July 23rd 2016
. .પરમાત્માનો પ્રેમ
તાઃ૨૩/૭/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની જ્યોત પ્રગટે જગતમાં.જ્યાં નિર્મળ પ્રેમથી જીવાય
મળે પ્રેમની ગંગા જીવને,જ્યાં પરમાત્માનો પ્રેમ મળી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
ભક્તિ રાહ અનેક અવનીએ,કુદરતની અસીમ લીલા કહેવાય
દેખાવની દુનીયાને છોડતા,મળેલ જીવને રાહસાચી મળીજાય
ના માગણી પરમાત્માથી મંગાય,કે નાકોઇ ખોટી રાહ મેળવાય
મળે પ્રેમની કૃપા જલાસાંઇની,જે જીવનમાં શાંન્તિ આપી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
માનવજીવનની મહેંક પ્રસરતા,અનેક જીવોનો પ્રેમ મળી જાય
નાઅપેક્ષા મનમાં કોઇ રહે,કે ના જીવને કોઇ આફત સ્પર્શી જાય
આંગણે આવી પુંજા કરતા,પાવનકર્મ સંત જલાસાંઇ આપી જાય
અનંત શાંન્તિ મળે અર્ચનાએ,જ્યાં સુર્યનારાયણના દર્શન થાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
=========================================
July 17th 2016

રાંદલમાતા
તાઃ૧૭/૭/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેમની રાહ પકડી,પુંજા હ્યુસ્ટન આવી ગઈ
પ્રદીપની પાવનકેડીએ,રાંદલમાતાની આરતી થઈ
……એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
માડી તારા ચરણમાં રહેતા,ઉજ્વળરાહ મળતી થઈ
પાવનકર્મની કેડી મળતા,જીવનેકૃપા મળી ગઈ
શ્રધ્ધાને પ્રેમથી વંદન કરતા,સુર્યદેવનીય કૃપા થઈ
મળેલ જન્મની નિર્મળ રાહે, અજબ પ્રેરણા થઈ
….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
માડી તારી પરમકૃપાએ જ,પ્રદીપને પુંજા મળી ગઈ
હ્યુસ્ટન આવી સ્નેહમળતા,સાચી ભક્તિસંગીની થઈ
સિધ્ધી વિનાયકદેવથી,શ્રી ભોલેનાથનીય કૃપા થઈ
પાવનકર્મની સાચી રાહે,જીવને સુખશાંન્તિ મળીગઈ
….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
+++++++++++++++++++++++++++++++++
.. .પવિત્ર ભક્તિના માર્ગે રહી આજે માતા રાંદલની પુંજા આરતી કરતા
હ્યુસ્ટનમાં સર્વે ભક્તોને ભક્તિની રાહ આપતા શ્રી પ્રદીપ પંડ્યા અને તેમની
પત્ની પુંજાની પવિત્રસેવાનો લાભ આજે માતા રાંદલનો પ્રસંગ ઉજવતા
આપી રહ્યા છે તે માટે તેઓનો આભાર.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.
July 5th 2016

. .શ્રી ગણેશ
તાઃ૫/૭/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ ભોલેનાથના,પરમ શક્તિશાળી સંતાન
ભાગ્યવિધાતા ગજાનંદ છે,જે શ્રી ગણેશજીય કહેવાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.
માતાપાર્વતીના એવ્હાલા,ને પિતાનાય છેએ લાડીલા
જગતજીવોના ભાગ્યવિધાતા,સિધ્ધીવિનાયક કહેવાય
કર્મનાબંધન એ જીવનેસ્પર્શે,જે ગજાનંદનથી મેળવાય
મળે પ્રેમ કૃપા ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય. હરહર ભોલેનાથની ભક્તિકરતાં,માતા પાર્વતી હરખાય શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,મળેલ દેહ પાવન થાય
નિર્મળ ભક્તિ પ્રેમથી કરતા,કૃપાએ જીવન ઉજ્વળથાય મંગળવાર એ પવિત્રદીવસ,જે સાચીભક્તિએ મળીજાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.
====================================================
June 27th 2016
. .સાંઇ જ્યોત
તાઃ૨૭/૬/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મનો સંબંધ જીવને સ્પર્શે,આવનજાવનથી સમજાય
નિર્મળ પ્રેમનીરાહે જીવવા,સંત સાંઇબાબાની પુંજા થાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
અનેક જીવોને સંબંધ અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
માનવદેહ એ કર્મનીકેડી,જે અનેક જન્મો બાદ મેળવાય
કરેલકર્મ જીવનમાં નિર્મળ,પવિત્રભક્તિમાર્ગે લઈ જાય
કુદરતની અસીમલીલા,અવનીપર જન્મ મળે સહેવાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
માનવ દેહ લીધો ભોલેનાથે શેરડીમાં,સાંઇથી ઓળખાય
આવી અવનીપર પરમાત્મા,માનવજીવન સમજાઇ જાય
પવિત્રરાહ મળે માનવીને,જ્યાં હિન્દુમુસ્લીમને પ્રેમ થાય
મનુષ્ય જીવન એ રાહ પવિત્ર,જે માનવતા સમજાઈજાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
======================================
June 10th 2016
. . મનની માગણી
તાઃ૧૦/૬/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમની કૃપા મળે જીવનમાં,ના માગણી કોઇ હોય
આવી આંગણે નિખાલસસ્નેહ મળે,જીવન ઉજ્વળ થાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
જન્મ મરણના બંધન જીવને,કરેલ કર્મથી જ મળી જાય
માનવતાને પારખી લેવા,જીવનમાં નિર્મળ ભક્તિ થાય
અપેક્ષાના વાદળ તો ઘુમે અવનીએ,સમયે સ્પર્શી જાય
મળે મોહમાયાના બંધન,જે કળીયુગની ચાદર કહેવાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
પવિત્રપ્રેમ મળે સંબંધીઓનો,જેમાં નાઅપેક્ષા અડીજાય
નાકોઇ માગણી પ્રેમનીરહે,કે નામાનવીના વર્તને દેખાય
સરળ જીવન નિર્મળ રાહે જીવતા,જલાસાંઇની કૃપા થાય
એજ સ્પર્શે જીવના બંધનને,જન્મમરણથી દુર લઈ જાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
=+++++++++++++++++++++++++++++++++++++=
June 3rd 2016
. .ભક્તિ સાગર
તાઃ૩/૬/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબશક્તિ છે ભક્તિમાં,જ્યાં નિર્મળતાએ ભક્તિ થાય
ના અપેક્ષાકોઇ મનમાં રહે,જે જીવને મુક્તિ આપી જાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
પવિત્ર પ્રેમની રાહે જીવતા,જલાસાંઇની રાહ મળી જાય
અન્નદાનનીજ્યોત પ્રગટતા,પરમાત્માની કૃપાથઈજાય
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં દેહ પારખીને જીવાય
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહ થકી સમજાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
મનથીકરેલ ભક્તિ જીવનમાં,જીવનું ઘરપાવન કરી જાય
શ્રધ્ધાની એઅજબકૃપા છે,જે માનવીને અનુભવેસમજાય
મળે કૃપા પ્રભુની જીવનમાં,ત્યાં સંસાર ઉજ્વળ થઈ જાય
આજકાલ નાસ્પર્શે જીવને,જ્યાં ભક્તિનો સાગર મેળવાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
++++++++++++++++++++++++++++++++++++++
June 1st 2016
. કુદરતી લીલા
તાઃ૧/૬/૨૦૧૬ ૧-૬-૧ ૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના જગતમાં તાકાત માનવીની,કે ના કોઇથી અંબાય
કુદરતની આ અસીમલીલા,જે સમયસાથે ચાલી જાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
તારીખ એક મહીનો છો,અને વર્ષ એક છોથીજ વંચાય
આ સ્પર્શે છે માનવીને જીવનમાં,ના ફરીકદી મેળવાય
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવથી સમજીનેજવાય
સમયને ના પકડી શકે અવનીએ,એજ શક્તિ કહેવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
લાગણી મોહ જીવનના સંગમાં રહે,ના કોઇથી છટકાય
પળેપળ એ મળે જીવને,જીવનમાં અનેક વખત લેવાય
મળેલદેહ એકર્મબંધન,જે જીવને જન્મ મળતાજ દેખાય
સમજીવિચારી ચાલતા,પાવનકર્મની રાહ પણ મેળવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
======================================
May 31st 2016
. ઉમંગને આવકાર
તાઃ૩૧/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધ પ્રેમ ને ઉમંગની કેડી,માનવજીવનને સ્પર્શી જાય
અંતરની અભિલાષાને છોડતા,પાવનરાહ પકડાઇ જાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
જીવન એ છે જકડેલી સાંકળ,જે અનુભવથી ઓળખાય
કર્મની નિર્મળકેડી સ્પર્શે જીવને,માનવતા આપી જાય
કુદરતની આ અપારલીલા,જગતમાં સમયે સમજાય
માનવદેહ મળે અવનીએ,જીવને ભક્તિએ અનુભવાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
કર્મબંધને જન્મ મળે છે જીવને,માબાપની કૃપા કહેવાય
અવનીપરના આગમનને સમજતા,પ્રેમે પગલા ભરાય
સમયને સાચવીને ચાલવા,સાચી નિર્મળ ભક્તિજ થાય
સંત જલાસાંઇની ચિંધેલ ભક્તિ,માનવતાને સ્પર્શીજાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++
May 30th 2016
पुज्य श्री म्रुदलक्रीशन गोस्वामी
पवित्र भक्तिराह
ताः३०/५/२०१६ प्रदीप ब्रह्मभट्ट
राधे क्रुष्ण राधे क्रुष्ण जपते,म्रुदलजी ह्युस्टन आये आप
श्रध्धा भक्तिकी राह दीखाने,श्री क्रुष्णने प्रेरणाकी है आज
………येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
पवित्रराह पकडके आये हो,देने भक्तोको उज्वल भक्तिराह
असीमक्रुपा हो रही है,जो आपके दर्शनसे मील रहीहै आज
पावनराहको देनेही ह्युस्टनमे,परमात्मा लेकर आये आज
निर्मळभक्ति प्रेमसे करतेहो,जो आपको प्रेरणा होती साथ
……..येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
मनमे श्रध्धाको रखके सौ,आये है हरिभक्तो मंदीरमे आज
आशिर्वादकी आपकी एकही द्रष्टि,दे पावन भक्तिराहका संग
श्री क्रुष्ण क्रुपा हो जायेगी,साथमें राधिकाजी आयेहे आज
येही आपकी पवित्रराह है,जो हमे मीलरही हे कथाके साथ
……..येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
==+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++==
. .ह्युस्टनमे रहेते भक्तोको भगवान श्री क्रुष्ण और राधामाताकी असीमक्रुपासे
परम पुज्य संत आचार्य महाराज श्री म्रुदलक्रीशन गोस्वामीजी भागवत कथा
करने आये है वो पवित्र प्रसंगकी यादके रूपमें ये काव्य सप्रेम भेंट.
ली.प्रदीप ब्रह्मभट्ट और साथमें भक्तोका वंदन.
May 30th 2016
. .ઉજ્વળતાના વાદળ
તાઃ૩૦/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિરાહને મેળવાય
પાવનકર્મની પવિત્રકેડીએ જીવતા,ઉજ્વળતાના વાદળ વર્ષી જાય.
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મળે જીવનમાં પ્રેમ નિખાલસ,ના અપેક્ષા કોઇ જીવનમાં અડી જાય
માનવતાની મહેંકપ્રસરે,અવનીએમળેલદેહ પવિત્રરાહે ચાલી જાય
કળીયુગની કાતરના સ્પર્શે,કે ના કોઇ સુખદુખની અપેક્ષાય રહીજાય
ઉજ્વળતાના વાદળની વર્ષા થાય,ત્યાંજમળેલદેહ પવિત્ર થઈ જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મારૂ તારૂ એ સ્પર્ષે દેહને જીવનમાં,જે માનવદેહના વર્તનથી દેખાય
ઉજ્વળ રાહ એ કૃપા જલાસાંઇની,એ જગતમાં જન્મ સફળ કરી જાય
મળે માનવ દેહ જીવને અવનીએ,જે કર્મના બંધનથી જ મળી જાય
અસીમ કૃપાએ જ દ્રષ્ટિ અવિનાશીની,માનવ જન્મ સફળ કરી જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
===========================================