October 2nd 2013
. માનવીમન
તાઃ૨/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની શીતળ દ્રષ્ટિએ,માનવ જીવન મહેંકી જાય
પ્રેમની સાચી કેડી મળતા,જીવનમાં શાંન્તિ વરસી જાય
. …………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
અદભુત લીલા અવિનાશીની,જ્યાં સાચીભક્તિ પ્રેમે થાય
કળીયુગના બંધનો છુટતા,જીવને અનંતશાંન્તિ મળીજાય
પાવનકર્મની કેડી મળતાંજ,આધીવ્યાધી પણ ભાગી જાય
અનંતપ્રેમ શ્રીજલાસાંઇનો મળતા,આમાનવમન મલકાય
. ………………….પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
સિધ્ધીના સોપાન ખુલતા જીવનમાં,સફળતા મળતી જાય
મહેનત સાચી રાહે કરતા જીવનમાં,ના તકલીફને મેળવાય
કરેલ કર્મ એ ઉજ્વળતાના વાદળ,અંતે પ્રેમ વરસાવી જાય
માનવમનની મહેંક પ્રસરતા,મળતા જીવોનેય આનંદ થાય
. ……………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
===================================
October 1st 2013
. .સાંકળની સમજ
તાઃ૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનું,કર્મનું બંધન એ કહેવાય
જીવનો સંબંધ જીવથી રહે,એને લોહીનો સંબંધ સમજાય
. ………………….અવનીપરનુ આગમન જીવનું.
કરેલ સત્કર્મ જીવનમાં,એ જીવને સદમાર્ગે જ દોરી જાય
આવી અવનીપર એસમજતા,પાવનકર્મ જીવનમાં થાય
મળે માર્ગ ભક્તિનો સાચો,જે થકી કૃપા જલાસાંઇની થાય
ભક્તિની સાંકળ છે નિરાળી,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
. …………………. અવનીપરનુ આગમન જીવનું.
અનીતિનો માર્ગ પકડતા દેહ,લોખંડની સાંકળથી જકડાય
પડેમાર લાકડીનોદેહને,જે થકી આખુ જીવન વેડફાઇ જાય
સાંકળની સમજ પડે જો જીવને,તો ભક્તિનીએ પકડી જાય
કળીયુગની સાંકળમાં ફસાતાં,જન્મમૃત્યુથી એ બંધાઇ જાય
. …………………..અવનીપરનુ આગમન જીવનું.
++++++++++++++++++++++++++++++++++++++
September 29th 2013
. .ભિખારી
તાઃ૨૯/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે જ્યાં અવનીએ જીવને,સઘળી બાજુથી લપટાય
ઉજ્વળતાની નાકોઇ કેડી મળતા,ભિખારી થઈને ભટકાય
. ………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.
માગણી એ અપેક્ષા જીવની,ના કોઇ જીવથીય છટકાય
કોની કેટલી ને ક્યારે એ થાય,એતો સમયે જ સમજાય
પરમાત્માથી કૃપાની દેણ,એ સાચી ભક્તિએ મળી જાય
નામાગણી કરવી પડે જીવને,કે નાકોઇ અપેક્ષાય રખાય
. ……………………દેહ મળે જ્યાં અવનીએ જીવને.
ભીખ માગીને જીવન જીવવુ,ના એને માનવતા કહેવાય
અખુટ સંપત્તીનો સહવાસ હોય,તોય જીવ ભિખારી થાય
મહેનતને જ્યાં નેવે મુકે,ત્યાં કળીયુગી આફતો અથડાય
દેહને કોઇ આધારના રહે,ત્યારેજ એ ભિખ માગતો થાય
. …………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.
===================================
September 27th 2013
. .સંજોગનો સહવાસ
તાઃ૨૭/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ લાગતા જીવનમાં,કળીયુગી કાતર આવી જાય
વણ માગેલ સંજોગમાં માનવી,અહીતહીં ભટકી જાય
. ………………….. સરળ લાગતા જીવનમાં.
પ્રેમ નિખાલસ પામી જીવતા,જીવન સાર્થક થઈ જાય
નિર્મળતાનો સંગ રાખતા,કુદરતની કૃપા મળતી જાય
ભાવના એકેડી અંતરની,જીવનમાં શ્રધ્ધાએમળીજાય
માનવતાની મહેંક પ્રસરતાં,સૌનોય સાથ મળતો જાય
. …………………….સરળ લાગતા જીવનમાં.
અવનીપરનુ આગમન,જીવની સાચી જ્યોત કહેવાય
મળે કર્મની કેડી નિર્મળ,એજ જીવના બંધન સમજાય
ભક્તિની સાચી કેડી પકડતા,ઘરમાં આનંદ મળી જાય
મોહમાયાના વાદળ છુટતા,જીવ મુકિત માર્ગેજ દોરાય
. …………………….સરળ લાગતા જીવનમાં.
===================================
September 26th 2013

. .કુદરતનો કોપ
તાઃ૨૬/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધર્મના નામે ધતીંગ ચાલતાં,હવે કળીયુગ પણ રૂઠી ગઇ
વણમાગેલી આફતે માનવી,અહીતહી ભટકતો થયો ભઈ
. …………………..ધર્મના નામે ધતીંગ ચાલતાં.
માનવતાને માળીયે મુકતા જ,જીવને કુદરત જકડતી ગઈ
નામાગેલી આફત મળતા,અંતે એ ઘરમાં ભરાઇ રહેતો જઈ
દેખાવની દુનીયાના સંબંધે,અચાનક આફતો ભટકાય અહીં
નિર્મળતાનો ના સંગ રહેતા,કુદરતનો કોપ વરતાય છે ભઈ
. ……………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.
વણ કલ્પેલ વરસાદ વરસે,ને વાવાઝોડુ ક્યારેકઆવી જાય
ભગવુ,સફેદ કે પીળુ પહેરેલ હોય,તોય મુંઝવણમાં એ ફસાય
નામળે જીવને શાંન્તિ દેખાવમાં,કે ના કોઇ આફતથી બચાય
કળીયુગની આકેડી છે એવી,જેમાં નિખાલસ પણ ફસાઇજાય
. …………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.
=======================================
September 25th 2013
. .આપતી ગઈ
તાઃ૨૫/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનને મળેલ શાંન્તિ જીવનમાં આનંદ આપતી ગઈ
સમજણ સાચી પામી લેતા નિર્મળતા આપતી ગઈ
તનથી કરેલ મહેનત ઘરમાં લક્ષ્મી આપતી ગઈ
નિર્મળતાનો સંગ રાખતા મને શાંન્તિ આપતી ગઈ
સ્નેહની સાચીસાંકળ પકડતા જગે પ્રેમ આપતી ગઈ
પ્રીતનીકેડી મનથી પકડતા સાચોસ્નેહ આપતી ગઈ
સરળ ભાવનાએ પેન પકડતા લખાણ આપતી ગઈ
મળી હ્યુસ્ટનમાં લેખકોની પ્રીત પ્રેરણા આપતી ગઈ
ઉજ્વળતાની રાહ મળતા જીવને સ્નેહ આપતી ગઈ
પ્રેરણા આવી દ્વાર ખોલતા કલમને રાહ આપતી ગઈ
આજકાલની ચિંતા છોડતા જીવને કેડી આપતી ગઈ
જલાસાંઇની સાચીભક્તિ નિખાલસતા આપતી ગઈ
મોહમાયાની કેડીને છોડતા સુખશાંન્તિ આપતી ગઈ
સાચી રાહ જીવને મળતા પ્રભુની કૃપા આપતી ગઈ
===============================
September 24th 2013

. મંગલકારી
તાઃ૨૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંગલકારી છે વિઘ્નહારી,ગૌરીનંદન ગજાનંદ કહેવાય
ભક્તિસાચી પ્રેમથીકરતા,પાવનકર્મ જીવથી મેળવાય
. ………………….મંગલકારી છે વિઘ્નહારી.
ઉજ્વળ રાહ મળે છે જીવનમાં,જે પ્રભાતનેય પારખી જાય
પ્રેમની સાંકળ પ્રભુથી મળતા,નાકર્મનાકોઇ બંધન બંધાય
ગજાનંદને પ્રેમથી વંદન કરતા,ભાગ્યની રેખા સુધરી જાય
મંગળવારની શીતળ સવારે,જ્યાં ૐ શ્રી ગણેશાય બોલાય
. …………………….મંગલકારી છે વિઘ્નહારી.
માતા પાર્વતીનો પ્રેમમળે,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજનથાય
પુત્ર ગણપતિની અસીમકૃપા મળે,જોતા ભોલેનાથ હરખાય
ભક્તિ જગતની એકજ વાણી,પ્રેમની જ્યોત પ્રગટાવીથાય
મળે જીવને અનંત શાંન્તિ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
. ……………………..મંગલકારી છે વિઘ્નહારી.
++++++++++++++++++++++++++++++++++++
September 23rd 2013
. . સત્યના બારણે
તાઃ૨૩/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ અતુટલીલા,સાચી માનવતાએ જ મેળવાય
સત્યના બારણે આવી રહેવા,જીવનમાં નિર્મળતાસચવાય
. ……………………કુદરતની આ અતુટલીલા.
ક્રોધ મોહ છે ક્ળીયુગના બંધન,શીતળતાને ભગાડી જાય
માનવી થઈને જીવન જીવવા,સાચી ભક્તિ પ્રેમથી થાય
લીધેલ કેડી જીવનમાં દેહે,લાગણી મોહને એદર્શાવી જાય
સુખશાંન્તિ છેકૃપાનાવાદળ,જલાસાંઇનીભક્તિથીલેવાય
. ……………………કુદરતની આ અતુટલીલા.
લાગણી એતો અંતરથી નીકળે,જ્યાં સાચો પ્રેમ વર્ષી જાય
સગાસંબંધી એ જગનાબંધન,કર્મબંધને જીવનેજકડીજાય
અવનીપરના આગમનને પકડી,જીવ અવનીએ ભટકાય
સત્યનાબારણા જીવનાખુલે,જ્યાં અસત્યના બંધ થઇજાય
. ……………………કુદરતની આ અતુટલીલા.
======================================
September 22nd 2013
. સાંકળ
તાઃ૨૨/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંકળનો સંબંધ છે દેહને,અવનીએ ક્યારે ક્યાં એ બાંધી જાય
સ્નેહની સાંકળ શાંન્તિને વરસાવે,લોખંડની દેહને જકડી જાય
. …………………..સાંકળનો સંબંધ છે દેહને.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવનમાં સરળતા મળી જાય
પ્રેમ ભાવના જીવનમાં મળતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
પ્રભુકૃપા એ સાંકળ છે સ્નેહની,પવિત્રરાહ જીવને આપી જાય
મળેલ સરળતા જીવનમાં,અવનીના આગમનનેપ્રસારીજાય
. ……………………સાંકળનો સંબંધ છે દેહને.
કળીયુગની સાંકળ છે લોખંડી,માનવના દેહને એ જકડી જાય
ત્રાસની કેડી મળે જીવનમાં,જ્યાં કોઇનો સાથ નામળતો જાય
સહન કરીને જીવન જીવતા,મળેલ જન્મ બંધન આપતો જાય
જલાસાંઇની અસીમકૃપા ત્યાં,જ્યાં નિર્મળપ્રેમથી ભક્તિ થાય
. …………………….સાંકળનો સંબંધ છે દેહને.
++++++++++++++++++++++++++++++++++++++++
September 20th 2013
. .સદમાર્ગ
તાઃ૨૦/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેક માર્ગ મળે છે જીવને,જ્યાં અવનીએ અવતરણ થઇ જાય
માનવદેહ પર કૃપા પ્રભુની,સાચી ભક્તિએ સદમાર્ગે દોરી જાય
. …………………..અનેક માર્ગ મળે છે જીવને.
કર્મનીકેડી એ બંધન જીવના,અનેક દેહ થકી જીવને મળી જાય
અનેકદેહ લીલા પરમાત્માની,ના જગતમાં કોઇને એ સમજાય
સૃષ્ટિ કર્તાની આ અજબ શક્તિ છે,કોઇ દેહથી ના કદી છટકાય
ભગવુ સફેદ કે લીલુ પહેરતાં,ના કોઇ જીવના બંધન છુટી જાય
. ……………………અનેક માર્ગ મળે છે જીવને.
મળે માતાનો પ્રેમ સંતાનને,ને પિતા એને સદમાર્ગે દોરી જાય
સમજનીકેડી નિર્મળ જીવની,જે સદમાર્ગથી અવનીએ પકડાય
સંસ્કાર એ માબાપની કૃપા,સંતાનને રાહ સાચી સરળ દઈજાય
લઘરવઘરની લાલચ છોડતાં,જીવના કર્મની કેડી પાવનથાય
. …………………….અનેક માર્ગ મળે છે જીવને.
=======================================