October 27th 2012
. .લફરાની લોટી
તાઃ૨૭/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લફરાની ભઈ લોટી એવી,ના પાણી તેમાં કદી ભરાય
ઉલેચવાની ઇચ્છા કરતાંજ,દેહપર તકલીફો છલકાય
. …………………લફરાની ભઈ લોટી એવી.
આ ગમ્યુ ને તે ગમ્યું ભઈ,તેમાં આ માનવ મન મુંઝાય
આંગળી પકડતાં હાથ છુટી જાય,ત્યાં દેહ ભોંયે ભટકાય
લાગણીને તો લાકડી સમજે,સૌ તેનાથી દુર ભાગી જાય
અંતેમળે એકલખોટી નાની,નાકોઇને કાંઇ એઆપીજાય
. ………………….લફરાની ભઈ લોટી એવી.
સમજેએમ કે મળીગયુમને,જીવનમાં સુખનુ આ સોપાન
ના માગણી જીવનમાં રહી હવે,છોને સૌ દુર ભાગી જાય
સમય આવતા શોધવુ પડે જીવનમા,ના સંતોષ કહેવાય
ઉલેચવાને જ્યાં લોટીશોધે,ત્યાં દુઃખસાગર છલકાઇ જાય
. ………………….લફરાની ભઈ લોટી એવી.
====================================
October 26th 2012
. ગુજરાતી
તાઃ૨૬/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કાર મારું ભઈ સીંચન છે,ને ભાષા મારી ગુજરાતી
પ્રેમની સાંભળતા વાણી જીવનમાં,સૌને એ સમજાતી
. ………………….સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ગુજરાતીનુ મને ગૌરવ છે,જેણે જગતમાં નામના દીધી
બાપુ ગાંધીનીસરળ શ્રધ્ધાએ,ભારતની આઝાદી લીધી
સરદાર પટેલને કેમ ભુલાય,જેણે લોખંડી તાકાત દીધી
અંગ્રેજોને ભુલ સમજાવી,ગુજરાતીની જગે હિંમત દીઠી
. …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ભાષાનો છે ભાર જગતમાં,જેને ગુજરાતી ભાષા કહેવાય
ગરમ થાય જ્યાં ગુજરાતી,ત્યાં એ ભાષા જાય બદલાઈ
માર પડે જ્યાં શબ્દોનો તમને,ના કોઇનાથી એ સહેવાય
સંગે ચાલી જે પોતાના બનેલા,તરત દુર એ ભાગી જાય
. …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
સમય પારખીને ચાલતાં જગતમાંએ ગુજરાતી કહેવાય
માનવતાની કેડીને પકડી,એ સાચી પ્રભુ ભક્તિ કરી જાય
શિતળ સ્નેહના વાદળ સંગે,માનવ જીવન એ જીવી જાય
જન્મદીનના આનંદપ્રસંગે,હ્રદયથીઆશિર્વાદ મેળવીજાય
. …………………… સંસ્કાર મારું ભઈ સીંચન છે.
+++++++++++++++++++++++++++++++
October 26th 2012
. સાચો આવકાર
તાઃ૨૬/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મળી જાય જલાસાંઇનો પ્રેમ
આંગણે આવી આવકાર દેતાંજ,ના રહે જીવનમાં વહેમ
. …………………શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.
નિર્મળતાનો સંગ રાખતાં,ના મોહ માયા કદી ભટકાય
આવી પ્રેમનીગંગા મળેજીવને,દે સુખશાંન્તિનો ભંડાર
કર્મની કેડી મળે સરળ જ્યાં,મળી જાય દેહને સંગાથ
આચમન કરતાં અંતરથીપ્રભાતે,જીવમુક્તિએ બધાય
. …………………શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.
કામણગારી આકાયા જગતમાં,જગે સૃષ્ટિ ના સમજાય
અહીંતહીં ભટકી ભીખમાગતાં,વ્યર્થ આ જીવનથી જાય
કરેલ કર્મના બંધન છે જીવને, જન્મોજન્મ મળતા જાય
આવકાર પરમાત્માને આપતાં,મુક્તિ માર્ગ મળી જાય
. …………………..શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.
++++++++++++++++++++++++++++++++++++=
October 25th 2012
. સાગર દીલ
તાઃ૨૫/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાગર જેવું દીલ રાખતાં,મને નદીઓ મળી ગઈ
આંગળીપકડી સંગેચાલતાં,વ્યાધીઓ ભાગી ગઈ
. …………………..સાગર જેવું દીલ રાખતાં.
માનવતાની મહેંક પ્રસરતાં,જીંદગી સચવાઇ ગઈ
સરળતાની કેડી મળતાંજ,મુંઝવણ પણ ટળી ગઈ
ભક્તિ પ્રેમની જ્યોત પ્રગટતાં,ભક્તિ પાવન થઈ
જલાસાંઇની રાહ મળતાં,આ જીંદગી ઉજ્વળ થઈ
. ………………… સાગર જેવું દીલ રાખતાં.
મારું તારુંની ઝંઝટ છોડતાં,સૌનુ થઈ ગયુ છે અહીં
આંગણે આવતાને પ્રેમ આપતાં,મનને શાંન્તિ થઈ
નિર્મળભાવના મનમાં રાખતાં,સરળતા મળી ગઈ
માનવતા મહેંકતા જીવે,પ્રદીપની ભક્તિસાચી થઈ
. ………………….સાગર જેવું દીલ રાખતાં.
વ્યાધી આવતી દુર ભાગે,જ્યાં સાચોપ્રેમ મળીજાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,શ્રધ્ધા પણવધી જાય
મળેપ્રેમ વણમાગ્યો જીવને,સાચી ભક્તિએ કહેવાય
સંતોનોસાથ મળે જ્યાંજીવને,મુક્તિમાર્ગ મળી જાય
. …………………..સાગર જેવું દીલ રાખતાં.
++++++++++++++++++++++++++++++++++
October 24th 2012
.
.
.
.
.
.
.
.
. દશેરા
તાઃ૨૪/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવ દિવસ બાદ,હવે દશેરા આવી જાય
હિન્દુના આ તહેવારે ભક્ત રાવણને,રામ મારી જાય
. ………………….નવરાત્રીના નવ દિવસ બાદ.
ભોલેનાથની ભક્તિ કરીને,શ્રધ્ધાએ કૃપા મેળવીજાય
સાચી ભક્તિ મનથી કરીને,ભોલેનાથને રીઝવી જાય
માગી લીધીતી માયાજગતની,જે સૌને ભડકાવી જાય
અજબશક્તિ મળતાં ભોલેની,અભિમાને એ જીવીજાય
. …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
ઉજ્વળ જીવનમાં રાજા રાવણે,અહંકારની લીધી કેડી
માતા સીતાનું હરણ કરીને,તેણે રામની પરીક્ષા કીધી
અહંકારની કેડીને જોતાં,નારાયણે શ્રીરામનુ રૂપ લીધુ
સંત રાવણનુ દહનકરીને જગતમાં,દશેરાનુ પર્વ દીધુ
. …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
********************************************
October 23rd 2012
. .સફળતા
તાઃ૨૩/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સહવાસ જેનો સાચો છે,ત્યાં નિર્મળરાહ મળતી જાય
સરળતાની કેડી છે ન્યારી,જ્યાં સફળતા મળી જાય
. ………………..સહવાસ જેનો સાચો છે.
આંગળી પકડીને ચાલતુ બાળક,શ્રધ્ધાએ ચાલતુ જાય
મળેઅંતરથી પ્રેમ માબાપનો,ત્યાં જીવન ઉજ્વળ થાય
સફળતા આવી બારણેરહે,કામ પુર્ણ થતાંએ મળી જાય
એજ લાયકાતછે જીવનીજગે,ના માગણી કોઇજ રખાય
. …………………સહવાસ જેનો સાચો છે.
મહેનત મનથી સાચી કરતાં,કેડીસફળતાની મળી જાય
ડગલે ડગલુ સાચવીને ભરતાં,ના વ્યાધી કોઇ ભટકાય
કરતાં કામ જીવનમાં મનથી,જલાસાંઇનીય કૃપા થાય
સરળતાનો સંગ અનેરો,પાવનકર્મ જીવનમાં થઈ જાય
. ………………….સહવાસ જેનો સાચો છે.
+++++++++++++++++++++++++++++++
October 22nd 2012

.
. પધારો અંબેમા
તાઃ૨૨/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તમારા દર્શન કાજે,હું ગરબે ઘુમી રહ્યો આજ
પ્રેમે આજ પધારો અંબેમા,મારા ખુલ્લા ઘરનાદ્વાર
. ………………..માડી તમારા દર્શન કાજે.
ચરણે વંદન કરતા માડી,મારા હૈયે આનંદ થાય
સરળ જીવનમાં સંગે રહેજો,એજ જીવનમાં આશ
નવરાત્રીનાનોરતા ગાતા,ઉજ્વળરાહ મળી જાય
ભક્તિ પ્રેમનો સંગ જોઇને મા,રહેજો અમારી સાથ
. ………………….માડી તમારા દર્શન કાજે.
કરુણા તારી પ્રેમેમળતાં,પાવનકર્મ જીવનમાંથાય
સદા સ્નેહ વરસાવી માડી,પુરણ કરજો મારી આશ
દેજો આશિર્વાદ પ્રેમે પ્રદીપને,આજન્મ સાર્થક થાય
રમા રવિ પર કૃપા કરજો,સદારહેજો દીપલને સાથ
. …………………માડી તમારા દર્શન કાજે.
****************************************
October 21st 2012
. વંદન
તાઃ૨૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રથમ વંદન જલાસાંઇને,દ્વીતીય વંદન માબાપને થાય
ત્રીજાવંદન થાય ગુરૂજીને,અને ચોથા સાચાસંતને થાય
. …………………પ્રથમ વંદન જલાસાંઇને.
રાહ મળે છે મુક્તિ માર્ગની,જ્યાં જલાસાંઇની પુંજા લીધી
પરમાત્માની પકડ છુટી,ને ભાગ્યા એ વિરબાઇ માતાથી
શ્રધ્ધા રાખીને સેવા કરતાં,અન્નદાનની રાહ સાચી લીધી
ભુખેલાની ભુખભગાડી,તેમણે જીંદગી ઉજ્વળ કરીદીધી
. …………………પ્રથમ વંદન જલાસાંઇને.
સાંઇબાબાની જ્યોત નિરાળી,અલ્લા ઇશ્વરથી ઓળખાઇ
માનવતાની મહેંકને પ્રસરાવી,જે જન્મ સફળ કરી લેતી
સંસારની સાચી રાહ મળતાં,માનવ જીવન સફળ કરતી
મુક્તિ માર્ગની અદભુત કેડી,સાચી શ્રધ્ધાએ મળી રહેતી
. …………………પ્રથમ વંદન જલાસાંઇને.
વંદન પ્રેમે માબાપને કરતાં,આશીર્વાદની ગંગા વહેતી
આગમન અવનીપર જીવને,માબાપની કૃપાએ મળતી
મળે પ્રેમથી આશીર્વાદ માબાપના,સુખની વર્ષા થાતી
મોહમાયાના વાદળને છુટતાં,ધન્ય જીવન જાય આપી
. …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ગુરૂને વંદન પ્રેમથી કરતાં,દેહને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી બતાવી,સાર્થકજીવન કરી જાય
ભણતરની આકેડી નિરાળી,ગુરૂના આશીર્વાદે મેળવાય
વંદન ગુરૂને પ્રેમે કરતાં,પાવનકર્મ જીવનમાં થઇ જાય
. …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ભગવાની જ્યાં માયા છે દેહને,ના કળીયુગથી છટકાય
વણમાગેલી આફતમાં રહીને,નાઉધ્ધાર કોઇનો કરાય
સાચાસંતની ઓળખમળતાં,વંદનપ્રેમથી તેમને થાય
આશીર્વાદ અંતરથી મળતાં,માનવ જન્મ મહેંકી જાય
. ………………….પ્રથમ વંદન જલાસાંઇને.
***************************************************
October 21st 2012
. ચરણ પાદુકા
તાઃ૨૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં મળતા માનવ દેહ,જીવ પર પ્રભુ કૃપા કહેવાય
સમજણ સાચી જાણીજીવતાં,આજન્મ સફળ થઈ જાય
. …………………જગમાં મળતા માનવ દેહ.
શરણું પરમાત્માનું લેવા,સાચા સંતને પ્રેમે વંદન થાય
જલાસાંઇનીજ્યોત છે ઉત્તમ,જે પ્રભુચરણમાં લઈજાય
ભક્તિ દોર મળે જ્યાં સાચો,જીવે માનવતા પ્રસરીજાય
જન્મ મરણની અકળ લીલા,સાચી શ્રધ્ધાએ છુટી જાય
. ………………..જગમાં મળતા માનવ દેહ.
ચરણ પાદુકા જલાસાંઇની સ્પર્શતા,જીવન પવિત્ર થાય
મળેપ્રેમ જગતમાં માનવતાનો,જે સાચીરાહ આપીજાય
નિર્મળતાની એક જ કેડી મળતા,પ્રભુની કૃપા વર્ષા જાય
સરળજીવનમાં સાચીકેડી,એ જીવની ઉજ્વળતા કહેવાય
. ………………….જગમાં મળતા માનવદેહ.
+++++++++++++++++++++++++++++++
October 19th 2012
. ભીખ ભક્તિની
તાઃ૧૯/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે દેહ માનવીનો જીવને,એજ પરમાત્માની છે પ્રીત
ભીખ માગતાં ભક્તિની પ્રભુથી,મળેમોક્ષની સાચીરીત
. …………………મળે દેહ માનવીનો જીવને.
માગણી અનેક જીવોની પ્રભુથી,જન્મ મળતાં શરૂ થાય
નિર્ધનને ધનવાનનીપ્રીત,જગે એ ભીખ ધનની કહેવાય
પ્રીત માગતા અહીંતહીં ફરે,ત્યાં પ્રેમનીભીખ છે કહેવાય
અવનીપરના આગમને,જીવથી અનેક માગણીઓ થાય
. ……………….. મળે દેહ માનવીનો જીવને.
પાવન કર્મની મળે કેડી,જ્યાં જલાસાંઇની કૃપા થઇ જાય
ભીખમાગતાં કળીયુગમાંજીવે,અનેક વ્યાધીઓ મળીજાય
પરમાત્માનેચરણે જઇને,જીવ જ્યાં સાચીભક્તિએ દોરાય
મળી જાય કૃપા ભક્તિથી,એને સાચી ભક્તિપ્રીત કહેવાય
. ………………..મળે દેહ માનવીનો જીવને.
%%%%%%%%%%%%%%%%%%%%%%