March 18th 2013

મા ખોડીયાર

.                 .મા ખોડીયાર

તાઃ૧૮/૩/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણે આવતાં,આ જીવન ઉજ્વળ થાય
ભક્તિ તારી પ્રેમથી કરતાં,આજન્મ સફળ થઈ જાય
માડી ખોડીયાર તારા ચરણે લાગે છે,પ્રદીપ વારંવાર
.                 ………………..મા ખોડીયાર તારા ચરણે.
ઉજ્વળતાની કેડી મળતાં,મારા જીવનમાં શાંન્તિ થાય
આર્શીવાદની કૃપા મળતાં,મારું આ જીવન મહેંકી જાય
પ્રેમથી લાગતાં પાયે માડી,મારા હૈયે પણ આનંદથાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાં,જીવન ઉજ્વળ થાય
.                  …………………મા ખોડીયાર તારા ચરણે.
સિધ્ધીના સોપાન લેતા,મા તારો સાચો પ્રેમ મળી જાય
ચરણરજની મહેંક મળતાં,સંતાન રવિ,દીપલ હરખાય
ઉજ્વળ જીવન દેજે માડી,એજ ભાવના સદા રહી જાય
રમા સંગે માને વંદનકરતાં,ઘરનું આંગણુંપાવન થાય
.                 …………………મા ખોડીયાર તારા ચરણે.

+++++++++++++++++++++++++++++++

March 18th 2013

મળેલ માયા

.                     .મળેલ માયા 

તાઃ૧૮/૩/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને માયા જગતમાં,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક ના પ્રસરે,આ જીવનવેડફાઇ જાય
.                  .. ……………મળે જીવને માયા જગતમાં.
જન્મમરણ કાયાના બંધન,જીવે આંધીઓ આપી જાય
અધોગતીની એક જ કેડી,મળતી ઝંઝટથી જ ઝપટાય
કળીયુગની અદભુત છે લીલા,નાકોઇ જીવથી છટકાય
મળે જ્યાં માયામોહ જીવને,ત્યાં જીંદગી વેડફાઇ જાય
.               …………………મળે જીવને માયા જગતમાં.
ભક્તિભાવની અદભુતલીલા,જીવનેરાહ સાચી દઈજાય
મનથી કરતાં ભક્તિ જલાની,માનવજીવન સરળ થાય
આંધી વ્યાધીને આંબે છે ભક્તિ,અજબ  એમાં છે શક્તિ
સાંઇબાબાની શ્રધ્ધાસાચી,જીવને મુકિતમાર્ગ દઈ જાય
.               …………………મળે જીવને માયા જગતમાં.

===================================

March 14th 2013

માળાની પકડ

.                     .માળાની પકડ      

તાઃ૧૪/૩/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માળા પકડતા હાથમાં,પ્રભુરામનુ સ્મરણ મનથી થાય
અંતરમાં શાંન્તિ અનુભવતા,જીવને શાંન્તિ મળી જાય
.                       ………………….માળા પકડતા હાથમાં.
પવિત્રકેડી મળે જીવનમાં,ત્યાં નાઆફત કોઇ અથડાય
સાંઇકૃપાના વાદળ વરસતાં,જીવને શાંન્તિ મળી જાય
મોહ માયાની ચાદર છુટતાં જ,સરળ જીવન થઈ જાય
મુક્તિ માર્ગની રાહ મેળવતા,આ જન્મ સફળ થઈજાય
.                       ………………….માળા પકડતા હાથમાં.
ભસ્મ મળે જ્યાં સાંઇબાબાની,મળેલ દેહ પવિત્ર થાય
ૐ સાંઇના એકજ સ્મરણે,આ જીવનપાવન થઈ જાય
મુકિતઆવી જ્યાં મળેજીવને,ત્યાં જન્મમૃત્યુ છુટી જાય
સાંઇબાબાના સરળ પ્રેમથી,પાવનકર્મ જીવનમાં થાય
.                    ……………………માળા પકડતા હાથમાં.

++++++++++++++++++++++++++++++++++++

March 14th 2013

જલારામ જ્યોત

.                            .જલારામ જ્યોત

તાઃ૧૪/૩/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત નિરાળી,જીવને રાહ સાચી દઇ જાય
ભક્તિ પ્રેમથી એ મેળવતાં,જીવના કર્મબંધન છુટી જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
નિર્મળ પ્રેમની એ જ કેડી છે,જીવ કળીયુગથી બચી જાય
માનવતાની ત્યાં મહેંક પ્રસરે,જ્યાં અન્નદાન પ્રેમથી થાય
મનથી કરેલ ભક્તિ જલારામની,જીવને શાંન્તિ મળીજાય
આંગણે આવી પ્રેમ મળે પ્રભુનો,જીવન ઉજ્વળ થઈ જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
શ્રધ્ધાસાચી રાખી જીવતાં,જીવથી મોહમાયા ભાગી જાય
સુખ શાંન્તિના જ્યાં વાદળ વરસે,ના દુઃખ ઉમરે  દેખાય
જલારામની છે જ્યોત ઉજ્વળ,માનવજીવન મહેંકી જાય
પ્રભુકૃપાની એક જ કિરણે,જીવના જન્મ મરણ છુટી જાય
.                   …………………જલારામની જ્યોત નિરાળી.

==================================

March 13th 2013

કેડી ભક્તિની

.                   .કેડી ભક્તિની

તાઃ૧૩/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાની સાચી રાહે જીવનમાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળ જીવન જીવીલેવા,જીવે કેડી ભક્તિની મેળવાય
.              ………………સરળતાની સાચી રાહે જીવનમાં.
અંતરમાં ના ઉભરો આનંદનો,કે ના દેખાવ  મળી જાય
શાંન્તિના વાદળ સહેવાતા,ના કળીયુગથી પકડાવાય
નિર્મળતાની સરળ કેડીએ,લાગણીઓ પણ ભાગી જાય
સરળ જીવનમાં શાંન્તિ મેળવતા,કર્મપાવન થઈ જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.
સંત જલાસાંઇની ભક્તિ ન્યારી,કર્મબંધન છુટતા થાય
જીવને મળેલ કેડી ભક્તિની,અંતે મુક્તિ માર્ગ દઈ જાય
આવી આંગણે પ્રભુ રહે,એજ જીવની સાચી કેડી કહેવાય
મળી જાય મુક્તિ જીવને,અવનીએ કર્મબંધન છુટી જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++

March 4th 2013

જીવબંધન

.                            જીવબંધન

તાઃ૪/૩/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે કર્મના બંધન,જગતે જન્મ મરણથી  સહેવાય
સમજણ સાચી જીવને મળતાં,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
.                           …………………જીવને જકડે કર્મના બંધન.
અવનીપર ના આગમનને,જીવના કર્મ બંધન છે કહેવાય
શીતળતાનો સંગ રાખતા,જગતના લેણદેણથી  છટકાય
જગતની સૃષ્ટિછે કળીયુગી,જલાસાંઇની ભક્તિએ છુટાય
અંતરમાં આનંદ વરસતા,જીવને મુક્તિ માર્ગ મળી  જાય
.                          …………………..જીવને જકડે કર્મના બંધન.
માતાપિતા એ નિમીત બને છે,જે જીવને દેહ આપી જાય
સમજણ સાચી સંગે રાખતાં,માનવજીવન નિર્મળ થાય
અવનીના બંધન છે જીવના,દેહને અહીં તહી  લઈ જાય
આજે અહીં ને કાલે તહીં,એ જ સાચા જીવબંધન કહેવાય
.                       ……………………જીવને જકડે કર્મના બંધન.

+++++++++++++++++++++++++++++++++++

March 2nd 2013

નિર્મળ આંખ

.                         .નિર્મળ આંખ

તાઃ૨/૩/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ આંખે જગતમાં જોતાં,જીવથી  સુખ શાંન્તિ સહેવાય
ઉજ્વળતાના વાદળ ઘુમતા,જીવનો જન્મ સફળ થઈ જાય
.                  ……………………નિર્મળ આંખે જગતમાં જોતાં.
પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા,એ જીવને મળી જાય
લાગણીમોહની કેડીને છોડતાં,દેહની આંખો નિર્મળ થઈજાય
અપેક્ષાની ના આંગળી ચીંધતા,જીવ પર જલાસાંઇ હરખાય
મળે પ્રેમ જગતમાં જીવને,જે જીવનમાં સુખસાગર દઈ જાય
.                  …………………….નિર્મળ આંખે જગતમાં જોતાં.
કર્મની કેડી જીવને જકડે અવનીએ,ના કોઇથીય એને છોડાય
વાણીવર્તન સાચવી જીવતાં,સાચી ભક્તિ જીવને મળી જાય
ભક્તિની અજબશક્તિ છેન્યારી,જલારામની શ્રધ્ધાએ દેખાય
અવનીપર આવી અવિનાશી,ઝોળી દંડો આપીને ભાગી જાય
.                    ……………………નિર્મળ આંખે જગતમાં જોતાં.

======================================

February 26th 2013

મનથી માગણી

.                      મનથી માગણી

તાઃ૨૬/૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાને સમજી લેતાં,કર્મની કેડી પાવન  થાય
મનથી થતી સાચીમાગણીએ,જીવન ઉજ્વળ થાય
.               ……………..ના કદી મોહ માયા મળતી જાય.
આગમન વિદાયના બંધન,પ્રભુ કૃપાએ જ મેળવાય
થયેલ કર્મ જીવનમાં સારા,જીવને શાંન્તિઆપી જાય
ભક્તિનો સંગાથ રહેતા,દેહની વ્યાધીઓ ભાગી જાય
એજ અપેક્ષા અંતરમાં રહેતી,જે ભક્તિએ મળી જાય
.                …………………..   શીતળતાને સમજી લેતાં.
માનવજીવન છે સત્કર્મની કેડી,સાચી રાહ આપી જાય
જલાસાંઇની થતી ભક્તિએ,જીવને મુક્તિએ દોરી જાય
નિર્મળતાના વાદળ સંગે,જીવનનીજ્યોત પ્રગટી જાય
સુખશાંન્તિનો સંગાથ મળતા,આજન્મ સફળ થઇ જાય
.                  ………………….શીતળતાને સમજી લેતાં.

=============================

February 25th 2013

ૐ ૐ ૐ

 

 

 

 

.

.

.

.                       ૐ.

તાઃ૨૫/૨/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ શબ્દની સાંકળ છે ન્યારી,જીવ મુક્તિ માર્ગે દોરાય
ૐનુ થયેલ ઉચ્ચારણ મનથી,શ્રી શિવ ભોળા હરખાય
.                      ……………. .ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતાં,કૃપા પ્રભુની થઇ જાય
ૐ શબ્દએક શ્વાસે સ્મરતાં,શરીરે સ્પન્દન અદભુત થાય
ૐૐ રટતા સોમવારે,પરમકૃપાળુ શિવજીની દ્રષ્ટિ થાય
ૐની છે તાકાત જગતમાં,ના કોઇ મેલી શક્તિ અથડાય
.                    ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ થી ઉજ્વળ જીવન છે,જે સ્મરણ માત્રથી  અનુભવાય
ૐ ની માયા જીવને લાગતા,માનવજીવન પાવન થાય
ૐ ની છે તાકાત જગતમાં,જીવને અનુભવે જ સમજાય
ૐૐ સ્મરણ કરતાં કરતાં,જીવથી મુક્તિ માર્ગ મેળવાય
.                    ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.

++++++++++++++++++++++++++++++++++++

February 24th 2013

અંતરનો આનંદ

.                   .અંતરનો આનંદ

તાઃ૨૩/૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનનો સંગાથ મળે,ત્યાં સાચી માનવતા મહેંકાય
શાંન્તિનો સાગર ઉભરાય જીવનમા,જ્યાં ભક્તિપ્રેમથી થાય
.                     …………………ઉજ્વળ જીવનનો સંગાથ મળે.
નિર્મળતાના વાદળ ઘેરાતા,પાવનપ્રેમ જીવનમાં મળી જાય
મોહમાયાનો સંગ છુટતા,માનવજીવન પણ સરળ થઈ જાય
મળેલ પાવન કેડી ભક્તિની જીવને,મુક્તિ માર્ગે જદોરી જાય
અભિમાનની રાહ છુટતા જીવનમાં,ના આધીવ્યાધીઅથડાય
.                    ………………….ઉજ્વળ જીવનનો સંગાથ મળે.
મળેલ દેહ અવનીએ જીવને,તેના કર્મ બંધનથી જ મેળવાય
આવી અવની પર દેહ મળે,જેના નીમીત માબાપ બની જાય
સંતાન બની અવતરણ થતાં,જીવની કર્મ કેડી શરૂ થઈ જાય
કૃપાની પાવનરાહે જીવનમાં,અંતરનો આનંદ ઉભરાઇ જાય
.                   …………………..ઉજ્વળ જીવનનો સંગાથ મળે.

—————————————————————-

« Previous PageNext Page »