August 15th 2013

વંદન થાય

.                   .વંદન થાય

તાઃ૧૫/૮/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન પરમાત્માને,દ્વીતીય સંત જલાસાંઇને થાય
તૃતીય વંદન માતાપિતાને,ને ચતુર્થ સાસ સસુરને થાય
ને પાંચમુ વંદન માતૃભુમીને,જે  આજન્મ સફળ કરી જાય

શ્રધ્ધા રાખી પરમાત્માને વંદતા,કર્મના બંધન છુટી જાય
જીવને મળેલ દેહથી છુટાય,જ્યાં પરમાત્માની દ્રષ્ટિ થાય
રાહમળે પવિત્ર ઉજ્વળતાસંગે,સંત જલાસાંઇથી મેળવાય
સંસારની કેડી પકડી ભક્તિસંગે,ત્યાં માનવતા મહેંકી જાય
.                     …………………પ્રથમ વંદન કરુ પરમાત્માને.
મળે દેહ અવનીએ જીવને,ત્યાં પતિ પત્નીના પ્રેમને સમજાય
સંતાનને ઉજ્વળકેડી લેવા,માબાપે દીધેલ સંસ્કારને સચવાય
કર્મબંધનને પકડીચાલતા,જીવનમાં પતિપત્નીનો સંબંધ થાય
સાસુ સસરાએ નિમીત બન્યા,વંદને જીવન સંગીની દઈ જાય
.                  ……………………પ્રથમ વંદન કરુ પરમાત્માને.
અવનીનો ઉપકાર જીવ પર,જે પવિત્ર કર્મબંધન આપી જાય
મળે મહેંક માટીની દેહને,જે વાણી વર્તન ને કર્મ કરાવી જાય
માતૃભુમીને વંદન કરતાં જીવને,સત્કર્મોની જ્યોત મળી જાય
જયજયકારના વાદળ ઘેરાતા,અવનીએ આનંદ અનેરો થાય
.                …………………….પ્રથમ વંદન કરુ પરમાત્માને.

******************************************

August 14th 2013

आझादी

Tiranga

 

 

 

 

 

 

 

 

.                  .आझादी

ताः१५/८/२०१३                  प्रदीप ब्रह्मभट्ट

शहीदोको सन्मान करना,ये है आझादीका मान
बापु गांधी शहीद हुए,वल्लभभाइका दीया साथ
.                   …………….शहीदोको सन्मान करना.
अंग्रेजोकी अजब शक्तिको,शहीदोने करके बरबाद
भारतको आझादी दिलाइ,उज्वळताका कीया नाद
हाथमे हाथ मिलाके सबबोले,मेरा भारत है महान
ना जीवनकी माया रख्खी,कीया भारतको आबाद
.                  ……………..शहीदोको सन्मान करना.
जन्ममिला जहांजीवको,सार्थककीया देशके काज
अमरगाथाके सर्जक बने,नादेखा खुदका अपमान
वंदे मातरमकी एक लहेरसे,मिल गये सबके हाथ
भेदभावको दुरही रखके,करदीया भारतको आझाद
.                 ……………….शहीदोको सन्मान करना.

============================

 

August 14th 2013

અગમ નીગમ

.                . અગમ નીગમ

તાઃ૧૪/૮/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અગમ નીગમના ભેદના જાણે,અવનીપર આવનાર
શ્રધ્ધા સ્નેહની સાંકળ સાચી, જીવને મુક્તિ એ દેનાર
.         ………………….અગમ નીગમના ભેદના જાણે.
અજબ ગજબની શક્તિ પ્રભુની,ના કોઇનાથીય અંબાય
ક્યારે પ્રેમની વર્ષા વરસે,ને ક્યારે એજીવન રોળી જાય
અવનીપરના દેહની સમજ,એ કર્મ ધર્મથી જ સમજાય
મળશેપ્રેમ સંતજલાસાંઇનો,જીવને રાહસાચી મળીજાય
.         …………………..અગમ નીગમના ભેદના જાણે.
મળેલ કેડી જીવને દોરે,જ્યાં સાચી ભક્તિ ઘરમાં થાય
મંદીરના બારણા ખખડાવતા,ના પ્રેમ જ્યોત મેળવાય
અંતરના આનંદને પામવા જીવે,પ્રભુ ભક્તિને પકડાય
મળે કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
.         …………………..અગમ નીગમના ભેદના જાણે.

===================================

August 13th 2013

ચીંધેલ આંગળી

.                . ચીંધેલ આંગળી

તાઃ૧૩/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહની સાંકળ લેવા,જીવ અહીં તહીં  ભટકી જાય
માગણીનીઅનેક અપેક્ષા લઈને,અંતે મૃત્યુને પામી જાય
.                       ………………..શીતળ સ્નેહની સાંકળ લેવા.
મળેલ દેહને રાહ મળે અવનીએ,જ્યાં રાહ સીધી લેવાય
ઉજ્વળતાના વાદળ વર્ષે,ત્યાં જ  માનવતા મહેંકી જાય
ચીંધેલ આંગળી દોરે જીવને,જે કર્મના બંધનથી સમજાય
સદમાર્ગ મળીજાય જીવને,જ્યાંસાચી ભાવનાએ ચીંધાય
.                   …………………..શીતળ સ્નેહની સાંકળ લેવા.
મળે પ્રેમ પરમાત્માનો જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
માળાના મણકાને ભુલીને ભજતાં,પાવનરાહ મળી જાય
માનવીનીમાગણી પ્રભુથી,જીવને મુક્તિમાર્ગ મળી જાય
જલાસાંઇની નિર્મળભક્તિએ,જગની મોહમાયા છુટીજાય
.                      …………………શીતળ સ્નેહની સાંકળ લેવા.

++++++++++++++++++++++++++++++++++++

August 12th 2013

શું આપશે?

.                       . શું આપશે?

તાઃ૧૨/૮/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોની કેટલી લાયકાત જીવનમાં,અનુભવથી સમજાઇ જાય
શું આપશે ને ક્યારે કેટલું તમને,એતો સમય  બતાવી જાય
.                …………………કોની કેટલી લાયકાત જીવનમાં.
મુઠી ભરીને લઈને ધરી જાય,ને ખોબો ધરીને જુએ એ રાહ
કળીયુગની અજ્ઞાનતાએ માનવી,બુધ્ધિથી દુર થઈ  જાય
સમજણને નેવે મુકીને જીવતાં,અનંત તકલીફો મળી જાય
અપેક્ષાને આબાદી દેતા જીવનમાં,માનવતા મહેંકી  જાય
.                …………………કોની કેટલી લાયકાત જીવનમાં.
મંદીર કરી કળીયુગને ખેંચીને,માનવતાને ફસાવતા જાય
સાધુસંતની શી લાયકાત જગે,ભીખ માગીનેએજીવી જાય
માનવીની નિખાલસતાને ફસાવી,જગે લહેર એ કરી જાય
ના આપી શકે એજીવન,કે ના પત્થરમાં એ પ્રાણ પુરી જાય
.             ……………………કોની કેટલી લાયકાત જીવનમાં.

===================================

August 10th 2013

પ્રેમ લાવજો

.                   . પ્રેમ લાવજો

તાઃ૧૦/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનમાં મહેંક પ્રેમની,આનંદે ઉભરાઇ જાય
સ્નેહપ્રેમની સાંકળ છેનિરાળી,સરળતાએ મળી જાય
.             …………………માનવ જીવનમાં મહેંક પ્રેમની.
ઉજ્વળતાની કેડી મહેનતથી,સુખશાંન્તિ એ દઇ જાય
મનનેમળેલ માનવતા જીવનમાં,સાચીરાહે લઈ જાય
નિર્મળતાના વાદળ વરસતાંજ,જીવને પ્રેમ મળી જાય
લઇને આવજો પ્રેમઅંતરનો,અમારુ જીવન મહેંકી જાય
.             …………………માનવ જીવનમાં મહેંક પ્રેમની.
મિથ્યા મોહમાયાને કરતાં જ,આ જીવન ઉજ્વળ થાય
મનને શાંન્તિ મળે સાચીભક્તિએ,જન્મ સફળથઈજાય
કર્મના બંધન છે જીવની ચાદર,સદા એ લપેટતી જાય
પ્રેમ લાવજો  હૈયામાં સાથે,સદા જીવન મહેંકાવી જાય
.            ………………….માનવ જીવનમાં મહેંક પ્રેમની.

====================================

August 8th 2013

મળેલી કેડી

.               . મળેલી કેડી

તાઃ૮/૮/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની ઉજ્વળતા,તેને મળેલ માર્ગથી પકડાય
જીવથી પાવનકર્મની સાચી રાહ ,મળેલ કેડીએ સચવાય
.                     …………………માનવ જીવનની ઉજ્વળતા.
વાદળ વર્ષે જ્યાં પ્રેમના કળીયુગે,ના કોઇથીય દુર જવાય
સમજણ મનની નિર્મળરહેતા,સાચીરાહ જીવને મળી જાય
આગમન વિદાય એ બંધન જગના,પવિત્ર કર્મથી બચાય
સરળતાનો સહવાસ રહેતા,જીવનમાં શાંન્તિ મળતી જાય
.                   …………………..માનવ જીવનની ઉજ્વળતા.
તિથી વીધીને ના આંબે કોઇ,કે ના કોઇથી એમાંથી છટકાય
શાંન્તિકેરા માર્ગને પામવા,સાચી જલાસાઇની ભક્તિથાય
મળે જીવનમાં મોહ ને માયા,ના કાયાથી કદી એ દુર જાય
ભક્તિ માર્ગની એક જ રાહે,જીવને પવિત્રતા મળતી જાય
.                  ……………………માનવ જીવનની ઉજ્વળતા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

August 7th 2013

કુળદેવી કાળકા

.                 . કુળદેવી કાળકા

તાઃ૭/૮/૨૦૧૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતા કાળકા કુળદેવી મારી,ઉજ્વળ જીવન મને દેનારી
પ્રેમભાવના સંગે ભક્તિ જોઇ,સદા અમારી સંગે રહેનારી
.                      …………………માતા કાળકા કુળદેવી મારી.
અજબ શક્તિ છે એ ધરનારી,પાવનરાહ ભક્તિએ દેનારી
તન મન ધનને એ સંભાળતી,પ્રદીપની શ્રધ્ધાને સ્વીકારી
આવીઆંગણે રક્ષણ કરનારી,સૌનેપાવન જીવનએ દેનારી
સદા નિર્મળ દ્રષ્ટિ રાખી,રમા રવિ દીપલને એ સંભાળનારી
.                     ………………….માતા કાળકા કુળદેવી મારી.
કર્મને સાચી ગતી એ દેનારી,ઉજ્વળ જીવન પણ કરનારી
મોહમાયાથી સૌને બચાવનારી,જીવને સદમાર્ગે દોરનારી
ભુતપ્રેતને એ ભગાડનારી,પવિત્રકર્મથી જીવ બચાવનારી
કુળનીલાજ સદા રાખનારી,મુક્તિ જીવને એજ અપાવનારી
.                        ………………….માતા કાળકા કુળદેવી મારી.

***********************************************
ૐ ક્રીંમ કાલીયે નમઃ ૐ ક્રીંમ કાલીયે નમઃ ૐ ક્રીંમ કાલીયે નમઃ
++++++++++++++++++++++++++++++++++++

August 6th 2013

આશીર્વાદ મા ના

.                 .આશીર્વાદ મા ના

તાઃ૬//૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર તો આવી ગયા,એ જીવને દેહ મળતા જ સમજાય
દુઃખ વેઠીને જન્મ આપતા,માતાને સંતાન મળી ગયુ કહેવાય
.                        …………………અવનીપર તો આવી ગયા.
અનંતપ્રેમ માતાનો વર્ષે,જ્યારે જીવનુ દેહમાં આગમન થાય
સાચો પ્રેમ આપીને પાલવતા,મા ઘણુ દુઃખ સહન કરતી જાય
આચરકુચરને છોડી દઇને,ભાવતુ ભોજનપણ દુર રાખતી જાય
આજ આશીર્વાદ માતાના  સંતાનને,ના અપેક્ષા કોઇજ રખાય
.                       ………………….અવનીપર તો આવી ગયા.
સંતાનને સાચાસંસ્કાર આપીને,ભક્તિમાર્ગ પણ બતાવી જાય
સંતાનના દેહને સાચવી રાખવા,અનેક બંધનથી બંધાઇ જાય
પ્રેમની પાવનકેડી સમજાવી,સરળ જીવનનોમાર્ગ આપીજાય
મળી જાય સંતાનને પ્રેમ માનો,જ્યાં મા ને ચરણે વંદન થાય
.                     ……………………અવનીપર તો આવી ગયા.

++++++++++++++++++++++++++++++++++++

August 6th 2013

કૃપા માડીની

 

.                 . કૃપા માડીની

તાઃ૬/૮/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અસીમકૃપાએ,હાથમાં કલમ પકડાઇ જાય
અંતરની લાગણીને સમજી,ભક્તિભાવથી લખાઇ જાય
.                   ………………..માડી તારી અસીમ કૃપાએ.
કલમની કેડી પકડતા,માકૃપાએ જીવન સરળ થઇ થાય
ઉજ્વળતાની કેડી પ્રદીપને,મા સરસ્વતીથી  મળી જાય
અનુભવ લાગણી ને પ્રેમે,કલમનીકેડી નિર્મળ થતીજાય
સરળતાનો સહવાસ કલમથી,જે સૌનો પ્રેમ  આપી જાય
.                 ………………….માડી તારી અસીમ કૃપાએ.
વંદન કરતા માગણી માડીથી,અખંડ કૃપા વરસતી જાય
મોહમાયાને અભિમાનને ત્યજી,સરળ જીવન મળી જાય
સાથ મળે જ્યાં કલમ પ્રેમીઓનો,હ્યુસ્ટનમાં આનંદ થાય
આજકાલને ના કદી ગણતા,વર્ષોથી કલમ ચાલતી જાય
.                 ………………….માડી તારી અસીમ કૃપાએ.

=====================================

« Previous PageNext Page »