January 20th 2016
. .કર્મનાબંધન
તાઃ૨૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળતાનો સહવાસ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને આંબીલે જીવનમાં,જ્યાંપ્રેમની જ્યોત પ્રગટી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અનેક દેહ મળે જીવને અવનીએ,જે જન્મ મળતા જ દેખાય
કર્મના બંધન એ પગથી છે જીવની,જીવને સમયે સમજાય
નિરાધારની કેડી છે અવનીપર,જે પશુપક્ષીથી જગે દેખાય
માનવદેહની પ્રગટે જ્યોત,ત્યાં જીવ અવનીપર આવી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અભિમાનની રાહ મળે માનવીને,ત્યાં કર્મ બંધનથી જકડાય
મારૂતારૂની એકજ ઝલકમળે,જીવ આવન જાવનથી બંધાય
ભક્તિભાવ મનથી રાખતાં,જીવપર જલાસાંઈની કૃપા થાય
વિદાય વેળાએ દેહને છોડતા,પરમાત્મા જીવને દોરી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++
January 20th 2016
. .લગ્નજીવન

. Happy Marriage Anniversary
તાઃ૨૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અસીમ કૃપાએ,રાહુલને સાચો સંગાથ મળી જાય
કર્મની પવિત્રકેડી લઇ જીવતા,પત્ની મીતાનો સાથ મળી જાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળ્યો જ્યાં પ્રેમ માબાપનો,ત્યાં રાહુલને નિર્મળ રાહ મળી જાય
ભણતર એ જીવનની કેડી,જે મેળવતા સાચીસમજણ મળી જાય
મળી ગયો માબાપનો પ્રેમ,સંગે ભાઈ બહેનની પ્રીત મળી જાય
કૃપા મળી ભગવાનની તેને,જે મીતાના લગ્ન બંધનથી દેખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
પવિત્રજીવનની રાહે જીવતા,માતાપિતાનોપ્રેમ પણ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી પકડતા, પુત્ર યુગ સાચી રાહ ચાલી જાય
એજ રાહે જીવન જીવતી દીકરી ક્રિશ્ના,માબાપને વંદન કરી જાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં સાચી નિર્મળભક્તિ થાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળે પ્રેમ માબાપનો રાહુલને,જ્યાં નિખાલસ સેવા એ કરી જાય
અ.સૌ.મીતાને પણ મળે પ્રેમ તેમનો,જ્યાં સંસ્કાર સાચવી જાય
સુખ શાંન્તીની રાહે જીવન જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
ભાઈ પ્રદીપને આનંદઅનેરો,સંગે રમા,રવિ,દીપલ પણ હરખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .મારા નાનાભાઈ રાહુલના ૨૦મી જાન્યુઆરીના રોજ જીવનસંગીની
અ.સૌ.મીતાની સાથે લગ્ન થયા.તે દીવસની યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ
જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ. જાન્યુઆરી ૨૦,૨૦૧૬
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ.
January 19th 2016
. .ભજનભક્તિ
તાઃ૧૯/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજનભક્તિમાં અજબ શક્તિ છે,જે નિર્મળતાએ સહેવાય
મનથી કરેલ સાચી ભક્તિ,પરમાત્માની કૃપા લાવી જાય
………….એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
કરેલ ભજન એ મનને પ્રેરે,જે દેહને અનુભવથી સમજાય
પાવનરાહપામવા જીવનમાં,અંતરથી પ્રભુનીભક્તિ થાય
ઉજ્વળ જીવનનીકેડી મળતા,પ્રભુભજનનીરાહ મળી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
માનવજીવન એ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
સુખશાંન્તિના વાદળ સ્પર્શે,જેસાચી ભજનભક્તિએ મેળવાય
નિર્મળભાવથી સેવાકરતાં જીવને,કૃપાએમુક્તિરાહ મળીજાય
કર્મના બંધન છુટે જીવથી,જ્યાં પરમાત્માની દ્રષ્ટિ પડી જાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
======================================
January 13th 2016
. .મળી ગઈ
તાઃ૧૩/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની જ્યોત પ્રગટી ગઈ,જ્યાં ભક્તિ નિર્મળ થઈ
મળી ગઈ મને પ્રીત પ્રેમીઓની,જે કલમ પકડાઈ ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
સરળ જીવનની રાહ મળી,જ્યાં મનમાં સમજણ થઈ
કલમની નિર્મળ કેડી મળી,જ્યાં પ્રેમીઓ મળ્યા અહીં
આવ્યા હ્યુસ્ટન પ્રેમ લઈને,જે કલમથી દેખાય છે અહીં
ગુજરાતીની ગાથા બની ગઈ,જે નિર્મળતા આપી ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
પરમકૃપા જલાસાંઈની થઈ,જે નિર્મળરાહ બતાવતી ગઈ
મળી ગઈ પ્રેમની જ્યોત પ્રેમીઓને,જે સફળતા દેતીથઈ
માગણીનાકોઇ કલમપ્રેમીની,લાયકાતે જગતમાં પ્રસરીગઈ
અભિમાનની આંગળી દુર રહી,જ્યાં નિર્મળતા પકડાઈગઈ
……….એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
+++++++++++++++++++++++++++++++++++++++
January 12th 2016
. .જ્યોત પ્રગટે
તાઃ૧૨/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે જીવનમાં પ્રેમસાચો,જ્યાં જીવન નિખાલસ જીવાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
અંતરમાં આનંદ પ્રસરે જીવનમાં,ના કોઇજ અપેક્ષા રખાય
કરેલકર્મની ઉજ્વળ રાહે,મળેલ દેહ જીવને રાહ મળી જાય
ભક્તિની નિર્મળરાહ પામવા,સંત જલાસાંઇને વંદન થાય
માનવદેહ સાર્થક કરવા કાજે,ઘરમાં નિર્મળ ભક્તિ જ થાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
કર્મના બંધન એ જીવની કેડી,જે આવન જાવનથી સમજાય
મૃત્યુમાર્ગએ અવનીએ દેહને સ્પર્શે,જે જન્મ મળે સ્પર્શી જાય
નિર્મળભક્તિ એ અજબશક્તિ છે,જે અખંડશાંન્તિ આપી જાય
મોહમાયા નાકદી સ્પર્શે જીવને,ત્યાંજ જીવને મુક્તિ મળીજાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
=========================================
January 11th 2016
. . . . .
.
.
.
.
.
.
. . આઝાદ ભારત
તાઃ૮/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય
ભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથી મળી જાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
અંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દેખાઈ જાય
ના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને આંબી જાય
શુરવીરોનો સંગાથમળતા,ભારતને આઝાદીએ લઈજાય
મહાન આત્મા ગાંધીજીનો,જેદેશમાં મહાત્માએ ઓળખાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
સરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય
આંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગી જાય
મળીગઈ આઝાદી દેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય
માનઅને સન્માન ગુજરાતીઓનું,નાકોઇથી એને અંબાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++
January 4th 2016
. .સન્માનકેડી
તાઃ૪/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરેલ કર્મ એ દેહને સ્પર્શે,જે જીવને અનુભવથી સમજાય
માનવદેહ મળતા જીવને,કર્મની કેડી સમયથી મેળવાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
શીતળ કર્મ જીવને સ્પર્શે,જે જીવનમાં શાંન્તિ આપી જાય
ના કળીયુગની કાતરઅડે,કે નામાનવદેહ વ્યર્થ થઈજાય
સરળ જીવન જગે જીવતા,ના દેહને જન્મોજન્મ સહેવાય
ભક્તિપ્રેમને સમજીને ચાલતા,જીવથી સાચી ભક્તિ થાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં સત્કર્મ સંગે જીવાય
અવનીપરનુ આગમન એ દેહ છે,જે મળે જીવને સમજાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જે થકી જીવને મુક્તિ મેળવાય
જલાસાંઇની જ્યોત ભક્તિની,જીવને રાહ સાચી દઈ જાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
+++++++++++++++++++++++++++++++++++++
January 3rd 2016
. . અજબશક્તિ
તાઃ૩/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનને જગતમાં,ના રોકી શક્યુ છે કોઇ
એજ અજબશક્તિ છે અવિનાશીની,ના આંબી શક્યુ છે કોઇ
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય
માનવતાનીમહેંક પ્રસરે જીવની,કૃપાએ અનુભવથી દેખાય
કરેલ કર્મ એજ સાંકળ જીવની,અવનીના આગમને સહેવાય
કાયાને જકડે છે જીવના બંધન,અદભુત લીલા એને કહેવાય
ના સાધુ કે સંસારી છુટે અવનીથી,એજ અજબશક્તિ કહેવાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય.
મળે જ્યાં મારુ દેહને જીવનમાં,ત્યાં મળેલ સંબંધ જકડી જાય
પરમાત્માની નિર્મળકેડી મળે જીવનમાં,જે ભક્તિથીમેળવાય
શ્રધ્ધાએ સંત જલાસાંઇને ભજતા,સંસારી જીવન સુધરી જાય
કર્મના બંધનની કેડી છુટતાં,અવનીના આગમનનેછોડી જાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય
=========================================
January 2nd 2016
. .આજ કાલ
તાઃ૨/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ સમયની સીડી,જગતમાં ના કોઇથી છટકાય
જન્મમરણ એ દેહના બંધન,કર્મના બંધનથી જ મેળવાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
માગણી જીવની ના અટકે અવનીએ,જ્યાં દેહ મળી જાય
આગમન વિદાય એ જીવના બંધન,કર્મથીએ સ્પર્શી જાય
કરેલ કર્મો છે જીવનની જાત્રા,જે આજકાલને જકડી જાય
પશુપક્ષીએ છે સતત આગમન,જે માનવદેહથી સમજાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
મળે જ્યાં માનવદેહ જીવને,જ્યાં સમજણ સીડીએ ચઢાય
યુગની કેડીએ જીવને જકડે,જે નિર્મળભક્તિએ જ સમજાય
મળેલમાનવદેહ જીવને,જે જલાસાંઈની ભક્તિએછુટીજાય
સાચી પ્રભુની ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ મળી જાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++
December 31st 2015

. .સલામ
૩૧/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદની વર્ષા થાય,જ્યાં મને સાચોપ્રેમ મળી જાય
સરસ્વતી સંતાનના સહવાસે,સાહિત્ય સરીતા ઉજ્વળ થાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
પ્રેમથી મળે પ્રેરણા જીવનમાં,જે કલમ થકી જ સચવાઇ જાય
મા સરસ્વતીની કૃપા વરસતા,જીવને અજબ રાહ મળી જાય
સલામકરુ હુ સંગાથીઓને,જેમના પ્રેમથી સાચીરાહ મેળવાય
ના મને અભિમાનઅડે કે કોઇમોહ,એજ આંગળી ચીંધી કહેવાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
મળ્યો છે સાચો નિર્મળપ્રેમ હ્યુસ્ટનમાં,જે મારૂ નસીબ કહેવાય
કલમ મારી નિર્મળચાલતા,સૌ પ્રેમીઓને અનંત આનંદ થાય
એ નિર્મળકલમપ્રેમીઓ છે,જે કલમથીઉજ્વળકેડીએ લઇજાય
દેખાવને પકડી ચાલતા સંગે,ના કોઇ લાયકાતને મેળવી જાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
૦+++++++૦********૦++++++૦*********૦+++++++૦