August 26th 2012
. લીધેલ કેડી
તાઃ૨૬/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મૃત્યુનો સંગ અનેરો,જીવને એ કર્મથી બાંધી જાય
દેહને વળગે જ્યાં મોહમાયા,ત્યાં જન્મ મૃત્યુ મળી જાય.
. ………………….. જન્મ મૃત્યુનો સંગ અનેરો.
અવની છે આધાર દેહનો,જીવને સાંકળથી બાંધી જાય
આવી મલતી આધીવ્યાધીઓ,જે કર્મ બંધનથીસંધાય
નાજુકકેડી મળે જીવને,જ્યાં સાચી માનવતા મેળવાય
સંગ મળે જ્યાં પાવનકેડીનો,જીવે નિર્મળતામળી જાય
. …………………… જન્મ મૃત્યુનો સંગ અનેરો.
મળતાં દેહ જીવને અવનીએ,દેહ ઉંમરથી બંધાઇ જાય
આજકાલનેપારખીલેતાં જીવનમાં,સમય નાછટકીજાય
બાલપણમાં ભણતરની કેડી,ને જુવાનીમાંમહેનતથાય
ઘડપણમળતાં દેહનેઅવનીએ,ભક્તિથી સચવાઇજાય
. ………………….. જન્મ મૃત્યુનો સંગ અનેરો.
======================================
August 25th 2012

. .લાડલાનો જન્મદીવસ
તાઃ૨૫/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહના વાદળ સંગે,રવિ સોપાન ચઢતો જાય
જન્મદીનનો આનંદપામી,આશીર્વાદ એમેળવતો જાય
એવો મારો લાડલો દીકરો,અ.સૌ હીમા સંગે છે હરખાય.
. …………………શીતળ સ્નેહના વાદળ સંગે.
પ્રભાત પહોરના પ્રથમ કિરણે,માબાપને એ વંદી જાય
પામી પ્રેમ જીવનમાં સૌનો,ધન્ય જીવન એ જીવી જાય
બેન દીપલનો લાડલો ભાઇ,ને નીશીતકુમારનો સાળો
અ.સૌ હિમાનો એ જીવનસંગી,ભક્તિભાવ સંગે હરખાય
. ………………….શીતળ સ્નેહના વાદળ સંગે.
લાડલો અમારો એક જ દીકરો,વ્હાલુ રવિ નામ બોલાય
મહેનત સંગે રાખતા જીવનમાં,ઉજ્વળતા મેળવી જાય
મનથી કરતા કામ જીવનમાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનમાં જીવતાં,જગતમાં સર્વ કામ થઈ જાય
. …………………..શીતળ સ્નેહના વાદળ સંગે.
મોહમાયાની કાતર ફેંકી જીવનમાં,એ સ્નેહ મેળવી જાય
સાથમળે સૌનો જીવનમાં,સરળતાને એ સંગે રાખી જાય
આજકાલને પારખી ચાલે,ને લાંબુ આયુષ્ય મેળવી જાય
એજ પ્રાર્થના જલાસાંઇથી પપ્પા મમ્મીની દીલથી થાય
. ………………..શીતળ સ્નેહના વાદળ સંગે.
**************************************************
August 24th 2012
. .પકડ આંગળીની
તાઃ૨૪/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળક દેહે અવતરણ થાતાં,ઉંઆ ઉંઆ શરૂ થઇ જાય
એછે કુદરતનીલીલા,જે જન્મ મળતા જીવને સમજાય
. …………………બાળક દેહે અવતરણ થાતાં.
મળતા સંસ્કાર જીવને દેહે,એજ કૃપા માતાની કહેવાય
જન્મ દીધો માતાએ જીવને,ને કર્મના સંબંધ સચવાય
પકડી આંગળી માતાની,જીવને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહમળે,જ્યાં સ્નેહ સાચો મેળવાય
. …………………બાળક દેહે અવતરણ થાતાં.
સમયની કેડી દેહનેજ મળે,જે ઉંમર વધતાં જ દેખાય
આજકાલના વાદળ ન્યારા,જે પિતા પ્રેમથી મેળવાય
પિતાની પકડી આંગળી દેહે,ત્યાં મન વિચારતું થાય
જીવને સાચી રાહ મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
. …………………બાળક દેહે અવતરણ થાતાં.
સંતાનને પ્રેમ મળતા માબાપનો,હરખ અનોખો થાય
ભક્તિનોસંગ સાથે રાખતાં,ના આધી વ્યાધી અથડાય
મળીજાય જ્યાં પ્રેમજગતમાં,સૌનીપ્રીત અનોખીથાય
મળેલ માનવદેહ અવનીએ,જીવનો જન્મસાર્થક થાય.
. …………………… બાળક દેહે અવતરણ થાતાં.
=================================
August 23rd 2012
અદભુત લીલા
તાઃ૨૩/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોઇ જગતમાં કૃપા પ્રભુની,ના સમજણથી સમજાય
નિર્મળતાનો સંગ રાખતાં,વણ માગેલુ ય મળી જાય
. …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
માયાની એક કેડી અનેરી,ના કોઇનાથી ય છટકાય
મળે એ માનવતાના સંગે,જ્યાં નિર્મળતા સચવાય
કળીયુગના સહવાસમાં રહેતાં,પળેપળ ના છોડાય
એક પળ જો છટકી ગઈ તો,મુંઝવણો આવી જાય
. …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
સથવારો સંસારમાં સૌનો,તેમાંથી કદીના છટકાય
ભક્તિની છે કેડી અનેરી,જે પાવનરાહ આપી જાય
મળેલમાનવદેહ અવનીએ,ત્યાંસમજણ મળી જાય
સમયનેપકડી પુંજનકરતાં,દેહે ભક્તિ ઉજ્વળ થાય
. …………………..જોઇ જગતમાં કૃપા પ્રભુની.
.+++++++++++++++++++++++++++++++++++.
August 22nd 2012
. .શરદ ૠતુ
તાઃ૨૨/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરદ ૠતુના શીતળ વાયરે,પ્રભાત પ્રસરી ગઈ
પ્રેમના વાદળ સ્નેહે વરસતાં,મનમાં શાંન્તિથઈ
. …………………શરદ ૠતુના શીતળ વાયરે.
માનવતાની અહીં મહેંક પ્રસરે,નામાગણી કોઇ રહી
અજબ કૃપા પરમાત્માની,ભીની વાદળીઓથી જોઇ
મધુર પવનની લહેંર મળે,જ્યાં શ્વાસમાં સુગંધ ગઈ
ના શબ્દની કોઇ લકીર મળે,કે ના જીભનેકોઇ શબ્દ
. ………………….શરદ ૠતુના શીતળ વાયરે.
પળપળને જો પારખી લો તો,જીવનમાં શરદ થઇ
અવનીને ના પારખે કોઇ,એતો કુદરતની મહેંરથઈ
નિર્મળ ભાવના સંગે રાખતાં,જલાસાંઇની કૃપા થઈ
ૠતુૠતુના વાયરાનેપારખતાં,ઉજ્વળરાહમળીગઇ
. …………………..શરદ ૠતુના શીતળ વાયરે.
***************************************************
August 21st 2012
.
.
.
.
.
.
.
.
. .અમેરીકન ભક્ત
તાઃ૨૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા મને ના કાયાની,મને ભક્તિમાં વિશ્વાસ
પરમાત્માને હુ ઇસુ કહુ,કે લઉ હું રામનુ નામ
. …………………માયા મને ના કાયાની.
આવતા આંગણે હિન્દુના,જયશ્રી કૃષ્ણ બોલાય
માળા હાથમાં રાખીને,ભક્તિ ભજન પણ થાય
આત્માનો વિશ્વાસ પ્રભુથી,ઇસુ કહો કે ભગવાન
શ્રધ્ધા મારી અતુટ મનથી,ના છે કોઇ ભેદભાવ
. ………………….માયા મને ના કાયાની.
અવનીને ના ઓળખે જીવ,એજ મહાનતા કહેવાય
જન્મ લીધો આ ધરતી પર,તોય પરમાત્મા પુંજાય
અજબતાકાત આજીવની,જે વત્સલદાસ ઓળખાય
થાય આનંદનીવર્ષા ધરમાં,જ્યાં ભક્તિ આવી થાય
. …………………. માયા મને ના કાયાની.
.*************************************************
August 21st 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .દ્રષ્ટિ પ્રેમ
તાઃ૨૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોઇ તારી નજર નિરાળી,મને પ્રેમ થઈ ગયો ભઈ
ના સમજ રહી કે તું વાનર,ને હું માનવ થયો અહીં
. …………………..જોઇ તારી નજર નિરાળી.
અજબલીલા અવિનાશીની,ના માનવમને સમજાય
વાનર આવી મદદ કરે,ત્યાં રાજા રાવળ હારી જાય
સીતારામના પ્યારા બની ગયા,એ જગતમાં પુંજાય
પ્રભુ દ્રષ્ટિને પાવન કરનાર,શ્રી હનુમાનજી કહેવાય
. …………………..જોઇ તારી નજર નિરાળી.
સતયુગની એ વાત અનેરી,ના કળીયુગમાં સમજાય
કળીયુગમાં જો પત્થરમારોતો,ભાગવુ ભારે પડીજાય
સ્નેહની સાંકળ સાથે રાખો તો,આવીને ભાખરી ખાય
શ્રધ્ધાતમારી સમજીલેતાં,તમપર દ્રષ્ટિપ્રેમથઈજાય
. …………………..જોઇ તારી નજર નિરાળી.
====================================
August 21st 2012
. સ્મરણ અને પ્રતિક્ષા
તાઃ૨૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી,કૃપાની વર્ષા થાય
ના આશાનીકેડી રહે જીવનમાં,કેનાકોઇ માગણી થાય
. …………………. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
સ્મરણ એછે સંસ્કાર જીવના,જે માબાપથી જ મેળવાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,એજ લાયકાત કહેવાય
અનેક ક્ષેત્રના સંબંધ સ્મરણથી,જે દેહનેજ સ્પર્શી જાય
સ્મરણપરમાત્માનુ કરતાં,જીવને મુક્તિમાર્ગમળીજાય
. ………………….. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
કળીયુગની એક કેડી અનેરી,જે શુભ કાર્યોને રોકી જાય
શ્રધ્ધારાખીને પ્રતિક્ષા કરતાં,સમયે આવીએ મળી જાય
માગણી એ અપેક્ષાની કેડી,જે કદીક દુર્માર્ગેય લઈ જાય
સ્મરણ શક્તિને સાચવી રાખતાં,ના કોઇપ્રતિક્ષા રખાય
. …………………… સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦
August 20th 2012
. પ્રેમથી પધરામણી
તાઃ૨૦/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ રાહ મળે જીવનમાં,જ્યાં પ્રેમનો સંગ રખાય
નિર્મળતાના વાદળવરસે,જ્યાં પધરામણી પ્રેમે થાય
. …………………ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મનને શાંન્તિ અતુટ મળતી,ને પ્રભાત પણ ઉજ્વળ થાય
સુખ શાંન્તિને સ્નેહનીસાંકળ જીવને,મળી જાય પણઆજ
પ્રેમની કેડી છે અતુટ અનેરી ,આપના આગમને સમજાય
સરળતાની ભાવના મળતા,દેહને ના મોહમાયા અથડાય
. …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મુક્તિકેરો માર્ગ મળતાજીવને,લોભલાભ પણ છટકી જાય
સત્કર્મની રાહ બતાવી જીવને,ભવસાગરથીય બચાવાય
આંગણે આવી રાહ હું જોતો,પધરામણી પ્રેમથી કરાવાય
નિર્મળ જીવનમાં આશીર્વાદ મળતાં,જીવને શાંન્તિ થાય
. …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.
======================================
August 19th 2012
. .ના માગણી
તાઃ૧૯/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં,જયાં સાચી રાહ મળી જાય
માનવ મનની છે ચાહત અનેરી,ના માગણીએ મેળવાય
. …………………..રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.
જન્મ મળે અવનીએ જીવને,દેહની અપેક્ષાઓ વધી જાય
એકજ મળતાં માગણી દેહને,ત્યાં બીજી અનેક સંગી થાય
કળીયુગની આ કલમ પ્રભુની,જીવથી ના કદી ઓળખાય
કર્મબંધન એ સંગે રહે છે,જે જીવને ક્યાંથી ક્યાં લઈ જાય
. ……………………રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.
સદમાર્ગની કેડી છે ન્યારી,જે દેહને જીવ સહિત સમજાય
ભક્તિનીસાંકળ મળેજીવને,નિર્મળતાએ અપેક્ષા દુરજાય
ના માગણી કોઇ રહે જીવની,જ્યાં જલાસાંઇની કૃપાથાય
આવી આંગણે સધળુ મળે,ના કોઇથીય કદીય મેળવાય
. …………………..રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.
=+++++++++++++++++++++++++++++++++=