July 7th 2013

કીર્તી

.                    . કીર્તી

તાઃ૭/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,ને માનવતા મહેંકી જાય
નિર્મળ ભાવથી મહેનત કરતાં,કીર્તીના વાદળ વર્ષી જાય
.                  ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અવનીપરનુ આગમન જીવનું,કર્મના બંધનથી મેળવાય
જીવની જ્યોત પ્રગટે અવનીએ,જ્યાં શ્રધ્ધા સાચી પકડાય
મળતી બંધનની કેડી જીવને,જગતે માર્ગ અનેક દઈ જાય
સમજી વિચારી પગલું ભરતા,સફળતાએ કીર્તી મળી જાય
.                   …………………શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અનેક રાહ મળે જીવને જગતે,સમજીને એકજ રાહ પકડાય
સરળતાનો સંગાથ રહેતા,સફળતાનોય  સંગાથ મળી જાય
જન્મ સાર્થક બનતો જાય,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
ના અપેક્ષા રાખતા જીવનમાં,સરળતા સાથ આપતી જાય
.                   ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++

July 6th 2013

મળતો સંકેત

.                   .મળતો સંકેત                        

તાઃ૬/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાવડી પકડી ચાલતો માનવી,કિનારો શોધતો જાય
મળે નાએકે લહેરપાણીની,ત્યાંથીજ એ મુંઝાતો જાય

લાગણીને પકડી ચાલતો માનવી,મુંઝવણ લેતો જાય
સાથીને શોધતો ડગલે પગલે,નિરાધાર એ થતો જાય

સરળ જીવનને શોધવા ચાલે,દીવસરાત અહીંને તહીં
બાળપણને ભુલાઇ ગયું અને જુવાનીમાં ભટકે છે અહીં

કલમની કેડી ના કાતર જેવી,જીવને જ્યોત આપે છે ભઈ
પ્રેમ નિખાલસ પામી લેવા,ગુજરાતી મળી ગયા છે અહીં

કરેલ કામની કદમ ના શોધો,એ તો મુક્તિ સ્વર્ગની થઈ
ભક્તિ કેરા સંગનેરાખતા દેહે,આદર સત્કાર થશેજ અહીં

લેખ લખેલા જીવના જગે,ના કોઇથી અવનીએ છટકાશે
જલાસાંઈની જ્યોત મેળવતા,ના જીવનમાંએ ભટકાશે

કદર કામની કાલેજ બોલશે,નાકોઇ અપેક્ષા રાખશો અહીં
ઉજ્વળ પ્રેમની રાહ મેળવી,જીવન સાર્થક થઇ જશે ભઇ

+++++++++++=========+++++++++++

 

 

July 5th 2013

ભણતર

.                   . ભણતર

તાઃ૫/૭/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે ઉજ્વળતા જીવનમાં,જ્યાં સમયને સચવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભણતરની રાહને પકડાય
.              ……………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવને, કર્મના બંધને લાવીજાય
દેહ મળતા જીવને અવનીએ,માબાપનો પ્રેમ મળી જાય
સમજ મગજને સંસ્કારે મળતી,જે સમય સમયે સમજાય
આવતીકાલને પારખવા,મનમાં વિચારની ધારાઓથાય
.                …………….જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
ભણતર એ ચણતર જીવનનું,સાચી રાહ મળતા સમજાય
ગણી લીધેલા પાપને મનથી,સમયે દુર તેનાથીજ જવાય
મળતી ઉજ્વળકેડી પકડવા,ભણતરની રાહ સાચીપકડાય
જન્મસાર્થક પ્રભુકૃપાએ થાય,જ્યાં સાચીભક્તિરાહ લેવાય
.             ………………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.

=================================

 

July 4th 2013

મળેલ પ્રેમ

.               . મળેલ પ્રેમ

તાઃ૪/૭/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતો પ્રેમ અપાર જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક પ્રસરતા,સ્વર્ગીયસુખ મળી જાય
.              ………………….મળતો પ્રેમ અપાર જીવને.
સંતાનને સાચી રાહ મળે,જ્યાં માબાપને વંદન થાય
ઉગમણી ઉષાને નિરખતા,માતાનાચરણે સ્પર્શ કરાય
મનથી રાખી પ્રેમ નિખાલસ,સાચીભક્તિ પ્રેમથી થાય
મળે પ્રેમની વર્ષા જીવને,જ્યાં જલાસાંઇની પુંજા થાય
.              …………………..મળતો પ્રેમ અપાર જીવને.
વંદન કરતાં વડીલને પ્રેમે,સાચા આશિર્વાદ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
એકજ ટપલી મળે ગુરૂની,નિર્મળ કેડી જીવને મળી જાય
સાર્થક જન્મનીરાહ મળતા,જીવનેમુક્તિમાર્ગ મળીજાય
.               …………………..મળતો પ્રેમ અપાર જીવને.

+++++++++++++++++++++++++++++++++

 

 

July 3rd 2013

આવતો દીવસ

meenaxi mandir

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.               .  આવતો દીવસ 

તાઃ૩/૭/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વર્ષમાં એક વખત આવતો દીવસ,જેને જન્મદીવસ કહેવાય
અવનીપરના આગમનને યાદ કરતા,નિર્મળ પ્રેમ મેળવાય
.         …………………એ દીવસ જેને રમાનો જન્મ દીવસ કહેવાય.
માતાપિતાની નિર્મળ રાહે,જુલાઇ ૩ને ૧૯૬૦ના દેહ મળી જાય
પ્રેમ નિખાલસ મળતા જીવનમાં,સરળતાના સોપાનમળી જાય
પાળજ ગામમાં બાળપણ વિતાવતા,સુખ શાંન્તિ પણ સહેવાય
મળે પ્રેમ ભાઇ બહેનનો જીવનમાં,નાકોઇ અપેક્ષા ક્યાંય રખાય
.                    ………………..વર્ષમાં એક વખત આવતો દીવસ.
જીવનસંગીની બની મારી જ્યારથી,અમારુ જીવન મહેંકી જાય
સુખદુઃખને સંભાળી જીવતા,સંત જલાસાંઇની કૃપાય થઈ જાય
મળ્યા સંસ્કારી સંતાન અમનેજીવનમાં,જે દીપલ રવિ કહેવાય
ભક્તિ મહેનત મનથીકરતાં,સંતાનનાજીવન ઉજ્વળ થઈજાય
.                  ………………… વર્ષમાં એક વખત આવતો દીવસ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.          .પરમકૃપાળુ સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાની અસીમકૃપાએ
આજે મારી જીવનસંગીની અ.સૌ રમાનો જન્મદિવસ છે.આજે તે ૫૩મા વર્ષમાં પ્રવેશ કરે છે
તો પુજ્ય સંતોનો વંદન સહિત પ્રાર્થના કે તેને તન મન અને ધનથી શાંન્તિ આપી અખંડ કૃપા
કરે.        (તાઃ૩/૭/૧૯૬૦  થી તાઃ૩/૭/૨૦૧૩)

લી.પ્રદીપ ના જય જલાસાંઇ.

 

July 2nd 2013

સાચી ઓળખ

.               સાચી ઓળખ

તાઃ૨/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતી કાલને ઓળખી લેતા,ગઈકાલ સુધરી જાય
મનમાં સાચી સમજણ મળતાં,કર્મપાવન થઈજાય
.               …………………આવતી કાલને ઓળખી લેતા.
માનવમનને મળતી માયા,જીવનીરાહ બગાડી જાય
શું કરવુ શું ના કરવુ સમજતાં,આ જીવન સુધરી જાય
પ્રેમની સાચી સાંકળ પકડતાં,મોહમાયા જ છુટી જાય
મળતી રાહને સમજી લેતાં,આ જન્મ સફળ થઈ જાય
.              ………………….આવતી કાલને ઓળખી લેતા.
મુક્તિ માર્ગને સમજી લેતાં,જીવથી સાચી ભક્તિ થાય
મળે જલાસાંઇની કૃપા જીવને,રાહ સાચીજ મળી જાય
અવનીપરના આગમનનેપારખી,સાચી ઓળખ થાય
માનવજીવનને પારખી લેતાં,કર્મના બંધન છુટી જાય
.                ………………..આવતી કાલને ઓળખી લેતા.

==================================

July 1st 2013

ઉજ્વળતાની કેડી

SitaRam3bal

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                       .ઉજ્વળતાની કેડી

તાઃ૧/૭/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો સંગાથ મળતા,જીવને અનંત  શાંન્તિ થઇજાય
સાચી ભક્તિ મનથી કરતાં,ઉજ્વળતાની કેડી મળી જાય
.                           ………………… ભક્તિનો સંગાથ મળતા.
સરળ જીવનની રાહ મળતા,જીવ અવની પર હરખાય
મળે પ્રેમ અવનીએજ સાચો,ના ભેદભાવ કદી મેળવાય
માનવતાનીમહેંક મહેંકતા,જીવના સદમાર્ગ ખુલી જાય
આવી કૃપા મળે પરમાત્માની,જીવને શાંન્તિ મળી જાય
.                           ………………….ભક્તિનો સંગાથ મળતા.
ભોળાનાથની સાચી ભક્તિએ,માતા પાર્વતી રાજી થાય
ગજાનંદનોપ્રેમ મળે જીવને,જે આ જન્મસફળ કરી જાય
ભક્તિ માર્ગની કેડી મળે જીવને,જ્યાં સંતની કૃપા થાય
જલારામનીજ્યોત પ્રગટે જીવે,ને સાંઇબાબા રાજી થાય
.                         …………………..ભક્તિનો સંગાથ મળતા.

++++++++++++++++++++++++++++++++++

June 29th 2013

તારણહાર

.                    .તારણહાર

તાઃ૨૯/૬/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ સૄષ્ટિના સર્જનહાર,અખિલ બ્રહ્માન્ડના એ તારણહાર
અવનીપરના જીવનો આધાર,ભક્તિએ દઇ દે પ્રેમ અપાર
.                              …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.
અનેક દેહ મળે છે જીવને,સાંકળ અવનીએજ બાંધી જાય
અકળલીલા એજ પરમાત્માની,ના કોઇથી ક્યારે છટકાય
માનવદેહમાં ઉજ્વળતા સંગે,જીવનુ કલ્યાણ કરી જવાય
ભક્તિનીસાચી એકજ કેડીએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                               ………………….સકળ સૄષ્ટિના સર્જનહાર.
પ્રાણી પશુનો દેહ મળતા જીવને,ના ક્યાંય કશુંય સમજાય
નિરાધારી જીવનમાં ફરતા,ના રાહ કદી જીવથી  મેળવાય
ના સથવારો કોઇ સમજનો રહે,કે ના મળે શાંન્તિનો સંગાથ
મૃત્યુ જ છે એક કેડી દેહની,અવનીથી જીવથી છુટી જવાય
.                             …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.

*********************************************

June 28th 2013

આવી જાવને

.                 .આવી જાવને

તાઃ૨૮/૬/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવને પ્રેમ લઇને,હુ દયાનો દરીયો છું
પ્રેમની એકજ સાંકળ જોઇને,હું પગે લાગુજ છું
.              …………………આવી જાવને પ્રેમ લઇને.
નિર્મળતાને સંગે રાખજો,સરળતા મળશે સંગે
જીવન ઉજ્વળ કેડીએજ,મળશે માનવતા રંગ
ઉંમરના નાકોઇ બંધનદેહને,સરળ જીવનથાય
અંતરના આનંદને પારખી,મળશે કૃપા અનંત
.                 ……………….આવી જાવને પ્રેમ લઇને.
ખોબે લઈને પ્રેમ આવશો,હું ઝોળીને ભરી દઈશ
સમયપકડીને સંગે રહેજો,પ્રેમનીજ્યોતને લઈ
મળશે કૃપા જલાસાંઇની,નિર્મળ ભક્તિને જોઇ
આજે આવો કાલે આવો,નામને કોઇ ચિંતા ભઈ
.                    ……………….આવી જાવને પ્રેમ લઇને.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ‌ઽઽઽઽઽઽઽ

June 27th 2013

મનની માન્યતા

.                   મનની માન્યતા                         

તાઃ૨૭/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે કૃપા અનેરી,માનવ જીવનથી સમજાય
હાથ પકડી પરમાત્મા ચાલે,ત્યાંજ માનવતા મહેંકાય
.                         …………………કુદરતની છે કૃપા અનેરી.
અજબકૃપા છે અવિનાશીની,સદકર્મોથી જ સહેવાય
દરેક કેડીએ જીવને જીંદગીમાં,સરળતાજ મળી જાય
અંતરને મળતો આનંદ અનેરો,ને પામરતા મહેંકાય
માનવજીવન સરળ બનતા,આ જીવન મહેંકી જાય
.                         …………………કુદરતની છે કૃપા અનેરી.
મનથી થયેલ ભક્તિજીવને,સાચી સમજણ આ પીજાય
શ્રધ્ધા અને વિશ્વાસની જ્યોત,આજીવન પ્રગટાવી જાય
માન્યતા એતો અતુટ કૃપા છે,જે જીવને જગે અનુભવાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,મળેલજન્મસફળ કરી જાય
.                        ………………….કુદરતની છે કૃપા અનેરી.

=================================

« Previous PageNext Page »