November 1st 2012
. મનથી ભક્તિ
તાઃ૧/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ ભક્તિએ,જીવ પર કૃપા પ્રભુની થાય
નિર્મળ ભાવના રાખી કરતાં,જન્મ સફળ થઈ જાય
. ……………………મનથી કરેલ ભક્તિએ.
અવનીપરના આગમને જીવને,કર્મબંધન સ્પર્શી જાય
જલાસાંઇની સાચી ભક્તિએ,મળેલ બંધન છુંટતાજાય
શ્રધ્ધા રાખી પ્રેમની કેડીએ,જીવે સુખશાંન્તિ મળી જાય
કળીયુગની કાયાને છોડતાં,મનથી ભક્તિ સાચી થાય
. …………………..મનથી કરેલ ભક્તિએ.
મિથ્યા લાગતું મનુષ્ય જીવન,એભક્તિથી સાર્થક થાય
મોહ રહે ના માયા રહે જીવને,મળેલ દેહ પવિત્ર થાય
સાચા સંતની રાહે ભક્તિ કરતાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળજીવન કૃપાથીમળતાં,મળેલજન્મ સાર્થક થાય
. ……………………મનથી કરેલ ભક્તિએ.
======================================
November 1st 2012
. શ્રી જલારામ ઠક્કર
તાઃ૧/૧૧/૨૦૧૨ (ગુરૂવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
મ મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.
પ્ર પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
ન નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી અન્નદાનની રાહ લીધી.
ઠ ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
ક કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને પ્રભુ કૃપા મળે છે.
ર રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.
********************************************************
October 31st 2012
. આંબા ડાળ
તાઃ૩૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંબા ડાળે કેરી પાકતાં જ,ડાળખુ એ નમી જાય
પાવન કર્મની કેડી લેતાં,આ જીવન સુધરી જાય
. ………………..આંબા ડાળે કેરી પાકતાં જ.
જગમાં જીવન પ્રેમથીજીવતાં,પાવનકર્મ થતાં જાય
મોહમાયાના વાદળ છુટતાં,કરુણા સાગરમળી જાય
જલાસાંઇનો પ્રેમઅનેરો,જીવનમાંશાંન્તિ આપીજાય
મળે કૃપા સાચા સંતની,નિર્મળ રાહ પણ મળી જાય
. ………………….આંબા ડાળે કેરી પાકતાં જ.
આંબાડાળે જો સડો લાગેતો,ડાળખુ તુટવા નમીજાય
નાઆધાર રહે જ્યાં આંબાને,અંતે એ કોવાઇ જ જાય
જીવને છે આધાર પ્રભુનો,જે સાચીભક્તિએ મેળવાય
સાથ મળે જ્યાં જલાસાંઇનો,ના આભ પણ અથડાય
. …………………આંબા ડાળે કેરી પાકતાં જ.
#############################
October 31st 2012
. દીલની ધડકન
તાઃ૩૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધડક ધડક છે દીલની ધડકન,જીવને આપે છે એ સાથ
અટકી જાય જ્યાં શરીરમાંએ,દેહને મૃત્યુ મળે છે આજ
. …………………..ધડક ધડક છે દીલની ધડકન.
કુદરતની આ અનોખીરીત,સમજાય જીવને મળતાં પ્રીત
કર્મની લખેલકેડી જીવની,જગમાં જીવની સંગે એ રહેતી
ભક્તિ સંગે પ્રીત રહેતી,ધડકન ભક્તિની દીલને મળતી
સરળ જીવને એ પ્રેમ કરતી,સાચી શ્રધ્ધા મનમાં રહેતી
. ……………………ધડક ધડક છે દીલની ધડકન.
માનવતાએ મહેંકેજીવન.ભક્તિપ્રીત જ્યાં શીતળ રહેતી
મોહમાયાની કેડી છુટતા,જીવને આનંદની ગંગા મળતી
સિધ્ધિનાસોપાન મળતાં જીવનમાં,કર્મ પાવનકરી દેતી
લખેલકર્મ મિથ્યાબનતાં,જ્યાં જલાસાંઇથી પ્રીત રહેતી
. ……………………ધડક ધડક છે દીલની ધડકન.
*****************************************
October 31st 2012
. શીતળ સાથ
તાઃ૩૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખ દુઃખ એતો સંસારની કેડી,માનવ જન્મે મળી જાય છે આજ
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,આવી મળે જીવનમાં શીતળ સાથ
. ………………… સુખ દુઃખ એતો સંસારની કેડી.
દેહ એજ સાંકળ છે જીવની,જીવને જન્મો જન્મ એ જકડી જાય
પશુ પક્ષી પ્રાણી ને માનવદેહ મળે છે,જે કર્મબંધનથી જકડાય
કરુણા સાગરની એક પવિત્ર કેડી,જે જીવને શ્રધ્ધાએ સમજાય
મળે જીવને પ્રેમ જલાસાંઇનો,એ જીવને મુક્તિ માર્ગ દઈ જાય
. …………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
લાગણી પ્રેમ હૈયામાં ઉભરે,જેને અંતરનો સાચો પ્રેમ કહેવાય
પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં એનો સહવાસ છે મેળવાય
શીતળતાનો સંગાથ મળતાં જીવનમાં,સુખની વર્ષા પણ થાય
લેખ લખેલ જીવનાઅવનીએ,સાચી શ્રધ્ધા ભક્તિએ છુટી જાય
. ……………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
++++++++++++++++++++++++++++++++++++++
October 30th 2012
. પ્રેમાળ રાહ
તાઃ૩૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની પ્રેમાળ રાહે,જીવ સાચીભક્તિએ સહેવાય
અન્નદાનની એક જ કેડીએ,જગત પિતા પણ હરખાય
. ………………..જલારામની પ્રેમાળ રાહે.
જગમાં દીધી શ્રધ્ધાની રાહ,જે જીવને દઈ જાયછે ઉજાસ
શ્રધ્ધા રાખી અન્ન પીરસતા,વિરબાઇ માતા પણ હરખાય
આંગણેઆવી પ્રભુ પ્રેમ મેળવે,એજ સાચીભક્તિ કહેવાય
માનવ જીવન સાર્થક થતાંજ,જીવ પર પ્રભુની કૃપા થાય
. ………………….જલારામની પ્રેમાળ રાહે.
સાંઇસાંઇનુ સ્મરણ કરતાં,જગતમાં માનવતા સચવાય
અલ્લા ઇશ્વર એક બતાવી,સાચાકર્મનીકેડી એ દઈ જાય
બાબાનામની અખંડજ્યોત,જીવનમાંપ્રકાશ આપી જાય
મળી જાય પ્રેમ સાચા સંતોનો,એજ પ્રેમાળ કેડી કહેવાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
મળે માયા જ્યાં જલાસાંઇથી,કાયાના બંધન છુટી જાય
જ્યોત જીવનમાં ભક્તિની જલે,ત્યાં પરમાત્મા હરખાય
દુઃખને દુર કરે જીવનમાં,ત્યાં જ સુખ સાગર મળી જાય
અખંડ કૃપા પ્રભુની થતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
++++++++++++++++++++++++++++++++++++=
October 30th 2012
. નિશીતકુમારનો

.
.
.
.
. જન્મદીવસ
તાઃ૩૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવજો વ્હેલા દોડી આજે,નિશીતકુમારનો જન્મદીન ઉજવાય
લાવજો પ્રેમની નિર્મળ હેલી સંગે,કરજો આશીર્વાદનો વરસાદ
. …………………આવજો વ્હેલા દોડી આજે.
પપ્પા મમ્મીને આનંદઅનેરો,સંગે અ.સૌ.દીપલ પણ હરખાય
મળ્યોપ્રેમ મામા મામીનો અંતરથી,નિશીતને હૈયે આનંદ થાય
લાગણી પ્રેમની સરળ કેડી મળતા,ઉજ્વળ જીવન મળી જાય
કુદરતની અજબ લીલા,કે અમદાવાદથી માબાપ આવી જાય
. ………………….આવજો વ્હેલા દોડી આજે.
શ્વેતા કહે મારો લાડલો ભાઇ,ને પ્રદીપ રમાના વ્હાલા જમાઇ
રવિના વ્હાલા બનેવીછે,ને અ.સૌ.હિમાના વ્હાલાએ નણદોઇ
અનંત શાંન્તિ જલાસાંઇ દેજો,એ જ પ્રાર્થના અમારી છે આજ
ઉજ્વળજીવન ને લાંબુ આયુષ્ય,ને મળે જીવનમાં સૌનો સાથ
. …………………..આવજો વ્હેલા દોડી આજે.
***********************************************************
. .અમારા જમાઇ ચીં.નિશીતકુમારનો આજે જન્મદીવસ છે. આ દીવસે
પુંજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના કે તેમને તન મન અને
ધનથી શાંન્તિ આપી જીવનમાં સર્વ પળે સાથે રહી ઉજ્વળ અને લાંબુ આયુષ્ય
આપે તે અંતરથી જય શ્રી સ્વામીનારાયણ સહિત પ્રાર્થના.
લી. પ્રદીપ રમા ના જય જલારામ સહિત આશિર્વાદ
અને રવિ,અ.સૌ.હિમાનાજય જલારામ.
============================================
October 29th 2012
. ઉતાવળની કેડી
તાઃ૨૯/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉતાવળે ના આંબા પાકે,કે ના ભણતર પણ મેળવાય
સમયની સાંકળ સાથેરાખતાં,ધીમે ધીમે એ મળીજાય
. …………………ઉતાવળે ના આંબા પાકે.
નિર્મળતાનો સંગ રાખીને,સમયને સમજીને જ ચલાય
મળે જીવપર કૃપા પ્રભુની,જે ઉજ્વળ જીવન કરી જાય
આફતને ના આંબે કોઇ,કે ના જગતમાં કોઇની તાકાત
શક્તિ એજ ભક્તિમાં છે,જે સધળાકામ સફળ કરીજાય
. …………………..ઉતાવળે ના આંબા પાકે.
કર્મ લખેલને કોઇના રોકે,કે નાજગે કોઇથીય છટકાય
જલાસાંઇની ભક્તિ કેડીએ,જીવને સરળતા મળતીજાય
સમયને પારખી સંગે રહેતા,જગે શાંન્તિને અનુભવાય
સમજી વિચારી પગલુ ભરતાં,સૌ કામ સરળ થઈ જાય
. …………………ઉતાવળે ના આંબા પાકે.
+++++++++++++++++++++++++++++++++++++
October 28th 2012
. જન્મ બંધન
તાઃ૨૮/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંધી આવે ને વ્યાધી આવે,દેહને જગતમાં જકડી રાખે
મળે માયા કાયાને જગમાં,ઉજ્વળ જીવનને વેડફી નાખે
. …………………..આંધી આવે વ્યાધી આવે.
લીધી લાકડી જગતપિતાએ,જ્યાં મતી જીવની બદલાય
મનમાં રાખી મક્કમ માયા,જ્યાં જગતમાં જીવે ભટકાય
પડે લાકડી પરમાત્માની,ના કોઇ જીવથી જગે છટકાય
કળીયુગની કાતરને લેતાં,માનવ જીવન આખુ વેડફાય
. ………………….આંધી આવે વ્યાધી આવે.
સુંદરતાનોસાથ મળેજીવનમાં,જ્યાં ભક્તિ માર્ગ પકડાય
સુખ શાંન્તિના વાદળ વરસતાં, મોહ માયાજ ભાગી જાય
લાગણીપ્રેમને સિમીતરાખતાં,જીવપર પ્રભુકૃપાથઈજાય
ઉજ્વળ જીવનની કેડી મળતાં,જીવને જન્મ સફળ દેખાય
. ………………….આંધી આવે વ્યાધી આવે.
##################################
October 28th 2012
. અનંતપ્રેમ
તાઃ૨૮/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગમન જીવનું થાય અવનીએ,જે દેહ થકી દેખાય
પ્રાણી પશુ પક્ષી કે માનવ,એ કર્મબંધનથી મેળવાય
. …………………આગમન જીવનું થાય અવનીએ.
આધારિતદેહ જગમાં છે,જેને પ્રાણીપશુ પક્ષી કહેવાય
મૃત્યુપામતા સુધી દેહને,જીવનમાં ના કોઇરાહ દેખાય
ભુખ લાગે ત્યારે ભટકી રહેવું,ને નાસંતોષથી મેળવાય
કુદરતની આ કામણ લીલા,જીવને દેહ જતા સમજાય
. ………………..આગમન જીવનું થાય અવનીએ.
મળતાં દેહ માનવનો,જગતે જીવને અનેક રાહ દેખાય
સમજી વિચારી રાહ પકડતાં,દેહે પાવનકર્મ થતા જાય
મળે જો કૃપા પ્રભુની,સધળી આધી વ્યાધીથી છટકાય
દેહનેમળેજ્યાં સંગસંતોનો,પ્રભુનોઅનંતપ્રેમ મળીજાય
. ……………….આગમન જીવનું થાય અવનીએ.
****************************************