April 19th 2013

વડીલને વંદન

.                            વડીલને વંદન

તાઃ૧૯/૪/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન વડીલને મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
નિર્મળ જીવનની રાહ મળતાં,કર્મ પાવન થઈ જાય
.             ………………..વંદન વડીલને મનથી કરતાં.
જન્મ મળેલ અવનીએ જીવને,માનવીએ સાર્થક થાય
કર્મની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇકૃપા થઈ જાય
મનને આવી મળે શાંન્તિ,જીવનો જન્મસફળ કરી જાય
પાવનકેડી માનવતા એ મળતા,ધર્મબંધન મળી જાય 
.            …………………વંદન વડીલને મનથી કરતાં.
કર્મધર્મના અતુટ બંધન,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,સદમાર્ગ મળી જાય
આવી આંગણે પ્રેમ મળતાં,માનવતા પણ મહેંકી જાય
એકજ આશીર્વાદ અંતરથી મળતાં,મુક્તિરાહ મળીજાય
.          ……………………વંદન વડીલને મનથી કરતાં.

====================================

April 17th 2013

નિર્મળ પ્રેમી

.                          .નિર્મળપ્રેમી

તાઃ૧૭/૪/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમના સંકેત મળે,જ્યાં નિખાલસતા સહેવાય
નિર્મળ પ્રેમની જ્યોત પ્રગટતા,અનેક જીવો હરખાય
.                     ………………સરળ પ્રેમના સંકેત મળે.
આવી આંગણે પ્રેમ મળે,જ્યાં માનવતાને સચવાય
ઉજ્વળતાની કેડીમળતા,જીવને શાંન્તિય મળી જાય
કળીયુગની ના કાતર ફરે,કે ના મોહમાયા અથડાય
નિર્મળ પ્રેમીની એક જ દ્રષ્ટિએ,જીવન ઉજ્વળ થાય.
.                      ………………સરળ પ્રેમના સંકેત મળે.
અંતરમાં આનંદહેલી,ને જીવને અનંત આનંદ થાય
પ્રેમનીવર્ષાએ પાવન જીવન,સાચીરાહ મેળવી જાય
જલાસાંઇની પાવન દ્રષ્ટિએ,જીવ બંધનથી છુટીજાય
સુખદુઃખની ના રાહ મળે,ત્યાં જન્મ સફળ થઈ જાય
.                     ……………….સરળ પ્રેમના સંકેત મળે.
++++++++++++++++++++++++++++++++++++++

April 12th 2013

ચૈત્રી નોરતા

.                    .ચૈત્રી નોરતા

તાઃ૧૨/૪/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબે ઘુમતી માડીને ચરણે વંદન વારંવાર
પવિત્ર ચૈત્રી નવરાત્રી,ઉજવે ભક્તો અપાર
. .                            …………ગરબે ઘુમતી માડીને.
ઢોલ નગારા વાગતા,માતાના ભક્તો નાચતા
તાલી તાલની સાથે,માને રાજી કરવા આવતા
અંબાજીથી મા અંબા આવે,કાળકા પાવાગઢથી
ચોટીલાથી ચામુંડા આવે,મામેલડી વલાસણથી
.                                ………..ગરબે ઘુમતી માડીને.
માડી તારી કૃપા મેળળતાં,આ જીવન પાવન થાય
ઉજ્વળ જીવન પામી લેતા,જન્મ સફળ થઈ જાય
મોહમાયાની ચાદર છુટતાં,મા કૃપા જીવ પર થાય
નવરાત્રીના નવ દીવસે,મા તારા દર્શન થઈ જાય
.                               ………….ગરબે ઘુમતી માડીને.

+++++++++++++++++++++++++++++++=

April 9th 2013

ભક્તિસાચી

.                          .ભક્તિસાચી

 તાઃ૬/૪/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ સાચી મનથી કરતાં,નાવ્યાધી કોઇ જીવનમાં મળતાં
જીવ પર થાય કૃપાની વર્ષા,ઉજ્વળ જીવન સાર્થક બનતા
.                    …………………..ભક્તિ સાચી મનથી કરતાં.
મોહમાયાથી જકડે છે કળીયુગ,ના છટકે અવનીએ અવધુત
સરળ જીવનમાં વ્યાધીઓમળતી,માનવજીવનને એ ડગતી
ભક્તિ જલાસાંઇનીએવી.ના આધીવ્યાધી જીવને કદીઅડતી
મળી જાય જીવને જ્યાં શાંન્તિ,પામર જીવન પાવન બનતુ
.                     ……………………ભક્તિ સાચી મનથી કરતાં.

ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,અનેક રાહ જીવનમાં મળતા
નિર્મળતાનો સંગ પકડતા,પગલેપગલુ ત્યાં સાર્થક બનતા
લાગણીમોહને નેવે મુકતા,માનવજીવન ઉજ્વળ પણરહેતા
આવીદ્વારે કૃપા રહે જલાસાંઇની,અંતે મુક્તિ જીવને મળતી
.                       ……………………ભક્તિ સાચી મનથી કરતાં.

======================================

April 5th 2013

ઉઠી જા

.                       .ઉઠી જા

તાઃ૫/૪/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહને લેવા,ને માનવતા મેંહકાય
પાવન કર્મની કેડીને લેવા,ઉઠી જા છોડીને અંધકાર
.                ………………….ઉજ્વળ જીવનની રાહને લેવા.
મળે માનવદેહ અવનીએ,જીવ પર કૃપાપ્રભુની થાય 
સરળતાની કેડી મળી જાય,જ્યાં માનવતા સચવાય
અંતરમાંમળે આનંદની હેલી,જ્યાં જલાસાંઇને વંદાય
નિર્મળતાના વાદળ વરસતા,અંધકારથી ઉઠી જવાય
.              ……………………ઉજ્વળ જીવનની રાહને લેવા.
મારુ છે મમતાની કેડી,જે કળીયુગમાં જ ચાલતી જાય
મોહ માયાની શીતળ કેડી જોતાં,માનવી મન ભટકાય
રામનામની એક જ રાહે,જીવનો જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધાને વિશ્વાસને સમજતાં,નાકદી મોહમાયા અથડાય
.              …………………..ઉજ્વળ જીવનની રાહને લેવા.

++++++++++++++++++++++++++++++++++++++++

April 4th 2013

સરળતાની કેડી

.           .સરળતાની કેડી

તાઃ૪/૪/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમની કેડી પકડતાં,જીવનમાં શાંન્તિ મળી ગઈ
મોહમાયાની ચાદર છુટતાં,કળીયુગથી મુક્તિ મળીગઈ
.               …………………સરળ પ્રેમની કેડી પકડતાં.
માનવતાની મહેંક પ્રસરતા,જીવનમાં પ્રીત મળતી થઈ
સંત જલાસાંઇની ભક્તિ કરતાં,જીવને શાંન્તિ મળી ગઈ
કળીયુગની છે કેડી વાંકી,જીવને એ જકડે અવનીએ રહી
સરળકેડી મળે જીવને જીવનમાં,જ્યાં પ્રભુકૃપા થઈ ગઈ
.             …………………….સરળ પ્રેમની કેડી પકડતાં.
ડગલે ડગલુ સમજીને ચાલતાં,સૌ વ્યાધીઓ ભાગતી થઈ
પાવનકર્મની કેડી જીવનમા લેતાં,ના હવા અડકતી અહીં
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,એજ સાચીભક્તિ કહેવાય ભઈ
ભુતપ્રેત ભાગે છે ભડકીને,જ્યાં બજરંગબલીની કૃપા થઈ
.                …………………..સરળ પ્રેમની કેડી પકડતાં.

=====================================

 

March 28th 2013

હોળીનો આનંદ

.                            હોળીનો આનંદ

તાઃ૨૮/૩/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

હોળી આવી ગઈ લઇને ઝોળી,કેસર,કંકુને સાથે ગુલાલ
મળીગયો મનેતહેવારનો આનંદ,આવતા આણંદ આજ
.               …………………હોળી આવી ગઈ લઇને ઝોળી.
કુકડો બોલતા આંખો ઉઘડી,સાંભળ્યો મંદીરનો ઘંટનાદ
ઉજ્વળ પ્રભાતે ૐ સાંભળી,મળી ગયો કૃપાનો અણસાર
હોળીકાનુ દહનથતાં અવનીએ,પ્રહલાદની ભક્તિ દેખાય
શ્રધ્ધા ને ભક્તિ જીવનમાં રાખતાં,ના કોઇથીય હરાવાય
.               …………………. હોળી આવી ગઈ લઇને ઝોળી.
સફળતાના વાદળનેપામતા,જગતમાં સૌને આનંદ થાય
હોળીના આનંદને પામવા,ધુળેટીથી બીજે દીવસે રંગાય
માનવતાનીમહેંક પ્રસરેજીવનમાં,એજ પ્રભુકૃપા કહેવાય
રંગાયેલા દેહને જોતાં માનવીને,હૈયે પ્રેમની વર્ષા થાય
.              ……………………હોળી આવી ગઈ લઇને ઝોળી.

++++++++++++++++++++++++++++++++++

 

March 25th 2013

પલ્લવનો જન્મદીન

 

 

 

 

 

 

.

.                          .પલ્લવનો જન્મદીન

તાઃ૨૬/૦૩/૨૦૧૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની થતા,જીવને દેહ મળી ગયો ભઈ
પલ્લવ નામ મળતા દેહને,ઉજ્વળ જીવન મળી ગયું અહીં
.                   …………………..પરમકૃપા પરમાત્માની થતા.
શનીવારનો શીતળ દીવસ,ને પવિત્ર પુનમ પણ કહેવાય
જન્મદેતા સંતાનને મમ્મી હર્ષાબેનને અનંત આનંદ થાય
પિતા લલિતભાઇનાપ્રેમે,પલ્લવને જીવનમાંરાહમળીજાય
ઉજ્વળતાના સોપાનજોતાં,મામામામીને બા પણ હરખાય
.                      …………………પરમકૃપા પરમાત્માની થતા.
બેન રીમાનો પ્રેમ મળતાં,ભાઇ પલ્લવને ખુબ આનંદ થાય
આશીર્વાદમળે પ્રદીપરમાના,સંગે મળે રવિ,દીપલનો પ્રેમ
કૃપાનીકેડી મળે જલાસાંઇની,સાચીરાહ જીવને આપી જાય
ઉજ્વળજીવન નેસાચીકેડીએ,પલ્લવ પર પ્રભુકૃપા થઇજાય
.                     …………………..પરમકૃપા પરમાત્માની થતા.

=================================================
 ચી.પલ્લવનો આજે જન્મ દીવસ છે પરમકૃપાળુ સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના કરીએ કે તેને જીવનમાં તન,મન,ધનથી શાંન્તિઆપે અને જીવનમાં ઉજ્વળતાના સોપાન સરળતાથી મેળવે તે અમારી અંતરની ઇચ્છા અને આશીર્વાદ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ (આણંદ,હ્યુસ્ટન.)ના જય જલારામ.
સાથે ચી.દીપલ.ચી.નિશીતકુમાર,ચી.રવિ,ચી.હિમાના જય જલારામ સહિત જન્મદીનની શુભેચ્છા.

====================================================

March 23rd 2013

ભક્તિ પ્રેમ

.                        . ભક્તિ પ્રેમ

તાઃ૨૩/૩/૨૦૧૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે છે પરમાત્માનો,ત્યાં જન્મસફળ થઈ જાય
પાવનકર્મની કેડી મળતા,સાચી ભક્તિ પ્રેમથી થાય
.             ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
સરળતાનો સાથ મળતા,જીવનમાં શાંન્તિ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મોહમાયાને દુર રાખતાજ,ના આફત ક્યારેય અથડાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,પાવનકર્મ જીવનમાંથાય
.              ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
માનવ જીવન તો છે કર્મના બંધન,ના કોઇથી છટકાય
અવનીપરના આગમનથી જીવને,કર્મનીકેડી મળી જાય
માનવજન્મને સાર્થક કરવા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
એકજ સાચીકેડી મળતા,અવનીપરના બંધન છુટી જાય
.             …………………..પ્રેમ મળે છે પરમાત્માનો.

==================================

 

 

March 20th 2013

શીતળ મન

.                          .શીતળ મન

તાઃ૨૦/૩/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મહેંકી જાય ત્યાં,જ્યાં શીતળતા સહેવાય
ઉજ્વળ જીવનને પામી લેતાં,મળેલ જન્મ સાર્થક થાય
.    ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.
સમજણ રાખી સ્નેહ દેતાં,જીવનમાં સાથ સૌનો મળી જાય
ડગલેડગલું પારખી ચાલતાં,ના અડચણ કોઇ આવી જાય
શાંન્તિનો  સંગાથ મળતાં જીવને,કૃપા પ્રભુની મળી જાય
નિર્મળજીવન જગે જીવતાં,જીવને અનંતશાંન્તિ થઈ જાય
.     …………………માનવજીવન મહેંકી જાય ત્યાં.
ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,સાચી માનવતામહેંકાય
આધીવ્યાધી નાઆંગણે આવે,જ્યાં જલાસાંઇનીકૃપાથાય
સરળતાની પાવન કેડીએ,જીવથી ભક્તિ સાચી થઈ જાય
મુક્તિ દ્વારના બારણા ખુલતાં,મનને શીતળતા મળી જાય
.    ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.

++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »