગવાનની સેવા કરી ચા નાસ્તો તૈયાર કરી અને નોકરીએ જવા નીકળી જતી હતી. તેના વર્તનથી રાકેશને પણ શાંન્તિ હતી. અમેરીકામાં કાયમ કોઈને મળાય નહીં ક્યાં તો કોઇ પ્રસંગમાં કે પછી મંદીરમાં શનિ અને રવિવારે જઈ આપણા દેશીઓને મળાય નહીં તો આદેશમાં કોઇની પાસે સમય નથી. એક વખત રાકેશના મિત્રનો જન્મ દીવસ હતો તો તે નિમિત્તે પાર્ટી રાખી હતી.તો આમંત્રણ મળતા મમ્મી પપ્પા અને સરસ્વતીને લઈ તેને ત્યાં જવાનુ હતુ. તો સરસ્વતીને તેના સાસુ કહે આજે આપણે પ્રસંગમાં જવાનુ છે તો તુ અમેરીકામાં છુ તો પેન્ટ પહેરી સાથે આવજે નહીં તો અમારુ ખરાબ દેખાશે. સરસ્વતીને ખોટુ લાગ્યુ કારણ તેણે કદી પેન્ટ કે શર્ટ પહેર્યા ન હતા.એક સ્ત્રી તરીકે સંસ્કાર સાચવી જલાસાંઇની કૃપાથી પવિત્ર જીવન જીવી રહી હતી. તેણે સ્ત્રીના કપડા જ પહેર્યા મોં પર લીપ્સ્ટીક કે લાલી પણ ન હતી કરી,હા કપાળે ચાંલ્લો કરીને જ સંસ્કાર સાચવ્યા.તેણે સાસુ સસરાની ખોટી અપેક્ષાની વાત તેના પતિને ના કહી પોતાના મોંને બંધ રાખ્યુ. જન્મદીન નિમિત્તે કૅક કાપ્યા બાદ નાસ્તાના સમયે ચા નાસ્તો અને અમેરીકાને કારણે બીયર અને મીટ પણ મુકવામાં આવ્યુ. બધા હેપ્પી બર્થડે બોલ્યા બાદ નાસ્તો કરવા બેઠા રાકેશના પપ્પા પણ બીયર પીવા બેઠા સરસ્વતી કાંઇજ બોલ્યા વગર રાકેશની સાથે જ બેઠી.રાકેશે તેના પપ્પાને દારૂ પિતા જોયા તેને દુઃખ થયુ પણ સરસ્વતીએ મોં પર આંગળી રાખી તેને બતાવ્યુ કે કાંઇજ બોલવુ નહીં નહીં તો તેના માબાપ વધારે હોશિયારી મારશે. કારણ આ ભારત નથી આતો અમેરીકા દેશ છે જે દુનીયામાં દેખાવને પ્રસરાવી રહેલ છે.
સમયની ગાડી ધીમે ધીમે ચાલતી હોય છે પણ આપણે પરમાત્માની કૃપા મેળવી જીવન જીવીએ તો શાંન્તિ મળે વડીલોના આશિર્વાદ મળે અને યોગ્ય સાથ પણ મળે. સરસ્વતીના કાકાના દીકરાની દીકરીનુ લગ્ન હતુ. ભારતથી સમયસર કંકોત્રી આવતા રાકેશ અને સરસ્વતી લગ્ન માટે આવવાના હતા. નોકરી પર રજા મુકી બંન્ને એક મહીના માટે ભારત આવવાની ગોઠવણ કરી.તેના મમ્મી પપ્પા રાકેશને કહે કે ત્યાં પ્રસંગમાં યોગ્ય રીતે બધુ કરજે જેમાં આપણુ ખરાબ ના દેખાય તે ધ્યાન રાખજે.રાકેશ અને સરસ્વતી તેના બંન્ને સંતાનને અહીં રાખી અને ભારત જવા નીકળ્યા તેમને એક દીકરો અને એક દીકરી હતી.દીકરો મનોજ કૉલેજના પહેલા વર્ષમાં હતો અને દીકરી સ્મીતા દશમા ધોરણમાં હતી અને તેમની સ્કુલો ચાલુ હતી એટલે આ બંન્ને એકલા ગયા.લગ્નના બે દીવસ પહેલા સરસ્વતીના કાકાએ ઘેર જમવા બોલાવ્યા સરસ્વતીને લાડવા અને જલેબી બહું જ ભાવે તેથી કાકાએ આ ગોઠવણ કરી હતી. પપ્પા મમ્મી સાથે આ બંન્ને કાકાને ત્યાં ગયા.ઘરમાં પેસતા જ કાકા કાકીને બંન્ને પગે લાગ્યા.કાકા કાકી બહું જ ખુશ થયા કારણ અમેરીકાથી આવેલ આ રીતે સંસ્કાર સાચવે તેથી ઘણો જ આનંદ થયો અને પ્રેમથી બાથમાં લઈ આશિર્વાદ આપ્યા.ઘણોજ સુંદર પ્રસંગ ગયો.કાકાએ સરસ્વતીને કાંઇ કહે તે પહેલા મોં પર હાથ રાખી કાકાને કહે બોલશો નહીં આ જે કાંઇ છે તે વડીલોના આશિર્વાદ અને જલાસાંઇની કૃપા જ છે. લગ્ન પ્રસંગે સરસ્વતીએ દીકરીને સોનાની ચેઇન આપી અને તેના પતિએ જમાઈને ઘડીયાર આપ્યુ અને એક હજાર રૂપીયા ભેંટ આપ્યા.ત્યારે કાકા કહે બેટા આટ્લુ બધુ ના હોય ત્યારે ત્યારે સરસ્વતી ફરી મોં પર હાથમુકી કહે કાકા બોલશો નહીં આતો પ્રેમ અને પ્રસંગ છે.
——————————————————————————-
August 29th 2016
. પરમપ્રેમ
તાઃ૨૯/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં પ્રેમઅનેરો,જે સમય સાચવતા પરખાય
અંતરથી મળેલ પ્રેમ સાચો,અનુભવે પરમપ્રેમ કહેવાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
સંબંધની સાંકળ એ જીવનીકેડી,જે કર્મજન્મથી બંધાય
મળે માનવદેહ જીવને અવનીએ,જે સમજણે પરખાય
અનેકદેહના બંધનછે જીવોને,જે આગમનથી સમજાય
સમય ના પકડાય કોઇ જીવથી,પ્રભુકૃપાએજ મેળવાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
લાગણી મોહ જકડે જીવને,અવનીએ દેહ મળતા દેખાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,કે કોઇ જીવથીછટકાય
ભક્તિરાહ મળે જીવને,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
મળેલ જન્મને સાર્થકકરતા,જીવને પરમપ્રેમ મળી જાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
========================================
August 25th 2016

. જન્માષ્ટમી પર્વ
તાઃ૨૫/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના સતત સ્મરણથી જીવને શાંન્તિ થઈ
પવિત્રદેહ અવનીએ આવતા,જન્માષ્ટમી ઉજવાઈ અહીં
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
બાળપણનેએ પકડીચાલતા,બાળગોપાળ કહેવાતા અહીં
અસીમકૃપા માતાની મળતા,જગતમાં ઓળખાણ થઈ
રાધામાતાનોપ્રેમ પારખતા,શ્રીરાધેકૃષ્ણથી ભક્તિ થઈ
અજબ શક્તિ ભક્તિની,જે અનેક જીવોને મળતી થઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
દેવકીનંદનની પહેચાન દ્વારકામાં,જગતમાં પ્રસરી ગઈ
પરમાત્માની એજ લીલા,જે દેહના વર્તનથી મળીગઈ
સુખસાગરની વર્ષા જીવે થતાં,જન્મ સફળ થયો ભઈ
પવિત્રદીવસને પ્રેમેભજતાં,જીવનમાં શાંન્તિમળી ગઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
=============================================
જન્માષ્ટમીના પવિત્ર દીવસે ભગવાન શ્રી કૃષ્ણને અમેરીકન ભાષામાં
હેપ્પી બર્થડે.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર ના વંદન સહિત જય શ્રીકૃષ્ણ.
August 17th 2016

. . ભાઈબહેન
તાઃ૧૭/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના જગતપરના છે બંધન,એજ કર્મ બંધન કહેવાય
મળે માબાપનો સંબંધ જીવને,અવનીએ દેહ આપી જાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
ભાઈબહેનનો સંબંધ જીવને,માબાપની કૃપાએ મળી જાય
અવનીપરના આગમનથી,દેહનુ સંસારી જીવન કહેવાય
મળે સંતાનને સુખ માબાપથી,દેહના વર્તનથીમળી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,સગા સંબંધીઓય હરખાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
ભાઈબહેનનો નિર્મળપ્રેમ,જે રક્ષાબંધન પ્રસંગથી દેખાય
આવે બહેન દોડીને આંગણે,હાથમાં પવિત્રરાખડી લવાય
રક્ષાબંધનએ પવિત્રપ્રસંગ,જે ભાઈની પ્રીતને પકડીજાય
બાથમાં લઈને ભાઈને વ્હાલ કરે,જે નિર્મળપ્રેમ જ કહેવાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
======================================
August 10th 2016
. .શ્રી ભોલેનાથ
…..
તાઃ૧૦/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાનો પ્રેમ મળે ભક્તિથી,અજબ શક્તિ ધારી કહેવાય
મા પાર્વતીની નિર્મળકેડીએ,ગજાનંદની કૃપા અવનીએ થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની કૃપા થાય.
જીવનમાં ભક્તિની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળભાવે પુંજા થાય
પરમ કૃપાળુ છે ભોલેનાથ અવનીએ,જે અનેક રૂપે ઓળખાય
મળે પ્રેમ ભોલે શિવશંકરનો,જ્યાં શિવલીંગે દુધ અર્ચના થાય
પ્રેમભાવે સોમવારે શ્રધ્ધાથી,ભોલેનાથના ચરણે વંદન થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની કૃપા થાય.
પુત્ર કાર્તિકના એ વ્હાલા પિતા,ને શ્રી ગણપતિના તારણહાર
મા પાર્વતીના આ સંતાનો,પિતા ભોલેનાથના પ્રેમે મેળવાય
અજબ શક્તિશાળી સ્વરૂપ પ્રભુના,ૐ નમઃશિવાયથી ભજાય
મળે જીવને માર્ગ મુક્તિનો,જે જીવના જન્મમરણ છોડી જાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની કૃપા થાય.
==========================================
August 9th 2016
. . શ્રી ગજાનંદ ગણપતિ

.
.તાઃ૯/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત પ્રેમ મળે માતા પાર્વતીનો,એ ગજાનંદ કહેવાય
પિતા ભોલેનાથની કૃપા મળતા,જગતમાં એ ઓળખાય
…….. એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણ કહેવાય.
જગતપિતા છે ભોલેનાથજી,જીવને પાવનરાહ આપીજાય
ના કોઇ અપેક્ષા જીવની રહે,જે અવનીએ દેહથી દેખાય
અજબ શક્તિશાળી દેવ છે,જે કર્મનાબંધનથીજ સમજાય
મનથી કરેલ ભક્તિ પુંજાએજ,શ્રી ગણપતીની કૃપા થાય
……… એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણ કહેવાય.
શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,જીવપર અસીમકૃપા થાય
પાવનરાહ મળતા જીવને,જીવનમાં સદમાર્ગ મળી જાય
અનંતપ્રેમની વર્ષાએ,જગતપિતા ભોલેનાથની કૃપા થાય
મુક્તિમાર્ગની રાહે જીવને,અવનીએ જન્મસફળ કરી જાય
……… એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણકહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++
August 4th 2016

. .પવિત્ર માસ
તાઃ૪/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણ માસના પવિત્ર દીવસે,શિંવલીંગની પુંજા થાય
પાવન જીવનની રાહ પામવા,ભોલેનાથને વંદન થાય
………..એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
ધર્મકર્મને સાચવી જીવતા,શિવજીના પ્રેમની વર્ષા થાય
ગણપતિના વ્હાલાપિતા,ને મા પાર્વતીના પતિ કહેવાય
જીવોને પાવનરાહ આપતા,એજગતપિતાથી ઓળખાય
ભોલેનાથનો પ્રેમ પામવા,શ્રાવણ માસે શ્રધ્ધાએ પુંજાય
…………એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
હિન્દુધર્મની પવિત્રરાહ,નિર્મળભક્તિથી જીવને મળી જાય
શ્રધ્ધા રાખી પુંજન અર્ચન કરતા,ઘરમાંજ કૃપા મળી જાય
કળીયુગની કાતરથીબચવા,પ્રભાતે સુર્યદેવના દર્શનથાય
મળે જીવને અનંત પ્રેમ ભોલેનાથનો,શ્રાવણે અર્ચના થાય
………….એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
====================================
August 2nd 2016
Happy Marriage Anniversary
. . શ્રી વસંતભાઈ અને વિણાબેન
પવિત્ર પ્રેમનીગંગા સંગે આણંદથી,તમે હ્યુસ્ટન આવ્યા ભઈ
માતાપિતાના આશિર્વાદ મળતા પાવનરાહ પણ મળી ગઈ
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
દીકરી શીતલનોપ્રેમ નિખાલસ,જે મેળવેલ સંસ્કારથી દેખાય
પપ્પામમ્મીના આશિર્વાદ મળતા,ઊજ્વળ જીવન જીવી રહી
એજ કૃપા જલાસાંઇની જીવનમાં,પવિત્રભક્તિરાહ મળી ગઈ
લાગણીમોહને દુર રાખતા,જીવનમાં ઉજ્વળકેડી પકડાઈ ગઈ
………..એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
તનમનથી મહેનત કરી ચાલતા,દીકરો આકાશ પણ હરખાય
પપ્પાએ ચિંધેલ આંગળી પકડતા,સાચુ ભણતર મેળવી જાય
મમ્મીના આશિર્વાદ સંતાનને,પવિત્ર નિખાલસરાહ મળી ગઈ
એજકૃપા પુજ્ય બાદાદાની થઈ,જે ઉજ્વળ જીંદગી આપીગઈ
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
ભણતરની ઉજ્વળકેડી પકડીચાલતી,દીકરી ચાંદની મળી જાય
વંદન કરી માબાપને જીવનમાં,પવિત્ર પાવનરાહે જીવી જાય
મળે વડીલના આશિર્વાદસંતાનને,નિખાલસ જીવન મળી જાય
એજ પરમાત્માનીકૃપા જે લગ્નના બંધનથી જીવનમાં મેળવાય
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
=========================================
August 1st 2016

. બમ બમ ભોલે
તાઃ૧/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવનરાહ મળે જીવને,જ્યાં બમ બમ ભોલે સ્મરાય
ઉજ્વળ રાહ પામીને જીવતા,જીવનો જન્મ સફળ થઈ જાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
અજબ શક્તિશાળી જગતમાં,જીવને મુક્તિમાર્ગે દઈ જાય
નિર્મળભાવે ભક્તિ કરતા જીવનમાં,ભોલેનાથની કૃપા થાય
ડમડમ ડમડમ ડમરૂ વાગતા,અવનીપર પ્રભાત વર્ષી જાય
પાવન રાહની કેડી મળે જીવને,જ્યાં ગજાનંદની કૃપા થાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
ૐ નમઃ શિવાય પ્રેરણા ભક્તિની,જે નિર્મળરાહ આપી જાય
શિવ શંકરની નિર્મળ ભક્તિએ,હ્યુસ્ટનમાં દર્શન આપી જાય
મળે માનવતાનીરાહ જીવનમાં,જ્યાં નિખાલસ ભક્તિ થાય
અનંતપ્રેમની કૃપાય મળે જીવને,જ્યાં બમબમ ભોલે ભજાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
***************************************************
August 1st 2016
. જીવનો સ્પર્શ
તાઃ૧/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિદાય આગમન સ્પર્શે જીવને,જ્યાં કળીયુગ મળી જાય
આવનજાવન એ કુદરતની લીલા,જે જીવને જકડી જાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
અનેકદેહ અવનીએ મળે,જે અવનીએ દેહ મળતા દેખાય
કર્મકરેલા જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથી છટકાય
માનવદેહ એ છે કૃપાપ્રભુની,જે દેહને સમજણ આપી જાય
જીવને મુક્તિમાર્ગની રાહ મળે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
પાવનરાહ પામવા જીવનમાં,સંત જલાસાંઇની પુંજા થાય
ભક્તિ રાહની સાચી રાહ જગતમાં,જલાસાંઇથી મળી જાય
અનેકજીવોને ભોજન આપતા,પરમાત્મા પરીક્ષા કરી જાય
માનવજીવનમાં કૃપા સ્પર્શે,જ્યાં સાચી માનવતા સચવાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++