June 26th 2013

. . ભક્તિનો સાથ
તાઃ૨૬/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરે,ને જીવન પણ ઉજ્વળ થાય
પાવન કર્મ જીવનમાં થતાં,સાથ ભક્તિનો મળી જાય
. …………………માનવતાની મહેંક પ્રસરે.
જન્મની કેડી જીવન સંગે,જન્મ મળતા ચાલતી જાય
કર્મનામળેલ બંધન જીવને,એઅવનીએ લાવી જાય
સંબંધનો સથવારો વળગી ચાલે,ના કોઇથી છટકાય
આવી અવનીપર જીવતા,જન્મના બંધન મળી જાય
. ………………….માનવતાની મહેંક પ્રસરે.
મુક્તિ માર્ગને પકડી લેવા,સાચી ભક્તિ મનથી થાય
ભક્તિમાર્ગ છે જ્યોતનિરાળી,જીવ જન્મથી છુટી જાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં જલાસાઈની ભક્તિ થાય
આવી આંગણે મુક્તિ રહે,જે જીવને જન્મથી છોડી જાય
. ………………….માનવતાની મહેંક પ્રસરે.
*******************************************
June 25th 2013

. . કર્મબંધન
તાઃ૨૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી મળશે ક્યારે મળશે,ના કોઇથી કદી કહેવાય
ઉજ્વળ જીવનની ન્યારી કેડી,સમજણથી સમજાય
. …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
અવનીપરનુ આગમન બને છે,જીવની સાચી રાહ
પામરજીવન માનવીનુ,કૃપાએ થઈ જાય છે ન્હ્યાલ
કર્મનીકેડી ઉજ્વળબને,જ્યાં જલાસાંઇની પુંજાથાય
જીવનેસંબંધ મળે છે કર્મના,જે જીવની કેડી કહેવાય
. …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સમજાય
જન્મ જીવના સંબંધ ન્યારા,જેને કર્મબંધન કહેવાય
મહેંક પ્રસરે કર્મની કેડીએ,જે સંસ્કારથી જ સચવાય
કરેલકર્મના બંધનએવા,જે મુક્તિ માર્ગેય દોરી જાય
. ………………….ક્યાંથી મળશે ક્યારે મળશે.
+++++++++++++++++++++++++++++++++++
June 25th 2013

. . ગજાનંદ
તાઃ૨૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગણપતિ કહો કે ગજાનંદ,એ છે ભોળા શીવજીના સંતાન
માતા પાર્વતીનાએ લાડલા,જગતજીવના છે એ કરતાર
. …………………ગણપતિ કહો કે ગજાનંદ.
અવનીપરનુ આગમન જીવનુ,ગજાનંદની કલમે સચવાય
કર્મ બંધનને પકડી ચાલતો જીવ,સાચી ભક્તિએ બચી જાય
અગમનિગમના ભેદ અનોખા,ના માનવમનને એ સમજાય
કૃપા મળે ગજાનંદની જીવને,જ્યાં ભોલેનાથની ભક્તિ થાય
. ………………….ગણપતિ કહો કે ગજાનંદ.
માનવજીવની શ્રધ્ધા છે સાચી,જેને સબુરીય પણ કહેવાય
અલ્લા ઇશ્વરને એક જ માનતા,જગે માનવતા મહેંકી જાય
આવી મળે પ્રેમ પરમાત્માનો,એને જ સાચી ભક્તિ કહેવાય
આંગણે આવીને આશીર્વાદ મળે,ત્યાં ગજાનંદની કૃપા થાય
. ……………………ગણપતિ કહો કે ગજાનંદ.
======================================
June 24th 2013

. .શ્રી મહાદેવ
તાઃ૨૪/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોળા છે ભગવાન શિવજી,તેમને ભોલેનાથ કહેવાય
પરમ કૃપાળુ છે દયાળુ,તેઓ મહાદેવથીય ઓળખાય
. ………………..ભોળા છે ભગવાન શિવજી.
જગત જીવ પર અપાર કૃપા દઈ,ભક્તિ પારખી જાય
આવી આપે પ્રેમ પ્રદીપને,જીવને શાંન્તિ આપી જાય
મા પાર્વતીની કૃપા અનેરી,સાચી ભક્તિએ મળી જાય
ઉજ્વળતાની રાહ આપીને,જીવને મુક્તિએ દોરી જાય
. ………………….ભોળા છે ભગવાન શિવજી.
ૐ નમઃ શિવાય ના સ્પંદનથી,દેહે ભક્તિ સાચી થાય
મોહ માયાની ચાદર છુટતાં,સાચી પ્રભુકૃપા થઈ જાય
પ્રેમ મળે મને માબાપનો,કૃપા મહાદેવની મળી જાય
આધી વ્યાધીથી મુક્તિ મળતા,માનવતા મહેંકી જાય
. ………………….ભોળા છે ભગવાન શિવજી.
+++++++++++++++++++++++++++++++++++
June 22nd 2013

. .સાચી કેડી ધ્રુમીલની
તાઃ૨૧/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળતાની કેડી પકડીને,દીકરો ધ્રુમીલ ચાલ્યો જાય
ભણતરના સોપાનો ચઢતા,આ જન્મ સફળ થઈ જાય
….આજે પપ્પા રમેશલાલ હરખાય,સંગે મમ્મી દક્ષાબેન રાજી થાય.
મોહમાયાના બંધનને છોડતા,કળીયુગથી એ બચી જાય
મનથી સાચી મહેનત કરતાં જ,લાયકાતને મેળવી જાય
સગા સંબંધીઓ દોડી આવ્યા,સંગે લઇને આવે સાચો પ્રેમ
ઉજ્વળ રાહ મળતા ધ્રુમીલને,સન્માન મળી ગયા છે એમ
. ……………….ઉજ્વળતાની કેડી પકડીને.
દીપકમાસી દોડી આવ્યા,સંગે યોગેશકુમાર પણ આવી જાય
આવ્યા પ્રેમે માસી માસાઓ,સંગે ફોઇ ફુઆ પણ આવી જાય
સન્માનની સાચી કેડીએ,ધ્રુમીલના મિત્રો પ્રેમ વરસાવી જાય
પ્રદીપ,રમા આવીને હરખાતા,સંગે રવિ,હિમા પણઆવી જાય
. …………………ઉજ્વળતાની કેડી પકડીને.
======================================
. ચી.ધ્રુમીલે હાઇસ્કુલ પુરી કરતા તેની મહેનતે એક હોશિયાર વિધ્યાર્થી તરીકે તેનુ
સ્કુલમાં સન્માન કરવામાં આવ્યું આ તેના પિતા રમેશલાલ અને માતા દક્ષાબેન માટે ખુબજ
ગૌરવનીવાત છે.તેની લાયકાત પ્રમાણે જલારામ બાપા અને સાંઇબાબા ભણતરની ઉજ્વળ
કેડી આપી અને તન મન ધનથી શાંન્તિ આપે તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,હીમા,નિશીતકુમારના આશીર્વાદ સહિત જય સાંઇરામ.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 21st 2013

. .કોણ અને ક્યારે
તાઃ૨૧/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ તમને ક્યારે મળશે ના કોઇને સમજાય.
કોણ તમને ક્યારે રળશે ના કોઇથી કહેવાય.
કોણ તમને ક્યારે ધરશે ના કોઇને સમજાય.
કોણ તમારી જીંદગી વેડફશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી કેડી તોડશે ના કોઇથી એ કહેવાય.
કોણ તમારી આબરૂ બનશે ના કોઇને સમજાય.
કોણ તમારી કાયા તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારૂ મોં બંધ કરશે ના કોઇને સમજાય.
કોણ તમારી લાગણી તોડશે ના કોઇને કહેવાય.
કોણ તમારી કાતર બનશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી લાકડી બનશે ના કોઇને સમજાય.
કોણ તમને સાથ આપશે એ સમયથી સમજાય.
કોણ તમારો મોહ તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારો અંત લાવશે એ પ્રભુકૃપાએ સમજાય.
+++++++++++++++++++++++++++++++++++++++
June 20th 2013

. હિમાનો જન્મદીન
તાઃ૨૧/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાથ પકડી ચાલતા રવિનો,જીવન સંગીની થઈ જાય
સાત ફેરા અગ્નિના ફરતાં,એ પતિ પત્નિ બની જાય
. ……………….હાથ પકડી ચાલતા રવિનો.
સંસ્કાર દીધા હિમાને માબાપે,એ વર્તનથી જ દેખાય
પગે લાગી જય જલારામ કહેતા,પ્રભાત ઉજ્વળ થાય
મળે અંતરથી પ્રેમ હિમાને,આ જન્મ સફળ થઈ જાય
પ્રદીપ,રમાને આનંદ અનેરો,રવિની પત્નિએ કહેવાય
. ………………..હાથ પકડી ચાલતા રવિનો.
આંગણે આવીને એ અર્ચના કરે,સુર્યનારાયણને પુંજાય
પવિત્ર કર્મ જીવનમાં કરતાં,જોઇને મન મારૂ હરખાય
લાગણી પ્રેમ સદા મેળવતા,આજે જન્મદીન ઉજવાય
જલાસાંઇને પ્રાર્થના એટલી,પવિત્ર જીવન જીવી જાય
. …………………હાથ પકડી ચાલતા રવિનો.
દીપલ કહે મારી વ્હાલી ભાભી,ને નીશીતકુમાર હરખાય
પ્રેમની પાવન કેડી લઈને,આશીર્વાદ પ્રેમથી દઈ જાય
ભરતભાઇ છે પિતા પ્રેમાળ,ને ઇલાબેનના છે એ સંસ્કાર
દુબાઇથી સાચો સ્નેહ મોકલે,દીકરીનુ જીવનપાવનથાય
. ………………..હાથ પકડી ચાલતા રવિનો.
===============================================
. .મારા વ્હાલા પુત્ર ચી.રવિની પત્નિ અ.સૌ. હિમાનો આજે જન્મદીવસ છે.પરમકૃપાળુ
જલાસાંઇની અસીમ કૃપા મળે અને પરમાત્મા તેને તન,મન અને ધનથી સુખશાંન્તિ આપે
અને સર્વ મનોકામના પુર્ણ કરી ઉજ્વળ જીવન જીવે તેજ અંતરથીપ્રાર્થના.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ નિશીતકુમારના જય જલારામ.
June 20th 2013
. .. બારણે ટકોરા
તાઃ૨૦/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિચારની કેડી મળે મનને,જ્યાં બારણે ટકોરા સંભળાય
કોણ આવ્યું છે બારણે મારે,મનમાં અનેક વિચારો થાય
. …………….વિચારની કેડી મળે મનને.
ઉજ્વળ સુર્યના કિરણને જોતા,પ્રભાત થઇ એમ કહેવાય
મનને શાંન્તિ મળેજ કૃપાએ,જ્યાં સુર્ય અર્ચના પ્રેમે થાય
પડ્યાટકોરા બારણે મારે,આગમનનો અણસાર મળી જાય
બારણુ ખોલતા વડીલ જોતાં,સંકેત જલાસાંઇનો મળી જાય
. ……………..વિચારની કેડી મળે મનને.
ભક્તિ સાચી પ્રેમથી કરતાં,જીવથી ઉજ્વળ રાહ મેળવાય
અપેક્ષાના વાદળતુટતાં,સાચાસંતની કૃપા જીવ પર થાય
આવીને આંગણે પ્રભુ રહે,જ્યાં ભક્તિ પ્રેમ નિખાલસ થાય
જીવની જ્યોત પ્રગટે કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળી જાય
. …………….વિચારની કેડી મળે મનને.
=========================================
June 17th 2013
. .ફાધર ડે
. .અનુભવની ગંગા
તાઃ૧૭/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. .સંતાનના પ્રેમને મેળવવા માટે જગતમાં કોઇપણ માબાપ એવા નથી કે જે તેની રાહ
ના જોતા હોય.બાળકને જન્મ આપનાર માતા જીવનની દરેક પળે સંતાનને પરમાત્માની કૃપા
મળે અને જીવનમાં સર્વ રીતે શાંન્તિ અનુભવે તે જ અંતરની અપેક્ષા પણ હોય છે. પિતા જ
સંતાનને જીવનમાં તન,મન,ધનથી શાંન્તિ મળે તે માર્ગ માટે શ્રધ્ધા અને મહેનતની સાચી
રાહ બતાવે છે. પૃથ્વીના કોઇપણ ખુણે જીવને જ્યાં જન્મ મળે તે માબાપના પ્રેમની નિશાની
છે અને દેહ મળ્યા પછી તેમના પ્રેમથી જ સંતાન જીવનની રાહ મેળવી શકે છે.દુનીયા પર
કોઇપણ જીવની તાકાત નથી કે તે માબાપ વગર અવતરણ કરે.માબાપ એસંતાનનો પાયો છે.
. .અમેરીકામાં માબાપને વર્ષમાં એક વખત જ પ્રેમ આપવો એ ચાહે દેખાવનો હોય કે
પછી કળીયુગી હોય.ફાધર ડે એટલે કે પિતાનો દીવસ જે દીવસે ફક્ત પિતાને જ પ્રેમ આપવાનો
માતા એ વખતે કાંઇજ નથી. અને પછી એક દીવસ આવે જે દીવસને મધર ડે કહેવાય અને તે
દીવસે માતાને સંતાન તરીકે દેખાવનો પ્રેમ આપવો.આતો છે અમેરીકાની હવા જેમાં અહીં
આવીને આપણા ભારતીયો સંસ્કારને ભુલીને મોટા દેખાવનો સાથ રાખી માબાપની હાય મેળવે
છે જેમાં કોઇ જ શંકાને સ્થાન નથી.અને આ મારો વીસ વર્ષનો અનુભવ છે.જેમાં કોઇની તાકાત
નથી કે જે આ સત્ય નથી એમ કહી શકે.આ દેશમાં ફક્ત ભણતરમાં અનીતિ નથી.આ દેશમાં સાચી
શ્રધ્ધાથી જે વિધ્યાર્થી મહેનત કરી લાયકાત મેળવે છે તે દુનીયામાં પોતાની લાયકાત પ્રમાણે
કમાઇ શકે છે.બાકી આ દેશ દેખાવ,ઇર્ષા,અભિમાન અને નાતજાતના ભેદભાવથી ભરપુર છે.
તમે ગમે તેટલી લાયકાત ધરાવતા હોય તો પણ તમને તક નહીં આપે.કારણ એક ભારતીય છ
વ્યક્તિઓનુ કામ એકલો કરી શકે તેવી મહેનત કરે છે.અહી આવીને મે મોટા સ્ટોરમાં ગ્રાહકોને
મદદ કરવાની નોકરી મેળવી હતી. આ નોકરી દરમ્યાન એક ઉંમર લાયક મેક્સિકન પતિપત્નીને
હંમેશા મદદ કરતો.અને તેમના ચહેરા પરથી દેખાતુ કે તેઓ રાજી થાય છે.
.. .મેં નવુ મકાન લીધુ તેમને વડીલ તરીકે અને મારા પ્રત્યેના પ્રેમને કારણે કુદરતી ફાધર ડે
ના રોજ ફોન કરી મારી ઇચ્છાવ્યક્ત કરી મારા નવા ઘરમાં ઘરમાં વડીલના પગલા પડે તો ઘર
પવિત્ર થાય અને ભગવાનશાંન્તિ આપે તે ભાવનાએ ઘરડા ઘરમાં સવારે સાડા આઠ વાગે તેમને
લેવા ગયો. ત્યાં પ્રવેશ રૂમમાં એક ભારતીય માબાપ તૈયાર થઇ બેઠા હતા.અને તેમના ડૉકટર
દીકરાની રાહ જોતા હતા કારણ આજે ફાધર ડે હતો. હું મેક્સીકન વડીલને મારા ઘેર લાવ્યો.ચા
નાસ્તો કરાવી ઘર બતાવ્યુ.તેમણે મનેકાળા ધોડાની નાળ તેમના ધાર્મીક કાગળ સહિત ભેંટ
આપી.આપણા ઘર્મમાં પણ નાળને પવિત્ર માનવામાં આવે છે.અને પછી તેમને સાડા દસના
અરસામાં પાછા મુકવા ગયો તો પેલા ભારતીય માબાપ ત્યાંજ બેઠા હતા.તેમનો દીકરો હજુ
પણ આવ્યો ન હતો.તેમને મેં પુછ્યુ તો તેમની આંખમાં પાણી આવી ગયુ પણ તોય કહે મારો
દીકરો ડૉકટર છે એટલે અમારે રાહ જોવી પડે.
… .કુટુંબીજનની અમેરીકાની અરજીને કારણે ભાઇબહેન કે કુટુંબીજન અહીં આવી જાય અહીંની
કોઇ સ્થીતીનો ખ્યાલ ના હોવાથી અને નાના સંતાનો સહિત અહીં આવતા ભણતર દરમ્યાન બાળકોને
અહીંની હવા લાગતા બીયર સીગરેટ શરૂ થઈ જાય માબાપ કાંઇ જ કહી શકે નહીં પોતાની નોકરીને
મહત્વ આપતા છોકરો કે છોકરી અહીંની હાલતમાં પકડાઇ જતા માબાપ ના ઘરના ના ઘાટના થતાં
કોઇ સગા યા મિત્ર તેમના બાળકો વિષે કહે તો તે ઇગ્નોર કરે કારણ આ અમેરીકા છે.છોકરા તરછોડી જાય
તો માબાપને ઘણુ દૂઃખ થાય.આ મેં અહી જોયેલુ છે.
. .આ અમેરીકાના સંસ્કાર આવા સમયે માબાપની હાય લાગે અને અહીની હવામાં જીવન
વેડફાઇ જાય પત્ની લીપસ્ટીક લાલીમાં ચોટી જતા પતિના જીવનની કોઇ ઇજ્જત પણ રહેતી નથી.
માબાપને અહીં બોલાવી ભારતમાં લોકોને કહે મેં માબાપને અહીં બોલાવ્યા. પણ એ એમ ના કહે કે મેં
માબાપના અહીંના હક્કના પૈસા મેળવવા અને ઘરડા ઘરમાં ફેંકી દઇ વર્ષમાં એક વખત થોડા સમય
માટે ફાધર ડે કે મધર ડે ની લાગણી બતાવી તેમના સંસારી જીવનને વેડફી નાખ્યુ. માબાપ પાસે
કોઇ ચારો ના રહેતા ભારત જાય તો પણ સંતાનના વખાણ કરી લોકોને અમેરીકાનો મોહ લગાડે છે.
……. આ ફાધર ડે અને મધર ડેની ઉજવણી. આ પ્રેમમાં ભગવાન નારાજ થાય કારણ આ પાપ છે……
૩૩૩૩૩####################૩૩૩૩૩###################૩૩૩૩૩################
June 16th 2013
. .મારા પપ્પા
તાઃ૧૬/૬/૨૦૧૩ ચી.દીપલ
મારા જન્મે સૌથી વધારે ખુશ થયા એ મારા પપ્પા.
મને દીપલ નામ આપનારા એ મારા પપ્પા.
મને કક્કો બારાખડી શિખવાડનાર એ મારા પપ્પા.
મને લાડ લડાવતા એ મારા પપ્પા.
મારી બધી ઇચ્છા પુરી કરતા એ મારા પપ્પા.
મારી આંગળી ઝાલી ચાલતા શિખવ્યુ એ મારા પપ્પા.
મારા શ્રેષ્ઠ મિત્ર બન્યા એ મારા પપ્પા.
મને વિદાય કરતા જેમની આંખોમાં આંસુ છલકાયા એ મારા પપ્પા.
મને હંમેશા સુખના આશિષ આપતા એ મારા પપ્પા.
મને ભક્તિનો રંગ લગાડ્યો એ મારા પપ્પા.
જેમના નામથી હું જોડાઇ છુ એ મારા પપ્પા.
…………………. “પ્રદીપલ”.……………………
Thank You Pappa For Everything.
Happy Father’s Day,
“I Love You”
From Your Daughter,
…………………. .Dipal………………..
ફાધરડે ની ઉજવણી નિમીત્તે મારી વ્હાલી દીકરી દીપલે મને આપેલ સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ. તાઃ૧૬/૬/૨૦૧૩ રવિવાર હ્યુસ્ટન.
++++++++++++++++++++++++++++++++++++++++++++