November 17th 2015

બાપાનો જન્મદીવસ

Copy of Jalaram

.                    .બાપાનો જન્મદીવસ

તાઃ૧૮/૧૧/૨૦૧૫  (કારતક સુદ ૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિરાહ જગતને દેવા,વિરપુરમાં એ જન્મ લઈ જાય
રાજબાઈમાતાના એ સંતાન,ને પિતા પ્રધાન  કહેવાય
………..એવા પવિત્ર રાહી જગતમાં,શ્રી જલારામ બાપા કહેવાય.
આંગળી પકડી ભક્તિની,ત્યાં વિરબાઈ માતા મળી જાય
શ્રધ્ધા રાખી સંતોને જમાડવા,સદાવ્રતનુ સ્થાપન થાય
આવી અનેક જીવો જમે,જ્યાં પરમાત્માથી પરીક્ષા થાય
સાચી રાહ પકડી જીવનમાં,જે પવિત્ર ભક્તિપ્રેમકહેવાય
………..એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.
સંસ્કાર સાચવી સંગ આપતા,વિરબાઈમાની પરીક્ષા થાય
પરમાત્મા આવી સેવા માગતા,જલાના આદેશે ચાલી જાય
અજબ શક્તિ છે ભક્તિની જગતમાં,જ્યાં સિધી રાહ લેવાય
સેવાકરવા જતાવિરબાઈને,ઝોળી લાકડીઆપી ભાગી જાય
……….એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.

======*******======*******======*******=====*******==

.          .જગતમાં પરમાત્માની કૃપા પામવાની સાચી રાહ બતાવી પવિત્ર જીવન
જીવેલા સંસારીસંત પુજ્ય જલારામબાપાનો હિન્દુ તહેવાર પ્રમાણે આજે જન્મદીવસ
છે તે દીવસની યાદ રૂપે તેમના ચરણમાં ભક્તિરાહ દેનાર સંતને જય શ્રીરામ સહિત
આ કાવ્ય વંદન સહિત જન્મદીનની યાદ રૂપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવારના જય શ્રી રામ.

November 15th 2015

આવી તો જાવ

.                      .આવી તો જાવ

તાઃ૧૫/૧૧/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ લઈને આવો કે પછી,નિખાલસ થઈને આવી જાવ
સરળ જીવનની રાહે જીવતા, માનવતા મેળવતા જાવ
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
મનથી કરેલ ભક્તિએ જીવનમાં,પરમકૃપા મળી જાય
ભક્તિ ભાવને પારખી પરમાત્મા,રાહ સાચી દઈ જાય
નાઅપેક્ષાની કોઇ કેડી અડે,કે નાકોઇ માયા અડી જાય
પ્રેમ સાચો નિખાલસ મળતા,ના કોઇ ઝંઝટ મળી જાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
પકડી પ્રેમ આવો બારણે,તોહ્રદયથી આગમન થઈ જાય
નમન કરીને આવકારતાજ,જલાસાંઇની પણ કૃપા થાય
સિધ્ધિવિનાયકનીદ્રષ્ટિએ,જીવનીરાહ પાવન થઈ જાય
જન્મમૃત્યુની સાંકળ છુટતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.

=========================================

November 11th 2015

સમયની કેડી

.              .સમયની કેડી

તાઃ૧૧/૧૧/૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની કેડી છે સાંકડી,ના કોઇ જીવથીય છટકાય
૧+૧+૧+૧+૧ ને ગણતા,અંતે સરવાળો ૫ થઈજાય
……અજબલીલા અવિનાશીની,જે સમયની કેડી એ સમજાય.
અજબકેડી છે આંકડાની,જે લાખોવર્ષોથી ચાલી જાય
નામળે સંગાથબીજાનો,જગતમાં એકવખત મેળવાય
અજબ નિરંજન પરમાત્મા,વિશ્વમાંઅનેક રૂપે દેખાય
સુર્યનારાયણ એદેવ છે,દુનીયામાં જીવોનેદર્શન થાય
…..એ પરમાત્માની કૃપા,જે જીવોને સવારસાંજ બતાવી જાય.
આગમન અવની પર જીવનું,વર્ષોથી એ ગણાઈ જાય
આંકડાની આઅજબ ગણતરી,એકજ વાર જીવને દેખાય
ગણતરીની ના જરૂર જગતમાં,જે અજબલીલા કહેવાય
સરવાળાને સમજી ચાલતા,પરમાત્માનો પ્રેમ મળીજાય
…..જ્યાં જન્મમરણને છોડવા,જીવથી સુર્યનારાયણની પુંજાથાય
========================================

November 9th 2015

કરેલ કામ

.               .કરેલ કામ

તાઃ૯/૧૧/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથમાં પકડી સાવરણી,ત્યાં તમારુ ઘર ચોખ્ખુ થઈ જાય
નિશ્વાર્થ ભાવથી કામ કરતાં,જીવને ઉજ્વળતા મળી જાય
…………પવિત્ર ભાવનાનો સંગ રાખતા,માનવતા મળતી જાય.
તોતડી પકડી વાણી જ્યાં,ત્યાં મિત્રતા દુર ભાગતી જાય
નામળે સંગાથ કોઇનો જીવનમાં,જ્યાં દેખાવ મળી જાય
અણ સમજે અભિમાન કરતાં,જીવે દુખના વાદળ વેરાય
ના મળે શાંન્તિ જીવનમાં,કે ના કોઇનો સંગાથ મેળવાય
…………..એ જ આફતનો આશરો બને,ના કોઇ જીવથી છટકાય.
નિર્મળ ભાવથી મળેલ કર્મ કરતાં,સફળતા મળતી જાય
મન મકાન ને માનવતા ચોખ્ખી રાખતા,દુઃખો દુર જાય
અનંત સાચોપ્રેમ મળે જીવનમાં,પવિત્રજીવન થઈજાય
સુર્યદેવનીકૃપા મળતા જીવની,સવારસાંજ ઉજળી થાય
………કરેલ કર્મ જીવનમાં શ્રધ્ધાએ,અનંતશાંન્તિ વર્ષાવી જાય.

=======================================

November 8th 2015

હું ગુજરાતી

Image result for ગુજરાતીઓના ફોટા

.                  . હું ગુજરાતી

તાઃ૮/૧૧/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓનુ એતો ગૌરવ છે,જ્યાં દીવાળી ઉજવાઈ જાય
શ્રધ્ધા પ્રેમની જ્યોત પકડી,માતા લક્ષ્મીનું પુંજન થઈજાય
………..એ જ સાચી રાહ જીવની,મળેલ જન્મ સાર્થક એ કરી જાય.
મઠીયા ઘુઘરા એ પ્રેમ સાચો,સૌને આવકારીને અર્પણ થાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સંબંધથી આંખોભીની થઈજાય
મળે પ્રેમ માબાપનોસંતાનને,ને ભાઈને બહેન પણમળીજાય
લાગણી મોહને દુર રાખી જીવતા,કળીયુગની કાતર તુટી જાય
………એ જ નિખાલસ પ્રેમ જીવનો,જે પવિત્ર તહેવારોને સચાવાય.
ફટાકડા ફુટતા જ વાદળ ગાજે,જ્યાં કુદરત પણ દુર રહી જાય ભાવના રાખી પ્રસંગ પારખતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
ભુતકાળની ભુલને દુર રાખતા જ,સૌનો સાચો પ્રેમ મળી જાય
ના કાતર ના સોય  સ્પર્શેજીવને ,જ્યાં જલાસાંઇની ભક્તિથાય
………એ જ પવિત્ર તહેવાર કહેવાય,જે નિખાલસ પ્રેમથી ઉજવાય. ++++++++++++++++++++++++++++++++++++++++++

November 7th 2015

આસો માસ

Diwali rangoli. - Manogna Reddy/Getty Images.    Diwali rangoli. - Manogna Reddy/Getty Images.

.                      .આસો માસ

તાઃ૭/૧૧/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવારો તેડીને ચાલતા,હિન્દુ ધર્મને પાવન કહેવાય વર્ષનો અંત નજીક આવતા,દીપ પ્રગટાવીને ફટાકડા ફોડાય
…….એવા કારતક માસે શરૂ થતા વર્ષને,આસો માસથી વિદાય દેવાય. અનેક પ્રસંગને પ્રેમથી ઉજવતા,જીવથી પવિત્રપ્રેમ મેળવાય
આંગળી પકડી ચાલતા સંતાનને,સાચી રાહ જીવનમાં દેવાય
મળતો પ્રેમ જીવનમાં નિર્મળ,પરમાત્માની કૃપાને આપી જાય
શ્રધ્ધા  રાખી કૃપાની કેડી પકડતા,જલાસાંઈનો પ્રેમ મળી જાય ……દરેક માસે મળતા પવિત્ર પ્રસંગને પામતા,જીવને શાંન્તિ મળી જાય.
મળેલદેહને યાદ રાખવા,સગા સંબંધીથી જન્મ દીવસ ઉજવાય મળે સાચોપ્રેમ નિખાલસ જીવનમાં,જીવનો જન્મસફળ કરી જાય
આસો માસને યાદ રાખવા વર્ષમાં,નવરાત્રીને દીવાળી ઉજવાય એવો પવિત્ર હિન્દુ ધર્મ છે,જે ભક્તિરાહે જીવને મુક્તિ આપી જાય
……..એવા કારતક માસે શરૂ થતા વર્ષને,આસો માસથી વિદાય દેવાય. *******************************************************

November 6th 2015

દીપની જ્યોત

 

.                          .દીપની જ્યોત
તાઃ૬/૧૧/૨૦૧૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની થઈ,જ્યાં માબાપના સંસ્કાર સચવાઈ જાય
સ્વામીનારાયણનીઅસીમકૃપાએ,શ્રી મદનમોહન પવિત્રકર્મ કરી જાય
…..જે વડતાલ ગાદીધામને હ્યુસ્ટનમાં લાવી,સંગે દીવાળીનો આનંદ આપી જાય.
પત્ની જીગ્નાબેનનોસાથ મળે જ્યાં,ત્યાંશ્રધ્ધાએ પવિત્રકર્મ થઈ જાય
મળે વિનુલાલનો સાથ ભક્તિમાં,ત્યાં મીનાબેન પણ મદદ કરી જાય
ભક્તિ જ્યોત પ્રગટાવી હ્યુસ્ટનમાં,ત્યાં આચાર્યમહારાજ પણ રાજીથાય
વદતાલ ગાદી હ્યુસ્ટનમાં લાવવામાં.જીગ્નેશભાઈનો સાથ પણમેળવાય
……એ દીવાળીના પવિત્ર દીવસોમાંજ,ભક્તોને ભક્તિપ્રેમ દેવા પ્રેમે આવકારાય.
મહારાજશ્રીના આશીર્વચનથીઆજે,મઠીયાઘુઘરાલાડુ પ્રેમથી ખવડાવાય
શ્રધ્ધા સાચી મદનમોહનની આજે,સૌ હરીભક્તોને પ્રેમે લાવી છે અહીં
સ્વામીનારાયણની ધુન કરતાં પ્રેમથી,પ્રભુના પાવનપગલા આવી જાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો આજે,સંગે પત્નિ રમા ભક્તિ કરી હરખાય
………એ જ કૃપા પરમાત્માની છે,જે ભક્તોને ઉજ્વળ જીવનની રાહ આપી જાય.
***********************************************************************************************
.                      . હિન્દુ ધર્મનો પવિત્ર પ્રસંગ એ દીવાળી કહેવાય.હ્યુસ્ટનમાં આ પવિત્ર પ્રસંગ નિમિત્તે વડતાલ   ધામના શ્રી સ્વામીનારાયણ ભગવાનના મંદીરના ભક્તોને આજે ભેગા કરી સાચા ભક્તશ્રી મદનમોહન અને બીજા સેવા ભાવી ભક્તોના પ્રેમ અને ભક્તિને સાચવી સૌ પ્રેમથી  ભેગા થઈ આજે દીવાળીનો આનંદ ઉજવી રહ્યા છે.તે પ્રસંગને યાદગીરી રૂપે આ લખાણ સેવાભાવી વડતાલ ધામના હરીભક્તો અને સ્વામીનારાયણ સંસ્થાના આદરણીય વ્યક્તિઓને  જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ.

લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ અને પરિવાર સહિત ભેંટ.હ્યુસ્ટન   તાઃ૬/૧૧/૨૦૧૫

November 3rd 2015

પવિત્ર તહેવારો

.             . પવિત્ર તહેવારો

તાઃ૩/૧૧/૨૦૧૫                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિન્દુ ધર્મની છે  પવિત્રતા,તેના પવિત્ર તહેવારથી દેખાય
વર્ષમાં આવતા તહેવારો,જીવની માનવતા મહેંકાવી જાય
………..એ જ અસીમ કૃપા પરમાત્માની,જ્યાં પ્રસંગનો પ્રેમ મેળવાય.
અવનીપરનુ આગમન જીવને,માબાપનોપ્રેમ આપી જાય
સરળતાથી જીવન જીવતા,ભાઈ બહેનનો પ્રેમ  મળી જાય
કુટુંબનીનિર્મળકેડીએ ચાલતા,પ્રસંગોને આનંદથીઉજવાય
એજ સાચીપવિત્રતા કહેવાય,જ્યાં પરમાત્માને વંદન થાય
……..એ અસીમકૃપા જલાસાંઇની કહેવાય,જ્યાં સંસારમાં પ્રેમે જીવાય
પ્રસંગને પકડી પ્રેમે ચાલતા,અનેકની પ્રેમવર્ષા થઈ જાય
બહેનનો પ્રેમ મળે ભાઈને,જ્યાં રક્ષાબંધને રાખડી બંધાય
જન્મદીનની યાદરાખતા,સમયે હેપ્પીબર્થડેપણ સંભળાય
નુતન વર્ષાભિનંદન નવરાત્રી જતાં,દીવાળીએ ઉજવાય
…………એ જ પવિત્ર તહેવારો હિન્દુ ધર્મના, જેને વર્ષે વર્ષ ઉજવાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

November 3rd 2015

જન્મ દીવસની ભેંટ

.                        જય શ્રી કૃષ્ણ   

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                        .જન્મ દીવસની ભેંટ

તાઃ૨/૧૧/૨૦૧૫                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ પ્રેમની જ્યોત લઈને,આવ્યા પ્રેમ પારખી લઈ
જન્મ દીવસનો પ્રેમ લેવા,પુ.આરતીબેન પધાર્યા અહીં
……એવા વ્હાલા મોટીબેનને, જન્મદીનની શુભેચ્છા દઈ વંદન કરીએજઈ.
ભાવનગરમાં જન્મ લઈને,માબાપનો પ્રેમ સાચવતા તહીં
ઉજ્વળ જીવનની રાહ મળી,જ્યાં બનેવી થયા ભરતભાઈ
સુરેખાબેનને આનંદ અનેરો,હ્યુસ્ટનમાં બહેનબનેવીને જોઈ
આશીર્વાદ મળે જ્યાં બહેનના,પાવનરાહે સુખ મળ્યુ અહીં
……એવા વ્હાલા મોટીબેનને, જન્મદીનની શુભેચ્છા દઈ વંદન કરીએ જઈ.
મળેલ કૃપા શ્રીરાધેકૃષ્ણની,જ્યાં આધ્યાત્મિક જીવન જીવાય
વ્હાલી દીકરી શૈફાલીના જન્મથી,માબાપને ખુબ આનંદ થાય
બીજી દીકરી અમીના આગમને,અંતરમાં આનંદની વર્ષા થાય
ઉજ્વળ રાહે જીવતા સંતાનને જોઇ આરતીબેનને આનંદ થાય
…….. એવા પ્રેમાળ મોટીબહેન, પ્રભુકૃપાએ સુખશાંન્તિથી વર્ષો જીવી જાય.
==============================================

મારા વ્હાલા મોટીબહેન શ્રીમતી આરતીબેનનો જન્મ નવેમ્બર ૨ ૧૯૫૦ના રોજ
ભાવનગરમાં થયો. તેમનો અનંત અને નિખાલસ પ્રેમ મને જીવનમાં ખુબજ શાંન્તિ
આપે છે. જે મારો અનુભવ છે.આ લખાણ જન્મ દીવસની યાદરૂપે નાની બેન સુરેખા
અને તેના પરિવાર તરફથી વંદન સહિત ભેંટ.
લી.સુરેખાબેન     (હ્યુસ્ટન)               તાઃ૨/૧૧/૨૦૧૫.

October 29th 2015

સ્નેહની જ્યોત

.                    .સ્નેહની જ્યોત

તાઃ૨૯/૧૦/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ સ્નેહની પ્રેમાળ જ્યોતે,દેહનીમાનવતા મહેંકી જાય
કુદરતની આ અજબલીલા,અવનીપર આગમને સહેવાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
નિર્મળ જીવનનીરાહ મળે,જ્યાં અપેક્ષાઓથી દુર રહેવાય
મળે પ્રેમની કેડી જીવનમાં,જે જીવનને પાવન કરી જાય
સુખ શાંન્તિના વાદળ વર્ષે,ના કોઈથી જગતમાં છટકાય
પળેપળને સમજી ચાલતા,જીવનેઅનંતશાંન્તિ મળીજાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
કર્મના બંધન જીવને જકડે,જ્યાં જન્મમરણ બંધાઈ જાય
અવનીપરનો સંબંધ તો જીવને,અનેક દેહથી સ્પર્શી જાય
કરેલકર્મએ જીવનેજકડે,જે જીવનુ આવનજાવન કહેવાય
મળેલ સાચો પ્રેમ માનવને,જ્યોત બની નેજ સ્પર્શી જાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.

============================================

« Previous PageNext Page »