September 2nd 2012
. .માતાનો પ્રેમ
તાઃ૨/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માતાનો પ્રેમ દેહને,જ્યાં જીવની પ્રકટે જ્યોત
સંસ્કાર એજ મુડી માતાની,ના મળે જ્યાં આવે ખોડ
. …………………મળે માતાનો પ્રેમ દેહને.
અવનીપરના આગમને જીવને,ના કળીયુગનો મોહ
સાચી શ્રધ્ધાએ માતાને,મળે કૃપા જલાસાંઇની રોજ
સંતાનને આપતાં સંસ્કારથી,મળીજાય માતાને પ્રેમ
નામાગણી રહે માબાપની,જ્યાં સંસ્કારી સિંચન હોય
. …………………..મળે માતાનો પ્રેમ દેહને.
માતા એછે સંસ્કારની દોરી,ને પિતાછે જીવનની રાહ
મળે સંતાનને કૃપાપ્રભુની,જીવને દઈદે ઉજ્વળ દોર
મોહમાયાની ચાદર છુટતાં,જીવને પ્રેમ સૌના મળતા
આધારમળે જ્યાંઆંગણેઆવી,એ માબાપની કૃપાદોર
. ………………….મળે માતાનો પ્રેમ દેહને.
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
September 1st 2012

.
.
.
. .અખંડ ભક્તિ
તાઃ૧/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો,ભક્ત શ્રી હનુમાનજી હરખાય
પગેલાગીને કુદતા પ્રેમે આકાશે,આખો દરીયો એ તરી જાય
. ………………….પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
અંતરમાં ખુબઆનંદ અનુભવે,જે તેમના વર્તનથીજ દેખાય
સીતારામની કૃપા મેળવવા કાજે,એ ભજન ભક્તિમાં બંધાય
પ્રભુરામની દ્રષ્ટિ મેળવવા,મા સીતાજીના સંગે સિંદુરે રંગાય
અજબ ભક્તિનો માર્ગ બતાવી,જગતમાં ભક્તિએ દોરી જાય
. ………………..પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
શ્રી રામ શ્રી રામનુ સ્મરણ કરતાં,કેસરીનંદન પણ કહેવાય
માળા મંજીરા હાથમાં રાખી,સતત સ્મરણ કરી એ હરખાય
અનંતકૃપા મેળવતાં શ્રીરામની,સીતાજીને પગેલાગી જાય
પળેપળમાં એ રક્ષણ કરતાં,જે શ્રી હનુમાનજીને ભજી જાય
. …………………..પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
***********************************************************
September 1st 2012
. .સાચો માનવી
તાઃ૧/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આધી વ્યાધી આંબી જાણે,એ જ સાચો માનવ કહેવાય
દેખાવનાવાદળ દુર કરે જ્યાં,ત્યાંજ હિંમત આવી જાય
. …………………..આધી વ્યાધી આંબી જાણે.
અવનીપરનુ આગમન એ તો,કર્મનું બંધન છે કહેવાય
મળે સગા સંબંધી જીવને દેહે,એ સગાસંબંધી સમજાય
આવતીકાલની રાહ ના જોતા,આજને પકડીને ચલાય
મળી જાય જીવને સાથ સૌનો,ના આશા કોઇ જ રખાય
. ……………………આધી વ્યાધી આંબી જાણે.
સરળતાના જ્યાંવાદળ વર્ષે,ત્યાં પ્રેમપાવન થઈ જાય
નિર્મળતાનોસંગ મળતા જીવને,જલાસાંઇનીકૃપા થાય
આવી આંગણે માનવતા રહેતા,મોહ માયા ભાગી જાય
ઉજ્વળ જીવનમળી જતાં,મળેલ જન્મ સફળ થઈજાય
. …………………….આધી વ્યાધી આંબી જાણે.
========================================
August 31st 2012

.
.
.
.
.
.
.
.
.
.
. .જન્મદીનની ભેંટ
તાઃ૩૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઠકકરને કોઇ ટક્કર નામારે,કે ના છે કોઇની ક્યાંય લાયકાત
હ્યુસ્ટનનુ ગૌરવ સુનીલ ઠક્કર,મસાલા રેડીયો એ ઓળખાય
. ………………….ઠકકરને કોઇ ટક્કર ના મારે.
મનથી મહેનતનો સંગ રાખીને,કરે કામ એ એની ઓળખાણ
સરળતાથીસ્નેહ આપે હ્યુસ્ટનમાં,જીવન ઉજ્વળ એજવખાણ
મારા તારાની ના કોઇ ચાલ સાથે,મસાલા રેડીયોએજ કમાલ
સુખ શાંન્તિના વાદળ વરસે,જ્યાં આશીર્વાદનો વરસાદ થાય
. ………………….ઠકકરને કોઇ ટક્કર ના મારે.
જન્મદીનનો આનંદ અનેરો આજે,મમ્મીના મોં પર એ દેખાય
મમતાની શીતલકેડી અનેરી,જન્મદી ને આંખોભીની થઇ જાય
પ્રેમ મળે નર્મદામાતાનો સુનીલને,ત્યાંસાચો સાથ મળી જાય
વર્ષોવર્ષની રાહમળે ઉજ્વતાથી,પ્રાર્થનાએ જલાસાંઇથી થાય
. ……………………ઠકકરને કોઇ ટક્કર ના મારે.
**********************************************************
. .હ્યુસ્ટનમાં મસાલા રેડીયો એ જેની ઓળખાણ છે તે શ્રી સુનીલભાઇ ઠક્કરનો
આજે જન્મદીવસ છે.તેમની પર તેમના મમ્મી પુજ્ય નર્મદામાતાના આશીર્વાદની વર્ષા થાય
સાથે તેમની સાચી અને અનેરી રાહને જોઇ આનંદ અને અભિમાન બંન્ને થાય કારણ તેમણે
એક નામના મેળવી છે અને રેડીયો દ્વારા આપણા દેશની યાદ કરાવે છે.જન્મ દીનની યાદ રૂપે
આ લખાણ સપ્રેમ અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ,હિમા બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ. તાઃ૩૧/૮/૨૦૧૨
August 30th 2012
. .આંગણે આવ્યા
તાઃ૩૦/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવ્યા પ્રેમ લઈને,ત્યાં મન મારુ હરખાય
શીતળતાનો સંગ મળતાં,મારુ જીવન પાવન થાય
. ………………….આંગણે આવ્યા પ્રેમ લઈને.
સ્નેહભરેલા પ્રેમેપધાર્યા,અમારુ નસીબ એ કહેવાય
લાગણી કેરી કેડી મળતાં,મારો જન્મ સફળ દેખાય
પરમકૃપાળુ જલાસાંઇથી,મારું જીવન નિર્મળ થાય
શાંન્તિ આવી મળે જીવને,ત્યાં સર્વ સુખ મળી જાય
. ……………………આંગણે આવ્યા પ્રેમ લઈને.
કુદરતની આ અજબ દ્રષ્ટિ,અનુભવથી જ મેળવાય
પ્રેમ મળે સૌ સંગીનો દેહને,ત્યાં મનને શાંન્તિ થાય
આવ્યા પ્રેમનીગંગા લઈને,આઘર પાવન થઈ જાય
મુક્તિમાર્ગની સીડીમળતાં,આ જન્મ સફળપણ થાય
. …………………..આંગણે આવ્યા પ્રેમ લઈને.
************************************************
August 29th 2012
. .અંતરની લાગણી
તાઃ૨૯/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે જ્યાં ખોબામાં,ત્યાં સમજણ આવી જાય
કોનોકેટલો અને સાચો કેટલો,મળતાએ સમજાય
. ………………….પ્રેમ મળે જ્યાં ખોબામાં.
ધીરજ રાખી સમય પકડતાં,પાવન જ્યોત મળી જાય
મોહમાયા પર કાતરમુકતાં,નિર્મળરાહ પણ મળીજાય
સુખસાગરની કેડી મળતાં,માનવજન્મસફળથઈ જાય
તનને શાંન્તિ મનને પણ શાંન્તિ,ઉજ્વળ જીવન થાય
. ……………………પ્રેમ મળે જ્યાં ખોબામાં.
આધી વ્યાધી ને આંબી લેતા,જીવન સરળ મળી જાય
કૃપાઆવી મળે જીવનેજ્યાં,ત્યાં પ્રભુપ્રેમની વર્ષાથાય
નિર્મળતાના વાદળ વરસતા,પાવન ગંગા મળી જાય
જન્મ સફળ થઈ જતાંજ જીવને,મુક્તિમાર્ગ મળી જાય
. …………………..પ્રેમ મળે જ્યાં ખોબામાં.
+++++++++++++++++++++++++++++++++++++
August 28th 2012
. .જલાસાંઇની છાયા
તાઃ૨૮/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળજો છાયા જલાસાંઇની,મળેલ જન્મ સફળ થઈ જાય
કૃપા અમ પર સદા રહે સંતની,એજ ભાવથી ભક્તિ થાય
. ……………………મળજો છાયા જલાસાંઇની.
નિર્મળ ભાવના મનમાં રાખીને,સદા પુંજન અર્ચન થાય
આવ્યા બાબા આંગણે અમારે,એજ કૃપા તેમની કહેવાય
સંત જલારામના દર્શન કરતાં,જીવને શાંન્તિ મળી જાય
વિરબાઇમાતાના ચરણ સ્પર્શતા,જન્મ સફળ પણ થાય
. ……………………મળજો છાયા જલાસાંઇની.
ૐ સાંઇનુ સ્મરણ કરતાં,પરમાત્મા શીવજી પણ હરખાય
ત્રિશુળનો અણસાર દેતા,ભુતપ્રેતથી ભક્તોનુ રક્ષણ થાય
માપાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપ,રમા,રવિ,દીપલ હરખાય
સર્વ રીતે રક્ષણ કરતાં ભોલેનાથજી,સદાય કૃપા કરી જાય
. …………………….મળજો છાયા જલાસાંઇની
**************************************************
August 28th 2012
. .સાથ સરળતાનો
તાઃ૨૮/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદરતાનો સાથ મળે જીવનમાં,જ્યાં ઇર્ષા નિર્મળ થઇજાય
અભિમાન આઘુ મુકતા મનથી,સાથ સરળતાનો મળી જાય
. …………………… સુંદરતાનો સાથ મળે જીવનમાં.
આધી વ્યાધી તો જન્મે વળગે,ના કોઇ જીવથી છટકાય
કર્મની કેડી સરળ બને જીવની,જ્યાં મોહમાયા દુર જાય
પ્રભુ કૃપાનો અણસાર મળે જીવને,જ્યાં શ્રધ્ધા સંગે હોય
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
. …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.
જલાસાંઇના આશીર્વાદે પ્રદીપને,સુખ શાંન્તિ મળી જાય
ભુતપ્રેત પણ ભાગેદોડી,જ્યાં ગદા હનુમાનજીની દેખાય
નિર્મળભક્તિનો સાથ રમાનો,જે નિર્મળસ્નેહ આપી જાય
સંતાનનેનિરખતા જલાસાંઇનો,સાચોપ્રેમપણ વર્ષી જાય
. …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.
++++++++++++++++++++++++++++++++++++++++
August 27th 2012
. .શીતળ સંગાથ
તાઃ૨૭/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતા જીવન મળે,ને દેહે કર્મ બંધન અડી જાય
ના અપેક્ષા જીવની રહે,જ્યાં શીતળ સંગાથ મળી જાય
. ………………….જન્મ મળતા જીવન મળે.
મન,કર્મ,વચનને વાણી,ના જગતમાં કોઇ જીવથી અજાણી
અવનીપરના આગમનસંગે,બંધન સૌ જીવોને એ કરનારી
દેહ મળે જ્યાં માનવીનો જીવને,કર્મથી ગતી એજ કરનારો
મળે માયા મોહ દેહને જ્યારે,ના જગતમાં કોઇ છટકનારો
. …………………..જન્મ મળતા જીવન મળે.
શીતળ સંગાથ મળતાં જીવનમાં,સૌનોય સાથ મળી જાય
પરમ કૃપાળુ પરમાત્માની દ્રષ્ટિએ,પાવન રાહ મળી જાય
અંતરથી જ્યાં ઓળખપ્રભુની,જીવથી ભક્તિકેડી મેળવાય
અંતઆવતા દેહનોઅવનીએ,મુક્તિમાર્ગ જીવને મળીજાય
. …………………….જન્મ મળતા જીવન મળે.
===================================
August 26th 2012
. પરખ પરમેશ્વરની
તાઃ૨૬/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આશીર્વાદે પકડી આંગળી,જીવને શાંન્તિ મળી ગઈ
જલાસાંઇની કૃપા થતાં,મનની મુંઝવણ ભાગી ગઈ
. ……………………આશીર્વાદે પકડી આંગળી.
નારાયણનું સ્મરણ કરતાં,જીવપર કૃપાદ્રષ્ટિ પણ થઈ
રાહ મળી જીવને અવનીએ,ને પાવન ગતી મળી ગઇ
નિર્મળ ભાવના રાખી જીવતાં,શ્રધ્ધાની વર્ષા થઇ ગઈ
મળી મને જલાસાંઈની ભક્તિ,મુક્તિમાર્ગ ખોલશે જઈ
. ……………………આશીર્વાદે પકડી આંગળી.
મળી કેડી રાવણને અભિમાનની,ત્યાં રામની દ્રષ્ટિ થઈ
અજબ શક્તિ ભક્તિની મેળવેલી,તોય વૃત્તિ બગડી ગઈ
સકળસૃષ્ટિનાકર્તાનારાયણ,તોય હનુમાનનીસંગતથઈ
શ્રધ્ધા ભક્તિનો સંગ રાખતાં,એરાવણની દાહ પણ થઈ
. …………………..આશીર્વાદે પકડી આંગળી.
+++++++************+++++++++************