May 27th 2016
. .પાપડીયો પ્રેમ
તાઃ૨૭/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી લીધો પ્રેમ પારખી,ત્યાં જ સવાર સુધરી ગઈ
માનવજીવનની પાવનકેડી,જન્મ સફળ કરશે અહીં
………એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
પ્રેમની સાંકળ એજ કૃપા પ્રભુની,જે જીવને સ્પર્શે જઈ
મળતી માયામોહનેતોડતી,પાપડીયો પ્રેમથયોઅહીં
દેખાવની કેડી કળીયુગ આપે,ના કોઇને એ છોડે ભઈ
અપેક્ષાનાવાદળતોડવા,જલાસાંઇની રાહે ચાલો અહીં
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
અભિમાનનાવાદળ ના સ્પર્શે,જ્યાં અપેક્ષાને તોડો અહીં
મનથીરાખેલ શ્રધ્ધા આવશે,આંગણે તમે જ્યાં ઉભા ભઈ
નિર્મળતાનો સંગ મળશે જીવને,પવિત્રરાહ આપશે અહીં
પાપડીયા પ્રેમને પારખી લેતાજ,ના આફત આવશે ભઈ
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
+++++++++++++++++++++++++++++++++++++
May 26th 2016
. .તાલી પાડી
તાઃ૨૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલી પાડતા તાલ મળે,જે કાન થકી જ મળી જાય
મનને શાંન્તિ પ્રેમ મળે,જે અનંત આનંદ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
સરળ તાળી પડે હાથથી,ત્યાં કાનથી પ્રેરણા થાય
નિર્મળતાથી પડેલ તાળી,જીવ ભક્તિભાવે દોરાય
મનથી સ્મરણ કરતા જલાસાંઇનુ,પુંજન પ્રેમેથાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં નિર્મળ તાલી પડાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
તાલીઓના તાલે ગરબે ઘુમતા,માતાની કૃપા થાય
અનંતપ્રેમની વર્ષાથાય,જે નિર્મળભક્તિ આપી જાય
પ્રેમ નિખાલસ રાખીને જીવતા,જીવ સત માર્ગે દોરાય
પરમપ્રેમની એકજ તાળી,જીવને ભક્તિરાહ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
***********************************************
May 26th 2016
. .મળતો પ્રેમ
તાઃ૨૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ પ્રેમને ના માપી શકે કોઇ,ના અપેક્ષાએ મેળવાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધાએ જીવન જીવાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
પડે જીવ પર પરમાત્માની દ્રષ્ટિ,જે અનુભવથી સમજાય
ના ખોટી લાગણી અડે જીવને,જ્યાં પવિત્રકર્મને સચવાય
સમયની સાચી કેડી મળતા,સાચા સંતની કૃપા મળી જાય
અંતરને ના આંબે કોઇ જગતમાં,જે સાચી શ્રધ્ધાએ દેખાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
નિર્મળ ભાવનાએ જીવનજીવતા,નાકદી અશાંન્તિ મેળવાય
પળે પળને સમજીને ચાલતા,આ મળેલ જીવન મહેંકી જાય
કુદરતની કૃપા મળે જીવને,જ્યાં માનવ જીવનને સમજાય
ના અપેક્ષા કોઇ કદી રહે જીવનમાં,જે જન્મ સફળ કરી જાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
=++++++++++++++++++++++++++++++++++++=
May 25th 2016
. .અંતરનો અવાજ
તાઃ૨૫/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અસીમકૃપા જીવને,પાવનકર્મથી મળી જાય
અંતરને મળેલ નિખાલસરાહ,નિર્મળ ભક્તિએજ મેળવાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને અનંત શાંન્તિ દઇ જાય
ના મોહની કોઇ અપેક્ષા રહે,કે ના કોઇ અભિમાન અથડાય
અંતરનો અવાજ એજ કર્મનો સંબંધ,જે જીવને સ્પર્શી જાય
નાકળીયુગ નાસતયુગ સ્પર્શે જીવને,જન્મસાર્થક થઈ જાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
સંત જલાસાંઇની પવિત્રરાહ પકડતા,અનેક જીવોખુશથાય
આવી આંગણે નિખાલસ પ્રેમ મળતા,પવિત્રરાહ મળી જાય
મુક્તિ માર્ગના દ્વાર ખુલે જીવના,જ્યાં અંતરમાં આનંદ થાય
શ્રધ્ધાની નિર્મળરાહે જીવતા,જન્મમરણના બંધનછુટીજાય
…………એજ અંતરનો અવાજ જગતમાં ,જે કોઇનેય ના સંભળાય.
=======================================
May 18th 2016
. .ભક્તિસાગર
તાઃ૧૮/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા છે પરમાત્માની,જગતમાં અનુભવોથી સમજાય
અનેક દેહ મળેલા જીવને,જે કર્મની કેડીના બંધને મેળવાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધારાખીને પકડેલ ભક્તિરાહ,અનુભવથી ઓળખાઇ જાય
પ્રેમ મળે પરમાત્માનો જીવને,જે ભક્તિસાગરને તરાવી જાય
સાચીભક્તિ નિખાલસ ભાવનાએ કરતા,પાવનરાહ મળીજાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
પ્રાર્થના પરમાત્માને કરતા,જીવનમાં ના કોઇ અપેક્ષા રખાય
સાચીરાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિરાહે સેવા થાય
ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહ રાખતા,પવિત્ર કર્મો થઈ જાય
મળેકૃપા પરમાત્માની જીવને,જે મળેલ જન્મ સાર્થકકરી જાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
========================================
May 16th 2016
. . સર્જનહાર
તાઃ૧૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળતા સહેવાય
માનવદેહ એજ સર્જનહારની કૃપા,જીવને કર્મ થકી સમજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,સરળ કેડીનો સંગ મળી જાય
ધર્મ કર્મ એ જગતની સીડી,જીવને મળેલ રાહથી સમજાય
શ્રધ્ધા રાખી પવિત્રરાહને પામવા,કળીયુગથી દુર રહેવાય
નાઅપેક્ષા કે નાકોઇ આશા રાખતા,નિર્મળ ભક્તિ પ્રેમે થાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
મળેલ દેહ એ છે સંબંધ કર્મના,જ્યાં માબાપથી દેહ મેળવાય
કુટુંબ કેરી સીડીએ ચઢતા,દેહના સંબંધ જીવને મળતા જાય
કર્મના બંધનને દુર કરવા,સાચા સંતની ભક્તિરાહ મેળવાય
જલાસાંઇની ભક્તિરાહ પકડતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
=======================================
May 6th 2016
. .શાંન્તિ
તાઃ૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમને જીવને,દેહ થકી અનુભવો ઓ ળખાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે જીવને કર્મ થતા સમજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળેલ દેહ કર્મને સ્પર્શે,જે અવનીપર આગમને દેખાય
માનવ જીવન મળતા જીવને,જગત પર કર્મને સમજી શકાય
પરમાત્માની અસીમ કૃપાએજ,જીવને ભક્તિમાર્ગ મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જલાસાંઈની ભક્તિરાહ મેળવાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળે શાંન્તિ જીવનમાં,જે નિર્મળ ભક્તિએજ મેળવાય
મનથીકરેલ નિર્મળભક્તિ,જીવે સુખશાંન્તિનો સંગ મળી જાય
માનવ જીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
મળેશાંન્તિનોસહવાસ જીવને,જ્યાં આંગણે પ્રભુકૃપાઆવીજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
===========================================
May 4th 2016
. . પેટ કરાવે વેઠ
તાઃ૪/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની જ્યોત પ્રગટે,જ્યાં અપેક્ષાઓ ભગાડી જવાય
માનવજીવનની સાર્થકતા,જગતમાં વર્તનથી મળીજાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
ભોજન અને ભજન એ દેહને સ્પર્શે,ના કોઇથીય છટકાય
શ્રધ્ધા રાખીને પગલુ ભરતા,કુદરતની કૃપાજ મળી જાય
મોહરાખીને ભોજન કરતા,પેટનેઅંતે એ વેઠ કરાવી જાય
પાચનની જ્યાં તકલીફ વળગે,ત્યાં ના કોઇથીય બચાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
કળીયુગની આ કેડીમાં જીવતા,ના ભજન શ્રધ્ધાએ થાય
કર્મ કરેલા દેહને સ્પર્શે જીવનમાં,જે દેખાવથી ઓળખાય
ભજન કરતા તાલી પાડીને,ભોજનની રાહ પણ જોવાય
સમય પકડીને પહોંચી જતા,અપેક્ષાઓને પકડી જવાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
=======================================
May 1st 2016

. . જય ગુજરાત
તાઃ૧/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની શાન છે ગુજરાતી,જગતમાં માન મેળવી જાય
એવા ગુજરાતીઓની કર્મભુમીનો,આજે ગુજરાત ડે ઉજવાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
ગુજરાતીઓની અજબ શક્તિ છે,જે તેમના વર્તનથી દેખાય
ભારતદેશની શાન છે ગુજરાતી,જે વડાપ્રધાનથી ઓળખાય
આઝાદીની શાન હતા ગુજરાતીઓ,જે અંગ્રેજોને ભગાડીજાય
શ્રધ્ધા રાખી મહેનત કરતા,ગુજરાતીઓ જગતમાં મળી જાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
આંગણે આવી શાન મળે,એ જ ગુજરાતીની લાયકાત કહેવાય
ભગાડે દેખાવ લઈ આવતાને,જ્યાં સાચી સદબુધ્ધી મેળવાય
મનમાં પવિત્રપ્રેમને રાખી,સંબંધીઓને અનંત આનંદદઈ જાય
જગતને ઉજ્વળકેડી બતાવી,મળેલમાનવજન્મ સફળ કરી જાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
*****************************************************
.ગુજરાતના સ્થાપના દીનની યાદ રૂપે સપ્રેમ ભેંટ.
April 25th 2016
. . આંગણે આવો
તાઃ૨૫/૪/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવો પ્રેમ પકડીને,જીવને અનંત શાંન્તિ મળી જાય
મોહમાયાને આંબી ચાલતા,પાવનકર્મ જીવનમાં થઈ જાય
…………એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
પ્રેમ નિખાલસ ના માગણીએ મળે,કે નાકદી કર્મ પાવન થાય
સરળજીવનની રાહ મળે જીવને,જે પવિત્રપ્રેમીઓ આપીજાય
અંતરમાં ના કોઇ ઉભરો રહે,કે ના કોઇ અપેક્ષાય કદીય રખાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં મિત્રનોપ્રેમ મળી જાય
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
કલમની પવિત્રકેડીએ,મા સરસ્વતી સંતાનનો સાથ મળી જાય
પાવનરાહે કલમ ચાલતા,કલમપ્રેમીઓ સૌ આંગણે આવી જાય
મળે જીવનમાં પ્રેમ કલમથી,જગતમાં નાકોઇથીય એને અંબાય
હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ આંગણેઉભા,સૌ પ્રેમપકડીને આવી જાવ
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
========================================