June 3rd 2013
. સુખ અને શાંન્તિ
તાઃ૩/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનમાં સાથ મળતા,મોહમાયા ભાગી જાય
નિર્મળતાના સંગે જીવનમાં,સુખશાંન્તિ આવી જાય
. ………………….સરળ જીવનમાં સાથ મળતા.
લગની લાગતા માનવતાની,જીવન આ મહેંકી જાય
અપેક્ષાની કેડીને છોડતાજ,સરળ સોપાન મળી જાય
ના આધી કે ના વ્યાધી,જીવનમાં કદી ક્યાંય દેખાય
પરમાત્માની એક જ નજરે,આ જન્મ સફળ થઈજાય
. …………………..સરળ જીવનમાં સાથ મળતા.
કાળા નાણે કકડે આ જીવન,સુખ શાંન્તિય ભાગી જાય
ના આરો કે ઓવારો રહેતા,મૃત્યુએ જીવન આ દોરાય
ભક્તિ રાહની એક જ કેડી,માનવતાને મહેંકાઇ જાય
જલાસાંઇની સાચી કૃપાએ,સુખ ને શાંન્તિ મળી જાય
. ……………………સરળ જીવનમાં સાથ મળતા.
++++++++++++++++++++++++++++++++++++
June 3rd 2013
. કાતર
તાઃ૩/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાતર ચાલતા રાહ મળે,ત્યાં જ જીવ છટકી જાય
કેવી કાતર ક્યાંથી ચાલી,એ પરિણામેજ દેખાય
. ………………..કાતર ચાલતા રાહ મળે.
મળે જો માયા મોહ જીવનમાં,વ્યાધીઓ મળી જાય
ઉજ્વળતાની રાહ લેવા,મોહમાયા કાતરથી કપાય
સાચી શ્રધ્ધાએજ છે સીડી,કળીયુગથી બચી જવાય
મળે શાંન્તિ આવી જીવનમાં,એ જલા કૃપા કહેવાય
. …………………કાતર ચાલતા રાહ મળે
સ્નેહની સાંકળ જીવનસંગી સંગે,એ કાતરથી છેદાય
એકજ કેડી દુઃખની મળતા,માનવતાજ ખોવાઇ જાય
આરો ના ઓવારો રહેતા,મૃત્યુ એ આંગળી ચીંધીજાય
અવનીપરથી વિદાય લેતા,જીવ જન્મોજન્મભટકાય
. ………………… કાતર ચાલતા રાહ મળે.
===================================
June 1st 2013
. આંગળીની પકડ
તાઃ૧૩/૫/૧૯૬૩ (૫૦ વર્ષની પકડ) તાઃ૧૩/૫/૨૦૧૩
તાઃ૧/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી આંગળી કોકીલાબેને,ત્યાં જીવનમાં સરળતા આવી ગઈ
નવીનભાઇની પ્રેમની કેડી,તેમને લગ્નતીથીથી જ મળી ગઈ
. ………………….પકડી આંગળી કોકીલાબેને.
સમયની સરળતા જીવનમાં,પચાસ વર્ષ પણ વિતાવી ગઈ
વાર તારીખ ને એક જ તીથી,ના કોઇનાથીય બદલાઇ ભઈ
અમીર ગરીબની ના કોઇ ચિંતા,મળ્યા જીંદગી જીવવા અહીં
લગ્નગીત ના વાગ્યા કોઇ,કે ના વરઘોડોય નીકળ્યોતો તહીં
. ………………….પકડી આંગળી કોકીલાબેને.
મળી ગયાતા અમીં છાંટણા,એ લગ્ન પ્રસંગે કુદરતનો પ્રેમ
બાબુકાકાની કાર મળી ગઈ,ત્યાં પરભુભાઇ લઈ ગયા છેક
દશાનાગરની વાડીમાં પહોંચી,કોકીલાબેનની લીધી પ્રીત
નવીનભાઇના નિર્મળપ્રેમે,મળીગઈ જીવનજીવવાની રીત
. …………………..પકડી આંગળી કોકીલાબેને.
અમીર ગરીબની ના કોઇ માયા,બકુબેનના પ્રેમે છટકી ગઈ
લડ્યા ઝગડ્યા અનેક વાર,તોય લાગણી કદીય છુટી નહીં
પ્રેમ નિખાલસ નવીનભાઇનો,ને નિર્મળતા કોકીલાબેનની
હ્યુસ્ટન સાથે લઇને આવ્યા,જ્યાં પ્રેમની સરીતા વહેતી થઈ
. ………………..પકડી આંગળી કોકીલાબેને.
=======================================================================
. .કલમની કદર સમાન અને નિખાલસપ્રેમની જ્યોત લઈને શ્રી નવીનભાઈ તેમના
પ્રેમાળ પત્ની કોકીલાબેનને પચાસ વર્ષ પહેલા એજ તીથી વૈશાખ સુદ ત્રીજ ,એજ વાર સોમવાર
અને એજ તારીખ ૧૩મી મે ને ૧૯૬૩ના રોજ જીવનસંગીની તરીકે લગ્ન કરી તન મનથી મહેંનત
કરી ઉજ્વળ જીવનની રાહ મેળવી રહ્યા છે.સંત પુજ્ય જલારામ બાપાને પ્રાર્થના કે તેમને સર્વરીતે
શાંન્તિ આપી જીવને પવિત્ર રાહ આપે તેવી પ્રાર્થના. (લગ્ન જીવનની સાંકળ ૧૩/૫/૧૦૬૩ થી
૧૩/૫/૨૦૧૩ પચાસ વર્ષ વટાવીને સુખશાંન્તિથી આગળ ને આગળ ચાલે તે પ્રાર્થના)
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તથા હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના જય જલારામ.
May 18th 2013
. .જન્મ દીન
તાઃ૧૮/૫/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતા જીવને અવનીએ,દેહ થકી દેખાય
મળેલ કાયાને ઓળખવા,દેહને નામ મળી જાય
. ……………….જન્મ મળતા જીવને અવનીએ.
અસીમ કૃપા કરતારની,જે અવનીએ મળી જાય
અદભુતલીલા કુદરતની,મોહકાયાને સ્પર્શી જાય
કળીયુગની લીલી લકીર પર,જીવ ભટકતો થાય
નિર્મળતાની શીળળ કેડીએ,પ્રભુ કૃપા થઈ જાય
. ………………..જન્મ મળતા જીવને અવનીએ.
અવનીપરનુ આગમન,જીવનો જન્મદીન કહેવાય
વર્ષેવર્ષની સરળતાસંગે,દેહની ઉંમર વધતીજાય
કાયાની રામાયણ અંતે જીવને,દેહથી છોડી જાય
મળેલ માનવદેહ જલાસાંઇની ભક્તિએ છુટી જાય
. ……………….જન્મ મળતા જીવને અવનીએ.
=====================================
May 13th 2013
. આનંદની પળ
તાઃ૧૩/૫/૨૦૧૩ (તાઃ૧૩/૫/૧૯૮૨) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની સાંકળ જીવને મળે,જ્યાં લગ્ને દેહ બંધાય
કુદરતની અસીમ કૃપાએ,તેને જ લગ્નોત્સવ કહેવાય
. ………………….સંસારની સાંકળ જીવને મળે.
સંતાનોનો સ્નેહ મળે માબાપને,જેને સંસ્કાર કહેવાય
ઉજ્વળ જીવન જીવતા રવિ,દીપલ,પગે લાગી જાય
લગ્ન તિથીને યાદ રાખીને,માબાપને એવળગી જાય
પ્રેમની શીતળ કેડી લેતા,આંખમાં પાણી આવી જાય
. ……………….સંસારની સાંકળ જીવને મળે.
મળે પ્રેમ હીમાનો રવિને અંતરથી,સંસ્કાર તે દેખાય
નિશીતકુમારની નિર્મળ રાહે,દીપલને આનંદ થાય
મળે જ્યાં પ્રેમ અંતરથી સૌને,પ્રદીપ રમા હરખાય
લગ્નતિથીનો આનંદ માણતા,હૈયા પ્રેમે છે ઉભરાય
. …………………… સંસારની સાંકળ જીવને મળે.
=================================================================
. આજે ૩૧ વર્ષા પહેલા અમારા લગ્ન જીવનની શરૂઆત થઈ.અમારા બંન્ને સંતાન
ચી.દીપલ તથા ચી રવિ લગ્ન તિથીને યાદ રાખી અમોને લગ્નદીનની શુભકામના હંમેશાં
આપતા રહ્યા છે.પુજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબા અમારા સૌની મનોકામના
પુરી કરે અને જીવનમાં તન,મન અને ધનથી શાંન્તિ આપી જીવને અંતે તેમના ચરણમાં
રહેવાની કૃપા કરે તેજ અંતરથી પગે લાગીને પ્રાર્થના કરીએ છીએ.
લી.પ્રદીપ અને રમાના જય જલાસાંઇ રામ.
May 11th 2013
. સંગે રાખજો
તાઃ૧૧/૫/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવજો સંગે પ્રેમને લઈને,છોડી દ્વેષ જીવનમાં સૌ
નિર્મળતાના વાદળ સંગે,માણજો સાચોપ્રેમ હું દઉ
. ………………….આવજો સંગે પ્રેમને લઈને.
કદીક મળેલ માયા કળીયુગની,જીવન વેડફે અહીં
શીતળતાની કેડી જ છુટતાં,ના શાંન્તિ રહેતી ભઈ
ડગલે ડગલુ ત્રાહિત બનતા,મુંઝવળો વધતી ગઈ
અંત નાઆવે આફતનોદેહે,તકલીફો આવતી થઈ
. ………………….આવજો સંગે પ્રેમને લઈને.
સાચો પ્રેમ અંતરથી મળતો,ના ઉભરો આવે કોઇ
જ્યોત પ્રેમની જલે જીવનમાં,શાંન્તિ મળતી ગઈ
સ્નેહની સાંકળ જીવે બંધાતા,નિર્મળતા આવીગઈ
કૃપામળી જ્યાં જલાસાંઇની,મોહમાયા ભાગી ગઈ
. …………………..આવજો સંગે પ્રેમને લઈને.
====================================
May 9th 2013
. લગ્ન તિથી
તાઃ૧૦/૫/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ મળી,જ્યાં લગ્ન જીવન સચવાય
નિશીતકુમારનો સંગમળતા,દીપલનો જન્મ સાર્થક થાય
. …………………ઉજ્વળ જીવનની રાહ મળી.
શ્રીબ્રહ્મા,વિષ્ણુ,મહેશનાશરણે,જીવને ભક્તિરાહ મળી જાય
સવારસાંજના ધુપદીપથી,જીવનમાં કર્મ પાવન થઇ જાય
મળે માબાપનો પ્રેમ અંતરથી,નાઆધી વ્યાધીય અથડાય
સરળતાની કેડી મેળવતા,જીવનમાં સુખશાંન્તિ મળી જાય.
. ……………….ઉજ્વળ જીવનની રાહ મળી.
અંતરમાં આનંદ ઉભરાતા,દેહની આંખો ભીની થઈ જાય
મળી જાય આશિર્વાદ વડીલના, રાહ ઉજ્વળ મળી જાય
જલાસાંઇની સાચી ભક્તિએજ,આજ્ન્મ પાવન થઈ જાય
આર્શિવાદની ઉજ્વળ કીરણે,માબાપનાહૈયા ખુબ હરખાય
. ……………ઉજ્વળ જીવનની રાહ મળી.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
અમારી વ્હાલી દીકરી ચી.દીપલ અને ચી.નિશીતકુમારની આજે લગ્ન તિથી છે.તે નિમીત્તે
અમો સંત પુજ્ય જલારામ બાપા,સંત પુજ્ય સાંઇબાબા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને
પ્રાર્થના કરીએ કે તેમને તન,મન અને ધનથી શાંન્તિ આપે અને સદા તેમની રક્ષા કરી જન્મ
સાર્થક કરે.
લી.પપ્પા,મમ્મી,ભાઇ રવિ તથા અ,સૌ.હિમાના જય જલારામ.
May 8th 2013
. . મા અંબા
તાઃ૬/૫/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા દર્શન કાજે,અમે આવ્યા અંબાજી ધામ
પાવન જીવન દેજો માડી,પુરી કરજો મનની આશ
……………માડી તારા ચરણે અમારા વંદન છે વારંવાર.
નિર્મળતાને સંગે રાખી.મા ભક્તિ કરુ હુ સવારસાંજ
ભાવના સાચી શ્રધ્ધા સંગે,ઉજ્વળ કરજો કૃપા સાથ
દર્શન કરી મા વંદન કરી,માગું જન્મ સફળ હું આજ
સંસારની કેડી ઉજ્વળ દઇને,કરજો જીવોનો ઉધ્ધાર
. ……………………માડી તારા દર્શન કાજે.
ગબ્બર ગઢને વંદન કરતાં,મન મારુ અહીં મલકાય
અનંતઆનંદ રમાને થતાં,રવિ,દીપલ ખુબ હરખાય
મળતા માડી કૃપા તમારી,આ જન્મસફળ થઇ જાય
મુક્તિમાર્ગની કેડીમળતા,માડી ભવોભવથી છટકાય
. …………………માડી તારા દર્શન કાજે.
===================================
April 29th 2013

.પિતાનો જન્મદીન (એપ્રીલ ૧૬)
તાઃ૨૩/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ પુજ્ય પિતાજીનો એપ્રીલ ૧૬મીએ, જન્મદીન ઉજવાય
લાગણી મોહ ને માયાને છોડી,પિતાના ચરણોમાં વંદન થાય
એવા મારા વ્હાલા પિતાનો.આજે૯૩ મો જન્મદીવસ ઉજવાય
. ……………………પરમ પુજ્ય પિતાજીનો.
ભણતરની કેડી દીધી સંતાનોને,ને સાથે દીકરીઓને સંસ્કાર
મનથી મહેનત કરતા જીવનમાં,મળી ગયાછે સૌને સોપાન
નિર્મળતાનોસંગ રાખીને જીવતા,પરદેશમાં એ પહોંચી જાય
ભક્તિપ્રેમને પકડી ચાલતા,જીવનથી મોહમાયા ભાગી જાય
. …………………..પરમ પુજ્ય પિતાજીનો.
પ્રેમની સાંકળ દીધી માતાએ,જે સંસ્કારને સાથે રાખી જાય
આંગળી ચીંધી પિતાજીએ સંતાનોને,જે ભણતરે દોરી જાય
સમયને પકડી સંતાનો ચાલતા,ના વ્યાધી કોઇજ અથડાય
મળે જગતમાં પ્રેમસૌસંબંધીઓનો,ને આશીર્વાદ મળી જાય
. …………………..પરમ પુજ્ય પિતાજીનો.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
મારા વ્હાલા પુજ્ય પિતાજીનો ૯૩મો જન્મદીવસ મારા વ્હાલા ભાઇ બહેન ઉજવી રહ્યા છે.
તે પ્રસંગને પુજ્ય સંત જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાને અંતરથી મારી પત્ની
અ.સૌ.રમા તથા મારા સંતાન રવિ અને દીપલ સહિત પ્રાર્થના કે તેમને સર્વ રીતે શાંન્તિ આપી
અખંડ તેમના જીવને પવિત્ર રાહ આપે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ ના પરિવાર સહિત વંદન.
==================================
April 22nd 2013
. .અવધુત
તાઃ૨૨/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવધુતની ઓળખાણ જગતમાં,સાચી ભક્તિએ થઈ જાય.
કળીયુગની કાયામાં ફરતા જીવો,કર્મધર્મથીજ લટકી જાય
. …………………..અવધુતની ઓળખાણ જગતમાં
માયાની જ્યાં પહેરી લંગોટી,મન અહીં તહીં ભટકી જાય
ચટકી ભટકી રખડતાંજ જીવો,અપેક્ષાએ પગે લાગી જાય
દેખાવની દુનીયાના અવધુતો,આશીર્વાદે અથડાઇ જાય
મળે જ્યાં જીવે કળીયુગની કેડી,દુખસાગર છલકાઇ જાય
. …………………..અવધુતની ઓળખાણ જગતમાં.
અવનીપર નાભટકે અવધુત,નાભીખ માગતા ફરી જાય
ઉજ્વળ જીવન દેખાવનો રાખી,અહીંતહીં એ આવી જાય
નાદેહની તાકાત અવનીએ,કે નાસદમાર્ગ કોઇએ દેવાય
ભટકી રહેલ જીવો કળીયુગમાં,મારૂતારૂ ના બંધને બંધાય
. ……………………. અવધુતની ઓળખાણ જગતમાં
======================================