December 23rd 2013
. ભક્તિનો પથ
તાઃ૨૩/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોળાનાથની ભક્તિકરતાં,જીવને સુખશાંન્તિ મળી જાય
મોહમાયાની ચાદર છુટતા,જીવનો જન્મ સફળ થઇ જાય
. …………………ભોળાનાથની ભક્તિ કરતાં.
શીતળતાનો સંગ રહેતા,શ્રી ભોળાનાથની કૃપા થાય
પામર જીવને રાહમળતા,સાચો ભક્તિપથ મળી જાય
નિર્મળ ભાવનાએ પુંજન કરતાં,વ્યાધીઓ ભાગી જાય
પરમાત્માનીપરમકૃપાએ,જીવને રાહ સાચી મળીજાય
. ………………….. ભોળાનાથની ભક્તિ કરતાં.
ધર્મ કર્મની કેડી સમજતા,સાચીમાનવતા મહેંકી જાય
અવનીપરના આગમનને બીરદાવતા,પુંજાપ્રેમે થાય
ભક્તિપથની અજબ શક્તિની,કૃપા જીવ પરથઈ જાય
જીવને મળેલ આમાનવદેહ ,ઉજ્વળ રાહને પક્ડી જાય
. ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
==================================
December 22nd 2013
. ધીરજની કેડી
તાઃ૨૨/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવને શીતળ રાહ,જ્યાં માનવતા મહેંકાય
સફળતાનો સંગ રહે,જ્યાં ધીરજની કેડી પકડાય
. …………………મળે જીવને શીતળ રાહ.
સાગર જેવા સંસારમાં,અનંત આફત આવી જાય
નિર્મળતાનો સંગ રાખતા જ,કુદરતની કૃપા થાય
આવતી વ્યાધીને અટકાવે,જ્યાં ભક્તિપ્રેમે થાય
મોહમાયાના બંધનછુટતા, નિર્મળ રાહ મેળવાય
. ………………….મળે જીવને શીતળ રાહ.
અપેક્ષાની કેડીને છોડતા,જલાસાંઇની કૃપા થાય
સતત સ્મરણને સાચવી લેતા,મનને શાંન્તિ થાય
આવી આંગણે સફળતા રહે,જ્યાં અપેક્ષાને છોડાય
ધીરજરાખી મહેનતકરતાં,સૌકામ સફળ થઈ જાય
. ………………..મળે જીવને શીતળ રાહ.
==============================
December 20th 2013
. એક અપેક્ષા
તાઃ૨૦/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરની બસ એક જ અપેક્ષા,કે કૃપા કરજો મહાવીર
ઉજ્વળ જીવન ને પવિત્રરાહની,માગણી કરે છે જીવ
. …………………અંતરની બસ એક જ અપેક્ષા.
મળેલ આ માનવ જન્મ જીવને,દેજો ભક્તિથી પ્રીત
લાગણી મોહને દુર રાખી,સરળ જીવનની દેજો રીત
જ્યોતપ્રેમની સદાવસાવી,નિર્મળતાથી કરજો જીત
આવીઆંગણે પ્રેમદેજો પ્રભુ,એજરાખીછે મનની જીદ
. …………………અંતરની બસ એક જ અપેક્ષા.
માનવતા એક જ મહેંકથી,અનંત શાંન્તિ મળી જાય
પાવનકર્મની કેડીપકડતા,આજન્મ સફળ થઈ જાય
જન્મ મૃત્યુના બંધન છુટતા,જલાસાંઇની કૃપા થાય
આજકાલને નેવે મુકતા,સમય નાકદી જીવેઅથડાય
. ……………….અંતરની બસ એક જ અપેક્ષા.
===============================
December 19th 2013
. આફત મળે
તાઃ૧૯/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આફતને ના માગે કોઇ,કે ના આફતે કોઇથી છટકાય
આફત એ કુદરતની કરામત,સમયથી એ સમજાય
. …………………આફતને ના માગે કોઇ.
જન્મમળે અવનીએ જીવને,અનેક આંટીઘુંટી અથડાય
સરળ જીવનની રાહ લેવાને,ના માગણીઓમાં ભમાય
કૃપાની કેડી પાવન જીવન કરે,જ્યાં ભક્તિસાચી થાય
મોહમાયાની રાહને છોડતા,સદમાર્ગે જીવ દોરાઇ જાય
. …………………આફતને ના માગે કોઇ.
આવતી આફતને ના અટકાવે કોઇ,ના કોઇથી બચાય
જીવને મળેલ ભક્તિની કેડી,પ્રભુનો પ્રેમ આપી જાય
મળે જ્યાં કૃપા જલાસાંઇની,ના વ્યાધી કોઇ અથડાય
નાઆફત મળે જીવનમાં દેહને,ઉજ્વળરાહ મળીજાય
. ………………….આફતને ના માગે કોઇ.
================================
December 16th 2013
. ઉજ્વળ રાહ
તાઃ૧૬/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભણતરની સાચી કેડીએ ચાલતા,જીવન ઉજ્વળ થાય
નિર્મળ ભક્તિ મનથી કરતાં,આ જન્મ સફળ થઈ જાય
. ………………..ભણતરની સાચી કેડીએ ચાલતા.
અવનીપરના આગમનથી,કળીયુગમાં આ જીવ ફસાય
મોહમાયાની ચાદર પડતાજ,કર્મની કેડી બદલાઇ જાય
સમજણની સરળરાહ પકડતા,ભણતરનીકેડી મળી જાય
જ્ઞાનની સમજ મનનેમળતા,આવતી આફતથી છટકાય
. …………………ભણતરની સાચી કેડીએ ચાલતા.
ભક્તિભાવએ જ્યોત જીવની,જીવનેરાહ સાચી મળી જાય
મનથી કરેલ નિર્મળ ભક્તિએ,જલાસાંઇનીકૃપા થઈ જાય
એકજ દ્રષ્ટિ પરમાત્માનીપડતા,જીવને શાંન્તિ આપી જાય
અવનીથી જીવને વિદાય મળતા,સ્વર્ગનીસીડી મળી જાય
. ………………….ભણતરની સાચી કેડીએ ચાલતા.
================================
December 15th 2013

. . જય જલારામ
તાઃ૧૫/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય જલારામ બાપા,બોલો જય જય જલારામ
લઈને ભક્તિનો સંગાથ,બોલજો જય જય જલારામ.
. ………………બાપા જય જય જલારામ.
પાવન રાહ જીવનમાં દેજો,રહેજો પળપળ સંગે આજ
જન્મ મરણથી ખેંચી લેજો,દેજો જીવને મુક્તિની રાહ
મોહમાયાને દુર કરજો,જીવની ભક્તિમાં રહેજો સાથ
કર્મની કેડી ઉજ્વલ કરજો,જે જન્મ સફળ કરીદે આજ
. ………………….બાપા જય જય જલારામ.
પરમાત્માની કૃપા પામવા,નિર્મળ ભક્તિ દેજો આપ
માનવજીવન સાર્થકકરવા,રહેજો પળપળ મારીસાથ
જ્યોત જીવને દેજો પ્રેમની,ઉજ્વળ જીવન કરવાકાજ
અંત દેહનો આવે અવનીએ,પકડી લેજો જીવનો હાથ
. ………………….બાપા જય જય જલારામ.
++++++++++++++++++++++++++++++++=
December 15th 2013
. . કલમની અજબકેડી
તાઃ૧૫/૧૨/૨૦૧૩ લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન (ટેક્ષાસ,યુ.એસ.એ)
ના પહોંચે જ્યાં રવિ જગતમાં,ત્યાં પહોંચે ગુજરાતી કવિ
. સંધ્યાકાળે રવિ વિદાય લઈલે,કલમ રહે અવનીએ અડી
એવી અજબ કૃપા માતાની,કલમ પકડતા અમને એ મળી
. એજ અજબકેડી શબ્દની,જગતમાં ગુજરાતીઓથી જ મળી
. ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
સખત તાપ હોય કે અંધારૂ, ના કલમને એ કદી અડનારૂ
. કલમ પકડતા જ હાથમાં,એતો આંગળી થકી જ કહેવાનુ
સરળ શબ્દની કેડીએ ચાલતા,માનવ જીવન આ મહેંકાવાનુ
. ના મોહમાયાની કાતર અડકે,કે ના આ જીવન વેડફાવાનુ
. ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
કલમની અજબ છે કેડી નિરાળી,જીવને એ સ્પર્શી જાય
. અંતરમાં આવેલ વિશ્વાસને,એ કલમથી સમજાઇ જાય
નિર્મળ શબ્દની વહેતી એ ગંગા,પવિત્ર જીવન કરી જાય
. મુક્તિ જીવને મળતા અવનીથી,શબ્દની ગંગા વહેતી જાય
. ………………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
+++++++++++++++++++++++++++++++++++++++++
( વિશ્વમેળોના જાન્યુઆરીના માસિક માટે આ કાવ્ય મોકલેલે છે.)
December 13th 2013
. प्रेमीज्योत
ताः१३/१२/२०१३ प्रदीप ब्रह्मभट्ट
जीवनकी अनेक राहोंमे,सुख दुःख रहेते है साथ
प्रेम भावसे चलते रहेनेसे,हो जाये उज्वल आज
. ………………जीवनकी अनेक राहोंमे.
अपनोसे ना आशा रखना,ना कोइ अपेक्षा आज
उज्वल जीवन मील जानेसे,प्रभुक्रुपाभी हो साथ
लेकर ज्योतप्रेमकी जीवनमें,मीलजाये सुखधाम
प्यारकी एकमीठी लहेरसे,मील जायेगा सन्मान
. ……………..जीवनकी अनेक राहोंमे.
मानव देह एक देन है,जो जन्म सफल कर जाय
श्रध्धा और सबुरी समझनेसे,हो जायेंगे भव पार
अपनोसे जब मीलजायेंगे,खुल जाये भक्तिद्वार
ज्योतप्रेमकी एकही जलनेसे,होजाये निर्मलकाम
. ………………जीवनकी अनेक राहोंमे.
============================
December 11th 2013
. .મુક્તિની માગણી
તાઃ૧૧/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી જગતમાં વ્યાધીએ,જીવનમાં ઝંઝટો મળી જાય
શાંન્તિને શોધવા માનવી,ભક્તિના નામે ભટકતો જાય
. ……………………મળતી જગતમાં વ્યાધીએ.
સરળતાનો ના સાથ રહે,કે નાકોઇ માનવતાય મેળવાય
કળીયુગની કેડીને પકડી ચાલતાં,જગે દેખાવ અડી જાય
મળે માનવદેહ અવનીએ જીવને,જેને પ્રભુકૃપા કહેવાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
. ………………………મળતી જગતમાં વ્યાધીએ.
જીવને બંધન કર્મના જગતમાં,જે જીવને દેહ આપી જાય
સાચી રાહ મળે જ્યાં ભક્તિની,ત્યાં ભક્તિ રાહ મળી જાય
નિર્મળ ભાવના પકડી ચાલતા,આ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધાસંગે મુક્તિની માગણીએ,જીવનેપ્રભુકૃપા મળીજાય
. …………………….મળતી જગતમાં વ્યાધીએ.
===================================
December 10th 2013
. વર્ષનો અંત
તાઃ૧૦/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવાળી ગયે મહીનો થયો,ને આવી ક્રીસમસની ઇવ
મંદીર છોડીને દોડો ચર્ચમાં,એજછે અમેરીકનની રીત
. …………………….દીવાળી ગયે મહીનો થયો.
મંદીરમાં જઈ દીવા કરો,ને અગરબત્તી સળગાવો જઈ
ઘરમાં ના ભોજન કરશો કંઇ,ખાવાનુ ત્યાં ખાજોને ભઈ
અવસર મળે છે તમને મળવાનો,ના છોડશો એને તઇ
ગુજરાતીઓનો શીતળ સ્નેહ,પકડાઇ જાય છે એ અહીં
. …………………….દીવાળી ગયે મહીનો થયો.
ગળુ પકડાય તેમ ટાઇ બાંધજો,ને શુટને પહેરજો અહીં
બુટ કાઢવાની કોઇ જરૂર નથી,એ ચર્ચમાં રાખજો ભઈ
ના જરૂર કોઇ દીવા બત્તીની,કે ના ભજન ગાવાની તઇ
મળજો એક બીજાને પ્રેમથી,જ્યાં નિકળો ચર્ચથી ભઈ
. ……………………ને ક્રીસમસ માણજો ભઈ
.================================