August 5th 2013

ક્યાંથી ક્યાં

.                 . ક્યાંથી ક્યાં

તાઃ૫//૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યો આ માનવી,ને ક્યારે ક્યાં એ પહોંચી જાય
મળે જ્યારે લાયકાત એને,ત્યારેજ તેની ઓળખાણ થાય
.                     …………………ક્યાંથી આવ્યો આ માનવી.
અનેક દેહો મેળવી જીવ અવનીએ,કર્મબંધનમાં જકડાય
ક્યારે મળશે દેહ અવનીએ જીવને,ના કોઇનેય સમજાય
મળે કૃપા જલાસાંઇને જીવને,જે મળતા દેહ થકી દેખાય
અંત આવે દેહનો અવનીએ,જેને મૃત્યુ થયુ એમ કહેવાય
.                   ……………………ક્યાંથી આવ્યો આ માનવી.
મારી તારીની  માયા લાગે,જીવનો મુક્તિમાર્ગ છુટી જાય
અવનીપરના બંધનને વળગતા,એજન્મ મૃત્યુથી બંધાય
ના આરો કે ઓવારો મળે જગે,એ જ કર્મબંધન છે કહેવાય
જન્મ મરણનો સંબંધ છુટે જીવને,પ્રભુકૃપા મળી સમજાય
.                   ……………………ક્યાંથી આવ્યો આ માનવી.

+++++++++++++++++++++++++++++++++++++

August 4th 2013

સાચી હિંમત

.                  . સાચી હિંમત  

તાઃ૪/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલતી ગાડીએ ચઢી જાવતો,સાચી હિંમત એજ કહેવાય
ઉભી રહેલી ગાડીમાં જવા માટે તો,અપંગ પણ ચઢી જાય
.               ………………….ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
મન મક્કમ જ્યાં હોય જીવનમાં,સફળતાઓને  જ સહેવાય
આંટીઘુટીને આંબી લેતાં,આંગણેઆવતાં દુશ્મન ભડકી જાય
મળે સહારો સાચો જીવનમાં,જ્યાં ના માગણી કોઇ જ રખાય
ઉજ્વળ જીવન તમારુ જોઇ,જગે સંગાથીઓ પણ વધી જાય
.               ………………….ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
શ્રધ્ધા ને વિશ્વાસની કેડી,માનવીનેસાચી હિંમત આપી જાય
અડગ મને જીવન જીવતા,જીવનમાં અનેક માર્ગ ખુલી જાય
સફળતાના શિખર મેળવતા,જલાસાંઇની કૃપા મળી કહેવાય
હિંમતેમર્દા તો મદદેખુદા,જીવની કહેવત એસાચી થઈ જાય
.              …………………..ચાલતી ગાડીએ ચઢી જાવ તો.

=======================================

August 3rd 2013

ભક્તિજ્યોત

Jay Jala

 

 

 

 

 

 

 

 

 

 

 

.                .ભક્તિજ્યોત

તાઃ૩/૮/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની સાચી ભક્તિ જ્યોત,વિશ્વમાં પ્રસરી ગઈ
વિરબાઇ માતાની શ્રધ્ધાએ,જીવનમાં રાહ મળી ગઈ
.           ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
ભુખ્યાને એ  ભોજન આપતા,ને તરસ્યાને દે એ પાણી
રામનામની ધુન પ્રેમથી કરીને,ઉજ્વળ જીંદગી માણી
મોહમાયાને દુર રાખીને જીવ્યા,માનવતાને મહેંકાવી
પત્નીનું જીવન સંસ્કારમેળવતા,પ્રભુએ ભીખમાંમાગી
.            ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
આંગણે આવ્યા અવનીઆધારી,નાકદી સ્વપ્નામાં વિચાર્યુ
ઉજ્વળ જીવનની સફળ રાહે,બાપાએ જીવન સાર્થક માણ્યું
અવનીપરનુ આગમનઅંતે,મુક્તિમાર્ગનીરાહે આજે આવ્યુ
વિરપુર ગામનો ડંકો વાગ્યો,જેણે સ્વર્ગનુ બારણુ ખખડાવ્યુ
.            …………………જલારામની સાચી ભક્તિ જ્યોત

**************************************************

August 3rd 2013

મળેલ મોહ

.               . મળેલ મોહ         

તાઃ૩/૮/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહની માયા મનુષ્યને છે,ના ક્યારે કોઇથીય છટકાય
અવનીપરનુ આગમનદેહનુ,એજ તેનો સંકેત કહેવાય
.                      ……………….મોહની માયા મનુષ્યને છે.
આંટીઘુટી છે અવિનાશીની,એ તો દેહ મળતા જ દેખાય
મળે દેહ માનવીનો જગે,શ્રધ્દ્ધાએ મુક્તિમાર્ગ મળી જાય
અતુટબંધન અવનીના,જલાસાંઇની ભક્તિએ છુટી જાય
મળીજાય જ્યાં સાચી માનવતા,દેહની મહેંકપ્રસરીજાય
.                   ………………….મોહની માયા મનુષ્યને છે.
ઉજ્વળ જીવનની કેડીને લેવા,જીવ અહીં તહીં ભટકાય
માર્ગ મળે જ્યાં માનવતાનો,ઉધ્ધાર જીવનો થઈ જાય
કળીયુગમાં મળેલ મોહ જીવને,અવનીએ ભટકાવી જાય
સરળતાની એક જ રાહે,જીવ  જન્મ બંધનથી  છુટી જાય
.                  …………………..મોહની માયા મનુષ્યને છે.

+++++++++++++++++++++++++++++++++++++

August 2nd 2013

સાંઇ સાંઇ

sai Baba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        . સાંઈ સાંઈ  

તાઃ૨/૮/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇના સતત સ્મરણથી,જીવને રાહ સાચી મળી જાય
પ્રેમની પાવન કેડી મળતાં,બાબાની અનંત કૃપા થઈ જાય
.                   ………………….સાંઇ સાંઇના સતત સ્મરણથી.
ભક્તિ માર્ગની સરળ કેડીએ,જીવને સુખ શાંન્તિ મળી જાય
નિર્મળતાના વાદળની હેલીએ,પાવન કર્મ જીવનમાં થાય
માનવતાની  એક જ મહેંકે,મળેલ આજન્મ સફળ થઈ જાય
મોહમાયાની કાતર છુટતા,જીવથી અનંત ભક્તિ થઇ જાય
.                   ………………….સાંઇ સાંઇના સતત સ્મરણથી.
શ્રધ્ધા ને વિશ્વાસ પકડી ચાલતા,કર્મ ધર્મ દેહથી સચવાય
સાચી ભક્તિએ સાંઇબાબા આવી,આ જીવન મહેંકાવી જાય
નાતજાતના ભેદને ભટકાવી,કલીયુગી કાતર ચાલતી જાય
સાંઇસાંઇના સ્મરણ માત્રથી,અનેક વ્યાધીઓ ભાગતી જાય
.                 ……………………સાંઇ સાંઇના સતત સ્મરણથી.

======================================

August 1st 2013

અદભુત પ્રેમ

.                . અદભુત પ્રેમ

તાઃ૧/૮/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુત પ્રેમ મળે અવનીએ,એ જ જીવન સાર્થક કહેવાય
સંતાન સ્નેહીઓનો મળેપ્રેમ,ને સંગે સંગીનીનો મળીજાય
.                   ……………………અદભુત પ્રેમ મળે અવનીએ.
આગમન અવનીએ થાય છે જીવનું,જે અનેક રીતે સંધાય
જીવને  મળે જ્યાં સાંકળ  પ્રેમની,અવનીએ આવી બંધાય
સરળતાની  કેડીએ  જીવતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
મુક્તિ માર્ગની રાહ અનેરી,જીવ ફરી જન્મથી ના જકડાય
.                    …………………..અદભુત પ્રેમ મળે અવનીએ.
અનેક જીવો અવનીએમળતા,નાકદી કોઇ જીવથી છટકાય
જલાસાંઇની અજબ કૃપા મળતા,જીવને શાંન્તિ મળી જાય
મળે જીવને અદભુતપ્રેમ જીવનમાં,પ્રભુપ્રેમની વર્ષા થાય
મુક્તિમાર્ગની  કેડી મળતા જીવ,જન્મ બંધનથી છુટી જાય
.                      ………………….અદભુત પ્રેમ મળે અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++

July 31st 2013

ભક્તિરાહ

.                 . ભક્તિરાહ           

તાઃ૩૧/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન ભક્તિનો સંગ નિરાળો,શ્રધ્ધાપ્રેમથી સમજાય
મળે કૃપા પરમાત્માની જીવને,એ લાયકાત કહેવાય
.            ………………….ભજન ભક્તિનો સંગ નિરાળો.
મનથી માળા કરતાં પ્રભુની,જીવનમાં શાંન્તિ થાય
ઉજ્વળતાની કેડી મળતા,આ જન્મ સફળ થઇ જાય
મોહમાયાની કાતરછુટે,જ્યાં ભજન ભાવનાથી થાય
શ્રધ્ધા સાચી મનમાં રાખતાં,પ્રભુ કૃપાય મળી જાય
.          ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.
મૃત્યુની ના કોઇ  ચિંતા દેહને,જ્યાં માનવતા મેળવાય
જલાસાંઇની દીધેલ રાહે,માનવી માનવીને મળી જાય
પ્રેમનીવર્ષા જીવનમાં પડતા,જીવને શાંન્તિ થઈ જાય
ભક્તિરાહ મળતા જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
.           ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.

=====================================

July 30th 2013

ખોડીયાર મા

.                  . ખોડીયાર મા

તાઃ૩૦/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખોડીયાર માના ગરબે ઘુમતા,મન મારુ ખુબ હરખાય
માતાની અખંડ કૃપા મળતા,આ જીવન ઉજ્વળથાય
.                ………………….ખોડીયાર માના ગરબે ઘુમતા.
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતાં,માતાનો  પ્રેમ મળી જાય
આંગણે આવીને પ્રેમ વર્ષાવે,જે જન્મ સફળ કરી જાય
કૃપાની સાચી કેડી મેળળતા,જીવથી કર્મો પાવન થાય
મળે માતાનો પ્રેમ પ્રદીપને,આ જન્મ સાર્થક થઈ જાય
.               ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.
ખોડીયાર ખોડીયાર મનથી કરતાં,માતાજી રાજી થાય
આશીર્વાદની  એક જ દ્રષ્ટિ એ,આ જીવન ઉજ્વળ થાય
માડી તારા અખંડ પ્રેમની,પ્રદીપના મનથી આશ રખાય
સતત સ્મરણથી ભક્તિકરતાં,કૃપાએજન્મસફળ થઈજાય
.                ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.

**********************************************
જય ખોડીયાર મા જય ખોડીયાર મા જય ખોડીયાર માતા
**********************************************

July 30th 2013

રાહ મળે

.                    .રાહ મળે

તાઃ૩૦/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાહ મળે મને માનવીની,જીવનમાં એ જ અપેક્ષા હુ રાખુ
સંત જલાસાંઇના ચરણે સ્પર્શી,સાચો ભક્તિ પ્રેમ હું માગું
.                     …………………..રાહ મળે મને માનવીની.
અવનીપરનું આગમન માનવીનું,પ્રભુકૃપા મળી એ જાણું
દેહ મળતા રાહ મળે માનવતાનો,છે સાચાસંસ્કાર હું માણું
કૃપાની કેડી નિર્મળ બનતાં,જલાસાંઇને પગે પ્રેમથી લાગું
ભક્તિ પ્રેમને પકડીને  ચાલતાં,ના કળીયુગથી હું ભરમાવુ
.                    ……………………રાહ મળે મને માનવીની.
ઉજ્વળ જીવનને શીતળ રાહે,મળે પ્રેમ માનવીનો આજે
આવી આંગણે ઉભો રહું  હું,જલાસાંઇને પગે લાગવા કાજે
સંતનેશરણે સદારહી,પ્રદીપ,રમા સંગે એજ અપેક્ષા રાખે
મુક્તિમાર્ગની સાચી રાહ મળે,વંદન કરી માગુ પ્રેમે આજે
.                   …………………….રાહ મળે મને માનવીની.

************************************************

July 29th 2013

નેતાજી

.                 . નેતાજી         

તાઃ૨૯/૭/૨૦૧૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જી જી કરતા અહીંતહીં રખડી,બની ગયા એ નેતાજી
આંગળી પકડતા વાર લાગતા,લાકડી પકડીચાલેજી
.              ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
સંબંધની ના સમજ કોઇ,કે ના કોઇને પોતાના માનેજી
આવીઆંગણે લાગણી બતાવે,તેની પાછળ એ દોડેજી
શીતળતાની નાકેડી મળે,જાણે ભીખ માગવા આવેજી
નાતજાતને તો આઘીમુકી,માનવતા શોધવા લાગેજી
.              ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
ગરવી ગાથા શોધવા કાજે,અહીંતહીં દ્રષ્ટિને રાખે જઈ
નાઅંધકાર મળે કેનાઉજાસ,રાતદિવસ એ ભટકે અહીં
સફળતા શોધવા માનવી શોધે,ભટકી ભીખ માગે જઈ
અંતે એકજ લાકડી પડતા,ના હાથમાં તેના આવે કંઇ
.              ………………….જી જી કરતા અહીં તહીં રખડી.

+++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »