August 20th 2014
. પ્રેમાળ કેડી
તાઃ૨૦/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મેંહક પ્રસરે,જ્યાં માનવતાને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એજ માબાપનો પ્રેમ કહેવાય
. ………………….માનવજીવનની મેંહક પ્રસરે.
મળે આશીર્વાદ જીવનમાં.જીવને પ્રેમાળ કેડી મળી જાય
શ્રધ્ધા રાખી શરણુ લેતા,સંતજલાસાંઇની કૃપા મળીજાય
ઉજ્વળ જીવનમાં આંગળી ચીંધે,એજ માનવતા કહેવાય
મળે જીવને શાંન્તિ અનેક,જ્યાં નિખાલસતાને મેળવાય
. ……………………માનવજીવનની મેંહક પ્રસરે.
નિર્મળતાનો સંગ જીવનમાં,જીવને સુખ શાંન્તિ દઈ જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,કળીયુગ પણ ભાગી જાય
અવનીપરનીવિદાય વેળાયે જીવ સ્વર્ગનીસીડી ચઢીજાય
પ્રેમાળ કેડી પામી લેતા,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
. ……………………માનવજીવનની મેંહક પ્રસરે.
==================================
August 20th 2014
. . પવિત્ર શ્રાવણ માસ
તાઃ૧૦/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર માસના પવિત્રદીને,પરમાત્માને પ્રેમથી ભજાય
શ્રાવણ માસની નિર્મળ સવારે,સુર્યદેવને અર્ચના થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
સોમવારની શિતળ સવારમાં,શીંવલીંગનું પુંજન થાય
મંગળવારના પવિત્રદીવસે,માદુર્ગા,કાળકાને વંદનથાય
બુધવારની પ્રેમાળ જ્યોતે,ૐ બુમ બુધાય નમઃ સ્મરાય
ગુરૂવારની ઉજ્વળસવારે,જલાસાંઇની નિર્મળ ભક્તિથાય
શુક્રવારની શીતળ સવારે,માઅંબાની આરતી પ્રેમે થાય
શનિવાર શક્તિશાળી,બજરંગબલી સંગ શનિદેવ પુંજાય
રવિવારની પ્રેમાળ સવારે,માકાળકાને પુંજનઅર્ચન થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,તનમનને શાંન્તિ આપી જાય
ભક્તિમાર્ગની શીતળકેડી,પ્રદીપરમાનુ જીવન ઉજ્વળથાય
મળે પ્રેમ મા કાળકાનો,ને સંગે માતા અંબાજી આવી જાય
માતા પાર્વતીના ચરણસ્પર્શે,પિતા ભોલેનાથ પણ હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જીવનમાં અનુભવે મેળવાય
મળે માની અસીમકૃપા જીવને,જ્યાં માલક્ષ્મીને વંદન થાય
સીતારામના સ્મરણ માત્રથી,મળેલ આ જીવન પવિત્ર થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
=======================================
August 20th 2014
. .સ્નેહની જ્યોત
તાઃ૧૦/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનને મહેંક મળે,જ્યાં માનવતાને સચવાય
પ્રેમની પાવનકેડીએ,જીવને સ્નેહની જ્યોત મળીજાય
. ………….માનવજીવનને મહેંક મળે.
અવનીપરના આગમનને,કર્મના બંધનનીજ બંધાય
ઉજ્વળરાહ જીવનેમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અંતરમાં આનંદ અનેરો,ને જીવને શાંન્તિ મળી જાય
નિર્મળતા સંગે જીવપર,પ્રભુની અસીમકૃપા થઈ જાય
. ……………માનવજીવનને મહેંક મળે.
મળતા દેહ અવનીએ જીવને,અનંતરાહ મળતી જાય
મોહમાયાના વાદળથી બચવા,નિર્મળભક્તિ પ્રેમે થાય
સુખશાંન્તિની શીતળકેડી,પ્રભુકૃપાએ જીવનેમળી જાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરીજાય
. …………….માનવજીવનને મહેંક મળે.
=================================
August 20th 2014

. . आझादीकी शान
ताः१४/८/२०१४ प्रदीप ब्रह्मभट्ट
आझादीकी शान निराली,भारत देशमे मिल जाय
प्रेम भावना देशकी रखके,भारतवासी सौ हरखाय
. ……………आझादीकी शान निराली.
अजब श्रध्धाके पावनकर्मसे,शुरवीर सौ मिल जाय
अहिंसाकी एकही केडीसे,देशको आझादी मिल जाय
महात्मा गांधीकी पवित्रराहे,जवाहर नहेरू चालीजाय
वल्लभभाइकी अतुट श्रध्धासे,मानवता महेकीं जाय
. ………………आझादीकी शान निराली.
मिलजाये जब हाथ प्रेमसे,तब अंग्रेज सौ भाग जाय
आझादीके आगमनसे भारतकी,भुमी उज्वल होजाय
वर्षोवर्षकी उज्वळ राहसे,श्री मोदी वडाप्रधान हो जाय
अभिमानकी उज्वळ राहको लेके,गुजराती सौ हरखाय
. ………………आझादीकी शान निराली.
++++++========+++++++=======++++++
August 20th 2014

. .સાંઇ જ્યોત
તાઃ૧૪/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇબાબાના સતત સ્મરણથી,કૃપા બાબાની મળીજાય
નિર્મળભાવનાએ શ્રધ્ધા રાખતા,પવિત્ર રાહ મળી જાય
. …………….સાંઇબાબાના સતત સ્મરણથી.
ભક્તિપથની સાચી કેડીએ.ના કોઇ મોહમાયા અથડાય
મળે જીવને કૃપા સાંઇબાબાની,પ્રેમ જ્યોત પ્રગટી જાય
સ્નેહની પાવનકેડી મળતા,આમાનવજીવન મહેંકીં જાય
સાંઇસાંઇ અંતરથી સ્મરતા,બાબાનું આગમન થઈ જાય
. ……………સાંઇબાબાના સતત સ્મરણથી.
પરમાત્માની અસીમકૃપા.ભોલેનાથની કૃપાએ મેળવાય
મળે બાબાની કૃપાજીવને,જ્યાં ૐ શબ્દથી સ્મરણ થાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએઆગમન સફળ થાય
ભક્તિમાર્ગની સાચી રાહે,જન્મમરણના બંધન તુટી જાય
. ………………સાંઇબાબાના સતત સ્મરણથી.
=ૐૐૐ==ૐ શ્રી સાંઇનાથાય નમઃ++++ૐ નમઃ શિવાય==ૐૐૐ=
August 20th 2014
. .ભારતની આઝાદી
તાઃ૧૫/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ભારતને આઝાદી જગતમાં,જ્યાં શુરવીરો ભેગા થાય
ગાંધીજીએ આંગળીચીંધીં,વલ્લભભાઇને જવાહર મળી જાય
. …………….મળી ભારતને આઝાદી.
માતૃભુમીથી સૌને પ્રેમ અનેરો,જે સ્વતંત્રતાયે દોરી જાય
શુરવીરતાની અનોખી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી મળી જાય
આંગળીપકડી એકબીજાની પ્રેમે,ત્યાંજ અંગ્રેજો ભાગી જાય
શુરવીરતાની શાન જગતમાં,ગુજરાતીઓથીજ મળી જાય
. ……………..મળી ભારતને આઝાદી.
મળે નિખાલસ પ્રેમ જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમની સાચી કેડી મળતા,જગતમાં માનવતા મહેંકી જાય
આઝાદીની અપુર્વશાનજગે,નિખાલસ ભારતીયોઆપી જાય
ઉજ્વળ જીવનની રાહ બતાવી,પવિત્ર જીવનએ જીવી જાય
. ………………મળી ભારતને આઝાદી.
+++++++++++++++++++++++++++++++++++++
August 20th 2014
. .કળીયુગ
તાઃ૨૦/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો મળી ત્યાં મોહ લાગ્યો,જીવને માયા વળગી ગઈ
પ્રેમની નાની એક જ જ્યોતે,આ જીંદગી જકડાઇ ગઇ
શીતળતાનો સંગ મળે જ્યાં,નિર્મળતા આવી મળે તઇ
મોહમાયાની ચાદર છુટે ,પામર જીવન સચવાય અહીં
લાગણી મોહને આઘી મુકતા,કળીયુગ છટકી જશે ભઇ
નાલાગણી કે ના માગણી,જીવને જગતમાં મળશે અહી
ઉજ્વળતાની સાચીરાહ,જલાસાંઇની કૃપાએ આવે ભઈ
શુ લાવ્યા શુ લઈ જવાના,ના સાધુબાવાને ખબર અહીં
કળીયુગની આ કાતર સીધી,ભોળપણમાં છેતરે છે અહીં.
મળે મુક્તિ માર્ગ જીવને,જ્યાંઅવનીએ સાચી ભક્તિ થઈ
+++++++++++++++++++++++++++++++++++
February 28th 2014
. મોહની માયા
તાઃ૨૮/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવન જીવને માયા વળગે,અવનીપરના આગમને દેખાય
કરેલ કર્મની કેડી છે સાંકળ,જે જીવને કાયા મળતા સમજાય
. …………………..પાવન જીવને માયા વળગે.
માનવદેહ મળતા જીવને,વિચારની શીતળ કેડી મળી જાય
પરમાત્માની એકજ કૃપાએ,આજીવન સાચીરાહે ચાલીજાય
ના મોહમાયાના કોઇ સ્પંદન સ્પર્શે,ના આફત કોઇ અથડાય
સરળ જીવનની નિર્મળરાહે,મળેલદેહ અવનીએ સુધરીજાય
. ……………………પાવન જીવને માયા વળગે.
દેહને સ્પર્શે કર્મ જીવના,જે અવનીપરના બંધને જ સમજાય
આવન જાવન એતો છે કેડી કર્મની,ના કોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,શિવ ભોલેનાથની કૃપા થાય
જીવ અવનીપરના આગમનથી છટકે,જે મુક્તિમાર્ગ દઈજાય
. …………………….પાવન જીવને માયા વળગે.
*********************************************
February 26th 2014

. . ભોળાનાથની ભક્તિ
તાઃ૨૬/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ,પરમ કૃપાળુ ભોળાનાથ હરખાય
મહા શિવરાત્રીના પવિત્રદીને,માતા પાર્વતી સંગે આવી જાય
. …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
અખંડ સ્મરણ ૐ નમઃશિવાય કરતાં,કૃપાએ પાવન કર્મો થાય
નિર્મળ જીવનની ઉજ્વળરાહે,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબ શક્તિ ભોળાનાથની જગે,જે નિર્મળ ભક્તિએ કૃપા થાય
માતા પાર્વતીની ભક્તિકરતા,પિતા ભોળાનાથ પણ રાજીથાય
. …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
ઉજ્વળ રાહ મળે પ્રદીપને ,જ્યાં મહાશિવરાત્રીએ અર્ચના થાય
પંચામૃતના અભિશેકથી,પિતા સંગ શ્રી ગણપતિજીની કૃપાથાય
ત્રિશુળધારી છે અતિ દયાળુ,જીવનમાં સાચી ભક્તિ આપી જાય
મોહમાયા કળીયુગના છુટતા,જીવનેમળેલ જન્મસફળ કરીજાય
. ……………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
=======================================
. .પરમપિતા શંકર ભગવાન,માતા પાર્વતી અને શ્રી ગણપતિના ચરણે
મહા શિવરાત્રીના પવિત્ર દીને ૐ નમઃ શિવાયના સ્મરણ સહિત વંદન.
આપના સેવક પ્રદીપ,રમા,દીપલ,રવિના કોટી કોટી વંદન. મહા વદ ૧૩,૨૦૭૦.
+++++++++++++++++++++++++++++++++++++++++