June 7th 2015

જ્યોત નિર્મળ

virbai-mata2

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.             .જ્યોત નિર્મળ

તાઃ૭/૬/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અસીમ કૃપા છે પરમાત્માની,જે જલાબાપાથી દેખાય
અનેક જીવોને પ્રેમથી ખવડાવીને,પ્રભુકૃપા લઈ જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
નિર્મળભાવે ભક્તિ કરતાં,ને મનથી કર્મ એ કરી જાય
ના માગણી ના મોહ તેમને,તેમના કર્મથી એ દેખાય
વિરબાઇ માતાની પવિત્ર રાહે,પરમાત્મા ભાગી જાય
લાકડી ઝોળી એ કૃપા પ્રભુની,જે પરીક્ષાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
રામનામની માળા કરતા,ને કર્મની કેડી પકડીએ જાય
મળેલરાહ માબાપથી જીવનમાં,કુળ ઉજ્વળ કરી જાય
સંસ્કાર મળેલા સાચવી વિરબાઇ,પતિના પગલે જાય
એજ સાચી નિર્મળ જ્યોત,જે જીવને કૃપાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
=====================================

June 2nd 2015

ગુજરાતનો દીન

 

.

.

.

.

.

.

.

.

.

.

.

.                      .ગુજરાતનો દીન

તાઃ૧/૫/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ પકડી ચાલતા,ગુજરાતીઓ જગે ઓળખાય
ભારતની એ શાન બન્યા છે,જે થકી આઝાદી મળી જાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.
ઉજ્વળકેડી જીવનમાં પકડીને,દુનીયામાં એ વસી જાય
ભણતરની રાહ પકડી ચાલતા,જીવન ઉજ્વળ મળીજાય
સંસ્કાર સાચવી ડગલુ ભરે  છે,જે અભિનંદન આપી જાય
સફળતાની સાચીરાહમળે,એ જગતમાં ગુજરાતીકહેવાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.
બાપુ ગાં ધી અને સરદાર વલ્લભભાઈ,ભારતની છે શાન
ગુજરાતીઓનુ એ ગૌરવ કહેવાય,જે જન્મ સફળ કરીજાય
માગણી મોહને દુર રાખીને જીવે,એ જ છે સાચી માનવતા
ગુજરાતી એતો ગૌરવ છેભારતનું,જે આઝાદી આપી જાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.

**************************************************
.     .ગુજરાતનો સ્થાપનાદીન મે એક ભારતનુ ગૌરવ કહેવાય કારણ ભારતને
આઝાદીની નિર્મળરાહ ગુજરાતીઓએ આપી છે.જે ભારતની બન્યા છે શાન.
મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ જે આઝાદી મેળવવામાં પ્રજાને રાહ આપી
ગયા છે જે સૌ ગુજરાતીઓને આનંદ આપે છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

June 1st 2015

મળી ગયો

.                   . મળી ગયો

તાઃ૧/૬/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો મને પ્રેમ કલમપ્રેમીઓનો,સાચી રાહે દોરી જાય
નિર્મળરાહને પકડી ચાલતા,માતાસરસ્વતી કૃપા દઈ જાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.
ના અભિમાન અડે કે દેખાવનડે,જ્યાં સાચોપ્રેમ મળી જાય
આવી આંગણે ઉભા રહે,જે પગલાંએ ઘર પવિત્ર થઈ જાય
કલમની સાચી કેડી મેળવતા,કૃતિએ આનંદ વહેંચાઈ જાય
અસીમકૃપા માતાની મળતા,કલમની રાહે પ્રેમ મળી જાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.
શ્રધ્ધા અને વિશ્વાસ સાચો,જે સાચી કલમકેડીએ દોરી જાય
માયા મોહ તેને અડે જીવનમાં,જે અભિમાનને પકડી જાય
ના કલમની એકય કેડી મળે,કે નાકોઇ પ્રસંગનેય સચવાય
મારુતારુની રાહ પકડીચાલતા,દેખાવની દુનીયા મળીજાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++

June 1st 2015

જીવની સમજણ

.               . જીવની સમજણ  

તાઃ૧/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જ્યાં પ્રેમ માબાપનો,સંતાન નિર્મળરાહે ચાલી જાય
સંત જલાસાંઇની કૃપાએ,જીવને સાચી સમજ મળી જાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
કળીયુગ સતયુગ એ કુદરતની લીલા,દેહ મળતા દેખાય
પાવનરાહ જીવનેમળે,જ્યાં સુર્યદેવને પ્રેમેઅર્ચના થાય
અજબ શક્તિશાળી છે એ દેવ,જેમના દર્શન જીવને થાય
શ્રધ્ધા અને સમજ એજ કેડી,જે જીવને મુક્તિએ દોરીજાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
મળે દેહ અવની પર  જીવને,જેને કર્મના બંધન કહેવાય
અવની પરના આગમન પછી,કર્મની કેડી વર્તને દેખાય
ઉજ્વળજીવનની રાહમળે,જ્યાં નિખાલસ જીવન જીવાય
દેહનોઅંત જે મૃત્યુ કહેવાય,કૃપાએ જન્મબંધનથી છુટાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.

======================================

May 30th 2015

માયા લાગી

.                      .માયા લાગી

તાઃ૧૯/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી જીવને અવનીએ,કર્મનીકેડી મળી જાય
અવનીપરનુ આવનજાવન,એજન્મમરણ દઈ જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે કાયા જીવને જગતમાં,જે દ્રષ્ટીથી દેખાઈ જાય
પ્રાણી,પશુ કે માનવ બને,જે કર્મબંધનથી મેળવાય
પરમાત્માની અજબલીલા,ના કોઇથીય સમજાવાય
કર્મની કેડી શીતળ બને,જ્યાં માયાથીજ દુર રહેવાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે જગેદેહ આપી જાય
સરળતાનો સંગ રાખવા જીવથી,ભક્તિકેડીને પકડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
માયાછુટે ને મોહભાગે,એ જીવને મુક્તિમાર્ગેદોરી જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.

==================================

May 30th 2015

જતન

.                   .જતન

તાઃ૨૪/૫/૨૦૧૫             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જતન પ્રેમથી માબાપનુ કરતાં,કર્મ પાવન થઈ જાય
સંસ્કારની શીતળ કેડી મળતાં,ઉજ્વળ રાહ મળી જાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
માન સન્માન છે કર્મની કેડી,જે નિર્મળ સમજે સમજાય
મળે જીવનમાં અનંત શાંન્તિ,જ્યાં અનંતકૃપા થઈજાય
ના અપેક્ષા ના માગણી ખોટી,કળીયુગમાં અથડાઈ જાય
સરળ જીવનની રાહમળે,જ્યાં પ્રભાતે સુર્યદેવને પુંજાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
અજબ શક્તિશાળી છે એદેવ,હજારો વર્ષોથી દર્શન થાય
મળે કૃપા ત્યાં જીવને,જ્યાં વડીલનું દીલથી જતન થાય
સુખદુઃખના વાદળ છુટતાં,જીવને મુક્તિ રાહ મળી જાય
અવનીપરનુ આવનજાવન,એ કર્મબંધનથી છુટી જાય
………….એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.

==========================================

May 30th 2015

શું લઈ જવાના

.                    .શું લઈ જવાના

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શું લાવ્યા શું લઈ જવાના,ના કોઇ જીવને સમજાય
કર્મકેડીનુ બંધન રહેતાજ,એ અવનીએ આવી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
મોહમાયાએ છે કર્મની કેડી,જે  દેહ મળતાજ દેખાય
કળીયુગ સતયુગ એ જીવનુ બંધન,વર્તનથી દેવાય
ભક્તિભાવની શીતળ રાહ,માનવતા મહેંકાવી જાય
અવનીપરની વિદાય વેળાએ,ભક્તિ સંગે લઈ જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
પરમ કૃપા સુર્યદેવની,જગતમાં સવારસાંજ દઈ જાય
અસીમ કૃપા છે એ દેવની,જે પ્રત્યક્ષ દર્શન આપી જાય
પ્રભાતે અર્ચનાકરતા,અંતેજીવને મુક્તિમાર્ગ મળીજાય
શું લાવ્યા શું લઈ જવાના,જીવ વ્યાધીઓથી છુટી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય. ======================================

 

May 29th 2015

સંગાથ

.                     . સંગાથ          (ફિલ્મઃસંસ્કાર)

તાઃ૨૨/૨/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકાર ભરેલા જીવનમાં,સંગાથ કોઇનો મને નથી
હુ શોધુ છુ એ જીવનને,જેનો મુજ પર એક,ઉપકાર છે.(૨)
.                                     ………..અંધકાર ભરેલા જીવનમાં.
માન મને અભિમાન અડે,ના જીવનમાં કોઇ સમજંણ મને
સુખ દુર થયું હું ભટકી રહ્યો,કળીયુગની કેડીમાં,લટકી ગયો..હુ.(૨)
.                                     ………..અંધકાર ભરેલા જીવનમાં.
મળી માયા મને મોહ અડકી ગયો.ના ભક્તિની કોઇ સાંકળ રહી
જીવન જકડાઈ ગયુ નાહાથમાં રહ્યુ,સંસ્કાર ભાવથી,ભટકી ગયો..હુ.(ર)
.                                       ………..અંધકાર ભરેલા જીવનમાં.

===================================================

May 29th 2015

નિર્મળરાહ.

.                    . નિર્મળરાહ

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,ત્યાં નિખાલસતા સહેવાય
આધી વ્યાધી ને ઉપાધી ભાગે,જ્યાં નિર્મળરાહ  મેળવાય
…………મળે જીવને  પવિત્ર જીવન,એ મોહ માયાને તોડી જાય.
નિર્મળ પ્રેમની ગંગા વહે,જ્યાં જ્યાં માનવતા મળી જાય
ભક્તિ પ્રેમને પકડી ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે ઉજ્વળ જીવન દઈ જાય
આશિર્વાદની પવિત્રરાહે,જીવનમાં ના તકલીફ મળી જાય
……………એજ સાચી કૃપા પ્રભુની,જે સંતાનના વર્તને  દેખાય.
આગમન વિદાયની દ્રષ્ટિ,જગતમાં નાકોઇ જીવથી જોવાય
કર્મની ઉજ્વળ કેડી  લેતાં,સંત જલાસાંઇની કૃપા થઈ  જાય
મળે દેહને માનઅવનીએ,જ્યાં જીવને નિર્મળરાહ મળીજાય
કુદરતની છે અપાર લીલા,જીવને વિદાય વેળાએ સમજાય
…………અવનીપરનુ આવનજાવન,જીવને માયાથી સમજાય.

**************************************************

May 29th 2015

મારુ તારુ

.                . મારુ તારુ

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમથી ભક્તિ કરતા,પાવન રાહ મળી જાય
શ્રધ્ધારાખીને દીવો પ્રગટતા,જીવનસુખી થઈ જાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
ઉજ્વળજીવનની કેડી મળે,જ્યાં કૃપાપ્રભુની થઈજાય
ના મારુ તારુની માયા વળગે,એ જન્મસફળ કરી જાય
મળે દેહને માન સન્માન,જ્યાં પવિત્રરાહ દેવાઈ જાય
અનેક જીવોને શાંન્તિ મળતા,પરમાત્માની કૃપા થાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
મળતી માયા કાયાને જગે,જે કળીયુગની કેડીએ દેખાય
શાંન્તિનો સહવાસ મેળવવા,પવિત્રપ્રેમથી ભક્તિ થાય
મારુ એતો જીવનો સંબંધ,ને તારુએ કર્મબંધનથી દેવાય
ના માગે મળે જીવને જગતમાં,એજ સાચી કૃપા કહેવાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.

=====================================

« Previous PageNext Page »