August 28th 2013

. . જય શ્રી કૃષ્ણ
તાઃ૨૮/૮/૨૦૧૩ (જન્માષ્ટમી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનુ આગમન અવનીએ,માનવદેહ થકી મળી જાય
ઉજ્વળતાની કેડી આપવા પધારે,એ કૃષ્ણ અવતાર કહેવાય
. ………………….પરમાત્માનુ આગમન અવનીએ.
અનંતપ્રેમની કેડી માતાથી મેળવી,સાચી રાહ આપી જાય
માતાપિતાની કૃપા દર્શાવી જેલમાં,એ સંતાને આવી જાય
અજબ શક્તિની લીલા ન્યારી,સરળજીવનથી બતાવી જાય
પ્રેમ મેળવ્યો ગોકુળમાં ખેલીને,સૌનેએ સ્નેહયાદ આપી જાય
. …………………..પરમાત્માનુ આગમન અવનીએ.
નારાયણનુ આગમન અવનીએ,રામકૃષ્ણ સ્વરૂપ એમ કહેવાય
ભક્તિભાવની કેડી દઇને જીવોની,માનવતા એ મહેંકાવી જાય
જય શ્રી કૃષ્ણના એકજ જાપથી,અવનીના આબંધન છુટી જાય
પરમાત્માની અજબકૃપા મળે,જ્યાં જન્માષ્ટમી પ્રેમથી ઉજવાય
. …………………..પરમાત્માનુ આગમન અવનીએ.
+++++++++++++++++++++++++++++++++++++=
August 27th 2013

. . સફળતાની કેડી
તાઃ૨૫/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવી ગાથા છે ગુજરાતીઓની,સૌ વ્યાધીઓને આંબી જાય
સફળતાની કેડી મેળવવા કાજે,મહેનતે નામના પામી જાય
. …………………ગરવી ગાથા છે ગુજરાતીઓની.
નાસા આવી પકડી કેડી,અવકાશનુ એ જ્ઞાન કરાવતા જાય
ચંદ્રની ચોકી પકડી લીધી,ને માનવીને અવકાશે દોરી જાય
કર્મની કેડી ઉજ્વળ કરીને,મારીયાના સંગે જીવન જોડીજાય
વડોદરાથી આવીને કમલેશભાઇ,ગુજરાતીઓનુ ગૌરવ થાય
. ………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.
કીર્તી કેરા વાદળ ધુમતાં,જીવનમાં સફળતાઓ મળતી જાય
કમલેશભાઇની ઉજ્વળ કેડી,શ્રધ્ધા વિશ્વાસથી ચાલતી જાય
મળ્યો સંગ જ્યાં માનવતાનો,જલાસાંઇની અપારકૃપા થાય
મોહમાયાને ત્યજી દેતા જીવનમાં,સંતાનનો સ્નેહ મળી જાય
. …………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .અમેરીકાની અનેક સિધ્ધીઓને આંબીને વડોદરાના શ્રી કમલેશભાઇ લુલા
નાસાના મુખ્ય વૈજ્ઞાનિક થઈ અને ભારતનું ગૌરવ અને અમેરીકાની સીધ્ધી બની ગયા
છે જે ગુજરાતીઓ માટે ખુબ જ અભિમાન છે.જેને અમેરીકન સરકારે પણ સ્વીકારી તેમનુ
સન્માન કરેલ છે.હ્યુસ્ટનના કલા અને સાહિત્ય પ્રેમી ગુજરાતીઓને પણ આનંદ છે કારણ
તેઓ એક સારા લેખક પણ છે.જેની યાદ રૂપે અને સન્માન સ્વરૂપે આ લખાણ હું સપ્રેમ
અર્પણ કરુ છુ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલા સાહિત્યપ્રેમીઓ. તાઃ૧૮/૮/૨૦૧૩
August 27th 2013
. .નિર્મળ ભક્તિ
તાઃ૨૭/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભક્તિ ને પાવન કર્મ,જીવનને આપે છે સાચો ધર્મ
ઉજ્વળ જીવન મળતા જીવને,સમજી જાય છે દેહનો મર્મ
. ……………………. નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
દેહ મળે જ્યાં અવનીએ જીવને,કરેલ કર્મની કેડી પરખાય
જન્મોજન્મના બંધન મળતાં,સમજાઇ જાય છે જીવનાકર્મ
માનવ જીવન એ મહેંક બને,જ્યાં સમજીને જીવનજીવાય
મળે છે માયા દરેક જીવને,ના જગતમાં કોઇથીય છટકાય
. …………………….નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
અંત દેહનો અદભુત બને ત્યાં,જ્યાં નિર્મળ ભક્તિ મેળવાય
અજબપ્રેમ મળે અવનીથી,જીવને મુક્તિ માર્ગ મળી જાય
ભક્તિ કેરી એકજ સીડી મેળવતાં,જલાસાંઇની ભક્તિ થાય
મુક્તિકેરી સાચીરાહે જીવ,જન્મમરણના બંધનથી છુટીજાય
. …………………..નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
******************************************
August 26th 2013
. . લટક મટકતી ચાલ
તાઃ૨૬/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ કાતર છે,ના કોઇ જીવને એ સમજાય
આવી ક્યારે મળે જીવને,એતો અજનબી જ કહેવાય
. ……………….કળીયુગની આ કાતર છે.
શીતળતાનો સંગ લઈને ચાલતો માનવી,જકડાઇ જાય
એક જ નજર લટકતી પડતા,પાવન કર્મ એ ભુલી જાય
માનવજીવન સાર્થક કાજે,અવનીએ માર્ગ શોધવા જાય
સરળજીવનમાં કાતર પડતા,જીવ ભવમાં ભટકતો થાય
. …………………કળીયુગની આ કાતર છે.
બંધ આંખે ભક્તિ કરતાં જ,સાચી શ્રધ્ધાને સાચવી જાય
લટક મટકતી ચાલથી છટકતા,આ જન્મ સફળ થઈ જાય
કળીયુગની આતો હેલી એવી,જે ભલભલાને લબડાઇ જાય
મુક્તિ કેરી રાહ મેળવવા કાજે,ઘરમાં જ સાચી ભક્તિ થાય
. ………………….કળીયુગની આ કાતર છે.
ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃ
August 25th 2013
. . જીવનની જ્યોત
તાઃ૨૫/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કારની કેડી સરળ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પ્રેમની પાવન જ્યોત પ્રગટે,આ જીવન ઉજ્વળ થાય
. ………………….સંસ્કારની કેડી સરળ મળે.
નિરાધારનો આધાર પ્રભુ છે,જે સમયે જીવને સમજાય
મળે માયાનીચાદર દેહને,પાવનકર્મ જીવથી છુટી જાય
સરળતાનો નાસાથ રહે જીવને,કે નામાનવતા મેળવાય
કર્મની સાંકળ વળગી રહેતા,જીવ અહીં તહીં ભટકી જાય
. ……………………સંસ્કારની કેડી સરળ મળે.
અજબલીલા કરતારની જગતમાં,ના જીવનેએ સમજાય
આવીઆંગણે કૃપારહે,તોય ના કળીયુગે જીવને એ દેખાય
જ્યોત જીવનની પ્રગટેત્યારે,જ્યાં જલાસાંઇનીકૃપા થાય
ઉજ્વળતાના સોપાન ખુલે,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય
. …………………….સંસ્કારની કેડી સરળ મળે.
===================================
August 24th 2013
. .અલબેલી અવની
તાઃ૨૩/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અલબેલી આ અવનીપર,જીવને અનેક દેહ મળતા જાય
ઉજ્વળતાના સોપાન મળતા,જીવે કર્મપાવન થઈ જાય
. ………………….અલબેલી આ અવનીપર.
કર્મની કેડી અવનીએ અલબેલી,ના કોઇ જીવથી છટકાય
મળેલ બંધનને પારખી ચાલતા,દેહે કર્મ પાવન થઈ જાય
આવી આંગણે પ્રેમમળે પ્રભુનો,જ્યાં ભક્તિજ્યોત પ્રગટાય
ઉજ્વળતાના વાદળ વરસતા,પાવન કર્મ જીવનમાં થાય
. ……………………અલબેલી આ અવનીપર.
લાગણી પ્રેમ તો મળે દેહને,જ્યાં જીવથી અવનીએ અવાય
મળે દેહ જીવને અવનીએ,તેના કર્મના બંધનથી સમજાય
નિર્મળતાનો સંગ મળતા, જીવનમાં સરળતા મળતી જાય
મોહમાયાની ચાદર છુટતા જ,અલબેલી અવનીથી છટકાય
. …………………….અલબેલી આ અવનીપર.
=====================================
August 23rd 2013
. પ્રસંગનો પ્રેમ
તાઃ૨૩/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને,જ્યાં પ્રીતીનો પ્રેમ મળી જાય
હ્યુસ્ટન આવી પ્રેમથી મહેનત કરતાં,આજીવન સરળ થઈ જાય
. …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળી માનવતા સંતાનને પ્રેમથી,ભણતરની કેડી પકડાઇ જાય
સંસ્કારનું સિંચન માબાપથી મળતા,પાવન રાહને મેળવી જાય
આવતીકાલને ઉજ્વળ કરવા કાજે,આશીર્વાદની કૃપા પણ થાય
ભાઇબહેનનીકેડી નિશીતકુમારની,બહેનપ્રીતીને પ્રેમે આપીજાય
. …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળે સંસ્કાર જીવને અવનીએ,એજ મલેલ જન્મ સફળ કરી જાય
જન્મદીનનો લ્હાવો લેવા આજે,અલ્પેશકુમારને કૅક ખવડાવાય
અનંતઆનંદ સૌનેથયો આજે,જ્યાં પ્રેમને વહેંચીને આનંદથાય
મળ્યા પ્રેમના સંસ્કાર અવનીએ,જે મળેલ જન્મ સફળ કરી જાય
. …………………..ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
++++++++++++++++++++++++++++++++++++++++
. .રક્ષાબંધનના પવિત્ર તહેવારે અ.સૌ.પ્રીતીબેનને ચી.નિશીતકુમાર રાખડી બાંધી
ભાઇનો પ્રેમ આપ્યો.તે ઘણોજ આનંદનો પ્રસંગ હતો.સાથે બીજે દીવસે ચી અલ્પેશકુમારનો
જન્મદીવસ હતો તો તેને પણ ઉજવી આનંદનો લાભ લીધો.તેની યાદ રૂપે આ લખાણ
અ.સૌ. પ્રીતી અને ચી. અલ્કેશકુમારને અમારા તરફથી ભેંટ
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ અને નિશીતકુમારના જય જલારામ
August 20th 2013

. .ભાઇબહેનનો પ્રેમ
તાઃ૨૦/૮/૨૦૧૩ (રક્ષાબંધન) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની સાંકળ જગતમાં,ભાઇબહેનના પ્રેમથીજ મળી જાય
રક્ષાબંધનનો તહેવાર આવતા જ,પ્રેમ નિતરતા આંખો ભીની થાય
. ……………………… પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
ઉજ્વળ જીવનની રાહ મળે ભાઇને,જ્યાં બહેનનો પ્રેમ મળી જાય
સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શતા,ભાઇબહેનના પ્રેમની કદર થાય
આવી આંગણે કૃપા મળે જલાસાંઇની,આ જન્મ સફળ થઈ જાય
મોહમાયાના બંધન છુટતા જીવના,ભવોભવના બંધન છુટીજાય
. …………………….પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
ભાઇબહેનના પ્રેમના બંધન,ના લોહીના સંબંધથી કદી સચવાય
મળેપ્રેમ જગતમાં સાચો જીવને,જે બંધન સાચા છે એમ કહેવાય
વડીલને વંદન કરતા તો જીવનમાં,ના રાહ કદી આડી મેળવાય
વિપુલાબેનનો પ્રેમ મળે ભાઇ પ્રદીપને,જીવન ઉજ્વળ કરી જાય
. ………………………પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
***************************************************
August 19th 2013
. .સાચી જ્યોત
તાઃ૧૯/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ પ્રેમને પારખી ચાલતા,સરળ જીવન મળી જાય
મળેજીવને સાચી જ્યોત,આધી વ્યાધી દુર ભાગી જાય
. ………………..પરમ પ્રેમને પારખી ચાલતા.
અનેક અભિલાષાઓ અંતરમાં,આ જીવને જકડી જાય
સરળતાનો ના સાથ રહે જીવને,કે ના રસ્તો કોઇ દેખાય
પ્રેમની સાચી જ્યોત નિખાલસ,જીવન સરળ થઇ જાય
ઉજ્વળતાના વાદળવરસતા,પાવનકર્મ જીવનમાંથાય
. ………………….પરમ પ્રેમને પારખી ચાલતા.
લાગણી જીવને સરળ લાગે,નિસ્વાર્થ ભાવે ના સમજાય
કળીયુગની કાતરથી બચવા,જીવે સમજીને ડગલુ ભરાય
મળે અચાનક જો પ્રેમ જીવને,મિથ્યા જીવન એ કરી જાય
જલાસાંઇની ભક્તિ સંગે,જીવને સાચી જ્યોત મળી જાય
. ……………………પરમ પ્રેમને પારખી ચાલતા.
++++++++++++++++++++++++++++++++++
August 17th 2013

. . કલાની કેડી
તાઃ૧૭/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોહનલાલ કરમચંદ ગાંધીએ,ભારતને કરી દીધુ આઝાદ
મુકુન્દભાઇ ગાંધીએ સાચીરાહે,હ્યુસ્ટનમાં દીધુ કલાનુ દાન
. …………………..મોહનલાલ કરમચંદ ગાંધીએ.
રીટાર્યડ થાવ કે કરે સંતાન,એતો સમયજ બતાવી જાય
મળેપ્રેમ જો સંતાનનો માબાપને,તો અનંતઆનંદ થાય
વાંકીકેડી આંગણે આવી જાયતો,પછીપપ્પા પાગલ થાય
સાચી રાહ પપ્પાને મળતા,કળીયુગી સંતાન ભડકી જાય
. …………………….મોહનલાલ કરમચંદ ગાંધીએ.
અજબકળાની કેડી મુકુન્દભાઇની,તેમના અભિનયે દેખાય
શરીરની વેદના ભુલીનેકરતાં,જોઇ અભિમાન અમને થાય
વંદન તેમની કલાને કરવા,હ્યુસ્ટનના કલાપ્રેમી મળી જાય
અભિનંદનની નાવ લઇને આવી,પ્રેમીકલાસાગર તરી જાય
. ……………………મોહનલાલ કરમચંદ ગાંધીએ.
========================================
. .હ્યુસ્ટનમાં કલાની રાચી રાહ આપતા શ્રી મુકુન્દભાઇ ગાંધીના અભિનય ને જોઇ અનંત
આનંદ થતા આ લખાણ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલાપ્રેમીઓ તરફથી યાદ રૂપે સપ્રેમ ભેંટ.