January 13th 2013
. કળીયુગી કળી
તાઃ૧૩/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળી મળે જો વૃક્ષની,ખાતરથી વૃક્ષ ખીલી જાય
મહેંક પ્રસરે અવનીએ ફુલની,સૌને શાંન્તિ થાય
. ………………..કળી મળે જો વૃક્ષની.
કુદરતની આ સીધી કેડી,જે સરળતાથી સમજાય
ના આંટીઘુટીનો સંબંધ એને,સમજદારને દેખાય
સમય પારખી કેડી લેતાં,જીવન સરળ થઈ જાય
માયામિથ્યા બની જતા,કળીયુગથી બચી જવાય
. ………………….કળી મળે જો વૃક્ષની.
કળી કળીયુગની દેખાય ન્યારી,ના કોઇથી છટકાય
સમજી વિચારીને ચાલતોજીવ,આફતથી બચી જાય
મનને શાંન્તિ મળે ભક્તિથી,જ્યાં કળી કોવાઇ જાય
ઉજ્વલ જીવન જીવનુ બનતાં,જન્મસફળ થઇ જાય
. ………………….કળી મળે જો વૃક્ષની.
++++++++++++++++++++++++++
January 13th 2013
. .અંધકારને વિદાય
તાઃ૧૩/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મની કેડી વાંકી મળતા,જીવનમાં અંધકાર છાયી જાય
પામર જીવને ના સમજણ રહેતા,કળીયુગ વળગી જાય
. ………………..કર્મની કેડી વાંકી મળતા.
જન્મ મળે જીવને અવનીએ,ત્યાં કર્મબંધનથી એ બંધાય
સગા સંબંધીની સ્નેહી સાંકળે જ, જીવ અવનીએ ભટકાય
મોહમાયાની કાતર ચાલતાં,જીવનો સુખસાગર છુટી જાય
મનની શાંન્તિ માળીયે મુકાતા,દુઃખની કેડીજ મળતી જાય
. ………………….કર્મની કેડી વાંકી મળતા.
ઉજ્વળરાહ મળે ત્યાં જીવને,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
અંધકારના વાદળ દુર જતા થાય,જ્યાં જલાસાંઇને ભજાય
મળે પરમાત્માની કૃપા જીવને,જે મુક્તિ માર્ગ બતાવી જાય
અંત આવતા દેહનો અવનીએ,સ્વર્ગનાદ્વાર પણ ખુલી જાય
. …………………..કર્મની કેડી વાંકી મળતા.
================================
January 12th 2013
. .લઈને આવ્યો
તાઃ૧૨/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લઈને આવ્યો પ્રેમ જગતમાં,જીવને શીતળતા દઈ જાય
માનવતાની મહેંકના સંગે,જીવને સુખ શાંન્તિ મળી જાય
. ………………લઈને આવ્યો પ્રેમ જગતમાં.
ભક્તિ કેરો સંગ રાખતાં જીવનમાં,ના મોહમાયા અથડાય
લાગણી સ્નેહને દુર રાખતાં,જીવનમાં સત્યતાને સમજાય
મોહમાયાની હેલી કળીયુગી,જીવ જગે અહીં તહીં ભટકાય
કર્મના બંધન જીવે વળગી રહેતાં,જન્મમરણ જીવે બંધાય
. ………………..લઈને આવ્યો પ્રેમ જગતમાં.
કૃપાપ્રભુની મળતાંજીવને,સંત જલાસાંઇની રાહ મળી જાય
ભક્તિની એજ કેડી છે નિરાળી,જે સાચી માનવતા દઈ જાય
નિર્મળ જીવની રાહ બને જ્યાં,ત્યાં પાવન કર્મ ભુલથી થાય
અંત દેહનો જ્યાં આવે જગે,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………લઈને આવ્યો પ્રેમ જગતમાં.
++++++++++++++++++++++++++++++++++++
January 12th 2013
. .જકડે કે પકડે
તાઃ૧૨/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જકડે મોહ અવનીએ,પકડથી નાકોઇથી છટકાય
પ્રભુ ભક્તિના સાચા સંગે,જીવને સુખ શાંન્તિ મળી જાય
. …………………જીવને જકડે મોહ અવનીએ.
દેખાવનો દરીયો વિશાળ કળીયુગે,સમજદારને સમજાય
રાહ સાચી મેળવતા જીવનમાં,સાચો કિનારો મળતો જાય
વિટંમણાની વ્યાધીઓના સંગે,જીવ અવનીએ જ ભટકાય
અંત ના આવે આફતનો,જ્યાં કળીયુગની હવા મળી જાય
. …………………જીવને જકડે મોહ અવનીએ.
મોહની કેડીઓ મળતાં કળીયુગમાં,આફતો આંતરી જાય
મારાતારાની સાંકળ મળતાં,જગતમાં બંધન વધતાજાય
એક તકલીફનો અંત આવતાં જ,બીજી આવીને અથડાય
કળીયુગી આ પકડ એવી,જે જીવને અવનીએ જકડી જાય
. …………………જીવને જકડે મોહ અવનીએ.
======================================
January 7th 2013
. . ન્યારી કેડી
તાઃ૭/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમજણ સાચી સાચવી ચાલતાં,જીવન નિર્મળ થાય
ઉજ્વળતાના વાદળઘેરાતા,આજન્મસફળ થઈ જાય
. ………………..સમજણ સાચી સાચવી ચાલતાં.
લાકડીને પકડી ચાલતો માનવી,ડગલાને નિરખી જાય
ના તકલીફની કેડી મળે,જ્યાં ડગલુ સંભાળીને ભરાય
સમજણનો સંગાથરહેતાં,જીવને ન્યારી કેડી મળી જાય
અજબ કૃપા અવિનાશીની,જે માનવીને સમયે સમજાય
. ………………….સમજણ સાચી સાચવી ચાલતાં.
મનથી મહેનત ભણતરમાં કરતાં,સોપાન મળતા જાય
સફળતાના સોપાન મેળવતા,જ્ઞાન જ્યોત પકટી જાય
લાયકાત પારખી રાહ મળતા,ઉજ્વળ જીવન થઇ જાય
મળે માન અને સન્માન જગે,એ જ ન્યારી કેડી કહેવાય
. …………………સમજણ સાચી સાચવી ચાલતાં.
==================================
January 6th 2013
. માગણી કે લાગણી
તાઃ૬/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથીમળે ને ક્યારેમળે,ના કોઇ જીવને કદી સમજાય
લાયકાતની કેડી જીવનમાં,સાચી શ્રધ્ધાએ મળી જાય
. ………………..ક્યાંથી મળે ને ક્યારે મળે.
સંતાન કદી ના કરે માગણી,માબાપનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન જીવીલેવા,આશીર્વાદની વર્ષા થઈ જાય
થયેલભુલ સંતાનની જીવનમાં,માબાપનેદુઃખ દઈ જાય
તોય લાગણી નાછુટે સંતાનથી,એ દેહનાબંધન કહેવાય
. …………………..ક્યાંથી મળે ને ક્યારે મળે.
લાગણી અંતરથી ઉભરે,સાચી માનવતા એ સ્પર્શી જાય
કોઇપણ જીવનેમળે લાયકાતે,ના દેહનાસંબંધ અડી જાય
ઉંમરને ના આવી સ્પર્શે કદીયે,એતો સમયને જકડી જાય
મળેપ્રેમ નિખાલસતાએ જીવે,આવી શાંન્તિ એ આપીજાય
. …………………..ક્યાંથી મળે ને ક્યારે મળે.
################################
January 5th 2013
. .પ્રભુના ચરણે
તાઃ૫/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રેમને પકડી ચાલતાં,સૌરીનભાઇ હરખાય
પટેલ બ્રર્ધસમાં પુંજા કરતાં,ભક્તિ પ્રેમને સચવાય
. ………………….ભક્તિ પ્રેમને પકડી ચાલતાં.
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવે પ્રભુકૃપા થઇ જાય
પ્રેમથી ગ્રાહકને આવકારતાં,ધંધો પણ ઉજ્વળ થાય
શ્યામભાઇ કહો કે સૌરીનભાઇ,એ એક જ શેઠ કહેવાય
નામની ચિંતા છોડી ચાલતાં,તેમનો પ્રેમજ મળી જાય
. ……………….ભક્તિપ્રેમને પકડી ચાલતાં.
જ્યોત પ્રેમની ભક્તિ સંગે,માનવતાય મહેંકાવી જાય
રોમાબેનનો સાથ મળતા જીવે,ઉજ્વળ પ્રેમ મળી જાય
નિખાલસતાને સંગે રાખતા,કુદરતની અપારકૃપા થાય
લાગણી મોહને માયા છુટતાં,સાચી ભક્તિ પ્રેમથી થાય
. …………………..ભક્તિપ્રેમને પકડી ચાલતાં.
***********************************************************
. .સુગરલેન્ડના પટેલ બ્રર્ધસ સ્ટોરમાં દરરોજ સવારે પ્રભુની પ્રાર્થના દીવો અગરબત્તી
કરી શ્રી સૌરીનભાઇ દુકાન ખોલી ગ્રાહકને આવકારે છે.અમદાવાદથી આવી તેમણે સાચવેલ
સંસ્કાર એ પ્રભુની કૃપાને પાત્ર હોઇ ખુબ જ સારો વેપાર કરે છે.તેમને તેમના વિશ્વાસને માન
આપતા માતાની કૃપાએ લખાયેલ આ કાવ્ય તેમને યાદગીરી રૂપે અર્પણ કરું છું.
પ્રેમથી સ્વીકારશો.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન) ૫/૧/૨૦૧૩ શનીવાર
January 4th 2013
. .માની મમતા
તાઃ૪/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની વર્ષા થાય જીવનમાં,જ્યાં સંસ્કારને સચાવાઇ જાય
માની મમતા પ્રેમ પિતાનો,એ સંતાનની સફળતા થઈજાય
. …………………પ્રેમની વર્ષા થાય જીવનમાં.
જીવને મળતા જન્મ અવનીએ,માબાપના બંધનથી બંધાય
મળે માનો પ્રેમ સંતાનને,ત્યાંજ જીવનમાં સંસ્કાર મળી જાય
ઉજ્વળ જીવનનીરાહ મળે જગે,એજ તેની લાયકાત કહેવાય
વડીલને કરતાં વંદન જીવનમાં,પ્રભુની અનેક કૃપા થઈ જાય
. …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.
પ્રેમ પિતાનો સંતાન પર વર્ષે,જ્યાં પાવન રાહ જીવે પકડાય
મહેનત મનથી કરતાં જીવનમાં,સાચી સફળતા મળતી જાય
મોહમાયાને દુર રાખતા જીવને,સિધ્ધીના સોપાન મળી જાય
આશીર્વાદની સાચીકેડી મળતાં,માબાપને અનંતઆનંદ થાય
. …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.
====================================
January 3rd 2013
. .પાવન પગલા
તાઃ૩/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય જીવન તો મહેનત માગે,ના કોઇનાથીય છટકાય
શીતળતાતો સંગે આવે,જ્યાં ઘરમાં પાવન પગલા થાય
. ………………….મનુષ્ય જીવન તો મહેનત માગે.
દેહ મળતા જીવને અવનીએ,જીવ કર્મબંધનથી બંધાય
શાંન્તિ આવીને સંગ રહે જીવની,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નિર્મળતાનાવાદળ વર્ષે જીવ પર,નેસાચીશ્રધ્ધા પકડાય
મળીજાય કૃપા કુદરતનીજીવને,આ જન્મસફળ થઈ જાય
. …………………મનુષ્ય જીવન તો મહેનત માગે.
જીવને મળેલ માર્ગને જોતા,ઘરમાં ભક્તિ સાચી પ્રેમે થાય
મંદીર મસ્જીદથી દુર રહે માનવ,તોય પ્રભુ કૃપા મળી જાય
સાચા સંતના પાવન પગલે,તો દેહનું ઘર પવિત્ર થઈ જાય
સંત જલાસાંઇનો પ્રેમ મળતા,જીવને રાહ સાચી મળી જાય
. …………………..મનુષ્ય જીવન તો મહેનત માગે.
.*****************************************
January 2nd 2013
. ધીરજના ફળ
તાઃ૨/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાનો જ્યાં સાથ રહે,ત્યાંજ સમયને સમજાય
નિર્મળતાને સંગે રાખતા,ઉજ્વળ જીવન જીવાય
. …………………શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
પરમાત્માએ દીધેલ કેડી,જન્મ મળતા મેળવાય
સમજણનો સંગાથ લેતા,જીવને રાહ મળી જાય
નિર્મળતાનો સંગ મળે,ને પાવન કર્મ થતા જાય
ઉજ્વળ જીવન જીવતાં,સંત જલા સાંઇ હરખાય
. ………………….શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
મેં કર્યુ ની માયા છુટતાં,આ જન્મ સફળ થઇ જાય
ભક્તિસાચી મનથી કરતાં,કૃપા પરમાત્માની થાય
આવી આંગણે પ્રભુ રહે,એ સાચી લાયકાત કહેવાય
અંતરમાં થયેલા આનંદ,એ મુક્તિ માર્ગે લઈ જાય
. …………………..શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
ઉતાવળે અંધકાર મળે,ના કોઇ જીવથીય છટકાય
શીતળતાનો સંગ રાખતાં,માનવતાય મહેંકી જાય
અંતરની ઉર્મીને છોડતા,જીવને ધીરજ આપી જાય
ધીરજના ફળ સરળતા લાવે,જે ઉત્તમ કર્મ કહેવાય
. ……………….શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
===========================