July 19th 2012

જન્મમરણની જ્યોત

.                    જન્મમરણની જ્યોત

તાઃ૧૯/૭/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મરણ હાથમાં ના માનવીના,સમય આવે આવી જાય
સારા કર્મને સંભાળતાં,દેહના સંસ્મરણો જગે રહીજાય
.             …………………મરણ હાથમાં ના માનવીના.
કૃપા થતાં પરમાત્માની જીવે,માનવ જન્મ મળી જાય
કરેલ કર્મ બંધન છે જીવના,જગે  સંબંધોથી સમજાય
કદીક ન કલ્પેલ સહવાસે,મળેલ જન્મસફળ થઈજાય
અવનીનાઆગમને અંતે,જીવને સુખશાંન્તિ મળીજાય
.           …………………..મરણ હાથમાં ના માનવીના.
સુખદુઃખનીસાંકળ સૌને વળગે,નાકોઇ દેહથી છટકાય
સરળતાનેસાથે રાખીજીવતાં,કોઇતકલીફ નાઅથડાય
મળે પ્રેમ જીવનમાં અનોખો,જે સત્કર્મોથી જ મેળવાય
આફતનોનાસંકેતરહે,જ્યાંજીવથીભક્તિમાર્ગ મેળવાય
.            …………………..મરણ હાથમાં ના માનવીના.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

July 18th 2012

વિચાર આવ્યો

.                    .વિચાર આવ્યો

તાઃ૧૮/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને મુંઝવણ ઘણી,ના કોઇથીય છટકાય
વિચાર આવ્યો પ્રભુકૃપાથી,સાચી ભક્તિએજબચાય
.                  ………………..માનવી મનને મુંઝવણ ઘણી.
જન્મ મરણના બંધન જીવને,કર્મ સંબંધેજ મેળવાય
અવનીપરના આગમને જીવને,સાચી સમજણ થાય
કર્મનીકેડી પકડે જીવને,જે જન્મમરણથી જ સમજાય
જલાસાંઇની પ્રીત પામતા,મુક્તિની રાહજ મળી જાય
.                 …………………માનવી મનને મુંઝવણ ઘણી.
કુદરતની આજ છે લીલા,અનેક દેહોથીજ  મેળવાય
માયા મોહના અતુટ છે બંધન,જે જીવને જકડી જાય
કળીયુગી વિચારના વાદળ છોડતાં,શાંન્તિને સહેવાય
ભક્તિનો સંગાથ સાચવતાં,મોહ ને માયા ભાગી જાય
.                  …………………માનવી મનને મુંઝવણ ઘણી.

=======================================

 

July 17th 2012

સરળ સાથ

.                    .સરળ સાથ

તાઃ૧૭/૭/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુંદરતાના સરળ સાથથી,મન મારું છે મલકાય
નિર્મળ આંખથી પામીલેતાં,સંગ મને મળી જાય
.                  ………………..સુંદરતાના સરળ સાથથી.
પ્રેમમળે જ્યાં અંતરથી,સ્નેહની સરળતા કહેવાય
માગણીની જરૂરરહેતી,જ્યાં નિખાલસતા સહેવાય
લીધો પ્રેમ જગતમાંસૌનો,એજ માનવતા કહેવાય
પ્રેમનીસરળ સાંકળ મળતાં,નામોહમાયા ભટકાય
.                  ………………..સુંદરતાના સરળ સાથથી.
મનને મળે જ્યાં માયા જગે,કળીયુગી રીત કહેવાય
દેખાવની કેડી જ્યાં દુરરહે,ત્યાંજ માનવતા મહેંકાય
સંગ રહે  નિર્મળતા જીવને,ના વ્યાધી કોઇ અથડાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,જ્યાંભક્તિસંગ રખાય
.                   ………………..સુંદરતાના સરળ સાથથી.

************************************************

July 16th 2012

જીવની લાયકાત

.                 જીવની લાયકાત

તાઃ૧૬/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગણી એ મળે લાયકાત,કે ના દેખાવે દુનીયા
મનથીમહેનત સંગેરાખતાં,જન્મસફળ થાય મળતા
.               ………………..ના માગણી એ મળે લાયકાત.
આંગળી પકડી ચાલે માનવી,રાહસાચી મળી જાય
મળે સૌનો પ્રેમ જીવને,જ્યાં સાચોસ્નેહ આવી જાય
સંગાથીઓનો સાથ મળે,ને વ્યાધીઓય ભાગીજાય
નિર્મળતાના વાદળ મળતાં,સુખ શાંન્તિ મળી જાય
.              …………………ના માગણી એ મળે લાયકાત.
અહંકારના વાદળ લેતાં,જીવનમાંપ્રેમ અળગો થાય
મારું તારુંની આ અજબલીલા,અનુભવેજ મળી જાય
કળીયુગીમાયાની આકેડી,માનવીને દુઃખઆપી જાય
સરળતાએસમજ પડતાંજીવને,સૌનેએ સન્માનીજાય
.               …………………ના માગણી એ મળે લાયકાત.

+++++++++++++++++++++++++++++++++++++

July 16th 2012

ઉગમણી ઉષા

.                 .ઉગમણી ઉષા

તાઃ૧૬/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉગમણી ઉષા ઓળખાય,જ્યાં સુર્યનો ઉદય થાય
આથમણીસુર્યાસ્ત કહેવાય,જ્યાંથીરાત્રીને સહેવાય
.                        ………………..ઉગમણી ઉષા ઓળખાય.
ઉજળી સવાર મળે માનવીને,જ્યાં સુર્ય દર્શન થાય
તનમનધનની કૃપા મળે જીવે,જ્યાં સુર્યદેવ પુંજાય
સંસ્કાર પ્રેમની જ્યોતમળે,ને ધન્ય જીવન પણથાય
કુદરતની આઅજબલીલા,મળેજન્મસફળ થઇ જાય
.                      ………………….ઉગમણી ઉષા ઓળખાય.
જન્મમરણ છે દેહનોસંબંધ,જે જગતજીવથીસહેવાય
અવનીપરના આગમને,જીવથી પ્રભુભક્તિ મેળવાય
અંતરથી જ્યાંથાય પુંજા,ત્યાં સરળકામ સૌ થઈજાય
મૃત્યુ મળતાં દેહથી જીવને,મુક્તિ માર્ગજ મળી જાય
.                       …………………ઉગમણી ઉષા ઓળખાય.

===================================

July 15th 2012

બાબાની પ્રીત

.

.

.

.

.

.

.

.

.

.                    બાબાની પ્રીત

તાઃ૧૫/૭/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાબા તમારા ચરણે આવતાં,મન પ્રદીપનું હરખાય
શાંન્તિ આવી મળે જીવનમાં,લાયકાત મારી કહેવાય
.               …………………બાબા તમારા ચરણે આવતાં.
સાંઇ સાંઇનું સ્મરણ કરતાં,જીવને શાંન્તિ મળીજાય
ઉજ્વળ પ્રભાત મળતાં દેહને,પાવનકર્મ થતા જાય
બાબાની આ પ્રીત નિરાળી,મારા જીવનમાં સહેવાય
અદભુત કૃપાછેસાંઇબાબાની,વાણી વર્તનથી દેખાય
.               …………………બાબા તમારા ચરણે આવતાં.
માગણી મારી વ્હાલા બાબાથી,જીવનમાં રહેજો સાથ
આધીવ્યાધી તોઆવે જીવનમાં,ઉગારજો પકડીહાથ
સદા જીવનમાં સાથે રહીને,દેજો ભક્તિ પ્રેમની પ્રીત
નિર્મળ જીવન જીવી જગતથી,અંતે મુક્તિ દેજો એક
.               …………………બાબા તમારા ચરણે આવતાં.

=====================================

July 14th 2012

કુદરતની લીલા

.                     .કુદરતની લીલા

તાઃ૧૪/૭/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીલા અપરંપાર પ્રભુની એ પૃથ્વી પર દેખાય
.               .ચંન્દ્ર પરથી દ્રષ્ટિ કરતાંજ સાચી વાત સમજાય

 

 

 

 

 

 

 

 

 

 

 

અગમનિગમના ભેદ ના જાણે એ માનવી કહેવાય
.            નાસાએ બેસી વિશ્વ નિરખે એ જ વૈજ્ઞાનિક કહેવાય.

************************************************

July 13th 2012

લાયકાતે મળે

.                    .લાયકાતે મળે

તાઃ૧૩/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહને પામવા આજે,મન મારું હરખાય
મળશે આશા એજછે જીવની,અપેક્ષા જ કહેવાય
.                 ……………….શીતળ સ્નેહને પામવા આજે.
વાણી વર્તન સાચવી જીવતાં,ઉજ્વળ રાહ દેખાય
અપેક્ષાના વાદળહટતાં,જીવથી સરળતા સહેવાય
આશીર્વાદની રાહમળતાં,વડીલને પ્રેમેવંદન થાય
મળે કૃપાજલાસાંઈની,એજીવની લાયકાતકહેવાય
.                ………………..શીતળ સ્નેહને પામવા આજે.
ભણતર છે જીવનનુ ચણતર,પાવનમાર્ગ મળીજાય
ઉજ્વળજીવનની કેડીન્યારી,સાચીમહેનતે મેળવાય
મનની મુંઝવણ ભાગે દુર,નામળે દેહને દુઃખના પુર
શાંન્તિચાલે સંગે જીવનમાં,નેઉજ્વળતા નારાખે દુર
.                ………………..શીતળ સ્નેહને પામવા આજે.

@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*

 

July 13th 2012

સંસ્કારી કેડી

.                      .સંસ્કારી કેડી

તાઃ૧૩/૭/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,સુખ શાંન્તિ દઈ જાય
ભક્તિ પ્રેમની પ્રીત મળે,એ જ સંસ્કાર સાચા કહેવાય
.                  ………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદ જ મળી જાય
સરળતાને સાથ રહે જીવનમાં,જે સુખ શાંન્તિ દઈ જાય
મળે જગતમાં પ્રેમસૌનો,જે અનહદ આનંદઆપી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
.                 ………………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જન્મ મળેલ અવનીએ જીવને,કર્મના બંધનથી બંધાય
કરેલકર્મ એસીડીજીવની,જે જીવનના સોપાનથઈ જાય
સંસ્કારની કેડી મળે પ્રભુથી,જે માબાપની કૃપા કહેવાય
પળપળને પારખતાં દેહને,અમૃતે જન્મસફળ થઈ જાય
.                 …………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

 

July 10th 2012

શું મળ્યુ?

.                   .શું મળ્યું?

તાઃ૧૦/૭/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની જે હતી લાગણી,પ્રેમથી મેં આપી દીધી ભઈ
નાઅપેક્ષા રાખી જીવનમાં,તોય નાલાગણી જોઇ અહીં
.                   ……………….અંતરની જે હતી લાગણી.
કળીયુગની આ  અસર જોઇને,મનમાં દુઃખ થાય છે ભઇ
ક્યાંથી આ સહવાસ મળ્યોમને,જે અંતરથી મળ્યો નહીં
નિર્મળશાંન્તિ સંગે રાખી જીવતાં,સાચો પ્રેમ જોયો નહીં
દેખાવની આહવા લઇને આવ્યા,નાઅંતરની પ્રીત લઈ
.                   ………………. અંતરની જે હતી લાગણી.
કેડીપ્રેમની સંગેરાખતાં મને,જલાસાંઇની કૃપામળીગઈ
નાઆવે ઉભરો કે દેખાવમને,એજસાચી પ્રીતથઈનેરહી
કુદરતનો આ અજબ રીસ્તો,ના અભિમાને દેખાય ભઈ
અંતે જીવનેસમજણ આવીગઈ,શું મળ્યું?અંતરથી અહીં
.                   …………………અંતરની જે હતી લાગણી.

++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »