November 15th 2012
. ભાઇબહેન
તાઃ૧૫/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નુતનવર્ષના આગમનને માણી,આજે ભાઇબીજ ઉજવાય
ભાઇ બહેનના પવિત્ર પ્રેમની,આજ નિખાલસતા કહેવાય
. …………………..નુતનવર્ષના આગમનને માણી.
બહેનની આંખમાં આંસુ જોતાં,ભાઇની આંખો ભીની થાય
નિર્મળસ્નેહની જ્યોતમળતાં,અંતરમાં અનંતઆનંદથાય
પ્રેમભાવની જ્યોત હૈયામાંરહેતાં,ના જીભથીકાંઇ બોલાય
ભાઇબહેનના નિશ્વાર્થ પ્રેમથી,માબાપના હૈયે આનંદ થાય
. ……………………નુતનવર્ષના આગમનને માણી.
કળીયુગની કાતરને ફેંકતા,મનને નિખાલસતા મળી જાય
ઉજ્વળપ્રસંગ મળતાં જીવનમાં,હૈયે પ્રેમનીવર્ષા થઇ જાય
પ્રભુભક્તિનો સંગ રાખતાં,જીવનમાંઉજ્વળરાહ મળી જાય
ભાઇબહેનના પ્રેમની જ્યોત જોઇને,સંત જલાસાંઇ હરખાય
. …………………….નુતનવર્ષના આગમનને માણી.
+++++++++++++++++++++++++++++++++
November 14th 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. જલીયાણ
તાઃ૧૪/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત જગતમાં જલીયાણની પ્રગટતા,કૃપા પ્રભુની થાય
ભક્તિભાવની સાચીકેડી મળતાં,આ જન્મસફળ થઇ જાય
. …………………જ્યોત જગતમાં જલીયાણની.
મનમાં રાખી શ્રધ્ધા પ્રભુ રામમાં,લીધી અન્નદાનની કેડી
ભુખ્યાને ભોજન ખવડાવી,વિરપુરમાં શ્રધ્ધા સાચી કીધી
રામનામની જ્યોત પ્રગટાવતા,ઉજ્વળ જીવન કરીલીધુ
વિરબાઇ માતાના સંસ્કારે,ઠક્કર કુળને ઉજ્વળ કરી દીધુ
. …………………..જ્યોત જગતમાં જલીયાણની.
પ્રભુ ભક્તિમાં જ્યાં શ્રધ્ધા સાચી,ત્યાં પરિક્ષા આવી ઉભી
આવ્યા પ્રભુ દેહ ધારી વિરપુરમાં,સેવા માટે માગી પત્ની
શ્રધ્ધાએ જ્યાં સેવા લીધી,ત્યાં ઝોળી લાકડી આપી દીધી
ભાગ્યા જગત પિતા વિરપુરથી,જલીયાણ પર કૃપા કીધી
. …………………..જ્યોત જગતમાં જલીયાણની.
************************************************
November 14th 2012
. નિર્મળતા
તાઃ૧૪/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાનો સંગ મળે જીવનમાં.જ્યાં શુભલાભને સચવાય
આવી રહેલઆફતને કળીયુગમાં,નિર્મળ સ્વભાવથીજીતાય
. …………………માનવતાનો સંગ મળે જીવનમાં.
મીઠી મહેંક મળે માનવતાએ,જ્યાં જીવે ભક્તિરાહ મેળવાય
ડગલુ માંડતા જીવનની રાહે,મનથી પ્રભુનું સ્મરણ થઈ જાય
નિર્મળતાનો સંગ મળતાં જીવનમાં,સૌ કામે સફળતા દેખાય
આંટીધુંટીની વળગણ છુટતાં,મળેલ આજન્મ સફળ થઇ જાય
. …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.
સ્વાર્થ મોહને નેવે મુકતાં,કળીયુગની લીલા પણ ભાગીજાય
મહેંક પ્રેસરે જ્યાં માનવતાની, જીવને ચારોધામ મળી જાય
સુખસાગરની એકજ હેલીએ,જગે સૌનો સાથ પણ મળીજાય
નિર્મળતાની સાચી કેડીને મેળવતાં,જીવ મુક્તિ માર્ગે દોરાય
. …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.
====================================
November 12th 2012
. પવિત્ર તહેવાર
તાઃ૧૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો છે તહેવાર અનેરો,જેને દીવાળી કહેવાય
હિન્દુ ધર્મની પવિત્રકેડીમાં,એને ફટાકડે ઉજવાય
. …………………આવ્યો છે તહેવાર અનેરો.
મઠીયા,સુંવાળી ઘુઘરા ખાતા,મન મારું હરખાય
પ્રેમે પધારતા મિત્ર જનોને,આનંદે આવકારાય
હાય બાયનીકેડી છોડીને,બાથમાં એ આવી જાય
એવા સ્નેહીઓ આવીને,નુતનવર્ષને માણી જાય
. ………………….આવ્યો છે તહેવાર અનેરો.
થયેલ ભુલને છોડી દેતા,જીવે ઉજ્વળ રાહ મેળવાય
કાળીચૌદસે હનુમાનને પુંજતાં,વ્યાધીઓ ભાગીજાય
સ્નેહસાંકળમાં સંગીઓ મળતાં,પ્રેમ પણ પાવનથાય
અનંતઆનંદ હૈયે રહેતા,જીવને સુખશાંન્તિમળીજાય
. ………………….આવ્યો છે તહેવાર અનેરો.
.++++++++++++++++++++++++++++++++++++++
November 11th 2012
. .मंझील
ताः११/११/२०१२ प्रदीप ब्रह्मभट्ट
यही तो मंझील है हमारी,जहां प्रेमसे आये है आज
कलमप्रेमीकी प्रीत न्यारी,ह्युस्टनमें पायी है साथ
. …………………..यही तो मंझील है हमारी.
निर्मळ भावना संगे रहेती,जहां मिले माताका प्यार
कलमकीकेडी उज्वळ बनती,जहां रहेती श्रध्धासाथ
प्रेरणा रहेती धडकनके संग,वहां कलमकीर्तीके संग
मोहमायाना कदी स्पर्शती,जहां निखालस होता मन
. …………………..यही तो मंझील है हमारी.
आये है सब प्रेमको लेके,कलम कविता भी चारो और
कुदरतकी ये असीमकृपा,जहां मिलजाते है प्रेमी लोक
अनंत प्रेमकी ये केडी है,कलम प्रेमीयोकी तो हैमंझील
मिले है दीलकी धडकनसे,उज्वळ होगा आजका दीन
. ……………………यही तो मंझील है हमारी.
++++++++++++++++++++++++++++
November 11th 2012
. મા ના શરણે
તાઃ૧૧/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ જીવનો સંબંધ નિરાળો,જગના આગમને દેખાય
જન્મ દેતાજ જીવને માતાને,હૈયે અનંત આનંદ થાય
. …………………..દેહ જીવનો સંબંધ નિરાળો.
સંતાન બની અવતરતા દેહને,માનો પ્રેમ મળી જાય
માતાને હૈયે હેત ઉભરાય,જે નાના દેહને પણ દેખાય
સંસ્કારનીકેડી પકડાવેજીવને,દેવા ઉજ્વળ જીવનદોર
સમજી જાય જયાં જીવ કેડી,મળી જાય જીવનમાં પ્રેમ
. …………………….દેહ જીવનો સંબંધ નિરાળો.
અંધકારથી ઉજાસ મેળવવા,જેમ આંખોને જ્યોત મળે
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં મળે માતાનો સાચો પ્રેમ
મળતા માના આશિર્વાદસંતાનને,જીંદગી ઉજ્વળ થાય
જન્મ સાર્થક મળે જીવને,જે અંતે મોક્ષ માર્ગ દઇ જાય.
. ………………………દેહ જીવનો સંબંધ નિરાળો.
********************************************
November 10th 2012
. માનવીની તરસ
તાઃ૧૦/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તરસ લાગે જ્યારે માનવીને,ત્યારે એ પાણી પીવા જાય
માયા લાગે જ્યારે કળીયુગની,ત્યારે બુધ્ધી બગડી જાય
. ………………….તરસ લાગે જ્યારે માનવીને.
કુદરતની આજ ન્યારી કેડી,સમયથી એ સમજાઇ જાય
અપેક્ષાની ના સીમા જીવનમાં,ના માનવી એ તરી જાય
પળે પળે તરસ લાગે માનવીને,કઈ છે એ ના ઓળખાય
સમજી વિચારી પારખી લેતા,એ સમજદારને જ સમજાય
. ……………………તરસ લાગે જ્યારે માનવીને.
બાળપણમાં તરસ પ્રેમની,જે બાળકના વર્તનથી દેખાય
માતાની ગોદમાં પડખુ ફેરવતા,નિર્મળ પ્રેમ મળી જાય
કલમપકડતાં હાથમાં માનવીને,ભણતરનીતરસ દેખાય
શ્રધ્ધા રાખીને એ ચલાવતા,સિધ્ધીના સોપાન મળીજાય
. ……………………તરસ લાગે જ્યારે માનવીને.
……………………………………………………………………………….
November 10th 2012

.
.
.
.
.
.
.
.
.
.
. સંકટ મોચન
તાઃ૧૦/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરાધારના આધાર જગતમાં,મુક્તિમાં દે સાથ
એવા સંકટમોચન શ્રીહનુમાન,દે છે જીવને રાહ
. ………………….નિરાધારના આધાર જગતમાં.
શનીવારની શીતળ સવારે,નિર્મળપ્રેમે પુંજન થાય
સિંદુરતેલનો સંગ રાખીને,તેમના પગે અર્ચનાથાય
બજરંગ બલીની શક્તિ ન્યારી,ભક્તિમાર્ગ દઈજાય
રામસીતાના પ્યારા વાનર,સંકટમોચન છે કહેવાય
. ……………………નિરાધારના આધાર જગતમાં.
જગમાં ડંકો ભક્તિનો વગાડ્યો,પામ્યા પ્રેમ પ્રભુનો
સકળ જગતમાં શક્તિશાળી,રાવણ પણ હારી જાય
ગદા લીધી જ્યાં હાથમાં,જગે પરમાત્માય હરખાય
માગી લીધી કૃપા સીતાજીની,જે સિંદુરથી સહેવાય
. ……………………નિરાધારના આધાર જગતમાં.
**************************************************
November 9th 2012
. માગણી
તાઃ૯/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ સ્નેહની ગંગા વહેતા,સૌ કામ સરળ થઈ જાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,સાચો પ્રેમજ મળીજાય
. …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
શ્રધ્ધા મનમાં રાખતાં જીવનમાં,સફળતાને સહેવાય
મનથી મહેનત કરીજીવતાં,ના અપેક્ષાય કોઇ રખાય
સાથમળે ને સહવાસમળે,ને સાચી પ્રભુકૃપા થઈજાય
સુખશાંન્તિનો સંગ મળી જતા,નામાગણી કોઇ રખાય
. …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
માગણી પરમાત્માથી રહે જીવનમાં,કૃપા રાખજો સંગ
નાઆશા કે નાઅપેક્ષા મારી,દેજો જીવને ભક્તિનોરંગ
ઉમંગ ને ઉજાસ રહે જીવનમાં,એજ જલાસાંઇનો પ્રેમ
અંતે જીવનો હાથ ઝાલજો,ના રહે મુક્તિમાં કોઇ વ્હેમ
. …………………… નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
==================================
November 9th 2012
. માનવીની તાકાત
તાઃ૯/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના માનવીની તાકાત જગતમાં,કે અવનીથી છટકી જાય
કર્મની કેડી પરમાત્માની દેન,ના કોઇ બંધનથી નીકળાય
. ……………………ના માનવીની તાકાત જગતમાં.
શીતળ પવનની લહેર ના રોકે,કે ના પવનની ઝાપટ
ભાગે છટકવા અહીંતહીં અવનીએ,એજ પ્રભુની લાફટ
કર્મની સાચી કેડીનો સંગ લેતાં,પ્રભુ કૃપા થઈ જ જાય
ના સાધુ કે સંતની તાકાત,કે પરમાત્માને નિરખીજાય
. ……………………ના માનવીની તાકાત જગતમાં.
વરસતો વરસાદ જગતમાં,ભુમિને ફળદ્રુપ કરી જાય
પડે ઝાપટ જ્યાંમેધરાજાની,ત્યાં ઘરબંગલાતુટી જાય
નાતાકાત માનવીની,કે જીવનેમળતો જન્મ રોકીજાય
દ્રષ્ટિ તેજ મળેલ છે દેહને,છતાંય ના પવનને જોવાય
. …………………..ના માનવીની તાકાત જગતમાં.
++++++++++++++++++++++++++++++++++++++++