September 19th 2014
. .ભક્તિ જ્યોત
તાઃ૮/૯/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત પ્રેમની મળે જીવને,ઉજ્વળ રાહ મળી જાય
પ્રેમ પારખી જીવન જીવતા,ના મોહમાયા છલકાય
. ………………..જ્યોત પ્રેમની મળે જીવને.
માતાની મમતા મેળવતા,બચપણ સચવાઇ જાય
મળે પિતાનો પ્રેમ સંતાનને,ઉજ્વળરાહ મળી જાય
લાગણી મોહને દુર રાખતા,જલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનની એકજ કેડીએ,માનવતા મહેંકાય
. ………………..જ્યોત પ્રેમની મળે જીવને.
અનંતકર્મની કેડી અવનીએ,પામરજીવન આપી જાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતા,પરમાત્માની કૃપા મળી જાય
કર્મના બંધન જકડે જીવને,સાચી ભક્તિએજ છુટી જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જન્મ મરણને છોડીજાય
. …………………જ્યોત પ્રેમની મળે જીવને.
===================================
September 19th 2014
. .પ્રેમાળ સ્નેહ
તાઃ૬/૯/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેમની સાચી કેડીએ,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
નિર્મળતાના પ્રેમાળ સ્નેહે,અનંત શાંન્તિ જીવને મળી જાય
. ……………………પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
ઉજ્વળતાનીરાહ મળે જીવનમાં,પાવનકર્મ જીવનમાં થાય
સુખ શાંન્તિના વાદળ મળતા,સંત જલાસાંઇને વંદન થાય
કર્મનીકેડી એ બંધન છે જીવના,સાચી ભક્તિએ જ સચવાય
આવન જાવન જીવને જકડે,અવનીપર આગમને સમજાય
. ……………………પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
મળેલ કાયાને પારખી લેતાજ,સાચી રાહ જીવને મળી જાય
કર્મબંધનની કેડી છુટે,જીવનમાં પ્રેમની જ્યોત પ્રગટી જાય
અંતરમાંઆનંદ અનેરો મળતા,લાગણીમોહને એતોડી જાય
મુક્તિ માર્ગના દ્વાર ખુલતા કૃપાએ, જીવને મુક્તિ મળી જાય
. …………………….પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
======================================
September 19th 2014
. .સ્નેહાળ રાત્રી
તાઃ૨૮/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. .પોરબંદરની સાંકડી શેરીમાં રામજી મંદીરની બાજુમાં આવેલ મકાનોમાં ત્રીજા નંબરના
મકાનમાં મનુભાઈ પરિવાર સહિત રહેતા હતા. મળેલા સંસ્કાર અને માબાપના પ્રેમને કારણે
જીવનમાં ભક્તિ અને ભણતરને પકડી ઉજ્વળ જીવનનીરાહ મેળવી લેતાં તે સરદાર હાઇસ્કુલમાં
શિક્ષક તરીકેની નોકરી મેળવી હાઇસ્કુલમાં વિધ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન,ગુજરાતી,હીન્દીઅને
સંસ્કૃત ભાષા શિખવી રહ્યા હતા.તેમની પત્ની સવિતાબેન પણ માબાપે આપેલ રાહે કૉલેજમાં
બે વર્ષ ભણ્યા બાદ યોગ્ય પાત્ર દેખાતા માબાપે તેને મનુભાઇ સાથે લગ્ન કરી સંસારની કેડી
આપી હતી. સવિતાબેન ભણતર અને મળેલ સંસ્કાર પ્રમાણે બુધ્ધિને યોગ્ય માર્ગે લઈ જતા
દેખાતા હતા કારણ દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પતિને પગે લાગીને ચા નાસ્તો બનાવી
ઘરમા કરેલ મંદીરમાં જ્યાં મા અંબા,મા કાળકા,મા દુર્ગા, માતા પાર્વતીજી,શ્રી ભોલેનાથ,
સીતારામ, અને સંત શ્રી જલારામ તથા સાંઇબાબાની પુંજા આરતી કરતા હતા.
. .સમય તો કોઇથી પકડાતો નથી. હા તેની સાથે ચાલવા પ્રયત્ન કરો તો થોડો લાભ
મળે. લગ્ન બાદ મનુભાઇને ઘરમાં થતી પુંજાને કારણે પરમાત્માની કૃપા મળતી હોય તેમ
લાગતુ હતુ. તેમને સ્કુલમાં પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરવાની તક મળી.
વિધ્યાર્થીઓનાસ્પેશ્યલ ક્લાસ મળ્યા અને આવકપણ વધી.તેમને સવિતાની ભક્તિનો
જ આ પ્રતાપ છે તેજણાતા તેમણે પણ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઇ તૈયાર થઈ
ભગવાનની પુંજા કરવાની શરૂ કરી દીધી. લગ્ન બાદ ત્રીજા વર્ષે રાજકોટની હાઇસ્કુલમાંથી
તેમને જે પગાર અહીંની સ્કુલમાં મળતો હતો તેનાથી ડબલ પગારની ઓફર આવી.તેમણે
સવિતાને વાત કરી અને તે વાતમાં સહમત થતા તેઓ માર્ચ માસમાં રાજકોટમાં એક મકાન
ભાડે રાખીને સ્કુલમાં નોકરી શરૂ કરી દીધી.
. .દરરોજ સવારમાં સુર્યના ઉદયને વંદન કરી પાણીથી અર્ચના કરવાની ટેવ મનુભાઇને
બાળપણથી માબાપની ભક્તિએ માર્ગદર્શન મળેલ.તેઓ દરરોજ સુર્ય અર્ચના કરતા અને
ત્યારબાદપ્રભુને દીવો અગરબત્તી કરી ચા નાસ્તો કરી નોકરી કરવા નીકળી જતા.તેમના
પત્ની પણ સમયસર ઉઠી ચા નાસ્તો તૈયાર કરી સ્નાન કરી પુંજન અર્ચન કરી રસોડામાં
આવી તેમના પતિની સાથે ચા નાસ્તો કરતા.આ તેમના જીવનની દરરોજનીરીત હતી.
સમય તો રોકાય નહીં.ચાર વર્ષ બાદ સવિતાબેને દીવાળીના આગલે દીવસે પુત્રને જન્મ
આપ્યો માતાની કૃપાએ અને પ્રેરણાએ માબાપે તે સંતાનને નિખીલ નામ આપ્યુ. અને તે
નામને સાર્થક કરવાનો પ્રયત્નકરતો હોય તેમ માબાપને અણસાર થતો.અને તે તેના
અભ્યાસમાં મળતી લાયકાતથી દેખાતુ.
. .સમયતો કોઇથી પકડાતો નથી, પણ કોઇપણ જીવ તેની સાથે ચાલવા પ્રયત્ન કરે
તો પરમાત્માની કૃપાએ થોડો લાભ મળે છે.સવિતાબેને નવરાત્રીના નવમા દીવસે પુત્રીને
આગમન આપ્યુ.પવિત્ર દીવસે જન્મ થયો.માતાની અસીમ કૃપા અને સવિતાબેનની નિર્મળ
ભક્તિએ જ દીકરીનુ પૃથ્વીપર આગમન થયુ અને તેને સાધના નામ આપ્યુ. નાનપણથી
જ તે પોતાના મોટાભાઇને વ્હાલ કરતી. ભાઇની સાથે બેસીને ચા નાસ્તો કરતી અને તેની
થાળીમાંથી પણ એ ખાઇ જતી અને રમત પણ રમતી. સમય ચાલવા માંડ્યો. નિખીલે હાઇસ્કુલ
પ્રથમ ક્લાસે પાસ કરી અને કૉલેજમાં પણ પ્રવેશ મળી ગયો.ભણતરમાં ઘણા સારા માર્ક્સ
મળેલ તેથી તેને કૉલેજમાં બે વર્ષ બાદ મેડીકલમાં પ્રવેશ મળી ગયો. જો કે સાધના તો
નિખીલને વ્હાલથી ડૉક્ટર કહેતી એ તેની ટેવ હતી.અને સમય આવતા જ્યારે નિખીલને
મૅડીકલમાં પ્રવેશ મળ્યો ત્યારે તેણે સાધનાને બાથમાં લઈ કહ્યું જો બહેનતુ મને ડૉક્ટર
કહેતી હતી ને તે હવે હુ ડૉક્ટર થવાનો કેવો તારો વ્હાલ હતો જે મને યોગ્ય માર્ગે લઈ જાય છે.
. .સાધના પણ માબાપને વ્હાલ કરતી અને સમય આવતા હાઇસ્કુલમાંથી ઘણા જ
સારા માર્કે પાસ થઈ. તેની ઇચ્છા એ હતી કે તે યોગ્ય રીતે ભણતર મેળવી જીવનના પાયાને
મજબુત કરે.તેણે ભણતરમાં ઘણી સારીરાહ લેતાં તેને કૉલેજમાં પ્રોફેસરની નોકરી મળી અને
તે પણ ઘણી જ સારી રીતે કરી રહી હતી. નિખીલ પણ સમય આવતા ડૉકટરની ડીગ્રી મેળવી
લઇ અને તેને પણ સરકારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ.નોકરી બાદ બીજા વર્ષે તે જ
હોસ્પીટલમાં નર્સની નોકરી કરતી તેમની જ જ્ઞાતિની રાગીણી નામની છોકરી જેના માબાપ
પણ ડૉક્ટર છે તેમણે સામેથી નિખીલને વિનંતી કરી અને તેના માબાપની સાથે વાત કરી
તેમની દીકરીને તારી સાથે પરણાવવાની ઇચ્છા વ્યક્ત કરી.સવિતાબેન અને મનુભાઇને
જ્યારે આ માહિતી મળી ત્યારે તેમને ઘણો જ આનંદ થયો કારણ તેમના દીકરાને તેના
વ્યવસાયમાં કામ કરતી છોકરી અને તેના માબાપ પણ તે વ્યવસાયમાં છે એટલે હા પાડી
અને માતાની કૃપા થતા સમયસર નિખીલના લગ્ન રાગીણી સાથે થઈ ગયા. બંન્ને એક જ
વ્યવસાયમાં જોડાયેલ હોઇ કોઇપણ જાતની અડચણ કે તકલીફ ન હતી પડતી.અને તેથી
ત્રણ વર્ષ બાદ બંન્ને એ પોતાના માબાપની પરવાનગી મેળવી એક નવુ ઘર વેચાતુ લઈ
જીવનની નવી કેડી શરૂ કરી.
. .પ્રેમની કેડી પકડીને ચાલતા મનુભાઇ હવે નિવૃત્ત થયા એટલે હવે કુટુંબની કોઇ
જવાબદારી રહી નહીં તેમના પત્નિ પણ નિખાલસ પ્રેમથી ભક્તિ પકડીને પોતાનો સંસાર
ચલાવી રહ્યા હતા.તેઓ બન્ને મળેલ માનવજીવન સાર્થક કરી જીવી રહ્યા હતા. તેમના સંતાનો
પણ વડીલોના આશિર્વાદ મેળવી માનવતાની મહેંક પ્રસરાવીરહ્યા હતા.જીવનમાં સમય તો
કોઇથી પકડાતો નથી પણ તેની સાથે ચાલવા સાચી શ્રધ્ધાએ પ્રયત્ન કરી એ તોપરમાત્મા
કૃપા કરે અને સાચી રાહ પણ મળે. એક વખત નવરાત્રીના સમયે મનુભાઇને તેમના ઘણા જુના
મિત્ર દામોદરભાઇ મુલાકાત થઈ. તે દસ વર્ષ કેનેડા તેમના સાળાને ત્યાં રહ્યા હવે કાયમ
માટે તે ભારત પાછા આવી ગયા. વર્ષો પછી જુના મિત્રને મળતા ઘણોજ આનંદ થયો.
મનુભાઇએ તેમને ઘેર આવવાની વિનંતી કરી. અનેરવિવારે તેમની પત્ની સાથે મનુભાઇને
ત્યાં આવ્યા.લાંબાસમયે મળ્યા એટલે સાથે બેસી નાસ્તો કર્તા ઘણી બધી જુની યાદોને યાદ
કરી આનંદ કર્યો. દીકરો નિખીલ ડૉક્ટર થયો તેની પત્ની નર્સ છે,બેબી સાધના પણકૉલેજમાં
પ્રોફેસરની નોકરી કરે છે તેવાત કરતા હતા અને તેજ વખતે સાધના કૉમ્પ્યુટર પર કૉલેજનુ
કામ પતાવી રસોડામાંથી ચા લઈ પપ્પા મમ્મી અને મહેમાન માટે આપવા આવી આવેલા
મહેમાનને પગે લાગીઅને પાછી પોતાની રૂમમાં ગઇ. દામોદરભાઇ એ મનુભાઇને પુછ્યુ કે
આ દીકરી પરણી છે કે કુંવારી છે.તો મનુભાઇએ કહ્યુ કે હમણા બે વર્ષથી કોલેજમાં પ્રોફેસરની
નોકરી મળી છે હજુ કુંવારી છે. દામોદરભાઇને પોતાની પત્નીએ વાત કરતા કહ્યુ કે તમારા
નાના ભાઇ રણછોડભાઇનો દીકરો મનોજ એન્જીનીયર છે અને હજુ કુવારો છે તો મને યોગ્ય
લાગે છે કે તે દીકરા માટે આ દીકરી યોગ્ય પાત્ર છે. તો જો તમને યોગ્ય લાગતુ હોય તો
આપણે આગળ વધીયે. મહેમાનોના ગયા બાદ બીજા શનિવારે મનુભાઇએ અને સવિતાબેને
તેમની દીકરીને લગ્ન માટેવાત કરી. સાધનાએ કહ્યુ કે તમને જે યોગ્ય લાગે તે કરો હું તે
કરવા તૈયાર છું.મનુભાઇએ બીજે દીવસે દામોદરભાઇને ફોન કરી કે તમે તમારી અનુકુળતાએ
તમારા ભાઇને અને તેમના દીકરાને લઇને મળવા અને વાતચીત કરવા આવો દામોદરભાઇએ
તેમના ભાઇ સાથે વાત કરી મનુભાઇને ફોન કરી જણાવ્યુ કે આવતા બુધવારે સાંજે છ વાગ્યા
પછીતમારે ઘેર આવીશું. સમય પ્રમાણે તેઓ ઘેર આવ્યા સાધના પણ કૉલેજથી પાંચવાગે
આવી ગઈ હતી.મનુભાઇએ વાતચીત કર્યા બાદ દીકરી સાધનાને બોલાવી તે આવી અને
પછી આવેલામનોજને તેમણે કહ્યુ કે બેટા તમે બંન્ને થોડી વ્યક્તીગત વાતો કરી પછી અમને
પરવાનગી આપો. બાજુની રૂમમાં મનોજ અને સાધના વાતચીત કરી બહાર આવ્યા પિતાને
મનોજે સાધના સાથે લગ્ન કરવાની હા પાડી.અને વાર તહેવાર નક્કી કરી તેમના લગ્ન પણ
થઈ ગયા. તેમના સંતાનો નિખીલ અને સાધના પણ પોતાની જીવનની કેડીને યોગ્ય માર્ગે
ચાલતા હતા.
. .તેમનો નાનો દીકરો રાકેશ ભણતરમાં થોડો પાછળ છે તેવું પિતા મનુભાઇ અને
માતા સવિતાબેનનેલાગતુ હતું તેમણે ઘણી વખત તેને કહ્યુ પણ છતા તેની રાહ બદલતો
ન હતો. અંતે માતાએ અંબામાતા અને કુળદેવી કાળકામાતાને દીવો કરી પ્રાર્થના કરી કે
તેમના દીકરાનેમાતા સાચા માર્ગે લઈ જઈ જીવનની જ્યોતપ્રગટાવે. નવરાત્રીનો તહેવાર
આવી રહ્યો હતો એક રાત્રે સ્વપ્નામાં માતાએ સવિતા બેનને રાહ બતાવી કેઆવી રહેલી
નવરાત્રીએ શ્રધ્ધા રાખીને એક વખત જમીને દરરોજ સાંજે ઘરમાં માતાના નામે દીવો
કરવાનુ દીકરાને કહો. આ સ્વપ્નાની વાત તેમણે તેમના પતિ મનુભાઇને કહી.તેમણે
ઘરમાં મંદીરમાં દીવો કરી પ્રાર્થના સહિત વંદન કરી વિનંતી કરી કે હે પ્રભુ હે માતાજી
આ નવરાત્રીએ દીકરો નહી કરે તો હું અપવાસ અને નવરાત્રી કરીશ. નવરાત્રીના બે
દીવસ પહેલા જ માતાએ દીકરા રાકેશને કહ્યુ કે બેટા આપણા હીન્દુ તહેવારમાં નવરાત્રી
એ પવિત્ર તહેવાર છે તુ આ વખતે નવરાત્રી કરીશ તો તને મા કૃપા કરી બધી રીતે સાચી
રાહે લઈ જશે.દીકરાએ મમ્મીને પુછ્યુ કે નવરાત્રીમાં શુ કરવાનું તો મમ્મી કહે દરરોજ
એક વખતજમવાનુ અને રાત્રે ગરબામાં જઈ આરતી કરી પાછુ ઘેર આવી જવાનુ.સારૂ
મમ્મી હુ આ નવરાત્રી કરીશ. રાત્રે સવિતાબેને પતિને વાત કરી . રાકેશ આ નવરાત્રી
કરશે. નવરાત્રીના નવેનવ દીવસ રાકેશે સાચા પ્રેમ અને સ્નેહથી માતાની શ્રધ્ધાથી સેવા કરી.
. .માતાની અસીમ કૃપાનો અનુભવ થયો હાઇસ્કુલમાં અને કૉલૅજમાં ઘણા સારા માર્કસથી
પ્રથમ ક્લાસેપાસ થયો અને પોતાના જીવનની કેડી વકીલ તરીકે શરૂ કરી. જીવનમાં સાચી રાહ
માતાની સ્નેહાળ રાત્રીથી મળી ગઈ એજ માતની કૃપા એજ સાચી ભક્તિ અને એજ પવિત્ર કર્મ.
=================================================================
August 26th 2014
. .અભિમાન આવે
તાઃ૨૬/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિમાન જ્યાં આવે આંગણે,ત્યાં લાયકાત છેડાઇ જાય
ઉજ્વળ જીવનની કેડી છુટતા જ,માનવતા વેડફાઇ જાય
. …………………. અભિમાન જ્યાં આવે આંગણે.
મારૂ તારૂ વળગી જતા જીવનમાં,દુઃખ વાદળ આવી જાય
સફળતાની કેડી છુટતા,જગે દેખાવની દુનીયા મળી જાય
મોહમાયાની કેડી સ્પર્શતા,કળીયુગની કાતર ફરતી થાય
વણ કલ્પેલી આફત આવી મળતા,અભિમાન ભાગી જાય
. ……………………અભિમાન જ્યાં આવે આંગણે.
કુદરતની કેડી નિખાલસ,સાચી માનવતાએજ સમજાય
મળે જગતમાં પ્રેમ અનેરો,જ્યાં સાચી ભક્તિ પ્રેમે થાય
અહીં તહીંમાં જ આફત આવી,જીવનું બારણું ખોલી જાય
મૃત્યુ આવતા જીવને જગતમાં,કર્મનુ બંધન જકડી જાય
. ……………………અભિમાન જ્યાં આવે આંગણે.
=====================================
August 23rd 2014
. .પ્રેમ દે સફળતા
તાઃ૨૩/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની કેડી લેવા,મનથી મહેનત થતી જાય
પાવનકર્મની કેડી મળે,જ્યાં જગે સાચો પ્રેમ મળી જાય.
. …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
અવનીપર આગમનથી,જીવને મળેલ દેહથી સમજાય
માનવદેહ એ રાહ આપે,જ્યાં ભક્તિ શ્રધ્ધા પ્રેમથી થાય
મળે પ્રેમ સાચો જીવને,એજ જીવનમાં સફળતા દઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળતા,જન્મમરણના બંધન છુટીજાય
. …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
શીતળતાનો સંગ રહેતા જીવનમાં,આધીવ્યાધી દુર જાય
મોહમાયાની ચાદર છુટતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,સઘળા પાપો ધોવાઇ જાય
અવનીપરનુ આગમન જીવને, સ્વર્ગીય સુખ આપી જાય
. …………………..ઉજ્વળ જીવનની કેડી લેવા.
====================================
August 22nd 2014
. .મળેલ મુંઝવણ
તાઃ૭/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ ગજબની કેડી જીવને,સમય સમયે સમજાય
પાવનકર્મની સાચી રાહ,નિર્મળ ભક્તિએ મળી જાય
. ………………..અજબ ગજબની કેડી જીવને.
આવી આંગણે મુંઝવણ ઉભી,ના રાત દીવસ જોવાય
સરળતાની જ્યાં કેડી છુટે,ના કોઇ જીવથીય છટકાય
અંતરમાં નાઆનંદ ઉભરે,કે નાકોઇનો પ્રેમ મળીજાય
ઉજ્વળ જીવન ખખડી પડતાં,નિર્મળતાય ભાગી જાય
. …………………અજબ ગજબની કેડી જીવને.
લાગણી મોહ અંતરનો ઉભરો,કળીયુગમાં દોરી જાય
માનવ મનને મળતી માયા,જીવને એજ જકડી જાય
જન્મમરણનો સંબંધ મળતા,કર્મનાબંધન મળી જાય
અવનીપરનુ આગમન લેતા,મૃત્યુની કેડી મળી જાય
. …………………..અજબ ગજબની કેડી જીવને.
=====================================
August 22nd 2014
. .જીવનની જળહળતા
તાઃ૮/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાને પકડી ચાલતા,પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની એક જ કેડીએ,જીવન જળહળ થાય
. …………………..નિર્મળતાને પકડી ચાલતા.
માનવદેહ એ સરળ કેડી,જીવ મુક્તિ માર્ગે દોરાય
મળે કર્મની શીતળ રાહ,જ્યાં જલાસાંઇને ભજાય
સુખદુઃખનો સંગાથ જીવને,સાચી ભક્તિએ છુટાય
મોહમાયાના બંધન છુટતા,જીવન ઉજ્વળ થાય
. ………………….નિર્મળતાને પકડી ચાલતા.
મળતા આશીર્વાદ વડીલના,તકલીફો ભાગી જાય
મળે મનને શાંન્તિ આવી,ના આધીવ્યાધી દેખાય
પ્રેમની સાચી કેડી ભક્તિથી,જીવનમાં મળી જાય
અંતરે આનંદઅનેરો,મળેલ જન્મસફળ થઈજાય
. …………………..નિર્મળતાને પકડી ચાલતા.
+++++++++++++++++++++++++++++++
August 20th 2014

. .અમીતને આનંદ
તાઃ૯/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરવિંદકુમારને આનંદ અનેરો,ને કૈલાસબેન પણ હરખાય
મળે પ્રેમ સંતાનોનો અંતરથી,ના માગણી કોઇ ક્યાંય રખાય
…એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય
લગ્ન જીવનની નિર્મળકેડીએ,કૌટુમ્બીક વૃક્ષ ઉજવળ દેખાય
દિકરી વ્હાલી જયશ્રીને જીવન સંગાથી,જય કુમાર મળી જાય
પ્રેમની પાવનકેડી સુનીલકુમારથી,દીકરી પિન્કુને મળી જાય
વ્હાલી દીકરી મિતલ પણ,પતિ હીતેનકુમારના પ્રેમે હરખાય
વિશાલકુમારની પ્રેમાળ જીવન રાહે,વૈશાલીને પ્રેમમળી જાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય
અમીતને ઉજ્વળકેડી માબાપના આશીર્વાદથી મળી જાય
અ.સૌ.શ્વેતાને જીવનસંગીની બનાવી,એટલાન્ટાય લવાય
મનથી મહેનત કરી જીવતા સંતાનથી માબાપ ખુબ હરખાય
કૈલાસબેનની નાની બેન રમાને,મળતા અનંત આનંદ થાય
પ્રદીપમાસા આવી રવિ,દીપલ,નિશીત,હિમાનો પ્રેમ આપીજાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય
====================================================
. .પુજ્ય અરવિંદલાલ અને કૈલાસબેનના વ્હાલા પુત્ર અમીતને જીવનસંગાથી
તરીકે અ.સૌ.શ્વેતાનો સંગાથ મળતા સંત જલારામબાપા અને સંત સાંઇબાબા તનમન
ઘનથી શાંન્તિ આપી ઉજ્વળ જીવનનીરાહ આપે તે પવિત્ર ભાવનાએ આ લખાણ સપ્રેમ
હ્યુસ્ટનથી પ્રદીપમાસા,રમામાસી તરફથી ભેંટ તાઃ૯/૭/૨૦૧૪
August 20th 2014
. .આફત આવી
તાઃ૯/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતા માયા મોહ જીવનમાં,સુખ શાંન્તિ આઘી ચાલી જાય
ઉજ્વળ જીવનની રાહ છુટતાં જ, કળીયુગી કાતર ફરી જાય
. …………………..મળતા માયા મોહ જીવનમાં.
સરળજીવનની સાચીકેડી,જલાસાંઇની ભક્તિએ મળી જાય
ના આફત આવે કે ના તકલીફ,સાચી ભક્તિએ ભાગી જાય
પરમકૃપાળુ છે અતિ દયાળુ,મળેલ જન્મ સાર્થક કરી જાય
પામી પ્રેમ પરમાત્માનો જીવનમાં,જીવ મુક્તિમાર્ગે જાય
. …………………..મળતા માયા મોહ જીવનમાં.
કળીયુગમાં દેખાવ વળગે,નાહકની વ્યાધીઓ મળતી જાય
દેખાવની દુનીયા અતિ ભવદાયી,નિર્મળતાને આંબી જાય
પળપળની ના સાંકળ છે કોઇ,એ જીવનમાં ઝેર આપી જાય
માનવજન્મ નીર્થક બનતા,જીવ જન્મમરણથી બંધાઇજાય
. ……………………મળતા માયા મોહ જીવનમાં.
=====================================