October 26th 2013

પરમપ્રેમ

Mabapni Seva

.                              પરમપ્રેમ

 તાઃ૨૬/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમ મળે માબાપનો,જન્મે  સંતાન બની જાય
આવી અવનીએ દેહ મળે,એજ કર્મબંધન બની જાય
.                     ………………….પરમપ્રેમ મળે માબાપનો.
લાગણી મોહને કૃપા મળે,જ્યાં નિર્મળ સ્નેહને સચવાય
ઉજ્વળતાનીકેડી મળેજીવને,જ્યાંઆશીર્વાદ મળીજાય
લઘર વઘર જીવનથી બચવા,નિર્મળ ભક્તિને પકડાય
પ્રેમનીસાચી વર્ષા મળતા,મળેલ જન્મસફળ થઈ જાય
.                    ……………………પરમપ્રેમ મળે માબાપનો.
વાણીવર્તન એકેડી જીવની,માબાપનીકૃપા એમળી જાય
સમજણ સાચી મળીજતાં,નાકોઇ આફત આવી અથડાય
કળીયુગનો નાસ્પર્શ જીવને,એજ સાચી પ્રભુકૃપા કહેવાય
સંતજલાસાંઇનીજ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવથી થાય
.                   ……………………પરમપ્રેમ મળે માબાપનો.

************************************

 

 

October 25th 2013

મુક્તિમાર્ગ

.                     .મુક્તિમાર્ગ

તાઃ૨૫/૧૦/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની નિર્મળતા,એ સરળજીવન દઈ જાય
પ્રેમની સાંકળ સ્નેહથી મળતા,મુક્તિમાર્ગ મળી જાય
.             …………………..માનવજીવનની નિર્મળતા.
દેહમળતા અવનીએ જીવને,જન્મમરણનું બંધન થાય
જન્મ મળે જ્યાં અવનીએ,ત્યારથી સંબંધ મળતા જાય
કર્મની નિર્મળ કેડી પકડીને ચાલતા,પ્રભુ કૃપા થઈ જાય
માનવતાનીમહેંક પ્રસરતા,જીવનો જન્મસફળ થઇજાય
.           ……………………માનવજીવનની નિર્મળતા.
અપારકૃપા મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ મનથી થાય
મોહ માયાની ચાદર છુટતાં,પાવન કર્મ જીવનમાં થાય
જલાસાંઇની નિર્મળભક્તિ,જીવનેઉજ્વળરાહ આપીજાય
ભક્તિપ્રેમની સાચીજ્યોતલેતા,જીવનાબંધન છુટી જાય
.            ……………………માનવજીવનની નિર્મળતા.

===================================

October 23rd 2013

સુંદર સવાર

.                    .સુંદર સવાર

 તાઃ૨૩/૧૦/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માનુ સ્મરણ કરતાં,દેહની જ્યાં ઉંઘ પુરી થાય
આવી મળે કૃપા જલાસાંઇની,સુંદર સવાર મળી જાય
.              ………………….પરમાત્માનુ સ્મરણ કરતાં.
માનવી મનને બંધન અનેક,નાકોઇ જીવથી છટકાય
કુદરતની આ છે અનેરીલીલા,સુખ શાંન્તિ લુંટી જાય
કર્મનીકેડી એતો જીવના બંધન,નાજીવથી છુટી થાય
ભક્તિ માર્ગની સરળ કેડી પકડે,પ્રભાત ઉજ્વળ થાય
.             …………………..પરમાત્માનુ સ્મરણ કરતાં.
લાગણીમોહ એ કળીયુગીરાહ,સાચી સમજણે સચવાય
નિર્મળતાને પકડીને ચાલતાજ,પવિત્ર રાહ મળી જાય
પુંજનઅર્ચન પ્રેમથીકરતા,આવતી વ્યાધી ભાગી જાય
સુર્યદેવના પહેલાકિરણે,મળેલ દેહ ઉજ્વળ થઈ જાય
.            ……………………પરમાત્માનુ સ્મરણ કરતાં.

+++++++++++++++++++++++++++++++++

 

October 22nd 2013

નજરની પરખ

 

Najar

.                             ……………………….નજરની પરખ

તાઃ૨૨/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડી જાય જ્યાં પ્રેમથી,સુખસાગર છલકાઇ જાય
અતુટ આફત આવી મળે,જ્યાં ઇર્ષાથી દ્રષ્ટિ પડી જાય
.                ………………….નજર પડી જાય જ્યાં પ્રેમથી.
આનંદ આનંદ મળે પળે પળ,એ નિખાલસતા કહેવાય
સાચો સંબંધ નિર્મળ પ્રેમનો,જગે માનવતાએ મેળવાય
અહીંતહીંની ઝંઝટ નાજીવે,સરળતાએપ્રભુકૃપાસહેવાય
નિર્મળતાનો સંગ રહે સંગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.
કળીયુગની કેડી છે વ્યાધીઓ,જે નાઅપેક્ષાએ મળી જાય
સરળતાનો ના સંગ રહે,જ્યાં ઇર્ષાની હેલીઓ આવી જાય
દેખાવનો દરીયો વહે જગતમાં,ક્યારે ક્યાંથી એ ભટકાય
માતાની ચૉકીને પ્રેમેપુંજતા,નાકોઇ બુરી નજર પડી જાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.

=================================

 

October 21st 2013

મનની માગણી

.                     .મનની માગણી                   

તાઃ૨૧/૧૦/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર આવેલા જીવને,સુખદુઃખ જીવનમાં સંધાય
મનની માગણી પ્રભુને ધરતાં,જીવનેકૃપા મળતી જાય
.               ………………….અવનીપર આવેલા જીવને.
અપારલીલા કુદરતની જગે,ના માનવમનને સમજાય
પ્રભુભક્તિનો માર્ગ પકડતા,જીવને સરળતા મળી જાય
માનવતાની મહેંક પ્રસરતા જ,સૌનો સાથ  મળતો જાય
અજબલીલા અવિનાશીનીજગે,સાચી પ્રેરણાઆપીજાય
.             …………………..  અવનીપર આવેલા જીવને.
મોહમાયા કળીયુગમાંવળગે,નિર્મળ જીવનમાં અડી જાય
સાચી રાહ મળતા જીવને,આધી વ્યાધીઓથી બચી જાય
એકજકેડી મળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
દેહ છુટતાઅવનીથી જીવને,મુક્તિમાર્ગની કેડીમળી જાય .
.              …………………….અવનીપર આવેલા જીવને.

+++++++++++++++++++++++++++++++++++

October 19th 2013

कुदरतकी देन

.                 .कुदरतकी देन

ताः१९/१०/२०१३                     प्रदीप ब्रह्मभट्ट

सपनोमें ना खोना जगमें,सपने कदी नाहोते साकार
उज्वल प्रेमकी राह मीले,जहां श्रध्धा होती है अपार
.                      …………….सपनोमें ना खोना जगमे.
अवनीपरका आगमन ही है,जीवका कर्मोका संगाथ
कर्मका बंधन जीवसे है,ना कोइ रहे सकता निराधार
जहां ज्योत प्रेमकी जले दीलसे,हो जाते है सब काम
आकरमिले क्रुपा जलासांइकी,जहा भक्तिका हो साथ
.                      ……………..सपनोमें ना खोना जगमे.
जन्ममरणका नाता जीवको,जहांमानवता रहेती साथ
निर्मलताका संग रहे जीवनमें,वो ही कुदरतकी हे देन
परम क्रुपा हो जाये परमात्माकी,जन्मसफल हो जाये
जन्ममरणका नाता तुटे,श्रीजलासांइकी हो जाये रहेम
.                  …………………सपनोमें ना खोना जगमे.

+++++++++++++++++++++++++++++++++

October 18th 2013

શરદ પુનમ

Sharad Punam

 

 

 

 

 

 

 

 

.                         . શરદ પુનમ

તાઃ૧૮/૧૦/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરદ પુનમના ચાંદને નિરખી,શીતળતાનો સાથ આવી જાય
આવી આંખમાં કિરણ પડતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
.                 ………………….શરદ પુનમના ચાંદને નિરખી.
સુર્ય કિરણનો સહવાસ મેળવતા,અવનીએ તાપ આવી જાય
અનંત અકણામણને તોડવા,જીવ દેહ લઈ અહીં તહીં ભટકાય
પ્રેમની સુવાસ મેળવવા કાજે,વૃક્ષનો પડછાયો પકડવા જાય
ઉદય ને અસ્ત સુરજનો  અવનીએ,જીવને ટાઢક આપી જાય
.              ……………………શરદ પુનમના ચાંદને નિરખી.
ચાંદનીની શીતળતા ન્યારી લાગે,જીવની શાંન્તિએ દેખાય
મળે કિરણ જ્યાંદેહને અવનીએ,મન શાંન્તિએ હરખાઇ જાય
શરદપુનમના શીતળચાંદે,અવનીએ સુખશાંન્તિઆવી જાય
સ્નેહપ્રેમનીજ્યોત પ્રગટાવીજીવને,અનંતશાંન્તિઆપી જાય
.              ……………………શરદ પુનમના ચાંદને નિરખી.

====================================

October 17th 2013

સંબંધની શીતળતા

.                .સંબંધની શીતળતા                              

તાઃ૧૭/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી સરળ બને જીવની,જ્યાં માનવદેહ મળી જાય
અવનીપરનુ આગમન છે એવું,જે કર્મના બંધનથીસંધાય
.                    ………………..કર્મની કેડી સરળ બને જીવની.
લેખ લખેલ જીવના જગતમાં,ના કોઇ માનવીને સમજાય
શીતળ સંબંધએ સંસ્કાર છે જીવના,જે સદમાર્ગે  દોરી જાય
માનવજીવનનો મોહ મુકતા,જીવે  જલાસાંઇની  કૃપા થાય
માનવતાની મહેંક પ્રસરતા,અવનીએ જીવને આનંદથાય
.                 …………………..કર્મની કેડી સરળ બને જીવની.
આશીર્વાદથી ઉજ્વળરાહ મળે,ત્યાં અનેક સદકાર્યો થઈજાય
મોહમાયાના વાદળ છુટતાં,અનેક પાવનકર્મ જીવનમાં થાય
મારુ તારુને નેવે મુકતા જીવનમાં,સગાસંબંધીયો પણ હરખાય
અંતઆવે દેહનો અવનીથી,ત્યાં પરમાત્માની શીતળકૃપાથાય
.                ……………………કર્મની કેડી સરળ બને જીવની.

======================================

October 15th 2013

મંગલ દીન

.                         .મંગલ દીન

તાઃ૧૫/૧૦/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતા જીવને અવનીએ,એજ તેનો મંગલદીન કહેવાય
પરમાત્માની એજ અપાર કૃપા,જીવને માનવદેહ મળી જાય
.                     ………………….. દેહ મળતા જીવને અવનીએ.
સંસ્કાર સાચવી જીવન જીવતા,ના કળીયુગી ચોઘડીયા જોવાય
આંગળી ચીંધતા ચીંધારાઓને પણ,ના આફત કદીય છોડી જાય
જીવનીશ્રધ્ધાએકૃપા પરમાત્માની,જીવનમાંસરળતા મળી જાય
મોહમાયાને ત્યાગીદેતાં,દરેક દીન જીવનમાંમંગલદીનથઈજાય
.                    …………………….દેહ મળતા જીવને અવનીએ.
ઉજ્વલતાની સાચીકેડી મળે,જ્યાં વડીલના આશીર્વાદ મેળવાય
ડગલેપગલે સફળતા પામવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
નિર્મળતાનોસંગ રાખવા જીવનમાં,અભિમાનને દુર રાખતા જાવ
આવી આંગણે પ્રભુ કૃપા રહેતા,અંતે જીવ મુક્તિ માર્ગે ચાલી જાય
.                     …………………..દેહ મળતા જીવને અવનીએ.

=====================================

 

 

October 14th 2013

સ્વર્ગની સીડી

.                  .સ્વર્ગની સીડી

તાઃ૧૪/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જ્યાં આશીર્વાદ માબાપના,જીવનમાં કર્મ ઉત્તમ થાય
માનવજીવનમાં સરળતા મળતા,સ્વર્ગની સીડી મળી જાય
.                 …………………મળે જ્યાં આશીર્વાદ માબાપના.
સંસ્કાર સાચવી જીવનમાંચાલતા,પ્રથમ વડીલને વંદન થાય
દીલથી સાચોસ્નેહ મળતા,જીવનેમળતી વ્યાધીઓ ભાગીજાય
પ્રથમસીડી સ્વર્ગનીચઢાય જીવથી,જ્યાં આશીર્વાદ મળીજાય
બીજી મળે છે જીવને જીવનમાં,જ્યાં સંસ્કારને સાચવી ચલાય
ત્રીજી સીડી સાચી શ્રધ્ધાએ મેળવાય,જ્યાં સાચી ભક્તિ થાય
સાચાસંતને નાશોધી શકેકળીયુગમાં,જ્યાં દેખાવી ભક્તિ થાય
ઉજ્વલતાની રાહમળે જીવને,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
.                 …………………. મળે જ્યાં આશીર્વાદ માબાપના.
કર્મના બંધન જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથીય છટકાય
અવનીપરનુ આગમન જીવનું,એને મળેલ દેહ થકી જ દેખાય
સંસ્કારભક્તિનેવર્તન સાચવતા,જીવને સાચીરાહ મળતી જાય
જન્મમૃત્યુના બંધનજીવના છે,જ્યાં સુધી કર્મના બંધન સંધાય
સ્વર્ગની અદભુત સીડી મેળવવા,સાચાસંતની ભક્તિપ્રેમે થાય
ઘરમાં કરેલ ભક્તિ ઉજ્વળતા દે,જે કર્મપાવન કરાવતી જાય
મુક્તિમાર્ગની કેડી ખુલે,જ્યાં પવિત્ર સ્વર્ગની સીડી મળી જાય
.                  …………………..મળે જ્યાં આશીર્વાદ માબાપના.

=======================================

 

 

« Previous PageNext Page »