June 16th 2013
. .ઉજ્વળ પ્રભાત
તાઃ૧૬/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ સફળતા મળતી જીવને,જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળ કીરણની કેડીએજ,પાવન કર્મ જીવનમાં થાય
. …………………સરળ સફળતા મળતી જીવને.
ના જીવને માયા વળગે,કે ના કાયાને વળગે કોઇ મોહ
સરળ જીવનની કેડીએ,ના મળી જાય જીવનેકોઇ લોભ
પરમકૃપા જલાસાંઇની,જીવને દેહ છોડતા મળી જાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલે પ્રભુ,ને સુખ શાંન્તિ થઈ જાય
. …………………સરળ સફળતા મળતી જીવને.
પ્રભાતની પહેલી કિરણે,માનવદેહે સુર્યોદય સહેવાય
મળે શાંન્તિ માનવદેહને,એનેજ પ્રભુકૃપા જ કહેવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ માર્ગ પકડાય
ઉજ્વળ જીવનને ઉજ્વળરાહ,સાચી ભક્તિએજ થાય
. ……………….સરળ સફળતા મળતી જીવને.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
June 15th 2013
. . કરામત કાતરની
તાઃ૧૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાહ મળી મને કાતરથી,જે દુશ્મનને કાપતી ગઈ
સમજણની શીતળતા લઈ,ઉજ્વળ જીંદગી થઈ
. ……………………મારી શ્રધ્ધા સાથે જ રહી.
મનકર્મની એકજ કેડી,જે સમજણથી સચવાઇ ગઈ
ના અપેક્ષા કેના કોઇ માગણી,નિર્મળતા સાથે રહી
આવીનેઆંગણે પ્રેમ મળતા,લાયકાત દેખાઇ ગઈ
કુદરતની આનિર્મળરાહ,સાચીભક્તિએ મળી ગઈ
. ………………….રાહ મળી મને કાતરથી.
કાતર એજ સંગાથસાચો,જે દેખાવને કાપતી થઈ
જીવ પહોંચે જ્યાં ઉંડાણમાં,ત્યાં ના કોઇ આરો ભઈ
જલાસાંઇની ચીંધેલ આંગણી,મુક્તિમાર્ગ દઈ ગઈ
કર્મની એકજ કેડી સાચવતા,માનવતા મહેંકી ગઈ
. …………………..રાહ મળી મને કાતરથી.
================================
June 14th 2013
. સરળ ભક્તિ
તાઃ૧૪/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને રાહ મળતા જીવનમાં,જન્મ સફળ કરી જાય
ભક્તિ કેરી સરળ કેડીએ,પવિત્ર રાહ પણ મળી જાય
. …………………….જીવને રાહ મળતા જીવનમાં.
અજબ શક્તિ ભક્તિની જગમાં,અતુટ રાહ તુટી જાય
માયાની નાકેડી જીવનમાં,કાયાની કદરપ્રેમથી થાય
અવધુતની અવગણના કરતાં,ભક્તિ સાચી થઇ જાય
કળીયુગની નાચાદરઅડે,જ્યાં જલાસાંઇની સેવાથાય
. ……………………જીવને રાહ મળતા જીવનમાં.
કુદરતની છે આ અકળ લીલા,સમય સમયે સમજાય
મિથ્યા માયા મોહ થતાં જ,આ જન્મ સફળ થઈ જાય
અંગેના ઓઢવાની જરૂર,કેના ભગવાની ઇજ્જત થાય
મનથી કરેલ સરળ ભક્તિએ,સાચી રાહ જ મળી જાય
. …………………….જીવને રાહ મળતા જીવનમાં.
=====================================
June 13th 2013
. પ્રેમની સાંકળ
તાઃ૧૩/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં અજવાળુ થાય,ને જીવને રાહત મળી જાય
ઉજ્વળ પ્રેમની સાંકળ નિરાળી,શિતળ સ્નેહ દઈજાય
. …………………અંતરમાં અજવાળુ થાય.
માનવતાની મહેંક પ્રસરતા,હૈયે અનંત આનંદ થાય
પ્રેમનીકેડી શિતળ મળતાં,જીવનમાં શાંન્તિ થઇજાય
અગમનિગમના ભેદ અનેરા,પ્રભુકૃપા એજ સમજાય
નિર્મળ જીવન જીવતા,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………અંતરમાં અજવાળુ થાય.
લાગણીમોહ તો કળીયુગના બંધન,ના કોઇથી છુટાય
જલાસાંઇની ભક્તિના સંગે,સંસાર પણ ઉજ્વળ થાય
આધી વ્યાધી ના આવે સંગે,જ્યાં નિર્મળતા મહેંકાય
મળતી મુંઝવણ દુરજ ભાગે,જ્યાં કળીયુગથી છટકાય
. ………………….અંતરમાં અજવાળુ થાય.
++++++++++++++++++++++++++++++++++
June 13th 2013
. .કલમ પ્રેમીનુ આગમન હ્યુસ્ટનમાં

. નીલમબેન દોશી
તાઃ૧૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતાની મમતા ખેંચી લાવી,જ્યાં સંતાનનો પ્રેમ હોય
હાર્દિક,પુંજાનો પ્રેમ મમ્મીથી,નીલમબેન આવી જાય
. ……………….માતાની મમતા ખેંચી લાવે.
હળવીરાહ જીવનમાં પકડી,હરીશભાઇના એ સંગીની થાય
ઉજ્વળતાની કેડીને પકડવા,સંતાનો ભણતર મેળવી જાય
સંસ્કારની સાચીરાહ મેળવી,નીલમબેન જીવનમાં હરખાય
મા સરસ્વતી એકજ કૃપાએ,સીધ્ધીના સોપન મેળતા થાય
. ………………..માતાની મમતા ખેંચી લાવે.
કલાનગરી હ્યુસ્ટનની ન્યારી,જ્યાં કલમની કેડીને સચવાય
વિજયભાઇ કે વિશ્વદીપ ભાઇ,કલમ પ્રેમીને આવકારી જાય
મારુ જીવનને મારુ લેખન,જે નીલમબેનના મુખે ઉચ્ચારાય
ઉજ્વળરાહ ને ઉજ્વળ જીવન,એજ કલમની રાહ છે કહેવાય
. ………………….માતાની મમતા ખેંચી લાવે.
++++++++++++++++++++++++++++++++++
. કલમની ઉજ્વલકેડીને પકડી ચાલતા નીલમબેન દોશી ગુજરાતી ભાષાનુ
ગૌરવ છે.સાહિત્યના અનેક સોપાનો સરળતાથી મેળવી મા સરસ્વતીની કૃપા પાત્ર
થયા છે.આજે હ્યુસ્ટનમાં સાહિત્યપ્રેમીઓનો પ્રેમ સ્વીકારી અત્રે પધાર્યા છે તે બદલ તેમનો
આભાર અને આગમનની યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરીતાના પ્રેમીઓ.
================================================
June 12th 2013
. કરેલ મહેનત
તાઃ૧૨/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ મહેનત જીવને,સુખ શાંન્તિ દઈ જાય
નિર્મળતાની રાહ મળતા,મળેલ જન્મ સાર્થક થાય
. ………………..મનથી કરેલ મહેનત જીવને.
માનવતાની મહેંક પ્રસરતા,જીવનેય આનંદ થાય
લાગણી મોહને માયા છુટતાં,વ્યાધીઓ ભાગી જાય
સાચી રાહ મળે જીવને,જલાસાંઇની કૃપા થઇ જાય
આંગણે આવેલ પ્રેમ જીવને,શીતળતા આપી જાય
. …………………મનથી કરેલ મહેનત જીવને.
કિર્તીના વાદળ ઘેરાતા,જીવને અનેકરાહ મળી જાય
ઉજ્વળતાની કેડીએ જીવે,પરમાત્માનીકૃપાથઈજાય
મુક્તિ કેરા માર્ગને ખોલતા,જીવનેજન્મ સફળ દેખાય
આજકાલનો મોહ છુટતાં જગે,માનવતા મહેંકી જાય
. ………………….મનથી કરેલ મહેનત જીવને.
++++++++++++++++++++++++++++++++++
June 11th 2013
. પરખ પ્રેમની
તાઃ૧૧/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાના સંગે માનવી,અનેક આફતોથી અથડાય
પરખ ના સાચાપ્રેમની મળે,ત્યાં મુંઝવણ વધતી જાય
. …………………નિર્મળતાના સંગે માનવી.
જન્મ મળતા જીવને અવનીએ,અનેક રાહ મળી જાય
સમજણનો સંગાથ રાખતાજ,વ્યાધીઓ ભાગતી જાય
કળીયુગની છે કાતર અટુલી,ના માનવતાને મેળવાય
સમજની સાચી રાહ છુટતા,જીવ અહીં તહીં ભટકી જાય
. ………………….નિર્મળતાના સંગે માનવી.
મળી જાય માયાનેમોહ જીવનમાં,ના કોઇથીય છટકાય
પ્રેમમળે જીવનમાં દેહને અંતરનો,સ્નેહ સાંકળસચવાય
પરખ પ્રેમની જીવને સમજાય,જ્યાં નિખાલસ મેળવાય
આવી અંતરને આનંદ મળે,એ સાચો પ્રેમ મળ્યો કહેવાય
. ………………….નિર્મળતાના સંગે માનવી.
====================================
June 9th 2013
. મળેલ શાંન્તિ
તાઃ૯/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કેડી નિરાળી,સાચી માનવતાએ મળી જાય
કળીયુગની કાતર છુટે,ત્યાંજ મનને શાંન્તિ મળી જાય
. ………………..કુદરતની કેડી નિરાળી.
અગમ નિગમના ભેદ અનેરા,ના કોઇથીય છટકાય
કળીયુગની આ માયા અનેરી,સમયે સમયે સમજાય
મળે જ્યાં માયાનોમોહ જીવને,ત્યાંઅહીં તહીં ભટકાય
અંત નાઆવે દેહનો અવનીથી,કુદરતી લીલાકહેવાય
. ………………..કુદરતની કેડી નિરાળી.
જીવને મળે છે શાંન્તિ જગમાં,જ્યાં મનથી ભક્તિ થાય
જલાસાંઇની સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
પ્રેમ નિખાલસ મનથી કરતાં,માનવતાય મહેંકી જાય
મળેલ શાંન્તિ જીવને અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
. …………………કુદરતની કેડી નિરાળી.
=================================
June 8th 2013
. પપ્પા પાગલ
તાઃ૮/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલાકુંજની છે કેડીજ ન્યારી,નાટકની સરળતાએ દેખાય
સંતાનની કળીયુગતા જોતા,આખર પપ્પા પાગલ થાય
. ……………….કલાકુંજની છે કેડીજ ન્યારી.
મુકુંન્દભાઇ પર મહેર માતાની,પિતાના પાત્રથી દેખાય
નિર્મળતાની રાહ પકડી ચાલતા,નાટક સફળ થઇ જાય
દીકરા વહુના પાત્રને ભજવી,કલા સંતાન ખુબ હરખાય
જમાઇ ને દીકરીની રાહ પકડી,આ નાટક ઉજ્વળ થાય
. ………………કલાકુંજની છે કેડીજ ન્યારી.
તોતડો હોય કે ભીમ હોય,સુંદર પાત્રને જ ભજવી જવાય
દેવીબેનની શીતળ દ્રષ્ટિએતો,પિતા વરરાજા થઈ જાય
પ્રદીપને હૈયે આનંદઅનેરો,રશેશભાઇને જોતા મળીજાય
હ્યુસ્ટન શહેરમાં કલાકુંજથી,અનુભવી કલાકારને જોવાય
. ………………..કલાકુંજની છે કેડીજ ન્યારી.
=========================================
. .હ્યુસ્ટનના સ્થાનીક કલાકારોના કલાપ્રેમે કલાકુંજની સ્થાપના કરી નવા સોપાને
આ બીજુ નાટક પપ્પા થયા પાગલ જનતાને આપી ખુબ જ ઉત્તમ મનોરંજન કરાવેલ છે.
તેની યાદ રૂપે આ લખાણ હ્યુસ્ટનના કલાપ્રેમીઓની સંસ્થા કલાકુંજને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રવિ બ્રહ્મભટ્ટ તરફથી જય જલારામ. તાઃ૮/૬/૨૦૧૩.
June 5th 2013
. .પૃથ્વીએ આગમન
તાઃ૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પતિ પત્નીના પ્રેમની સાંકળ,સંતાનથી સચવાઇ જાય
અવનીપર ના આગમને જીવને,કર્મ બંધન મળી જાય
. ……………….પતિ પત્નીના પ્રેમની સાંકળ.
માબાપનો પ્રેમ નિખાલસ મળતા,બાળપણને સમજાય
ઉજ્વળતાની કેડી મેળવવા,જીવે ભ ક્તિમાર્ગ મેળવાય
મળ્યો દેહ માનવીનો જીવને,એજ પ્રભુની કૃપા કહેવાય
સંસ્કારને પકડી ચાલતા જીવને,મુક્તિ માર્ગ મળી જાય
. ………………….પતિ પત્નીના પ્રેમની સાંકળ.
અવનીપરના આગમનને,જીવનો જન્મ દીન કહેવાય
આજ તારીખ હતી મળેલ દેહની,જન્મ વર્ષ હતુ ૧૯૪૯
આજકાલનીકેડી નાપકડાતા,ઉંમર હવે ૬૪વર્ષની થાય
ના માયા ના મોહ મને,જ્યાં જલાસાંઈની કૃપા જ થાય
. …………………..પતિ પત્નીના પ્રેમની સાંકળ.
+++++++++++++++++++++++++++++++++++++