July 28th 2013
. માબાપ
તાઃ૨૮/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મનો સંબંધ છે જીવથી,ને દેહનો સંબંધ છે માબાપ
કર્મનીકેડીએ આવે જીવઅવનીએ,ને મળીજાય છે દેહ
. …………………જન્મનો સંબંધ છે જીવથી.
પરમાત્માની આજ છે અજબ લીલા,જે બંધનથી સમજાય
મનથી કરેલ સાચીભક્તિએ,જીવનમાં સરળતા મળીજાય
કર્મનાબંધન એ જીવને જકડે,જગતે ના કોઇનાથી છટકાય
સરળતાના વાદળ વરસે,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
. …………………..જન્મનો સંબંધ છે જીવથી.
દેહને વળગે છે અવનીના બંધન,માબાપ નિમીત બની જાય
માતાનો પ્રેમ મળતા સંતાનને,જીવને સુખશાંન્તિ મળી જાય
નિર્મળજીવનની લાયકાતકાજે,પિતાની રાહ સાચીમળી જાય
જીવને મળેલ રાહ બને નિર્મળ,જ્યાં માબાપનોપ્રેમ મળી જાય
. …………………..જન્મનો સંબંધ છે જીવથી.
======================================
July 25th 2013

. .ભક્તિરસ
તાઃ૨૫/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિની અદભુત ગાથા,સાચા ભક્તિરસથી છલકાય
મળી જાય પ્રેમ જલાસાંઇનો જીવને,એ જ લાયકાત કહેવાય
. ………………….અજબ શક્તિની અદભુત ગાથા.
ભક્તિરસની નિર્મળતા મળતા,દેહને સુખશાંન્તિ મળતી જાય
અગમનિગમના ભેદની નાજરૂર,જ્યાં પરમાત્માની કૃપાથાય
અંતરમાં આનંદની હેલી ઉભરે,ને મનને અનંત શાંન્તિ થાય
આજકાલની નાવ્યાધી જીવને,ઉંમરાથી ઘર પવિત્ર થઈ જાય
. ……………………અજબ શક્તિની અદભુત ગાથા.
સાચી શ્રધ્ધાની કેડી મળતા,મળેલ આ જન્મ સફળ થઇ જાય
કર્મબંધનની રાહ છુટતા જીવને,સ્વર્ગીયસુખ સદા મળી જાય
મોહમાયાની ના ચાદર અડકે દેહને,કે ના લાગણીઓ ઉભરાય
ભક્તિરસની આઅજબ લાયકાત,જીવ કર્મબંધનથી છુટીજાય
. ……………………અજબ શક્તિની અદભુત ગાથા.
+++++++++++++++++++++++++++++++++++++++
July 24th 2013
. . શીતળતાની મહેંક
તાઃ૨૪/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેંક મળે માનવતાની જીવનમાં,જ્યાં સ્નેહ શીતળ મળીજાય
ઉજ્વળતાના સોપાન મળતા,પાવન કર્મ જીવનમાં થઈ જાય
. ………………..મહેંક મળે માનવતાની જીવનમાં.
સરળતાની કેડી લઈ જીવતા,ના તકલીફ કોઇ જીવને અથડાય
મુંઝવણતાનો માર્ગ સરળ બને જીવનમાં,માનવતા સંગી જાય
આસપાસને આંબી લેતા માનવીને,કુદરતની કૃપા મળી જાય
આંગણે આવી સ્નેહ મળે સૌનો,ત્યાં પાવન કર્મ જીવનમાં થાય
. ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.
માગણી માનવીની જગતમાં,જીવને સુખશાંન્તિ મળતી જાય
મોહ મળે નાકળીયુગનો દેહને,અવનીનુ આગમન સુધરીજાય
કૃપા જલાસાંઇની પ્રદીપને મળે,જીવનો જન્મ સફળ કરી જાય
મુક્તિમાર્ગની એકજ કેડી મળે,જીવ જન્મબંધનથી છટકી જાય
. ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.
આફત એ તો છે કળીયુગની દેન,ના મંદીર મસ્જીદથી બચાય
શ્રધ્ધા નેજ મુક્તિ આપીને માનવી,પ્રભુથી ભીખ માગતો જાય
સમયને ના પારખતા માનવીને,અસંખ્ય આફતો જ અથડાય
નિર્મળતાનોસંગ રાખતા જીવને,શીતળતાની મહેંક મળી જાય
. ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++
July 23rd 2013
. . કલ્યાણની કેડી
તાઃ૨૩/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને ઝંઝટ છે જન્મથી,અવનીએ આવતાજ સમજાય
માનવતાની કેડીને મેળવતા,કલ્યાણ જીવનુ થઈ જાય
. ………………….જીવને ઝંઝટ છે જન્મથી.
કળીયુગની સાંકળ છે એવી,જીવ કર્મના બંધને જકડાય
જન્મ મળતાજ અવનીએ દેહ,આંટી ઘુટીમાં જ ભટકાય
મોહમાયા તો વળગીને ચાલે,સરળ જીવ તેમાં લબદાય
સુખશાંન્તિને પામવા,સાચી ભક્તિએજ જીવથી છટકાય
. ………………….. જીવને ઝંઝટ છે જન્મથી.
કરેલ સારા કર્મથી મળે નામના,અવનીએ બંધન કહેવાય
સફળતાનાશિખરે પહોંચતા,જગે માનવતાય મહેંકી જાય
રાહમળે જ્યાં સાચીજીવને,જીવનમાંસરળતા આવી જાય
સફળજન્મની એકજરાહે,જીવને કલ્યાણનીકેડી મળી જાય
. ………………………જીવને ઝંઝટ છે જન્મથી.
=================================
July 22nd 2013

. . ગુરૂપુર્ણિમા
તાઃ૨૨/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરતા,આ જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં ગુરૂજીને સાચા વંદન થાય
. …………………માનવતાની મહેંક પ્રસરતા.
માનવજીવનમાં અનેક મુંઝવણ,ના કોઇનાથી છટકાય
સાચીરાહ મળે માનવને,જ્યાંસદમાર્ગને પકડી ચલાય
અંતરની અભિલાષા ફળતા,જીવનમાં હૈયે આનંદ થાય
મળેકૃપા જલાસાંઇની પ્રદીપને,જ્યાં પ્રેમથી વંદનથાય
. ……………………માનવતાની મહેંક પ્રસરતા.
હિન્દુ ધર્મમાં અનેક રાહે,પરમાત્માને જીવનમાં પુંજાય
ગુરૂ શિક્ષક એ માર્ગ દર્શક છે,જીવને રાહસાચી દઈ જાય
મળે જ્યાં આશિર્વાદવડીલના,જીવ સદગતી પામીજાય
માયામોહના બંધન પણ તુટતા,આફત પણ ભાગી જાય
. …………………….માનવતાની મહેંક પ્રસરતા.
+++++++++++++++++++++++++++++++++++++
July 21st 2013
. . સંતાનને મળે
તાઃ૨૧/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માની મમતા અને પ્રેમ પિતાનો,સંતાનને સ્પર્શી જાય
ઉજ્વળ જીવન સંતાનનુ જોતા,માબાપને આનંદ થાય
. ………………..માની મમતા અને પ્રેમ પિતાનો.
પ્રભાતપહોરે પ્રેમ મળે માતાનો,જ્યાં સંતાન જાગી જાય
ગોદમાં ગબડતા વ્હાલ મળે,ને માતાનુ હૈયુ હરખાઇ જાય
બચી કરીને વ્હાલ દેતા,માની આંખમાં પાણી આવી જાય
નિર્મલતાનો સંગ રાખી જીવતાં,આ જીવન ઉજ્વળ થાય
. …………………માની મમતા અને પ્રેમ પિતાનો.
મળે પિતાનો પ્રેમ સંતાનને,જીવવાની રાહ બતાવી જાય
સફળતાના સોપાન મળી જાય,જ્યાંઆશિર્વાદમળી જાય
કરેલ કર્મ એ છે સાંકળ જીવનની,સાચી રાહ બતાવી જાય
ગઈકાલને પાછળ મુકતા દેહની,આવતીકાલ સુધરી જાય
. ………………….માની મમતા અને પ્રેમ પિતાનો.
+++++++++++++++++++++++++++++++++++++
July 20th 2013

. . शेरडीके बाबा
ताः२०/७/२०१३ प्रदीप ब्रह्मभट्ट
शेरडी आके बाबाके चरणोमें आये,लेकर श्रध्धा और सबुरी
निर्मळ प्रेमसे भक्ति करते,अल्ला इश्वरको एक समझके
. ………………शेरडी आके बाबाके चरणोमें आये.
सांइ नामके एक ही स्मरणसे,जन्म सफल हो जाता है
निर्मल राह जीवनमे मीलती,सुखशांन्ति मील जाती है
प्रेममीले जहां बाबाका हमको,ना अभिलाषाभी रहती है
उज्वल जीवन मील जानेसे,ये जन्म सफल हो जाता है
. ………………शेरडी आके बाबाके चरणोमें आये.
एक आशा भक्ति प्रदीपकी,बाबा सदा साथ हमारे रहेना
कुटुंब परिवारकी रक्षा करना,उज्वल जीवन राह भी देना
ॐ सांइनाथका स्मरणकरते,श्रध्धा और विश्वासके साथ
मुक्ति जीवको प्रेमसे देना,ना जन्म मरण जीवसे बंधाय
. ………………..शेरडी आके बाबाके चरणोमें आये.
ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐॐ ॐ
July 20th 2013

. . સંકટમોચક
તાઃ૨૦/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય હનુમાન,બોલો જય જય શ્રી હનુમાન
છે પવનપુત્ર હનુમાન,સંકટમોચક શ્રી હનુમાન
. ……………….બોલો જય જય શ્રી હનુમાન.
સરળ ભક્તોના છે રખેવાળ,અજબશક્તિ એ ધરનાર
પ્રભુકૃપાના એ પાલનહાર,ઉજ્વળ જીવનએ કરનાર
ભક્તિમાર્ગ જગમાં દેનાર,જીવને શાંન્તિ મળે અપાર
અખંડ શાંન્તિ મળે જીવને,અંતે મુક્તિમાર્ગ મળીજાય
. ………………….બોલો જય જય શ્રી હનુમાન.
સદા શ્રીરામનો પ્રેમ વર્ષે,મળે માસીતાના આશીર્વાદ
લક્ષ્મણજીને જીવનદીધુ,લાવી ભસ્મ મૃત્યુ પામર કીધુ
ગદા હાથમાં તાકાત લીધી,રાજા રાવણને મુક્તિ દીધી
ભક્તિ રાહ જીવોને દીધી,સંકટ મોચકની સિધ્ધિ લીધી
. …………………..બોલો જય જય શ્રી હનુમાન.
=================================
July 19th 2013
. મનની મુંઝવણ
તાઃ૧૯/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહની સાંકળ છુટતાં,નિર્મળતા ભાગી જાય
મનમાં અનેક મુંઝવણ મળતા,સમજણ ચાલી જાય
. ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
અનેક માર્ગ મળે જીવનમાં,અવનીએ પગ ધારણ થાય
સાચી માનવતા સ્પર્શે જીવને,ત્યાં સદમાર્ગે બુધ્ધિ જાય
અનુભવની એક જ સીડીએ,જીવનમાં શાંન્તિ મળીજાય
ના મુંઝવણનો કોઇ સંગ રહે,નિખાલસ જીવન થઇ જાય
. ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
અજવાળાની એકજ સવાર,મળેલ જન્મ સફળ કરી જાય
ભક્તિમાર્ગની શીતળ કેડીએ,મોહમાયા પણ ભાગી જાય
શીતળ સવારની પ્રથમ ભક્તિએજ,પરમાત્માય હરખાય
આવીઆંગણે સફળતામળે,ને મનની મુંઝવણ ભાગીજાય
. ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
+++++++++++++++++++++++++++++++++++++
July 18th 2013
. . નિર્મળ
તાઃ૧૮/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ,જીવને આપે છે અખુટ શક્તિ
સરળતામાં જીવન સાચવતા,મુક્તિ મળે છે જીવને દેહથી
. ………………….નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.
કામણગારી તો આ કાયા છે,અવનીએ દેહ મેળવતા જ દેખાય
કર્મનાબંધન એતો મળતી કેડી,જીવને જન્મ મળતા સમજાય
નિશ્વાર્થ ભાવના રહેતા પ્રેમમાં,જીવને નિર્મળતા આપી જાય
શાંન્તિનો સંગાથ મળતા જીવને,સાચો ભક્તિ પ્રેમ મળી જાય
. …………………. નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.
ભક્તિમાં ના બંધન છે કોઇ,કે ના કોઇ દેખાવ પણ અડી જાય
સાચા મનથી કરતાં ભક્તિ,સંતજલાસાંઇના માર્ગે લઇ જાય
મોહ કે માયા નાસ્પર્શે જીવને,અતુટ ભક્તિ જીવને મળી જાય
ભક્તિની શક્તિ છે નિરાળી,ના જીવને કોઇથી કદી દુભાવાય
. ………………….નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.
+++++++++++++++++++++++++++++++++++++