October 13th 2013

. . વિશાલની વિશાળતા
તાઃ૧૩/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓની ગડબડને,જગતમાં નાકોઇ આંબી શક્યુ છે ભઈ
વિશાલની અદભુત વિશાળતાએ,કાગળમાં લખાઇ રહ્યુ છે અહીં
. …………………….ગુજરાતીઓની ગડબડને.
અબકડને આંબી લીધુછે અહીં,એજ પ્રમુખપૅડની જગતમાંતાકાત
ઉજ્વલતાની કેડી દેવા કાજે,મનમાં આવતા વિચારનેય લખાય
સાહિત્યની સરિતા વહેવડાવી હ્યુસ્ટનમાં,એજ માનવતા કહેવાય
શબ્દ નામળે કોઇને જગતમાં,જે વિશાલની મહેનતને માપી જાય
. ………………………ગુજરાતીઓની ગડબડને.
શુધ્ધ ભાવનાનો સંગ રાખીને,મનથી સાચી મહેનત કરે છે અહીં
શબ્દોની અજબકેડીને પકડીચાલવા,પૅડથી લખાઇ જાય છે ભઈ
કૃપા પુજ્ય પ્રમુખસ્વામીની થતાં,હ્યુસ્ટનમાં વિશાલ આવ્યાઅહીં
કલમનો સંગ સરસ્વતી સંતાનને દેતા,સરિતા આવી ગઈ અહીં
. …………………….ગુજરાતીઓની ગડબડને.
=========================================
. .હ્યુસ્ટનમાં શ્રી વિશાલભાઇ મોનપુરાએ પુજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદથી ગુજરાતી
ભાષાને કોમ્પ્યુટર પર લખવા માટે પ્રમુખ ટાઇપપૅડ બનાવી જગતમાં એક ઉત્તમ કામ કરેલ છે.
ગુજરાતી સાહિત્ય સરિતાને કલમનો સાથ આપી ઘણી ઉત્તમ સેવા કરી છે.જે અભિનંદનને પાત્ર છે.
તેની યાદ રૂપે હ્યુસ્ટનના પ્રદીપ બ્રહ્મભટ્ટ અને કલમપ્રેમીઓ તરફથી સપ્રેમ ભેંટ.
October 12th 2013

. .પવિત્ર આઠમ
તાઃ૧૨/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણમાં રહેતા,જીવને ભક્તિભાવ મળી જાય
આસો માસની પવિત્ર આઠમે,માતાની પુંજા પ્રેમથી થાય
. ………………….માડી તારા ચરણમાં રહેતા.
નિર્મળ ભાવથી અર્ચન કરતાં,માતાના પગલાને પુંજાય
શ્રધ્ધારાખી જ્યોત પ્રગટાવતા,માતાનાઝાંઝર સંભળાય
ગરબે ધુમતા તાલ મળે,જે માનવ જીવન મહેંકાવી જાય
આંગણે આવી કૃપાવરસતા,મળેલ જન્મસફળ થઈ જાય
. …………………..માડી તારા ચરણમાં રહેતા.
માડી તારી અજબલીલા છે,ના અવનીએ કોઇથી સમજાય
ભક્તિમાર્ગના દ્વારે આવતા જીવનમાં,સાચીરાહ મળી જાય
પવિત્ર તહેવારને સમજી લેતા,જીવને મુક્તિમાર્ગ સમજાય
કુદરતની આઅજબલીલા,શ્રધ્ધાભક્તિએ જીવને મળીજાય
. ……………………..માડી તારા ચરણમાં રહેતા.
====================================
October 11th 2013

. .દીપનો ઉજાસ
. (દીવાળી)
તાઃ૧૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર,જેને દીવાળી કહેવાય
આસો માસે અમાસ ઉજવે,વર્ષનો આખરી દીન બનીજાય
. …………………ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
મઠીયા સુંવાળી અને ઘુઘરા,એ હિન્દુઓના આગમને દેવાય
પ્રેમથી ખાઇને આનંદ માણો,એ જ સાચી માનવતા કહેવાય
માનવતાની આ સાચી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી આવકારાય
આજકાલને સમજીલેતા જીવનમાં,સાચીમાનવતા સચવાય
. ………………….ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
ગુજરાતીઓની ગરવીછે ગાથા,જગતમાં સંભારણા બનીજાય
ભારત દેશને ઉજ્વળરાહે દોરનાર,એ ગુજરાતીઓ જ કહેવાય
મનમક્કમ ને શ્રધ્ધા સાચીએ,માનવ જીવન પવિત્ર થઈ જાય
માનવતાની મહેંકપ્રસરાવતા,મળેલ આજન્મ સાર્થક થઈ જાય
. …………………..ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
+++++++++++++++++++++++++++++++++++++
October 10th 2013

. ઢોલીડાનાઢોલ
તાઃ૧૦/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઢોલીડાના ઢોલ વાગતા,ને સંગે પ્રદીપના હાથે મંજીરા
રાજી કરવા મા અંબાને,ભક્તો નાચે તાલી દઈને તાલે
. …………………..ઢોલીડાના ઢોલ વાગતા.
ઉજ્વળ રાહ મળે જીવનમાં,એજ ભાવના મનમાં રાખે
નવરાત્રીના નવ દીવસે,માતાને રાજી કરવા સૌ આવે
ગરબે ઘુમતી નારીઓ આજે,ભક્તિપ્રેમને સંગે એ રાખે
રાજી કરવા માકાળીને,પાવાગઢ ને કાસોર દર્શને આવે
. ………………….ઢોલીડાના ઢોલ વાગતા.
કૃપાની કેડી મળે મા દર્શને,જીવને ભક્તિરાહે એ લાવે
તનમનથી મળે શાંન્તિ જીવનમાં,એજ ભાવના રાખે
આવી આંગણે જ્યાં કૃપા રહે,સુખ શાંન્તિ લઈને આવે
અપેક્ષાની કેડીને છોડતા,માતાનો ઘરમાં પ્રવેશ લાગે
. …………………..ઢોલીડાના ઢોલ વાગતા.
#################################
October 9th 2013

. .પધારો આજ
તાઃ૯/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ધુમતી નારી જુએ છે વાટ,પ્રેમથી હ્યુસ્ટન પધારો આજ
નવરાત્રીની આ નવલી રાત,ઉજ્વળ કરો માડી ધુમીને સાથ
. ………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
ગરબે ધુમવા તાલ પડે,ત્યાં માડી તારી કૃપા અપરંપાર મળે
આવી હ્યુસ્ટન મા મહેંર કરો,ઉજ્વળ જીવનને સાચી રાહ મળે
વહેલા વહેલા પ્રેમથી પધારી,ગરબામાં નારીઓને સાથ રહે
આપામર જીવને મુક્તિમળે મા,જ્યાં તારી પ્રેમની નજર પડે
. …………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
તાલીઓના તાલે બહેનો ધુમે,ને ડાંડીયા લઇને ઘુમે છે ભક્ત
પધારો પ્રેમે માડી જલ્દી આજ,રાહ જોઇને ગરબે ધુમે છે અહીં
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં માતાના પગલા પડે છે જઇ
ઘુઘરા વાગે ને ઝાંઝર પણ જણકે,કૃપા જ્યાં માડી તારી થઈ
. …………………..ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
====================================
October 8th 2013

. .માતાની પુંજા
તાઃ૮/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવથી ગરબે ઘુમતા,જીવને શાંન્તિ મળી જાય
શ્રધ્ધા રાખી માતાને પુંજતા,માતાની કૃપા થઈ જાય
. …………………ભક્તિભાવથી ગરબે ઘુમતા.
અંતરમાં આનંદ અનેરો,જીવને નિર્મળરાહ મળી જાય
માતાજીની એક જ કૃપાએ,આ ધન્ય જીવન થઈ જાય
તાલી તાલે ગરબે ધુમતા,મનમાં અનંત આનંદ થાય
પાવનરાહ જીવને મળતા,મળેલ જન્મસફળથઈ જાય
. …………………..ભક્તિભાવથી ગરબે ઘુમતા.
ધુપ દીપથી અર્ચના કરતાં,માતાજીનો પ્રેમ મળી જાય
ગરબેધુમીપ્રાર્થનાકરતાં,માદુર્ગા,કાલી,અંબા રાજીથાય
ચામુંડા દશામા મેલડી કૃપાએજ,ધન્ય જીવન થઈ જાય
મુક્તિમાર્ગની સરળકેડીએ,જીવનીવ્યાધીઓ ભાગીજાય
. ………………….ભક્તિભાવથી ગરબે ઘુમતા.
++++++++++++++++++++++++++++++++++
October 7th 2013

. .કુળદેવી મા કાલી
તાઃ૭/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુળદેવી મા કાળકા આવીને,શ્રધ્ધાએ કૃપા વરસાવી જાય
ભક્તિપ્રેમની જ્યોત સાચીએ,પ્રદીપને શાંન્તિ આપી જાય
. …………………કુળદેવી મા કાળકા આવીને.
નવરાત્રીની નવલી રાતે,ભક્તિ ભાવથી ગરબા છે ગવાય
તાલીઓના તાલને પકડી,મા મહાકાળીને રાજી પણ કરાય
ગરબે ઘુમતા ભક્તજનોની,માડી શ્રધ્ધા પારખીને હરખાય
પાવાગઢથી દોડી કુળદેવી મા કાલી,કલોલમાં આવી જાય
. ……………………કુળદેવી મા કાળકા આવીને.
સંસ્કાર સિંચન માની કૃપાએ મળતા,પાવનરાહ મળી જાય
જીવને સાચી રાહ મળે અવનીએ,એજ સાચી પુંજા કહેવાય
કુળને ઉજ્વળ કરતી કુળદેવી,નેમાતાના પ્રેમનીવર્ષા થાય
મુક્તિમાર્ગની કેડીએ દોરતી,નવરાત્રીએ ગરબે ઘુમતીજાય
. ………………….. કુળદેવી મા કાળકા આવીને.
**********************************************
+++જય મહાકાળી મા+જય મહાકાળી મા+જય મહાકાળી મા+++
October 6th 2013
. માતા ચરણે
તાઃ૬/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ઘુમતી માડીના ચરણે,આ ધરતી પાવન થાય
ઘુઘરૂ બાંધી તાલીઓના તાલે,તારી કૃપા મળી જાય
. ………………… ગરબે ઘુમતી માડીના ચરણે.
નવરાત્રીની નવલી રાતે,મા તારા ઘુંઘરૂ છે સંભળાય
ભક્તિભાવની ઉજ્વળકેડીએ,આજન્મ સફળ થઇ જાય
ગરબે ઘુમતા માડી આંગણે,આનવરાત્રી ઉજ્વળ થાય
ધુપદીપ ને અર્ચન સ્વીકારી,માડી કૃપાતારી થઈ જાય
. …………………. ગરબે ઘુમતી માડીના ચરણે.
જય આધ્યાશક્તિની આરતી ગાતા,મંજીરા ઘણકાય
તાલીતાલમાં ઢોલ વાગતા,તારા ભક્તો પણ હરખાય
ઉજ્વલરાહ મળે જીવને,ત્યાં માતા અંબાજી રાજી થાય
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં કૃપામાડીની થઇજાય
. ………………….. ગરબે ઘુમતી માડીના ચરણે.
====================================
October 4th 2013
.
. .માડીના ગરબા
તાઃ૪/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવ દીવસે,ગરબે ઘુમતા માતા રાજી થાય
આશીર્વાદની કેડી પકડતા,મળેલજીવન ધન્ય થઈ જાય
. ………………..નવરાત્રીના નવ દીવસે.
ગરબે ઘુમી તાલી દેતા,માડી તારા પ્રેમની વર્ષા થાય
પગલે પગલુ સાચવી ભરતા,કૃપાએ પાવાગઢ ચઢાય
કાળકામાની એક દ્રષ્ટિએ,પ્રદીપનુ જીવન ઉજ્વળથાય
મળી જતા પ્રેમ માતાજીનો,અમારૂ જીવન પાવન થાય
. …………………. નવરાત્રીના નવ દીવસે.
અંબામાતાને ગરબે ઘુમતા,જયઅંબે જયઅંબે સંભળાય
માતાની અસીમ કૃપાએ,માતાના દર્શન પણ થઈ જાય
મેલડી માતાની એક મહેરે,જીવને પાવનરાહ મળી જાય
બહુચરામાની એકદ્રષ્ટિએ,ઉજ્વળ સંતાનપ્રેમ મળીજાય
. …………………..નવરાત્રીના નવ દીવસે.
**********************************************
. .આવતીકાલથી હિન્દુ ધર્મમાં નવરાત્રીનો પ્રારંભ થાય છે.માતાજીની અસીમ કૃપા
શ્રધ્ધાથી જ મળે છે.સાચી શ્રધ્ધા રાખી નવરાત્રીમાં માતાજીની પુંજા કરવાથી માતાની
અસીમ કૃપા મળે છે અને મળેલ જન્મ સાર્થક કરે છે.સૌ વાંચકોને શુભ નવરાત્રી.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને પરિવારના જય જલારામ.
October 3rd 2013
. .અભિમાન
તાઃ૩/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિમાનની કેડી જીવને મળતા,દેહ અહીં તહીં ભટકી જાય
ઉજ્વળતાની રાહ છુટતાજ માનવી,નિરાશા મેળવતો જાય
. …………………અભિમાનની કેડી જીવને મળતા.
સાચી રાહ મળે છે જીવને,જ્યાં માનવતા પકડીને જીવાય
સરળતાની સાચીકેડીને લેતાં,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનુ આગમન એજ,જીવનાકર્મના બંધન કહેવાય
અભિમાનને મુકી માળીયે જીવતાં,સાથ સૌનોય મળી જાય
. ………………….અભિમાનની કેડી જીવને મળતા.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં મળેલ સંસ્કારનેજ સચવાય
આશિર્વાદની વર્ષા વરસતા,માનવ જન્મ સફળ થઈ જાય
સત્કર્મની કેડીને પકડીને ચાલતા,કર્મનાબંધન છુટતા જાય
અંતઆવતા દેહનો અવનીથી,અંતે પરમાત્માની કૃપાથાય
. ………………….અભિમાનની કેડી જીવને મળતા.
+++++++++++++++++++++++++++++++++++