December 9th 2013
. ભાગ્યવિધાતા
તાઃ૯/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ ભક્તિની કેડી પકડતા,જીવનમાં નિર્મળતા આવી જાય
મોહમાયાને કળીયુગમાંમુકતા,સાચીરાહ જીવનમાં મળી જાય
. …………………..સરળ ભક્તિની કેડી પકડતા.
કર્મનાબંધન એ જીવની છે કેડી,ના જગતમાં કોઇથીએ તોડાય
લેખ લખનાર જીવના અવનીએ,એને ભાગ્ય વિધાતા કહેવાય
મળેલ જન્મને સાર્થક કરવો,એ સાચી ભક્તિરાહથી જ સહેવાય
અવનીપરની આંટી ઘુંટીને તોડી,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
. ……………………સરળ ભક્તિની કેડી પકડતા.
સુખસાગર છલકાઇજતા જીવનમાં,દુઃખનાડુંગર દુર ફેંકાઇજાય
ભક્તિ સાચી જ્યાં મનથી કરીએ,લખેલ ભાગ્ય જીવનુ બદલાય
કૃપામળે જ્યાં સંતજલાસાંઇની,ત્યાં નાભુતપલીત કોઇ ભટકાય
અંત આવે જ્યાં દેહનો અવનીએ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. ……………………સરળ ભક્તિની કેડી પકડતા.
####################################
December 8th 2013
. સત્યની કેડી
તાઃ૮/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સપનાને સાકાર થતુ ભાજપ જુએ છે ભઈ
. ચુંટણીના પરિણામથી આનંદ મળે છે અહીં
પકડી ડૉકી કોંગ્રેસની અંતે રાહ સાચી મળી ગઈ
. ભારતની ગુલામી સાલ ૨૦૧૪થી બદલાઇ ગઈ
. એટલે જ
હરખે છે ગુજરાતીઓ અહીં ભાજપની લપડાક જોઇ
. વર્ષો વર્ષથી કોંગ્રેસ પ્રજાને લુંટી રહીતી તહીં
ઉંમર વધેલી તોય સત્તા પર બેસી રાજ કરતા ભઈ
. નાંણા તરફ નજર રાખીને ખુરશી દેતા સૌ જઈ
. એટલે જ
કુદરતે અંતે સાચી લાફત મારીને હરાવી દીધા ત્યાં જઇ.
=================================
December 7th 2013
. .અંતરની અપેક્ષા
તાઃ૭/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબલીલા અવિનાશીની,સમય આવતા એ સમજાય
માનવતાની શીતળ કેડી,પવિત્ર ભાવનાએજ મેળવાય
. ……………………અજબલીલા અવિનાશીની.
અવનીપરનુ આગમન જીવને,દેહ મળતા જ સમજાય
પશુપક્ષી ને પ્રાણીનો દેહ મળતા,નિરાધાર બની જવાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જીવને સાચીરાહ આપી જાય
આર્શીવાદ માબાપના મળતા,જલાસાંઇની ભક્તિ થાય
. …………………….અજબલીલા અવિનાશીની.
જન્મસાર્થકની રાહમળે જીવે,જ્યાં અંતરની અપેક્ષા હોય
મનમાં રાખતા શ્રધ્ધા સાચી,જીવ સાચી ભક્તિએ દોરાય
નિર્મળ ભાવનાએ પ્રાર્થના કરતાજ,અંતરમાં પ્રેરણા થાય
સરળ જીવનની સીધીરાહે,મળેલ આજન્મસફળ થઈ જાય
. …………………..અજબલીલા અવિનાશીની.
+++++++++++++++++++++++++++++++++++
December 5th 2013

. સાળંગપુરથી હનુમાન
તાઃ૫/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાળંગપુરથી આવ્યા હનુમાન,જોઇ ખોટી ભક્તિની રાહ
માનવતાને નેવે મુકી,દીવે દીવે જનતાને લુંટતા જાય
. …………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
સાચી ભક્તિ રાહ શ્રી રામની,ગદા લઈને લંકામાં એ જાય
અજબ શક્તિશાળી રાવણને,નિર્મળ ભક્તિ સમજાવી જાય
ભોળાનાથની કૃપા મેળવી,મા સીતાજીને લંકામાંલઈ જાય
સતયુગમાં જ્યાં કળીયુગનેપકડે,ત્યાંપ્રભુનુ આગમન થાય
. ……………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગમાં દેખાવની ભક્તિ પકડી,અનેક મંદીરો થઈ જાય
પુંજા પાઠના નામેજ નિર્મળ જીવોને,પકડી મુડીને મેળવાય
ભગવુપહેરી ભડકાવે માનવીને,એજ તેમની સિધ્ધીકહેવાય
જન્મ દેનારી મા ને દુર રાખી,ના તેમનાથી સંયમ સચવાય
. …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગની હવાને સમજાવવા,કેદારનાથે ભુકંપ થઈ જાય
ભક્તિ માર્ગ બતાવતા માનવી,જગતમાં ભીખ માગી જાય
કુદરતનો જ્યાં કોપ વર્ષે,ત્યાંજ દેખાવના મંદીરો તુટતા જાય
સાળંગપુરથી હનુમાનજીઆવતા,જીવપર રામનીકૃપા થાય
. …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.
++++++++++++++++++++++++++++++++++++
December 4th 2013
. નિર્મળરાહે ભક્તિ
તાઃ૪/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ નિર્મળ ભક્તિ,જીવને સદમાર્ગે દોરી જાય
મોહમાયાનાબંધન છુટતા,જીવના કર્મબંધન છુટી જાય
. …………………..મનથી કરેલ નિર્મળ ભક્તિ.
મળેલ જન્મ જીવને અવનીએ,કર્મની કેડીથી બંધાય
શીતળ જીવન પામી લેવા,નિર્મળ રાહે ભક્તિ કરાય
આવીઆંગણે પ્રેમ મળીરહે,જે મનને શાંન્તિ દઇજાય
નિર્મળતાના વાદળ ઘેરાતા,પાવનકર્મ જીવથીથાય
. ……………………મનથી કરેલ નિર્મળ ભક્તિ.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવ સદકર્મો કરી જાય
ઉજ્વળતાની નિર્મળકેડી મળતા,જીવ મુક્તિએ દોરાય
સતત સ્મરણ જલાસાંઇનુ કરતા,જન્મસફળ થઈ જાય
ભક્તિપ્રેમને પકડીચાલતા,જીવનેકર્મબંધન છોડીજાય
. …………………….મનથી કરેલ નિર્મળ ભક્તિ.
*********************************
December 3rd 2013
. શીતળતાનો સંગ
તાઃ૩/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મહેંકી ઉઠતા,આ જન્મ સફળ થઈ જાય
શીતળતાનો સંગ રાખતા,મળેલ જીવન ઉજ્વળ થાય
. ………………….માનવજીવન મહેંકી ઉઠતા.
કર્મની કેડી નિર્મળ બને,જ્યાં સમજીનેજ ડગલુ ભરાય
આવતી કાલનો વિચાર કરતાં,આજને કદીના ભુલાય
મળે જીવને માયા અવનીએ,પ્રભુની કૃપાએજ છુટાય
સમજી વિચારી જીવનજીવતા,નાવ્યાધીઓ અથડાય
. …………………..માનવજીવન મહેંકી ઉઠતા.
માનવ દેહ મળે જીવને,જે કર્મના બંધનથી સચવાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં આશીર્વાદ મળીજાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,નિર્મળ જીવન થઈ જાય
જલાસાંઇની એકજ કૃપાએ,અવનીનાબંધન છુટી જાય
. ……………………માનવજીવન મહેંકી ઉઠતા.
++++++++++++++++++++++++++++++++++
December 2nd 2013
. સિધ્ધીના સોપાન
તાઃ૨/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સત્કર્મોની કેડી પકડતા,જગતમાં મળી જાયછે સન્માન
પાવનરાહને પકડી ચાલતા,મળે છે સિધ્ધીના સોપાન
. …………………..સત્કર્મોની કેડી પકડતા.
મળેલ માનવ દેહ અવનીએ,જીવન નિર્મળ એ કરી જાય
સાચીરાહને સમજીચાલતા,મળેલજન્મ સાર્થકપણ થાય
મોહમાયાને દુર રાખતા,કળીયુગથી આ જીવ બચી જાય
જન્મોજન્મના બંધનને છોડવા,જલાસાંઇની ભક્તિ થાય
. ……………………સત્કર્મોની કેડી પકડતા.
માગણી મનથી કરતા માયાની,આ જીવન જકડાઇ જાય
નિર્મળ રાહને પામવા કાજે,જીવ જગે અહીં તહીં ભટકાય
ભક્તિની અજબશક્તિ છે જગતમાં,સાચીરાહ આપીજાય
જીવને મળેલ સદમાર્ગ અંતે,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
. …………………….સત્કર્મોની કેડી પકડતા.
==================================
December 1st 2013
. નિર્મળ જીવન
તાઃ૧/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સત્કર્મની શીતળ કેડીએ,માનવતા મહેંકી જાય
પાવનરાહ જીવને મળતા,નિર્મળ જીવન થાય
. ………………..સત્કર્મની શીતળ કેડીએ.
અવનીપરનુ આગમન જીવનું,એ કર્મથી બંધાય
મોહમાયા એ બંધન યુગના,ના કોઇથીય છટકાય
મળેલ જીવન સાર્થક કરવા,પાવન રાહ મેળવાય
અસીમકૃપા પરમાત્માની,જે ભક્તિથી મળી જાય
. …………………. સત્કર્મની શીતળ કેડીએ.
મારૂતારૂની માયાને મુકતા,આજીવન પવિત્ર થાય
નિર્મળ જીવન જીવને મળતા,સુખશાંન્તિ છલકાય
ભુતકાળને ભુલી જતા,આવતીકાલ સચવાઇ જાય
મળેલ શાંન્તિ જીવને, દેહને મુક્તિ માર્ગે લઈ જાય
. …………………… સત્કર્મની શીતળ કેડીએ.
=================================
November 27th 2013
. પુષ્પ ગુચ્છ
તાઃ૨૭/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની શીતળ કેડી મળતાં,અંતરમાં આનંદ ઉભરાય
સરળતાની નિર્મળ રાહે,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
. ………………….પ્રેમની શીતળ કેડી મળતાં.
અનંત આનંદ હૈયામાં થાય,ને માનવતા મહેંકી જાય
વણ કલ્પેલી મિત્રતા મેળવતા,આંખો પણ ભીની થાય
ઉજ્વળતાની કેડીને લઇને,આંગણુય પવિત્ર કરી જાય
પુષ્પ તો છે પ્રેમનો સંકેત,જે ગુચ્છ રૂપે હાથમાં દેવાય
. ……………………પ્રેમની શીતળ કેડી મળતાં.
મળેલ પ્રેમ નિખાલસ જીવને,નિર્મળ રાહે જ દોરીજાય
અંતરપર જ્યાં ઉર્મી વર્ષે,સરળ રાહ જીવને મળી જાય
જ્યોતપ્રેમની સંગેરહેતા,માતાનીઅજબકૃપા થઈજાય
અતુટ બંધન સંગે રહેતા,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
. …………………….પ્રેમની શીતળ કેડી મળતાં.
=================================
November 25th 2013
. પ્રેમ અને શ્રધ્ધા
તાઃ૨૫/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની પળ સોના જેવી,મનને અનંત શાંન્તિ દઈ જાય
પ્રેમ અને સાચી શ્રધ્ધાએ,જગતમાં માનવતા મહેંકી જાય
. …………………..જીવનની પળ સોના જેવી.
આગમનના એંધાણ મળે,જ્યાં કર્મની કેડી પકડાઇ જાય
જીવને મળેલ પ્રેમ અવનીએ,જન્મ મરણથી જકડી જાય
પ્રેમ મળે જ્યાં સાચો જીવને,માનવતામાં એપકડી જાય
નિર્મળતાના વાદળ વરસતા,ના કોઇજ જીવથી છટકાય
. …………………..જીવનની પળ સોના જેવી.
શ્રધ્ધાની કેડી અજબ છે,જ્યાં માનવીની પરખ થઈ જાય
આવી રહેલી અડચણમાંથી,સાચી શ્રધ્ધાએ બચી જવાય
સંત જલાસાંઇની શ્રધ્ધા ભક્તિએ,મુક્તિ માર્ગ મળી જાય
જન્મમરણના બંધન છુટતા,જીવને સ્વર્ગસીડી મળી જાય
. …………………..જીવનની પળ સોના જેવી.
***********************************